" હે , આજે "પૂહ" નથી દેખાતી ને ? ઓય્ય જાડી તું કેમ આજે ભીલાડ માં? કેમ મોડું થઇ ગયું? ડુમ્મસ ભજીયા ખાવા ગઈ હતી કે લોચો ખાવા ચોક ગઈ હતી ?" - ધીરેથી રોજની જગાએ તશરીફ ગોઠવતા સ્વાતી ની પીન દબાવાઈ ગઈ, એને જાડી કહીને !
રોજીંદી એક જ ઘરેડ જીવવાની જાણે આદત થઇ પડી છે ! જેમ ઘેર ૧-૨ જણા ની ઘેરહાજરી હોય તો ચિંતા થાય, કંઇક એવુંજ અમારે ટ્રેન ના કમપાર્ટમેન્ટ માં પણ છે, એક નાનું કુટુંબ - જ્ઞાતિભેદ , વય ભેદ, વિચાર ભેદ કે પરિસ્થિતિ ભેદ હશે પણ જ્યાં લગીરે લાગણી ભેદ નથી એવું કુટુંબ ...
"દીદી , પ્લીઝ હું જાડી નથી, હા ચબ્બી કેવાય પણ જાડી ? " - સ્વાતી નો કાયમ નો ડાયલોગ .. કદાચ એને ઓળખતા બધા ને યાદ રહી ગયો હશે !!
"પૂહ , ને આજે લેટ થાવાનું છે કદાચ , આવતી જ હશે.. આજે એને પ્રેક્ટીકલ માં કંઇક ઉંદર કાંડ થયું છે એવું કૈક કેહતી હતી !" - વાળ સરખા કરી આઈ લાઈનર લગાવતા સ્વાતી બોલી..
"જાડી , તને હવે રાત્રે કોણ જોવાનું કે આઈ લાઈનર ને મેકઅપ બગાડે છે ? " - કદાચ સ્વાતી નો મન્થલી મેક-અપ એક્સપેન્સ એક મિડલ ક્લાસ ના મન્થલી બજેટ ને ઓવરટેક કરી જતો હોય તો નવાઈ નઈ!
"ભુમિકાદી , ઈટ્સ નાઈટ મેક-અપ ! અને હમણાં હું અહી થી સીધી એક ફંક્શન માં જવાની છું , યુ સી સ્નેપ્સ સારા આવવા જ જોઈએ! આઈ વિલ ટેગ યુ ઓન એફ.બી. , કમેન્ટ ને લાઈક કરજો! " - સ્વાતી અને હું કદાચ વર્ચ્યુઅલ વર્લ્ડ માં ઓવર એક્ટીવ છે એમ કહીએ તો સાચું જ છે!
" આવા ડ્રેસિંગ માં તું કયા ફંક્શન માં જવાની છે ? વ્હાઈટ કુર્તી ને ડેનીમ જીન્સ? " - ક્યારનું પેપર માં જીવ પરોવતી ઉર્વી છેલ્લે આશ્ચર્યથી જવાબ ની રાહ જોઈ રહી ..
"યુ ગાયસ ડોન્ટ સપોર્ટ અન્ના ? આજે બરોડા માં અમારા ક્લબ નું ફંક્શન છે , અન્ના ના સપોર્ટ માં ! ભુમ્સીદી , યુ નો વોટ ? મીડિયા વાળા પણ આવશે , મેં બી આઈ વિલ બી ઓન પેજ-૩ ટુમોરો ! "
" તું અન્ના ને સપોર્ટ કરવા "ફંક્શન" માં જવાની છે ? "ફંક્શન" ઓર "અનશન કે પછી "આંદોલન" ? " - ઉર્વી ટીચર આંખો ને થાય એટલી મોટી કરીને અચરજ થી સ્વાતી ને ઘૂરી રહ્યા!
