"maa'm we could attend the whole paper with options! " સાંભળી ને હું ખુબ જ ખુશ થઇ! [આમ પણ વખાણ સાંભળવા કોને ના ગમે? સાચું કહો તો!] , કાલે હું જે વિષય ભણાવતી "Language Processor [Compiler Design]" તેની પરીક્ષા હતી, અને હું ખુશ હતી કે મારા વિદ્યાર્થી ઓ નું પેપર સારું ગયું. એક સંતોષ હતો કે મારી મહેનત ફળી! અને એ સાથે મને યાદ આવી ગયું કઈ ખાસ... કોઈ ખાસ... કોણ? મારું પહેલું બાળક , ના બાળકો - મારી પહેલી batch : 02cps [including 03cps -diploma વાળા ] મારી કારકિર્દી એક લેકચરર તરીકે મેં શરુ કરી A.D.Patel Institute of Technology , New Vidhyanagar થી.. હજુ તો મને B.E. પૂરું કાર્ય ને ૬ મહિના માંડ થયા ત્યાં હું બની ગઈ મેડમ! ત્યારે હું હતી ભૂમિકા દેસાઈ. દેખાવ પણ એક વિદ્યાર્થી જેવો જ! અને પાછો કોલેજ માં લેકચરર ને કોઈ ખાસ ડ્રેસ નહિ એટલે વિદ્યાર્થી અને મેડમ /સર ઓળખવા બહુ અઘરા! [ મને યાદ છે મેં નવી જોબ શરુ કરી ત્યારે, કોલેજ માં ખુબ ઓછા સ્ટાફ મેમ્બર્સ મને ઓળખાતા , એક દિવસ એક વિદ્યાર્થી ઓ નું ટોળું બંક મારી ને ભાગી રહ્યું હતું , અને હું મારી લેબ પૂરી થતા સ્ટાફ રૂમ માં પછી જઈ રહી હત...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)