સીન-૧ :
"હેલ્લો મેમ , આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યો! મેમ, તમારા લાસ્ટ યર ના ક્લાસ ના એક સ્ટુડન્ટ ની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી ... આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ ! " - એક અજાણ્યો ફેસ , પણ થોડી ઓળખાણ પછી સમજાયું કે મારી સામે બિરાજમાન સાહેબ મારા જ ઇન્સ્ટીટયુટ ના જ એક ડીપાર્ટમેન્ટ ના ફેકલ્ટી છે!
" ઇટ્સ પરફેકટલી ઓકે સર, બોલો , શું મદદ જોઈએ મારી ? "
"તમારા ક્લાસ માં એક સ્ટુડન્ટ છે "મિસ.એ" , મારે એની માહિતી જોઈએ છે! "- સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા!
" સર, આઈ ફીયર , હું કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું... છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?"
"માહિતી એટલે... "મિસ.એ" વિષે તમે જે જાણતા હો એ... એક્ચ્યુલી મારા સાળા માટે, યુ સી લગ્નવિષયક એન્ડ ઓલ ... "- મને જવાબ આપતા જેટલો ખચકાત થતો હતો એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા હતા...
"હુમ્મ... "મિસ એ" , ઘણી સિન્સિયર છે, એકદમ રેગ્યુલર, સ્વભાવે નરમ , અને દેખાવે પણ જોયે ગમી જાય એવી છે ... " - જવાબ આપતી વખતે મેં અત્યાર સુધી લગ્નવિષયક એડ્સ માં વાંચેલા બધા ટેગ ને કન્સીડર કર્યા. ...
{ હમણાં જ રીસન્ટ માં વાંચેલી એક એડ માં એક ૪૫ વર્ષ ના લગ્નોત્સુક "નિર્દોષ ડિવોર્સી " યુવક [ ૪૫ વર્ષ નો યુવક - હસના મના હે! ] ને - ૩૦-૩૫ વર્ષ ની સુંદર, સુશીલ ,સ્વીટ, સ્લીમ, સંસ્કારી યુવતી ની તલાશ છે એમ વાંચ્યું હતું! }
" એમ નહિ , મેમ, આ બધી તો અમે તપાસ કરાવી... પણ એ ભણવા માં કેવી છે , રીઝલ્ટ કેવું લાવે છે , કયા ક્લાસ થી પાસ થાય છે , એને અત્યાર સુધી માં કેટલી એટીકેટી છે , એવું બધું... યુ સી - ફર્ક પડે ને આ બધી વાતો થી ! " - સાહેબે ધીરે રહી ને એક પ્રશ્નો નું લીસ્ટ મારી સામે ધરી દીધું !
" તમારા સાળાને એની સાથે લગ્ન કરવાના છે કે એ ને પોતાની કંપની માં જોબ આપવાની છે ? " - હું જયારે આડા તેડા જવાબ આપું એટલે સમજવું કે ટેમ્પરેચર "અપ" છે!
"એમ નઈ મેમ , આ તો ભણવામાં સારી હોય તો બધી રીતે સિન્સિયર હોય ને ! અને વળી સેકંડ કે પાસ ક્લાસ લાવતી હોય તો ખબર પડી જ જાય કે રખડી ખાતી હશે ... તમને બીજું શું સમજવું ? તમે તો મારા કરતા દુનિયા વધુ જોઈ છે! " - સાહેબે એમનો પ્રશ્ન રીપીટ કર્યો!