"ઈટ્સ ઓલ સેમ બેબ્ઝ ! ધેટ જરીવાલા ડ્યુડ ઇઝ રીયલી કુલ .. આઈ.આઈ.ટી ખડગપુર પાસ આઉટ .. અ વન્ડર ... બટ સેડ, હી ઇઝ મેરીડ ! " - સ્વાતી ના આ ફંક્શન માં ઇન્ટરેસટ નું રીઝન હવે બધા ને સમઝાઈ રહ્યું !
"સ્વાતી , કરેક્શન ... જરીવાલા નઈ , કેજરીવાલા ... આઈ વન્ડર તને એના લુક્સ ને ડીગ્રી સિવાય એના આ અનશન ના ગોલ , કે જન-લોકપાલ બિલ વિષે શું ય ખબર હશે !!! એન્ડ યુ આર સપોર્ટિંગ ઇટ! " - ટીચરી આદત વશ કરેક્શન કરતા જાત ને હું ના રોકી શકી!
"ભુમિકાદી .. જરીવાલા , કેજરીવાલા વોટ એવેર ... હી ઇઝ સમથીંગ "ઇન" . અને સ્પોર્ટિંગ અન્ના ઇઝ કુલ એન્ડ ઇન ફેશન ધીસ ડેય્ઝ ... .. અને આ "જન- લોકપાલ" એટલે દિલ્હી માં જ્યાં ગાંધી ફેમીલી રહે છે એ બંગલો ને? આઈ હેવ સીન ઇન ન્યુઝ... " - સ્વાતી ના બુદ્ધિ પ્રદર્શન થી એક વાત સમજાઈ ગઈ કે ભગવાને એને કેમ આટલી બ્યુટીફુલ બનાવી છે? -- ફુલ ને કૈક શણગાર તો કરવા પડે ને ?
" બૌ મોટા લીડરો ના જોયા હોય તો .. , વગર કામ ના લાંબુ લચક કરે છે ! અમારે યુનિવર્સીટી માં તો આવા કેટલા બિલ મેં પાસ કરાવી દીધા ! ૧૦૦- ૨૦૦ ની પત્તિ મુકો તો બધા બિલ પાસ થઇ જ જય એ પણ ડીસટીનકશન સાથે ! " - વટાણા સમારતા સમારતા કુન્કુમાંસી એ વ્યહવાર સમજાવ્યો!
" હે, ધેટ્સ રાઈટ માસી ! નો વોટ ? આમરે અત્યારે જે હોલ માં અન્ના ના સપોર્ટ માં ફંક્શન છે , એ હોલ પહેલા કોઈ ને એલોટ કરાયેલો હતો.. અવર ક્લબ વોન્ટેડ ધીસ હોલ ઓન્લી , એસ એ સેન્ત્રલી એસી છે ને કોન્ફરન્સ અરેન્જમેન્ટ એકદમ ટોપ ક્લાસ છે! યુ નો માય પાપા , કેન ડુ એની થીંગ! પાપા એ એક કોલ કર્યો અને હોલ ના કેર ટેકર નો સામેથી કોલ આવ્યો! મની એન્ડ "એલ.જી.વી.જી". વર્કસ ઓલ્વેઝ ઇન ઇન્ડિયા ! "- સ્વાતી ફુલ ઓન મૂડ માં એના પપ્પા ની બડાઈ ઓ કરતી રહી !
" જગ્યા કરો ... સાઈડ કરો... " ની બુમો પડતી અમારી કમપાઉનડર કમ ડોક્ટર પૂજા અકા "પૂહ" આવી...
"હેય પૂહ , તું આવી ગઈ! આજે કેમ લેટ થયું ? ને ઉંદરકાન્ડ એટલે શું ?" - સુંદરકાંડ ના અને બીજા બધા કાંડ [ભગવાન રિલેટેડ] માં માસ્તર એવા કંકુ માસી ને આ નવા કાંડ ને જાણવાની ઉત્સુકતા વધી!
