Skip to main content

પપ્પા ..... તમે સાંભળો છો ને ?

1st November , 2010 ...

"ભૂમિકા , હવે અગ્નિસંસ્કાર આપતી વખતે પાપા ને માટે ટે લીધેલી બધી બધા ઓ મૂકી દેજે... "- ઉર્વી એ પ્રેમથી મારા ખભો પસવારતા કહ્યું .. 
" હા, તમે બંને બહેનો , પાપા માટે દીકરા સમાન હતી તો અગ્નિ સંસ્કાર પણ તુ અને ઉર્વી જ કરો એવી મમ્મી ની ઈચ્છા છે . "- જીજાજી એ 
માથે હાથ ફેરવતા કહ્યું ...

૧૨ કલાક માં જ મારા પ્રેમાળ પાપા મારી નજર ની સામે, મારા ને ઉર્વી ના હાથે જ આ દુનિયા ની પળોજણ ને માયા મૂકી , પાછલા ૬-૭ મહિના ની બધી વેદના ઓ અને સંવેદનાઓ ત્યજી નિરાકાર શાંતિ માં લીન થઇ ગયા..
એવી શાંતિ જે અમને કાયમ માટે અકળાવી ગઈ..

"લે થોડી ચા પી લે હવે .. તે કાલ નું કઈ ખાધું નથી " - કેયુર અને હીર મારી પાસે આવી ને બેઠા .. 
"ના ઈચ્છા નથી ..." - કોણ બોલ્યું , દિલ કે દિમાગ એ મારા સ્થૂળ શરીર ને શું ખબર ?
"ભૂમિકા , થોડી ચા પી લે ને પછી આરામ કર.." - જીજાજી એ પ્રેમથી સમજાવી..

ચા નો એક ઘૂંટડો હજુ તો મ્હો માં ગયો ને ત્યાં .... 
એક ઉબકા સાથે ચા નો હમણાં જ પીધેલો પહેલો ઘૂંટડો ને એની સાથે "બધી લાગણીઓ, પ્રેમ , માયા, વેદના,  જૂની યાદો, ખાલીપો, થોડા વણપૂછ્યા સવાલો, થોડા ના આપેલા જવાબો , ને ઘણું બધું " - વોશબેસીન માર્ગે પાણી સાથે વહી ગયું  ... 

પાપા સાજા ના થાય ત્યાં સુધી ચા ના પીવાની બાધા તો તૂટી પણ એ સાથે મારી અંદર પણ કૈક તૂટ્યું... 
કાયમ માટે.. .....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"Calling daddu ...." - 

મોબાઈલ ના ડિસ્પ્લે પર પાપા નો હસતો ફોટો જે થોડા મહિનાઓ પહેલા  ઉર્વી ને ત્યાં કુશ ના જનોઈ માં પડાવ્યો હતો તે ઝબકયો... 
"હેલ્લો ... , હેલ્લો .... , હેલ્લો ...." - મમ્મી નો તીણોઅવાજ અને બેક ગ્રાઉન્ડ માં ખુલ્લા નળ માંથી વહી જતા પાણી નો સ્ટીરીઓ ટાઈપ અવાજ ..   
એક બીપ અને પછી પાછી એ જ નીરવ શાંતિ ...

"Calling daddu ...."
.............................................
"હેલ્લો ... હેલ્લો... ..... " - 
ફરી ફોન કટ, 

ને જાત સાથે ની એ જ જૂની જીભાજોડી ચાલુ થઇ ........... જે છેલ્લા ૧ મહિનાથી રોજ ચાલે છે ...
"ના,  આ એ અવાજ નથી જે સાંભળવા આ નંબર હું ડાયલ કરું છું!
જો ડિસ્પ્લે માં પપ્પા નો સ્નેપ દેખાય છે તો પાપા નો અવાજ કેમ નથી સંભાળતો ... 
કઈ નઈ ફરી ડાયલ કરું, પપ્પા ઊંઘતા હશે! "

"Calling daddu ...."
.............................................
"હેલો , હેલ્લો ... ? સંભળાતું નથી ?  હેલ્લો .... "
કંટાળી ને મમ્મી એ ફરી ફોન કટ કર્યો ...