"સોરી સર, હું નથી માનતી કે કોઈ વ્યક્તિ નું મૂલ્યાંકન એના રીઝલ્ટ, ગ્રેડ, કે માર્કશીટ માં છપાયેલા ક્લાસ થી થવું જોઈએ! આપડે સ્ટુડન્ટસ ને ભણાવી એ છે , ફેક્ટરી માં કોઈ વસ્તુ મેન્યુફેક્ચર નથી કરતા જેના પર આ માર્ક/ ગ્રેડ ના પ્રાઈઝ ટેગ લગાડી ને એને ઓળખવાનું હોય! , બાય ધ વે, આપને મળી ને ખુશી થઇ, બીજું કઈ મારાથી થાય એવું કામ હોય તો કહેજો , મારી લેબ છે , મને રજાઆપો ! " -
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન -૨ :
"ગુડ મોર્નિંગ મેમ , પ્રિન્સીપાલ સર નો કોલ હતો, તમને તરત મળવા બોલાવ્યા છે.. તમે જે ક્લાસ ના ફેકલ્ટી એડવાઈઝર છો , એ ક્લાસની કઈ મેટર છે તો તમરી ફેકેડ ફાઈલ લઈને જ જજો! " - લેબ માંથી જેવી હું ડીપાર્ટમેન્ટ માં એન્ટર થઇ મને "સારા સમાચાર" મળ્યા...
મારી જૂની કોલેજ માં એક ખુબ જ સરસ કન્સેપ્ટ હતો "ફેકલ્ટી એડવાઈઝર- ફેકેડ " નો, એક ફેકલ્ટી ને ૧૫ થી ૨૦ વિદ્યાર્થી ઓ નું એક ગ્રુપ સોંપવામાં આવતું , જેની એટેનડંસ થી લઇ ને રીઝલ્ટ , પરફોર્મન્સ થી લઇ ને પર્સનલ મેટર્સ ની માહિતી ઓફિશિયલી / અનોફીશીય્લી ફેકેડે રાખવાની રહેતી ...
હું મારી ફેકેડ ફાઈલ સાથે પ્રિન્સીપાલ સરની કેબીન માં પહોંચી તો ઓલરેડી ૨-૩ બીજા ડીપાર્ટમેન્ટ ના ફેકલ્ટીસ હાજર હતા ..
"ભુમીકામેમ, તમારી જ રાહ જોતા હતા , આજે "મેનેજમેન્ટ" સબ્જેક્ટ ના લેકચર માં વિદ્યાર્થીઓ એ બહુ ધમાલ કરી.. સર પર્સનલી એ ધમાલિયા વિદ્યાર્થીઓ ને ઓળખાતા નથી પણ આ લીસ્ટ માં છે એટલા ૫ વિદ્યાર્થી ઓ માંથી કોઈ એક વિદ્યાર્થી એ ધમાલ ચાલુ કરી હતી .. મેં રીઝલ્ટ એનાલીસીસ કરાવ્યું તો ૫ માંથી સૌથી ખરાબ રીઝલ્ટ જે વિદ્યાર્થી નું છે એ રોલ નંબર -x પર જ અમને શંકા છે! તમે શું કહો છો? " - પ્રિન્સીપાલ સરે પરિસ્થિતિ મારી સમક્ષ રજુ કરી..
" સર, કઈ ગેર સમજ લાગે છે રોલ નંબર -x તો એકદમ શાંત વિદ્યાર્થી છે ! " - મેં મારી ફાઈલ માં રોલ નંબર -x ની વિગતો તપાસી ને જવાબ આપ્યો!
"આ લીસ્ટ માં બાકી બધા જ વિદ્યાર્થી ઓ રેન્કર છે , આં કામ તો કોઈ ભણવાનો આળસુ ને ડફોળ વિદ્યાર્થી જ કરી શકે! " - વિદ્યાર્થી ઓ ની મસ્તી નું ટાર્ગેટ બનેલા ને ગુસ્સાથી ધૂંધવાયેલા સરે એમનું લોજીક સમજાવ્યું!
