Skip to main content

જોઈએ છે સુપર મોમ - ઇન્ટેલીજેન્ટ ,હાર્ડ વર્કિંગ , બયુટીફૂલ એન્ડ અબોવ ઓલ ઇમોશનલ ફૂલ !


"બેબુ , જલ્દી કર ને ...  મારે એક અરજન્ટ મીટીંગ માં જવાનું છે! એન્ડ પ્લીસ આજે લંચ ફીનીશ કરજે , તારા ફેવરીટ આલું ના પરોઠા બનાવ્યા છે! " - ટીનએજર દીકરી ની બેગ પેક કરી એને હાથ માં થામાંવતા માં એ રોજની સ્ટીરીઓટાઈપ સલાહ આપી... જે કદાચ હવે એમની બેબુ ને અડતી પણ નથી! 

"મોમ, નોટ અગેન ! આઈ ટોલ્ડ યુ ! આઈ એમ ઓન ડાયેટ! આલું કે પરોઠે સાઉન્ડ્સ સો ફિલ્મી એન્ડ અનહેલ્ધી ! આઈ વિલ હેવ ફ્રુટ જ્યુસ એટ કેન્ટીન. " - નવી હેર કટ માં પોતે કેવી હેપ લાગે છે એ જોઈ ને ખુશ થતી ફિગર કોન્શિયસ બેબુ ખુશ થતા ટહુકી ..

" કમ ઓન બેબુ! યુ આર ઇન શેપ ઓલરેડી! મેં આજે સવારે વહેલા ઉઠીને સ્પેશિયલી તારા માટે પરોઠા બનાવ્યા  , આજનો દિવસ ખાઈલે .. કાલ થી ડાયેટ સ્પેશિયલ કઈ બનાવીસ! " - રાતે [!!!] ઓફીસ નું પેન્ડીંગ કામ  પતાવીને  ઊંઘી ત્યારે પતિ ને બાળકો ને ક્વોલીટી ટાઈમ ના આપી શકવાની ગીલ્ટ , કદાચ આજે સવારનું રીચ મેનુ બની! પતિ ની પસંદગીના કોફતા અને બેટી ની પસંદગી ના પરોઠા , અને પોતાની પસંદગી નું ? .... કદાચ પોતાનું અસ્તિત્વ તો આ ગીલ્ટ નીચે ક્યાય ધરબાઈ  ગયું એ આ બીઝી લાઈફ માં રીયલાઈઝ પણ નથી થયું! 

" મોમ, ડોન્ટ જોક ! યુ એન્ડ ડાયેટ ફૂડ?  લુક એટ યુ! યુ લૂક લાઈક યુ વિલ બ્લાસ્ટ એટ એની ટાઈમ! નો વોટ? હું મારી હાફ સ્કુલ એકટીવીટીસ તારી સાથે શેર જ નથી કરતી , કેમકે જયારે તુ મારી સાથે સ્કુલ માં આવે છે મારી ફ્રેન્ડસ મારી બૌ ઉડાવે છે! તારા લીધે ધે કોલ મી બેબી એલીફન્ટ!  ધે સે - ફ્યુચર માં હું પણ તારી જેમ... આઈ ડોન્ટ વોન્ટ ટુ લુક લાઈક યુ - હોરિબલ મોમ, યુ લુક  હોરિબલ ! લુક એટ ડેડ , રેગ્યુલર એકસરસાઈઝ , ડેઈલી વોક એન્ડ ઓલ ... હી ઈઝ ફીટ અને યુ  ?  લેટ મી ફોલો માય ડાયેટ ! " - દીકરી ના શબ્દો કરતા વધુ એના એક્સપ્રેશન થી મોમ નું  દિલ ચિરાઈ  ગયું! 

