Skip to main content

સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ?

"ઓહ , હવે સમજાયું ! " - મારી  દેહ વિહીન આત્મા નો આ અવાજ કોણ સંભાળશે? 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગઈ કાલે જ મને નવોઢા ની પેઠે પૂરી શણગારવામાં આવી હતી... એજ પાનેતર માં , જે મેં પુરા કોડ થી આજથી ૧૦ વર્ષ પહેલા લગ્ન દિવસે પહેર્યું હતું!  ૧૬ શણગાર કરેલો મારો દેહ એટલોજ જાજરમાન લાગતો હતો જેટલી હું લગ્ન ના દિવસે સુંદર લગતી હતી! 

વિધિ વિધાન પૂર્વક મારા દેહ ને "મારા" જ ઘર ને "મારા" જ સગા ઓ ની હાજરી માં "કાઢી" જવા નો છે, એ વાત  થી સહેજ દુખ તો થયું , પણ દેહ જવાનું કેવું દુખ, આત્મા રૂપે તો હું પર પ્રિય જનો પાસે જ છું ને, એ વિચાર થી મન મનાવ્યું ! 
મારો પરિવાર મારી પાછળ જે આક્રંદ કરી રહ્યો છે એ જોઇને દુખ ની સાથે થોડો સંતોષ પણ થયો કે મારી લાગણી એક તરફી ના હતી! 

બધા જ સગા વ્હાલા અને  ઓળખીતા , અજાણ્યા ની વચ્ચે દેહ વિહીન હું "એમને" શોધી રહી , "જેમનો" હાથ પકડી ને હું આ કુટુંબ માં આવી ને "જેમના" હાથ ના અગ્નિદાહ થી મને મોક્ષ મળવાનો છે! 
ચારે તરફ નજર કરી . "એ" કેમ નથી દેખાતા ?
કદાચ બૌ ઢીલા પડી ગયા હશે મારી વિદાય થી - અરે પણ ના એ તો વિકટ સંજોગો માં પણ ચટ્ટાન જેવું ધ્યેર્ય રાખે છે .... તો  પછી તબિયત તો નહિ લથડી હોય ને  ? એ વિચારથી મન વિચલિત થયું ! 

"અખંડ સૌભાગ્યવતી મૃત્યુ તો સદભાગી આત્મા ને જ નસીબ થાય! પતિ ના હાથે અગ્નિ દાહ માત્ર થી પરણીતા ને મોક્ષ પ્રાપ્તિ થાય છે! " - કર્મકાંડી બ્રાહ્મણ ના આ વિધાનો મારું અચેતન દેહ ભલે ના સાંભળી શકે , સચેતન હું એકધ્યાને સાંભળી રહી ...

આજ સુધી દરેક વિધિ વિધાન, રીત રસમ , પ્રસંગ, તહેવાર માં જેમનો મેં એક પડછાયો બની ને સાથ આપ્યો છે , એમને હવે મને માત્ર સ્મશાન સુધી "સાથ" આપવાનો છે! કેટલું વિચિત્ર છતાં કેટલું સત્ય!

"ચાલો જલ્દી  "કાઢો " હવે...  "  ... 
"હા ચાલો, હવે કોની રાહ જોવાય છે ? "
મારા દેહ ને જતો જોઈ રહી.. ....

માત્ર ૧૦ મિનીટ ના કોલાહલ પછી નીરવ શાંતિ વ્યાપી ગઈ મારા ઘર માં.. 
એક વાર તો "મારા" ઘર માં આંટો મારી આવું , ખૂણે ખૂણે મારી ને મારા પ્રિયજનો ની યાદો સમેટી આવું! 

ડ્રોઈંગ રૂમ  માં હજુ સ્નેહીજનો "રામ ધૂન" બોલાવી રહ્યા છે... પૂજાઘર માં મમ્મી ઈશ્વર ને મારું ધ્યાન રાખવા કરગરી રહ્યા છે! રસોડા માં ભાભી સાંજ ભોજન ને બપોર ની ચા ની ગોઠવણ કરી રહ્યા છે...