"ના સર, રોલ નંબર -x ને હું સારી રીતે ઓળખું છું, એ ભણવામાં ભલે ઢ રહ્યો , કલ્ચરલ એક્ટીવીટીમાં એણે જીતેલા પ્રાઈઝ્સ નું મારી પાસે આખું લીસ્ટ છે! લાસ્ટ કાઉન્સેલિંગ મીટીંગ માં એણે મને એના ૨-૩ આર્ટીકલ્સ વંચાવ્યા હતા , એનું મોરલ લેવલ ખુબ જ ઊંચું છે! એ આવી મેટર માં ઇન્વોલ્વ ના જ હોય એમ હું નથી કહેતી , પણ એના પર શંકા કરવા માટેનું તમારું આ રીઝન મને એકદમ હાસ્યાસ્પદ લાગ્યું !! ખાલી માર્ક કે ગ્રેડ ના જ ભરોસે આવું ટેગિંગ કરી ને આપડે એમને અન્યાય નથી કરતા ? "- ગુસ્સો મને માત્ર એ વાત નો હતો કે શા માટે બધાજ વિદ્યાર્થી ઓ ને માપવા એક જ ફૂટપટ્ટી વાપરવાની , જ્યાં દરેક વિદ્યાર્થી ની સ્કીલ્સ,હોબી , આવડત, ઈંટરેસ્ટ , ગોલ , લાઈફ પાસેની એક્સપેકટેશન આટલા ભિન્ન હોય છે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન ૩ :
"ચાલ ને યાર લેકચર બંક કરીએ! "
"કોનો લેકચર છે ? "
"ખબર નહિ કોઈ નવી ફેકલ્ટી છે , પહેલા "એબીસી " કોલેજ માં "એક્સ સબ્જેક્ટ "ભણાવતી હતી, ત્યાં મારો એક ફ્રેન્ડ ભણે છે એ કહેતો તો , બધું જ બાઉન્સર જાય એના લેકચર માં! તો તને ને મને શું ટપ્પો પાડવાનો છે? "
"તું તો આખી હિસ્ટ્રી લઇ ને ફરે છે ને યાર! પણ પહેલેથી આવી ખોટી ઇમ્પ્રેશન બનવાની જરૂર? .. આપડે પણ "એક્સ સબ્જેક્ટ " ભણ્યા હતા લાસ્ટ સેમ માં , સૌથી સારી અને એક્સ્પીરીયાન્સ્દ ફેકલ્ટી ભણાવતી હતી છતાં બાઉન્સર નતું જતું ? સબ્જેક્ટ પણ ટફને પાછો આપડે બધા સીરીયસલી ના લઈએ ... તો એમાં ભણાવનાર ફેકલ્ટી નો વાંક ? આમ વગર વાંકે ઍનેઆ વું ટેગ કે બોરિંગ નું સ્ટીકર તું તો લગાવતા લગાવી દેશે , ને બીજા
બધા વગર વિચારે..... "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
દરેક ઓબ્જેક્ટ [વસ્તુ ] ના એટરીબ્યુટસ [ લાક્ષણીકતા] મેઝર કરવા યુનિટ હોય જ છે!
પણ સબ્જેક્ટ [ હ્યુમન બીઈંગ ] ના એટરીબ્યુસ રીલેટીવ- ફઝ્ઝી હોય છે , અન્મેઝારેબ્લ છે ...
ઘણી વાર આ અજાણતા લાગેલા ટેગ , વ્યક્તિ ને નેગેટીવીટી અને હતાશા સુધી દોરી જાય છે!
પ્રાઈઝ ટેગ માત્ર વસ્તુ ને જ હોય વ્યક્તિ ને નહિ, એ ભલે માર્ક નું હોય, ગ્રેડ નું હોય કે પરફોર્મન્સ નું !
Comments
And if you don't do good in studies doesn't mean you are good at nothing, bhanva ma kacho etle badhe kacho e manyata mane pan khub j dukhi lare, pan thase, samay sathe aam j tamara jeva vadhu lecturers banse ane e pan badlase :)
એટલા માટે પરોક્ષ માપદંડો ઉભા થયા છે. ભણતર પણ એક પરોક્ષ માપદંડ છે જેના પર આંખો મીચીને ભરોસો તો ના કરી શકાય પણ કોઇના વ્યક્તિત્વને મૂલવવામાં તમને મદદ જરૂર કરી શકે. જેમ કે સારુ ભણતર હોય તો તમે એમ અનુમાન કરી શકો કે કદાચ એ પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર હશે, એનું ભણતર સારુ છે તો ભવિષ્ય ઉજ્જ્વળ રહેશે અને વાંધો નહીં આવે, વગેરે વગેરે.
પણ ભણતર સારુ ના હોય એનો મતલબ એ પણ નથી કે એ વ્યક્તિ જીવનમાં સફળ નહીં થાય.