Skip to main content

પતિ ને પિતા શબ્દો ની જોડણી માં જેટલું સામ્ય ને કેટલું અંતર?

Scene 1:: 
"શીખ મમ્મી પાસેથી કઈ , ઘર કેમ ચલાવવું અને ઘરવાળા ઓ નું ધ્યાન કેમ રાખવું ! ૮ વર્ષ થયા પણ કઈ જ ના શીખી ! તારા મમ્મી-પાપા એ તો કઈ જ શીખવાડ્યું નથી ... તને ભણાવા સિવાય તારા મમ્મી પાપા એ તને શું સારું શીખવાડ્યું ?  તને ખાલી એક જ કામ આવડે - સારું કમાતા ... બાકી બધા માં મીંડું! "  - કળયુગ ના રામ એ એની "ગુડ ફોર નથીંગ" પત્ની ને સંભળાવ્યું ....

Scene 2:
"તને તો બાર્ગેનિંગ કરતા પણ નથી આવડતું .. મમ્મી ને જો કેટલી બચત કરે છે .. પૈસા કમાવા અઘરા છે તો બચવા પણ સહેલા નથી !  તને છોકરીઓ જેવું શું આવડે છે ? " - કળયુગ ના રામજી ની અસ્લાખિત વાણી અને  "ગુડ ફોર નથીંગ" પત્ની ના આંસુ વચ્ચે કોમ્પીટીશન ચાલુ થઇ...  

"ગુડ ફોર નથીંગ " પત્ની સાંભળી રહી ચુપ ચાપ.. પણ મન આમ ચુપ રહે ? 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

scene -3 :
"પાપા , મારા લ્યુના માં પેટ્રોલ ખૂટી ગયું છે .. હું તમારી ઓફીસ પાસે મુકીને ઓટો માં ઘેર જાઉં છું! " - ધોરણ -૧૦ માં ટ્યુશન ને સ્કુલ માં અટવાતી "બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી પોતાના પાપા ને હુકમ કરે છે! 
 " મારું સ્કુટી સ્ટાર્ટ નથી થતું ને બૌ પાણી ભરાઈ ગયું છે - શું કરું ? 
" જે કરવું હોય એ કર પણ મને કામ માં ડીસ્ટર્બ ના કર. એમ પણ તને ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તિ ને સાચવતા આવડે છે! "
"ગુડ ફોર નથીંગ " પત્ની માં ની "બેસ્ટ એટ એવેરીથીંગ " દીકરી  સમસમી ગઈ! 
}

Scene - 4:
"પાપા , નવરાત્રી વર્ષ માં એક જ વાર આવે ને? પ્લીસ આ વખતે મને ગરબા ચાલે ત્યાં સુધી મોડે સુધી[સવારે ૫-૬ વગ સુધી ] ગરબા રમવા દેશો ને ? મને ખબર છે તમે ના નહિ જ પાડો! " - "બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી એ પાપા ને મીઠા શબ્દો થી મનાવી લીધા ...
{
"આજે આપડે ક્યાં જઈશું? "
"કેમ આજે શું છે? હું થાકી ગયો છું , જલ્દી ઊંઘી જવું છે.."
"પણ નવરાત્રી..."
"તારે જવું હોય તો જા.. તને મેં ના પડી ? .. મારું માથું ના ખાઈસ.. "
વિચારો  માં પણ સોપો પડી ગયો ...
}
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"બેસ્ટ એટ એવરીથીંગ " દીકરી એ  "ગુડ ફોર નથીંગ" પત્ની ને કહ્યું - "રડીશ નહિ...  રામ કળયુગ નો હોય કે સતયુગ નો , એની પત્ની માટે તો એ એક "પતિ" જ  છે - જેમાં મેલ ઈગો, પઝેસીવનેસ, પત્ની ને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વૃત્તિ જેમ જેમ લગ્ન ની વર્ષગાંઠ નો આંક વધે છે તેમ જ વધતી જાય છે! "

"પતિ , પિતા બને તો પણ પોતાની પત્ની ને પોતાની માં જેવી જ "ગુણવાન" ઝંખે છે { ભલે તે પોતાની પત્ની ને એના પિતા ના ઘર નો છાયડો , વાત્સલ્ય કે હુંફ આપવામાં ધરાર  નિષ્ફળ જાય! }પણ પત્ની ના ટેગ નીચે દબાઈ ગયેલી દીકરી ના એ ગુણો નથી ઓળખી સકતો જે જાળવવા માં ને કેળવવા માં એક બીજા "પિતા" નું આયખું ઘસાઈ ગયું હોય છે ! "

Comments

viv said…
Very true....
Bhavin Adhyaru said…
Hmmm,akdam lucid language....for possessive husband, no comments though...bdw keep posting often regularly without break, ok... :)
Kavan said…
Every girl may not be a queen to their lover,but are always Princess to their father.

- Few days back read in one of the SMS
Apara said…
Very beautifully written..
touching ..feels like hamana j kyak sambhlyu che :)
Anonymous said…
deep observation and nicely expained....u r too good in bloging....
good for nothing...the best one...i like it..

almost darek ghar ma ubhi thati paristhiti chhe..
Harsh Pandya said…
vstu e che ke toy patio aa vchvana nthi...bwahaha
Makk said…
I used to be here... since you have changed your lingo of conversation and publishing.

I cant read it anymore.
Jatin said…
i agree with makk
pls check it
http://marisamvedana.blogspot.com/2010/10/blog-post.html
thanks.
Dr. Maulik Shah said…
very much spot on bhumika...! do not know why but balancing act is often not an easy job for all. But yes all roles needs a good act...!

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…