Skip to main content

"એક ભગવાન ને ચડે છપ્પનભોગ ને એક ભગવાન ને બાળપણ નો પણ ભોગ ! "

" આ આજના દિવસ ની ૪ થી ચોકલેટ થઇ! હીર ના દાંત પડશે પછી પાછા આવશે જ ની આ ફ્રિકવન્સી થી એ ચોકલેટ ખાવાનું ચાલુ રાખશે તો! "-  હું પોતે પણ ચોકલેટ ની દીવાની , પણ હીર ની હેલ્થ માટે કદાચ હું વધારે કોન્શિયસ !!! 
"હમણાં નઈ ખાય ચોકલેટ તો ક્યારે ખાશે ? એની ઉંમર છે ચોકલેટ ખાવાની ! અને હીર બીમાર પડે ત્યારે ડોક્ટર પાસે તો હું લઇ જાઉં છું પછી તું કેમ ઉંચી નીચી થાય છે ? " - કેયુરે ફ્રીઝ માં થી ડેરી-મિલ્ક કાઢી ને હીર ને પકડાવી .. 

ને હીર ના મોઢા પર જંગ જીત્યા ની ખુશી દેખાઈ! 
..........................................................................................................................................

આજે તો ફ્રીઝ માં ચોકલેટ રેવા જ ના દઉં એમ વિચારી ને મેં બચેલી 1 ડેરી મિલ્ક ને ૫ ઇક્લેર્સ મારા પર્સ માં સરકાવી ..
લેટ થઇ ગયું આજે! 
રોજ ના શીડ્યુલ માં હીર ની સાથે સવાર ના પહોર માં બ્લોકસ રમવાનું આજે પહેલી વાર થયું! તબિયત ખરાબ ના હોય તો હીર એની મમ્મી ની જેમ જ નાટક કરે , એમ વિચાર્યું ને મન માં જ હસી પડી! 

રોજ ના ટાઈમ કરતા ૧૦ મિનીટ લેટ, મન માં ગણતરી ચાલુ હતી ત્યાજ રેલ વે એનાઉન્સર ચાલુ પડી ગઈ.." કૃપયા ધ્યાન દે, બરોડા સે ભીલાડ જાણે વાળી ૯૧૧૪ ભીલાડ એક્સપ્રેસ અપને નિર્ધારિત સમય સે ૧૦ મિનીટ દેરિ સે આને કી સંભાવના હે!  The inconvenience caused is strictly regretted! "

તારા રીગરેટ ને શું ધોઈને પીવાનો? ચોકલેટ નો ગુસ્સો ટ્રેન ના લેટ આવા પર ટ્રાન્સફર થયો! 
ટાઈમ જોયો , ને ગુસ્સા માં પણ હસવું આઈ ગયું ! 
૮.45 થયા હતા ને ભીલાડ નો અંકલેશ્વર થી ડીપાર્ચર ટાઈમ ૮.૨૫ ! ને પેલા બેન કેછે ૧૦ મિનીટ લેટ છે! તે ૮.૨૫ પછી ૧૦ મિનીટ કે અનાઉંસ કાર્ય પછી ૧૦ મિનીટ ?

વિચારો માં ને વિચારોમાં પાર્કિંગ માંથી પ્લેટફોર્મ નંબર ૨ તરફ નીકળી .. છેલ્લા ૬ મહિનાથી પ્લેટફોર્મ નંબર ૪ તોડી ને રાખ્યું છે , મુસાફરો ને આટ આટલી હાલાકી છતાં કામ એ જ કીડી મંકોડા ની સ્પીડ થી ચાલે! 

વિચારતા વિચારતા મેં પર્સમાં રાખેલી ચોકલેટ્સ માંથી એક ડેરી મિલ્ક કાઢી.. કોલેજ ટાઈમ થી મને આદત જયારે ગુસ્સો આવે કે મુડ ખરાબ થાય એક ચોકલેટ મુડ ના રીપેરીંગ માટે ઈનફ ! 

ચોકલેટ નું રેપર સહેજ ખોલ્યું ને પાછળ થી કોઈએ મારો દુપટ્ટો ખેંચ્યો! 
જે હશે એની તો આજે આવી જ બની! એમ વિચારી ને પાછળ વળીતો એક મારી હીર ની ઉમર ની નાની બેબી ખુલ્લા પગે ને અડધા પડધા કપડામાં પણ વ્હાલી લાગે એવી મને રોકી રહી હતી! 
હીર ની જેમ જ એને હજુ સ્પષ્ટ "માનવ ભાષા " નતી આવડતી પણ એની આંખોથી "પ્રેમ ની ભાષા" હું સમજી શકતી હતી, ખાસ તો માં બન્યા પછી થી! 

સટ્ટાક ... બીજી જ પળે એની માં એ એને સજા આપી મારો રસ્તો રોકવાની! 
ને એ બેબી જરાક પણ ના રડી! કદાચ એને રોજ વાત વાત માં આ પ્રસાદ લેવાની આદત જ હશે ! 

