Skip to main content

ડબ્બાના "ડ" ની સફર :: અવગણના ના "અ" થી લાગણી ના "લ" સુધી...

"નીચેના દરેક પ્રસંગો જાણે અજાણે ક્યાંક મારી કે તમારી સાથે કે આપડી આસપાસ બનેલ - કાલ્પનિક - હકીકત છે! "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" તું મમ્મી ની વાત કેમ નથી માનતી ! તને હજાર વર કીધુ છે, મારી મમ્મી કહે એ બ્રહ્મ સત્ય! વધારે જીભા જોડી ના જોઈએ! " - ફુલ ટાઈમ "શ્રવણ છાપ" પુત્ર ના કેરેક્ટર  માં અચાનક પતિ નો આત્મા જીવિત થઇ ગયો!
"પણ તમે મારી વાત તો સાંભળો! " -
પત્ની ની વાત સાંભળી ને કઈ "જોરુ કા ગુલામ " નું મફત નું ટાઈટલ થોડું લેવાય ?
એટલે પતિદેવ ઉવાચ - " પણ , બણ  ગયા ચુલા માં ! મમ્મી કહે એમ કરવાનું ! બે પૈસા કમાતી શું થઇ ચરબી ચઢી ગઈ છે! જીભ ચાલે છે એટલા હાથ ચલાવ ને તો મમ્મી ને કઈ કહેવું જ ના પડે ! "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" ચા થઇ કે નહિ ? કેટલી વાર ? એક કામ કરતા એક એક કલાક કાઢે છે! કોઈ કામ માં તારે ઠેકાણા છે ? ભગવાન જાણે કોણે તને એમ.ફાર્મ.  ની ડીગ્રી આપી દીધી છે! ભણ્યા પણ ગણ્યા નઈ એ આનું નામ ! " - મહેમાનો ની વચ્ચે પતિદેવ પોતાની "ધર્મ-પત્ની " ના ગુણ ગાન કરી રહ્યા..

ગરમ ચા અને ઠંડી થીજેલી લાગણીઓ ની લાશ હસતા મોઢે ચા સર્વ કરી ને મહેમાનો ના ડીનર માટે કીચન કામ માં પરોવાઈ ગઈ..

કોણ કહે છે , ઇન્ડિયા માં ગુલામી પ્રથા નાબુદ થઇ ગઈ છે ? 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" પણ જે હોય તે , તમારા પત્ની ની તોલે કોઈ ના આવે! જોબ , ટ્યુશન , ઘર સાંભળવાનું , બાળક ના ભણતર નું ધ્યાન રાખવાનું  ને પાછા સોશિયલી પણ એક્ટીવ રહેવાનું! "
હજુ તો કહેનાર ની વાત ચાલુ જ થઇ ત્યાં ....

" અરે હોતું હશે ! લગ્ન કરીને આવી ત્યારે ડબ્બા ના "ડ" જેવી હતી! આ તો આમારા ઘેર સમાઈ ગઈ! નઈ તો જેવા સંસ્કાર એના માં-બાપે આપેલા ને તો એને કોઈ સંઘરે નઈ! આ તો મારી મમ્મી ના લીધે ઘર ઘર જેવું છે , નઈ તો એને કમાવા સિવાય બીજું આવડે પણ શું ? આ તો ઘાટ  કરતા ઘડામણ વધારે છે !  $#$%#%^$^%&^%&&^ " - પતિદેવ ની અસ્લાખિત વાણી અને ડબ્બા ના "ડ" જેવી પત્ની ના આંસુ ઓ ની જાણે હરીફાઈ જામી!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" તું યાર , મમ્મી રહેવા દે ને! તને શું ખબર પડે મારા સાયન્સ પ્રોજેક્ટ માં ? તારી ભંગાર સ્કુલ માં થતા ફાલતું ના પ્રોજેક્ટ જેવો પ્રોજેક્ટ નથી બનવાનો મારે. તું તારા મસાલીયા માં ધ્યાન રાખ એટલું બૌ છે! રસોઈ માં તો  વેતા નથી ને મને પ્રોજેક્ટ શીખવાડવા આવી ગઈ!  કીચન ની બહાર સુધી તારી કચકચ ના જોઈએ મારે! પપ્પા સાચું જ કહે છે - દિવસે ચાંદો ઉગી શકે છે - પણ તું બુદ્ધિ વાળી વાત કરે એ અશક્ય છે! " - ૯ મહિના જેની નસો માં લોહી ને પ્રેમ એક સાથે સિંચ્યા એણે  જ એક ઝાટકે "માં" ની  દિલ ને જોડતી નસ કાપી નાખી ... ................................શબ્દો ના વાર  થી!  અવગણના ના હથિયાર થી!


જે પરિવાર માં ઘરના મોટા- વડીલ જ પોતાની અને પોતાના સ્નેહીજનો ની આમન્યા, લાગણી અને સન્માન   નથી જાળવતા એમના સંતાનો પણ એમનું જ અનુકરણ કરે છે તો બહારના ની તો વાત શું કરવી !!!


"પારકા એ દીધેલા ઘાવ કરતા પણ પોતાના એ  કીધેલા શબ્દો વધુ જીવલેણ હોય છે ! "

Comments

agreed...toj baroj ghatati ghatna chhe... ane sachej najre joti hou chhu pan salu PATNIo ne to sahan karya sivay chhutkoj nathi :(
Pinakin said…
kharekhar tame hajaro strioni lagni ne vacha api didhi che....
akhi life potana perents pachi pati ane pachi balko mate api denar strine be sara bol pan sambhva nathi malta...ulta hasta modhe badhu svikari anadar ne anadar radti hoy che....harek ni end line bavj touching hati
Dhaivat Trivedi said…
its too much, yaar... u always make me speechless.
Nira Naresh said…
KYA KARE JINDGL TO AISI HI HE LEKIN EK BAT YAD RAKHNA
DARD KE FUL KHILTE HE BIKHAR JATE HE,
JHAKHM JESE BHI HO KUCHH ROJME BHAR JATE HE
Nira Naresh said…
KYA KARE JINDGI TO AISI HI HE LEKIN
DARD KE FUL KHILTE HE BIKHAR JATE HE,
JHAKHM KESE BHI HO KUCHH ROJME BHAR JATE HE
Navin said…
Bhumika,

This problem is not gender specific.
It is purely 'dependency' problem. Where the woman is totally dependent, specially economically, on other family members, such situation takes place. However, in many cases you will find the woman, though not an earning member of the family, had full command on the family and no one dare to insult her.
Similarly, you will find many man in such situation where they are dependent, specially economically, on other family members.

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...