"કઈ નઈ રે.. આમરે એમ.ફાર્મ માં પ્રોજેક્ટ માં કઈ રીસર્ચ કરવાનું હોય. અને એ રીસર્ચ ને અનાલીઝ કરવાનું અને એ સક્સેસફુલ જાય તો જ અમારે થીસીસ શરુ કરાય... અને આ પ્રોડક્ટ રીઝલ્ટ એનાલીસીસ માટે અમારે બે ફેઝ હોય , એક રેટ પર ને એક હેલ્ધી હ્યુમન વોલેન્ટીયર પર.. " - પૂજા જે ઉત્સાહ થી પ્રોસીજર સમજાવી રહી હતી એનાથી અને એના ચહેરા પર ની ખુશી પરથી એનો પ્રોજેક્ટ અપ્રુવ થવાનું સ્પષ્ટ જણાતું હતું!
નેઈલ શાર્પનીંગ કરતી સ્વાતી ની ધીરજ ખૂટી - " લોંગ પ્રોસેસ... તારે કેટલે આયુ ? ઉંદર પર એક્સ્પરીમેન્ત પત્યાં ? હાઉ ટેકી ! યકક્ક ... બાય ધ વે તમે આટલા બધા સટુડન્ટસ ને આટલા બધા પ્રોજેક્ટ કરવાના હોય તો બધા તો સક્સેસ ના જ જાય ને? અને ફેલ થાય તો નવેસર થી કરવાનું ... તો કેટલા બધા રેટ્સ જોઈએ? હાઉ યોર કોલેજ મેનેજ ટુ ગેટ ધેમ ? "
" તારે હવે "સપોર્ટ રેટ્સ : સ્ટોપ કિલિંગ ધેમ " નું નવું આંદોલન શરુ કરવાનું છે કે પછી રેટ્સ સપ્લાય કરવાનો નવો બિઝનેસ શરુ કરવો છે ? " - સ્વાતી ની કોમન સેન્સ ને કોમન કાઢી મસ્તી કરતા પૂજા એ સમજાવ્યું - " ઈટ્સ સિમ્પલ બેબ્ઝ.. અમારે આ રેટ્સ માટે સ્પેશિયલ કેબીનેટ્સ હોય... એમાં એમને છુટા મૂકી દેવા ના , એટલે પ્રોડક્શન ચાલુ! એક વર ઇન્વેસ્ટમેન્ટ પછી તો .. " -
"પૂજા ઈટ્સ કોલ્ડ મેટિંગ... છુટટા મૂકી દેવાના એટલે પ્રોડકશન ચાલુ - સાઉન્ડસ સો ચીપ! " - એમટીવી જનરેશન ની ઝાંસી ની રાની ભડકી !
"ઓકેસ... સો, ઈટ્સ લોંગ પ્રોસેસ, હું હેઝ ટાઈમ ? મારે આ ડીસેમ્બર માં એક ઇન્ટરનેશનલ કોનફ્રરન્સ માં મારું રીસર્ચ પેપર પ્રેઝન્ટ કરવું હતું... સો ... મેં રેટ્સ એક્ષ્પેરિમેન્ત્સ્ સ્કીપ કરી ને સીધા હ્યુમન વોલેન્ટીયર પર એક્ક્ષ્પેરિમેન્ત્સ્ કર્યા ! એન્ડ ઈટ્સ સક્સેસ! આઈ એમ ઓન ક્લાઉડ નાઈન ટુડે! " - ખુશખબર અને પૂજા ની રમતિયાળ સ્માઈલ થી આખું વાતાવરણ જીવંત થઇ ગયું .
"પણ, તારા ગાઈડે તને એલાઉ કર્યું ? ને હેલ્ધી હ્યુમન વોલેન્ટીયર આટલી જલ્દી મળી ગયો? ઇઝન્ટ ઇટ રિસ્કી ? "- મને નવાઈ લાગી...