આંખ માં થી ટપ ટપ ટપ આંસુ સારી રહ્યા .... 
દિલ અને દિમાગ નું કોમ્યુનીકેશન બંધ થઇ ગયું હોય એમ બંને- દિલ અને દિમાગ ,  એક બીજા સાથે વાદે ચડ્યા  ... 
દિલ કહી રહ્યું - " ફરી ટ્રાઈ કરને , પપ્પા ઊંઘતા હશે ! ... પપ્પા ઊંઘતા જ હશે, નઈ તો મારો કોલ તો પપ્પા જ રીસીવ કરે છે ને ?"

દિમાગ અકળાયું - " પોતાની જાત ને વધુ છેતરીશ નહિ ... આજે એક મહિનો થયો પૂરો , પપ્પા ને ગયા ને .. પરિસ્થિતિ નો સામનો કર.. 
પપ્પા નો અવાજ તને હવે ક્યારેય નઈ સંભાળવા મળે એ જેટલી જલ્દી સ્વીકારી લે એ સારું છે તારા માટે.... "

દિલ ના ડુસકા , કદાચ ઓવર પ્રેક્ટીકલ સીમાગ ની પહોંચ ની બહાર હતા ...

"ભૂમિકા , તારો મોબાઈલ ક્યાં છે? રીસીવ ધ કોલ ... મમ્મા નો કોલ હતો કે તુ ક્યારની એમના નંબર પર કોલ કરે છે ને કઈ બોલતી નથી , શી ઈઝ હેલ વરીડ ... નાઉ સ્ટોપ બીહેવિંગ લાઈક અ કીડ, એન્ડ કોલ મોમ બેક ! " - કેયુર ના એક કોલ થી ફરી દિલ અને દિમાગ વાસ્તવિકતા ની દુનિયા માં સામસામાં ભટકાઈ પડ્યા .. 

ઇન્કોમીંગ કોલ... 
"Daddu calling... "

પાપા નો એજ સરળ ને પ્રેમાળ ચહેરો ફરી સ્ક્રીન પર ફ્લેશ થયો , જાણે મને કહેતો હોય કે હું કદાચ ફિઝીકલી  આસ પાસ નથી , પણ વર્ચ્યુઅલ્લિ હું હમેશ તારી સાથે, તારી પાસે જ છું! 

"હેલ્લો ..." - ફરી એ જ પાપા નો અવાજ સંભાળવાની કસક સાથે મેં ફોન રીસીવ કર્યો...
"હેલ્લો , શું થયું બેટા? ક્યારની તુ કોલ કરે છે, હું રીસીવ કરી ને બોલું છું પણ કઈ સંભળાતું નથી .. તને કઈ થયું તો નથી ને? ક્યાં છે તુ ? " - મમ્મી એક માં સહજ  ચિંતા થી એક સાથે કેટલા પ્રશ્નો પૂછી ગઈ..
"મમ્મી , કઈ નથી થયું... હું કોલેજ જ છું .. હવે થોડી વાર માં નીકળીશ .. તારી યાદ આવતી હતી એટલે કોલ કર્યો હતો ... " - આંખ માંથી આંસુ સારી રહ્યા... 

ચાર આંખો રડી રહી... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પા , 
તમારા ગયા પછી મારા માં  સર્જાયેલા ખાલીપા નું દુખ કરું કે ... તમારા સ્થૂળ શરીર થી મુક્ત થઇ શુક્ષ્મ રીતે તમે કાયમ મારી સાથે, મારી પાસે જ છો એવા તમારા  અહેસાસ થી સંતોષ અનુભવું ? 

પપ્પા ..... તમે સાંભળો છો ને ? 