હાશ ... મારું ઘર ને બાળક સચવાઈ જશે .. એમ વિચારતા બેડ રૂમ માં આવી ને પગ એક દુખ ના ચિત્કાર સાથે અટકી ગયા ..
જેમના હાથે મારા દેહ ને મોક્ષ પ્રાપ્તિ થવાની હતી એ મારા "જીવનસાથી " સ્મશાન ની વાટે મારા દેહ ને સાથ અપાતા હોવાના સમયે "ઘર માં" !

ને પાછળ થી મમ્મી ને ભાભી નો વાર્તાલાપ સંભળાયો.. 
" મેં જ એને સમજાવ્યો કે ફરી લગ્ન કરવાના હોય એટલે સ્મશાન ના જવાય.. ક્રિયાકાંડ થી દૂર રહેવું પડે! હજુ એની ઉંમર જ શું છે! "

"ઓહ, હવે સમજાયું ..."  દિલ રડી ઉઠ્યું ...
હવે આ ઘર ને સાથી ની કોઈ યાદ નથી સમેટ્વી મન ને મક્કમ કર્યું... ના "એમના " બીજા લગ્ન સામે વાંધો નથી ... દિલથી ખુશ છું કે એમને ઝીંદગી ની સફર માટે એક હમસફર મળશે ને મારી દીકરી ને માં ! 

પણ...
શું મારા દેહ ને અગ્નિ દાહ આપવાની "એમની" ફરજ નથી ?
બીજા લગ્ન માટે મારી આ આખરી ઈચ્છા ને મારો આખરી હક મારાથી કેમ ખૂંચવી લીધો ? 
આ જ તમારા ૭ જનમ ના વાયદા!

અગ્નિ વગર મારો આત્મા બળવાની વેદના અનુભવી રહ્યો!! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સમાજ ના બનાવેલા નીતિ નિયમો કોઈ પણ લોજીક વગર માનવા ને એનું અનુકરણ કરવું કેટલી હદે જરૂરી છે?

સમાજ પહેલો કે પ્રિયજન અને તેની લાગણીઓ? 

Comments

Bhumika said…
@prima
its really painful when ur loved one for whom u lived whole life becomes practical momentarily and forgets all love and feelings at a time just for the sake of so called "society" n "samaj" or "riti" n "rivaj" !!!
Harsh Pandya said…
સ્પીચલેસ....કઈ જ સમજાતું નથી...માઈન્ડ બ્લેન્ક...
Minal said…
Reality with pain, agreed with u.
Chaitanya said…
Excellent writing Bhumika. This is really inspiring one.
sorry but its shows her husband much interested in second part of life instend of at least giving a last right to his first part of life...

but i really HATE this SO CALLED "SAMAJ" & them SO CALLED "RITI-RIVAJ"..hunh :X
Nimi 1968 said…
હ્રદય દ્રવી ઉઠયું....તમને આ લખવા માટે દિલ થી સલામ...ખરેખર,અપણે લાગણીઓ ને નેવે મુકી સમાજ ના બધા જ નિતી નિયમો પાળવા જરુરી છે??? ક્યારેક મન મા સવાલ ઉઠે છે કે આ નિયમો અપણા ભલા માટે છે કે આપણને ઠેસ પહોંચાડ્વા માટે??? તમે સરસ વાચા આપી લાગણીઓ ને... પણ ફક્ત લખી ને કે વાંચી ને બેસી રહેવાનું નથી...આપણે જ શરુવાત કરવાની છે અમુક નિયમો બદલવાની..છે હિંમત ?????
cool surfer said…
....this society doesn't value feelings and neither does it have logic.excellently written.
Paresh Shah said…
સૌ પ્રથમ પ્રિયજન અને તેની લાગણીઓ

- Paresh Shah

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...