પૂજા એ એના શોર્ટ ક્ટ ને લોન્ગ માં સમજાવાનું શરુ કર્યું ... - " હા દી , મેં મારા રીસર્ચ પેપર માં મારા ગાઈડ ને મેઈન ઓથાર બનવ્યા , એટલે એમને પરમીશન આપી દીધી! અને રહી વાત વોલેન્ટીયર ની .. યેહ , રિસ્કી તો થાય .. પણ રજીસ્ટર કરવો ને વોલેન્ટીયર માટે વેઈટ કરો... કોની પાસે ટાઈમ છે ? - સો ઉંદર કાંડ! " ..
" એટલે ? ભગવાન ને ભોગ ધરાવી ઉંદરકાંડ ના પાઠ કરયા ? હું તો કાયમ કહું છું ... છેલો રસ્તો તો હરી જ બતાવે ! "- કન્કુમાંસી ના ભગવાન ને ભક્તિ માટે ના ગાંડપણ ને અમે આહોભાવ થી વંદી રહ્યા!
"ના માસી , ઉંદરકાન્ડ એટલે ... હ્યુમન પર ડાયરેક્ટ એક્ક્ષ્પેરિમેન્ત્સ્ ... ને વોલેન્ટીયર માટે ૫૦૦-૧૦૦૦ ની ઓફર મૂકી તો મારા બી.ફાર્મ ના જુનીયરસ માંથી વોલેન્ટીયર એટલે કે ઉંદર બનવા રીતસર ની લાઈન લાગી! મની હે તો હની હે!" - પૂજા ના ઉંદરકાંડ થી એક નવા કાંડ નો ખુલાસો થયો!
"પૂહ, લેટ્સ અરેન્જ અ પ્રોટેસટ ટુ સપોર્ટ અન્ના ઇન અવર ટ્રેન .. વોટ સે ? " -
સ્વાતી નો અઈડ્યા પૂજા , કન્કુમાંસી, ઉર્વીટીચર બધા એ વધાવી લીધો...
પણ ખબર નઈ કેમ મારું સબ-કોન્શીયસ માઈન્ડ કોમા માં સારી પડ્યું .........
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કેટ કેટલા કાંડ કરીએ છે આપળે સૌ .... !!!!
અને પોતાને ટકોર કરવાની ને ચકાસવાની જગાએ બીજા ને આંગળી કરવા ઉભા થઇ જઈએ છે!
હમેશા શોર્ટ કટ , સગવડ, વ્યહવાર અને ખાવા પીવા માં સમજનારા આપડે ઇન્ડિયા ને કરપ્શન ફ્રી બનાવવાના રસ્તા માં સૌથી મોટા પથરા છે!
"બીજા ને સુધારવાથી સમાજ નહિ સુધરે... -
પણ જાતે સુધારવાથી જરૂર સુધરશે ! "
Comments
Few days back my colleague shared one incidence:
His friend went Delhi to support Anna at Ram Lila ground and when he want to return back..he could not find reservation and discussed with his wife on phone regarding to reservation....his wife replied; give 100rs to TC and you will manage to get reservation for Ahmedabad hahah...
He replied, dear i came here to support Anna against corruption...then his wife realize the cause lolz..
He came back by flight then :)
Just think !! how corruption is mixed in our blood and we can not get rid of this in 2-5 years...we have to start from our house first...
yeah really true!
we do say we wnt corruption free india, but we dnt realize we ourselves are largely involved in many small to big everyday scams!
so i believ, dnt know @ others, but let me ty on my self! :)
_________________________
I have added cool emoticons to this message.
To see them go to http://x.exps.me?c1dea74889e42ce14612f6b306f1f403
yeah!
irony is , we dont feel moved on by real things around us!
we blame politicians when we are equally corrupt!
:(
lets hope slowly we all will awake self, and so as a whole entire society will be moved on to better future!
_________________________
I have added cool emoticons to this message.
To see them go to http://x.exps.me?c1dea74889e42ce14612f6b306f1f403
charity[corruption nowadays ;)] begins at home...
we teach our children not to lie,not to harrase smbdy nd later on,the world teaches him/her to lie,to b corrupted...
:(