Comments

Harsh Pandya said…
હું કાંઇ પણ કહેવા માટે નાનો પડું એમ છું પરંતુ એટલું જરૂર કહીશ કે દિકરી અને પપ્પાએ પોતપોતાની ફરજ બજાવી છે.સેલ્યુટ એ જઝબાને અને તમને...કે તમે ફાઇટર પપ્પાની ફાઇટર દિકરી છો...દરેક પપ્પાને આવી પ્રિન્સેસ અને દરેક દિકરીને આવા પપ્પા મળે...

http://harshpandya.blogspot.com/2010/11/blog-post_15.html
Chirag said…
મા તેમને શાશ્વત શાંતિ અને પોતાનું અચલ સાન્નિધ્ય આપે એવી પ્રાર્થના.
ઉર્વી અને તું બંને તેમના બે બાજુઓ છો અને હંમેશા રહેશો જ.
mudra said…
bhagwan amni atma ne shanti ape.
ma' m tamari bhavna hu bo j sari rite samjhi saku chu...karanke ame pan 2 baheno j chiye, mare pan koi bhai nathi. khali vichar matra thi mara ashu avi jai che to tame to badhu joyu che..sache tame bo strong cho ane mane tamari pase ghanu badhu sikhva made che...tamara pappa hamesha tamari sathe j che....
The Man said…
Sorry...to learn @ what u have lost...
This is what u have written by heart..
Minal said…
Bhums, not four eyes, definitely whoever read this will wet their eyes with tears. I can feel ur pain and a wide space created in ur life after he's gone. May God give you a strength and him a peace.
Love and hugs.
ગયા વિકમાં(3-12-10) મારા સવાયા પપ્પા એટલે કે મોટા પપ્પા અમને છોડી જતા રહ્યા.છેલ્લા સમય સુધી હું તેમની સાથે જ હતો કોઈ લાંબી બિમારી નહી છેલ્લે સુધી હાલતા-ચાલતા. ખુમારી એવી કે હાથ કામ ના કરે તો પણ પોતાની ખુરશી પોતે જ ઉપાડે. ઘરમાં હું ભાઇઓમાં સૌથી નાનો એટલે મારી સાથે સૌથી વધુ બને. નાનામાં નાનું કામ મારી પાસે જ કરાવે. રાત્રે ૧૦-૦૦ આજુબાજુ જતા રહ્યા ત્યારે આખ્ખુ ઘર સ્તભ્ધ થઈ ગયેલું કારણ કે એવું કાઈ હતું જ નહી કે તે જતા રહેશે તેવી કલ્પના પણ આવે. જતા રહ્યા તેના આગલે દીવસે અમે બન્ને આખો દીવસ હોસ્પિટલમાં સાથે હતા. સામાન્ય શરદીની તકલીફ હતી. ખુબ વાતો કરી અમે બન્ને એ. તેમ છતા હજી વિશ્વાષ નથી થતો કે તે અમારી વચ્ચે નથી.
તેમના ગયા પછી અને અગ્નીસંસ્કાર સુધીનો ૧૮ કલાક તેમના શરીરને સાચવવાનું હતું. આખ્ખુ ઘર રડતું હતું ત્યારે હું તે બધી વિધીમાં પડ્યો હતો. એક પણ આંસુ આંખ માથી નોતું ટપક્યું. હું પોતે જાત ને પ્રશ્ન કરતો હતો કે આવું કેમ ? પણ તે સમય સાચવવાનો હતો. જ્યારે આજે ? લગભગ આખા દીવસમાં બે થી ત્રણ વખત આંખો ભીની થઈ જાય છે. હું માનું છુ કે હું બીજા કરતા જીવનને વધુ સારી રીતે ઓળખુ છું પણ જ્યારે આવું કાઇક થાય ત્યારે આંતરીક મોહ છતો થયા વગર નથી રહેતો. આ પોસ્ટ ખરેખર તો મારા બ્લોગ માટે લખાયેલી હતી પણ ત્યાં આ લખવાની હિંમત જ થતી નથી એટલે અહી મુકુ છું.
આભાર.

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...