ને મને યાદ આવ્યું હીર ને સહેજ ઊંચા અવાજે બોલીએ તો પણ કેવું અડધો કલાક મહાભારત ચલાવે છે! 
ને હાથ માં ની ડેરી મિલ્ક મેં એને ધરી , કદાચ એક અપરાધભાવ થી , કે મારા લીધે ...
અને એક અચરજ સાથે એને "ના" માં માથું ધુણાવ્યું !  { હીર ને અડધી રાતે ઉઠાડી ને પણ ચોકલેટ બતાઓ તો એ ધરાર ખાવા તૈયાર! }
ચોકલેટ માટે ના ?

"શું છે એ? " એની મમ્મી એ પૂછ્યું ! 
ને મને સમજાયું કે રોજ નું રોજ કમાઈ ને ખાવા વાળા ને "ચોકલેટ જોવાની " પણ લક્ઝરી ના હોય! 

"ચોકલેટ છે ! એને ભાવશે, ફ્રીઝ માંથી કાઢી છે તો પીગળી જાય એ પહેલા એને ખવડાવી દેજો! અને આ ૫ નાની ચોકલેટ બીજા આના જેવા ટબુડિયા  ઓને માટે! "  - પર્સ માં ભરેલી બધી ચોકલેટ મેં ધરી દીધી ને મને એ સંતોષ ને આનંદ થયો જે ચોકલેટ ખાવાથી પણ ક્યારેય નથી થયો! 

હું વિચારી રહી ... 
" કેવો ન્યાય તારો ઈશ્વર! બાળક તો ભગવાન નું રૂપ છે તો એક ભગવાન ને ચડે છપ્પનભોગ ને એક ભગવાન ને બાળપણ નો પણ ભોગ ! "

Comments

hmmmmnn sachu lakhyu chhe..pan kadach aapne ene ek chocolate api shakvana bhavishya nahi..

ane thoda ghana anshe emna mata pita no pan dosh hoy chhe..

jo e loko sari rite khavdavi ne rakhi na shakta hoy to shu kam 4 5 chhokrao ne janma aape??
Bhumika said…
@krishna
દર વખતે માં-બાપ નો વાંક નથી હોતો રે..
ગરીબી એક વિશ ચક્ર છે!
પૈસો પૈસા ને ખેંચે છે! તો આખી ઝીંદગી કાળી મજુરી કરે તો પણ એમના સંતાનો ને ભવિષ્ય ની સલામતી તો શું બે ટંકના ભોજન ની સલામતી નથી આપી શકતા!
અને આ પરિવારો માટે તો જેટલા સંતાનો એટલા જ થોડા વર્ષો પછી કમાતા સભ્યો! વળી, ફેમીલી પ્લાનિંગ ભલે ઓન પેપર મફત છે, સરકારી હોસ્પિટલ માં આંટો મારો તો ખબર પડે કે "મફત" ની વ્યાખ્યા જ અહી જુદી છે!
એટલે જેમ આવે એમ આવા ડો! બીજું શું ?
Bhumika said…
@એકે ...
હા રે .. સવારથી મગજ ભમે છે!
માં બન્યા પછી આ સંવેદનાઓ વધી પડી છે , હીર ના જનમ પહેલા હું થોડી પ્રેક્ટીકલ હતી તો સારું હતું!
Harsh Pandya said…
na re na...saru j che k thodak sanvedano che...btw,aavu mare pn ghnu thay che[still,i hv no child with wife ;)].

but,thing is to sense the ecstasy of global feelings nd u hv done it,tht's the biggest thing for being a human being,bcoz being human is called huuman being...keep rocking with writing...
Bhavin Adhyaru said…
આવા ખુબ બધા અનુભવો થયા છે જેમાં, નાનો હતો ત્યારે આવા બાળકો ને જોઈ જસ્ટ થોડી સહાનુભુતિ ફીલ કરીને 'પસાર થઇ ગયો' હોઉં...હવે રવિવારે જયારે પણ તક મળે ત્યારે કઈ ને કઈ સારી વાનગી ઘરે થી લઇ અથવા બહાર થી જ ખરીદી આવા બાળકો કે વૃદ્ધો ને ગરમા ગરમ ખાવા માટે આપું ત્યારે લાગે કે કોઈ મંદિર માં જવાની જરૂર નથી!!! ભગવાન બસ આસપાસ અને અંદર જ છે.... સુપર્બ લખાણ, રસપ્રદ રજૂઆત....કીપ રાઈટીંગ, ડુ સરપ્રાઈઝ બાય સચ રાઈટીંગ.... :)
@Bhums- sorry but still m not agreed wht u said its happen only in 30% family there is 70% parents's mistake. May you all wont blv but m living with this kinda ppl u knw there is Thakor,Devipujak,and Muslims work as driver at my office so we come to know whats them thinking and for wht they are doing it.

evn so many times me & my colleague have tried so many time to let them know whts the future of them all...

and yeah we succeed once to understand one of that person too..

baki aa loko par kyarek daya khai levathi emnu bhavishya na sudhre..e to emne potej sudharvu rahyu..
ashish said…
dont feel so sad mam about that... in this universe no one is happy ...those kids who eats dairy milk everyday.. they cry for other stuff.. and those who never gets dairy milk easily , they cry for that. so any how both will keep crying in any situation ...god made this world in such a way so no one can live without pain.. and unfullfilled desired ...BUT u r true we feel so sad when this comes in front of our eyes and everyone should feel it even they can't change everything, atleast it keeps everyone connected.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…