“મને સહેજ ઉગવા દેશો? મારા અસ્તિત્વ ને તમારા લાગણી-વિશ્વ માં મુકવા દેશો ?”
ક્યાંકથી નાનો સરખો , જરીક અમથો અવાજ આવ્યો., તીણો તીણો , ભાવ-ભીનો ...
કોઈ નાનું સરખું પુષ્પ જેમ મહેકે , કોઈ ગર્ભસ્થ શિશુ દુનિયા ને અનુભવવા જેમ ચહેકે ...
મુજ ખાલી હૈયે કોણે સાદ કર્યો? મારા ભાવ- વિશ્વ માં ઉગવા કોણે સંવાદ કર્યો?
આમ-તેમ જોયું , કોઈ જણાયું નહિ...
એક દિવસ અચાનક એક નાનો સરખો તુલસી નો છોડ ઉગી નીકળ્યો, લાગણીઓ ના રોપામાં..
જાણે પ્રભુએ સુણી સૌ પ્રાર્થના અને મને જ ફરી ઉગાડી દીધી નવા ચોગા માં...
લાગણી , પ્રેમ, હુંફ ને ઘણું બધું .. , કેમ કહું કેટ-કેટલી સંવેદનાઓ પણ સીંચી ..
કલરવ, ગુંજારવ અને કલશોર ... જ્યારથી મહેક્યો મારો તુલસી નો છોડ..
હૃદ-ધરતી થઇ લીલી- છમ્મ ... અને અસ્તિત્વ જાણે થયું આજે સફળ અને પુરા થયા બધા કોડ..
એક-દિવસ એક અણ -ધારી વાત બની , સહેજ અમથી ઘટના થી પણ જાણે કાળી ડિબાંગ રાત બની ..
મારા વ્હાલ ના દરિયા ને એક નજીક નું કુંડું ગમી ગયું , નવેસરથી ઉગવા જાણે એનું દિલ થનગની ગયું..
ભારે હૈયે એને વળાવી નવા વિશ્વમાં ... એની ખુશીઓ પ્રાર્થી વળાવ્યુ હૈયું અને પરોવ્યું મન આં ફાની વિશ્વમાં..
ફરી દુનિયા બની બેરંગી ને સુની , પણ દુનિયા નો ક્રમ છે – એમ વિચારી જેમ તેમ વળાવ્યુ હૈયું ..
એક, બે, ત્રણ કરતા કરતા વીત્યો એક અરસો .. મારો વ્હાલ નો દરિયો કેમ છે એ જાણવા મ્હાય્લો તરસ્યો..
જરાક અહી આવી હતી, ને થયું લાવ મળતી જાઉં, બહાને બહાને મારા હૈયાના કટકા ને એક વાર મન ભરી નીરખી જાઉં..
આમ જોયું તેમ જોયું, ક્યાંય કેમ કોઈ ચહલ- પહલ નથી? – ક્ચવાયુ મન, રઘવાયી થયી સંવેદનાઓ, કૈક અમંગળ ના એંધાણ થી ..
આવો , આવો... બૌ દિવસે, ભૂલા પડ્યા ... તમારી તુલસી ને નવી જગા એ ઉગાડી ને – તમે તો છુટા થયા..
તમે તો એને ઉગાડી ગયા, અમારા બગીચે એની સજાવી ગયા.. ઠગાઈ કરી તમે – એના ગુણો ગણાવીને ..
નથી એ સોમ્ય, ગુણીયલ કે સારી.. કળે છે અમને, નડે છે અમને .. ભોંકાય છે અમને , તમારી એ લાગણી ની સરવાણી ..
ફરિયાદ સાંભળી , ચોક્યું હૈયું... રડી ઉઠ્યું , સહેમી ઉઠ્યું... ને એક અવાજે બોલ્યું- ના બિલકુલ શક્ય નથી !
ઉતાવળે જયારે પહોંચી હું એ કુંડા પાસે જ્યાં રોપ્યો હતો મારો તુલસી નો ક્યારો ..
આંખો ફાટી ગઈ જોઈને ત્યાં કેક્ટસ ...
કેટ-કેટલી વેદના , રોષ, અન્યાય ની ગરમી ને તાપ સહ્યા હશે મુજ બાળ એ ,
કેટ-કેટલું મથી હશે ઉગવા , પાંગરવા ને મહેકવા-ચહેક્વા ...
અને એજ વ્હાલ, પ્રેમ અને લાગણી થી વળગી ફરી હું એ કેક્ટસ ને..
~~ Bhumika :)
Comments