Skip to main content

"મારું ઘર " ....

" પપ્પા , તમે સમજો ને ! હમણાં રસોડા નું કામ કાઢવાની શી જરૂર છે ? તમારા  બે માંથી કોઈ  સાજુ માંદુ થશે તો આ જ સેવિંગ્સ કામ લાગશે ! ખોટા ખર્ચા ની શું જરૂર છે ? " - વિચાર્યું તું કે મમ્મી ની બૌ ઈચ્છા છે તો ની ટોકુ તો પણ જે સાચું લાગતું હતું એ કહેવાઈ જ ગયું ! 


" મમ્મી જીદ કરે છે તો ભલે ને બૌ વર્ષે થોડો ખર્ચો થઇ જાય! તબિયત ને શું થવાનું છે ! તું નાહક ચિંતા ના કર! " - પપ્પા એ શાંતિ થી મને સમજાવાનો પ્રયાસ કર્યો.. પણ વ્યર્થ!

"પણ પપ્પા ..."-  
" બસ હવે કઈ ડિસ્કશન નઈ... તારી મરજી તારે "તારા ઘેર" ચાલવાની અહી નઈ! ખબર છે ને હવે રેશન કાર્ડ માંથી પણ તારું નામ કમી કરાવી દીધું છે! " - પપ્પા એ હસતા હસતા કીધું પણ જાણે એ ક્યાય ઊંડે દુખ્યું! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" આ પીચ પર વાત કરવાની તારે ચાલુ રાખવાની હોય તો ગોરવા  શિફ્ટ થઇ જા ! "  - કેયુર નો વખત-દર- વખત નો જુનો ને જાણીતો ડાઈલોગ !

" મારા ઘર માં હું કહું એમ જ થાઉં જોઈએ! " - અજાણતા બોલાયેલા શબ્દો ફરી થી ક્યાંક ઊંડે દઝાડી ગયા !

"હીર ને લગ્ન ના કરિયાવર માં હું ઘરેણા ને ઘરવખરી આપું કે નઈ , એક ઘર જરૂરથી એ પહેલા એના નામે કરીશ! જેથી એ જઈ શકે "પોતાના ઘેર", મરજી પડે ત્યારે ને કોઈ ફરજ પાડેત્યારે પણ!   " - દીકરી ગમે એટલું ભણે, દુનિયા ગમે એટલી મોર્ડન થાય, દીકરી ને લગ્ન કરી સાસરે વળાવાની વાત જ ખુંચે!
દીકરી "પોતાનું ઘર" ને "પોતાના સ્વજન" ને ભૂલી ને "પારકા " ને પોતાના કરવા માં આખી જિંદગી ઘસી નાખે છતાં "પોતાના ઘર " નામના  મૃગજળ થી જિંદગીભર છેતરાતી રહે! 

"તું ચિંતા ના કર આપડે હીર માટે ઘર જમાઈ શોધી કાઢીશું ! એટલે નો ઝંઝટ! હું તો મજાક કરતો હતો! " - કેયુર ના હળવા શબ્દો ને "ક્યાંક" ખુપી ગયેલી વેદના ને દુર કેમ કરી શકે ? 
"પણ હું મજાક નથી કરતી ! " - "પોતાના પણા" ની સિક્યુરીટી નું મહત્વ આજે જ સમજાયું!


ઘર માલિક તરીકે દસ્તાવેજી નામ ચોપડે ચડેલું હોય એના કરતા દિલ માં એ "ફિલ" ને "હુંફ" સચવાયેલી હોય એ અગત્ય ની છે ! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"મારું ઘર "  - કેટલો લોભામણો છતાં કેટલો છેતરામણો  શબ્દ ! 

Comments

Harsh Pandya said…
superb...kya puro thai gyo e j n khbr pdi...

દીકરી "પોતાનું ઘર" ને "પોતાના સ્વજન" ને ભૂલી ને "પારકા " ને પોતાના કરવા માં આખી જિંદગી ઘસી નાખે છતાં "પોતાના ઘર " નામના મૃગજળ થી જિંદગીભર છેતરાતી રહે!....+1

keep it up MIL...
Snehal Gandhi said…
ખુબ જ સારી અને સમજી શકાય તેવી ભાષા માં દીકરી ની સ્થિતિ સમજાવી છે. દીકરી માટે કહેવાય છે કે તે બે ઘર ને પોતાના બનાવે છે પણ તેનું પોતાનું અને પોતાનું જ કહી સકાય તેવું કોઈ ઘર રહેતું નથી.
નાનો પરંતુ સાચી પરીશ્થીતી વર્ણવતો લેખ. ખુબ ગમ્યો.
wah ...day by day ur writing really improving :) i liked this ...routine life ne easily samjavi
Minal said…
:) Really touched it, i can echoed ur thoughts. :)I believe every women has passed through this feeling.
Anonymous said…
Bhumika...I'm not blog-savy...techno-savy...so I don know if it would reach to u and even u like it or not. I m 100% agree wit u as far as your feelings of being equal or superior to man is concerned...I too would have thought like it if i had a daughter...Allow me to make u think...will u call it 'my home' to the house where u have no papa, no Keyur?

Dhimant Kariya
Bhumika said…
@dhimantji
thanx a lot for reading and commenting!
for ur question - mine answer is " YES my home can be mine without keyur or papa" ..
at this phase of life i do strongly believe, one should never be emotionally Dependant on some one else should be ready to crash netime badly!

along wid being a daughter or wife, i am a human too!
:)

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…