સડસડાટ દોડી જતી દીકરી ની પાછળ શૂન્ય મનસ્ક મોમ થીજી ગઈ.. 
અરીસા માં જાણે વર્ષો થી પોતાની જાત ને જોઈ ના હોય એમે અનિમેષ તાકી  રહી..
શું કહી ગઈ એની લાડલી બેબુ જે એને આટલું ખૂંચ્યું ? કઈ ખોટું તો નથી જ કીધું ને! 

બીપ ... બીપ... બીપ... 
" વ્હેર આર યુ  મિસ. શાહ ? અવર ક્લાયનટ્સ  આર વેઈટીંગ  ફોર યુ ! હરી અપ પ્લીઝ... " - 

હરી અપ ...  પતિ ની હેલ્થ સાચવવા એમનું એકસરસાઈઝ નું ટાઈમ ટેબલ અને બેલેન્સ્ડ ફૂડ નું મેનુ સાચવવા ... તમારી મુખ્ય જવાબદારી છે, મીસીસ શાહ !  
હરી અપ ..  દીકરી ના પ્રોજેક્ટ્સ અને એસાઈન્મેન્ટ ટાઈમ પર અને પ્રાઈઝ વિનિંગ કરવા , દીકરી ને બેસ્ટ અપ-બ્રીન્ગીંગ આપવા  ... ઇન્ટેલીજન્ટ મોમ હોવાનો દીકરી ને કૈક તો ફાયદો હોવો જોઈએને! 
હરી અપ .. પ્રોફેશનલ ડેડલાઈન સાચવવા ...  મીટીન્ગ્સ  એટેન્ડ કરવા, પ્રોજેક્ટ્સ ફીનીશ કરવા , ઓવરનાઈટ ફાઈલ્સ અને પ્રેઝનટેશનસ પ્રિપેર કરવા ... 
કરિયર ગ્રોથ માટે ? ...
સેલેરી રેઈઝ  માટે ?... 
સેવિંગ્સ વધારવા માટે?  ... 
ફેમીલી બેનીફીટસ માટે ?...
સ્ટોપ ઈટ!!

મિરર ની અંદર થી મિસ શાહ - મીસીસ શાહ સામે ગર્જી ઉઠી, કદાચ પહેલી વાર --  "રોજ સવારે ૫ થી રાત ના ૧૨ સુધી ઘડિયાળ ની સાથે રેસ કરતા કરતા  પોતાના ફેમીલી ની ખુશી માટે , કેરિયર માટે , મને અવગણવાનું પરિણામ જોયું ને? .. " 
અને મિરર ની સામે થીજી ગયેલી મીસીસ શાહ કઈ બોલે એ પહેલા ... 
બીપ... બીપ.. બીપ...
યુ હેવ ૩ રીમાઈનડરસ  ટુડે ..
1) બેબુ - સાયંસ પ્રોજેક્ટ માટે મટીરીયલ ડાઉનલોડ + પરચેઝ : સબજેકટ - મધર નેચર 
2) પતિજી - ડાયાબીટીસ ટેસ્ટ કીટ ની રીફીલ આઉટ ઓફ સ્ટોક + ફોન, લાઈટ , મોબાઈલ બિલ્સ પેયમેન્ટસ ડ્યુ 
3) દાદીજી - સપ્તાહ અને સત્સંગ એટ ૬ , હવેલી . 

મિરર [!!!]  ની અંદર રહેલી  મિસ શાહ ને ફરીથી અવગણી ને મીસીસ શાહ  નામનું મશીન ફરી દોડ્યું ... 

"જોઈએ છે સુપર મોમ - ઇન્ટેલીજેન્ટ ,હાર્ડ વર્કિંગ , બયુટીફૂલ એન્ડ અબોવ ઓલ ઇમોશનલ ફૂલ ! "

Comments

like it.. i dont understand why they dont try to understand...
Dhaivat said…
excellent. very bitter truth beneath each word. my compliments.
pinakin said…
realistic thing...and very sad..but writng is as always gripping

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…