Skip to main content

વ્હાલના દરિયા માં લાગણી વર્સીસ જવાબદારી ની સુનામી ...

"Have I told you how good it feels to be me,
when I'm in you?
I can only stay clean
when you are around.
Don't let me fall.
If I close my eyes forever,
would it ease the pain?
Could I breathe again?

Maybe I'm addicted, 
I'm out of control, 
but you're the drug 
that keeps me from dying. 
Maybe I'm a liar, 
but all I really know is 
you're the only reason I'm trying ... "

"ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને  તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ..
"હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા  " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું .. 

"ના તારી એક્ષ્પર્ટ  કમેન્ટ વગર કેમ ડિસ્કશન થાય ? આ કઈ નવી બુક ઉપાડી લાવી છે ? "ટ્રસ્ટ મી " ,  તે, અમે બધા તો તને ટ્રસટીએ જ છે ને! ચલ ડીફરન્સ [ મેલ વર્સીસ મોબાઈલ !!] માં કઈ ઉમેરો કર.. ટેકનીકલી સ્પીકિંગ ,દર વખત ની જેમ!  " - જયશ્રી ટીચરે રોજ ની જેમ તીખો ને તોફાની છણકો કર્યો..

" નો કમેન્ટ્સ... ચેપટર ક્લોઝ્ડ  એન્ડ આઈ એમ કોલિંગ માય સીસ, સો પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ ... " - મેન્ડેટરી ડીસક્લોઝર જે કોલ કરતા કે રીસીવ કરતા પહેલા ના આપવા માં આવે તો કોલ કરવા કે રીસીવ કરવા વાળા ને હાર્ટ એટેક આવી શકે એવા બેક ગ્રાઉન્ડ સંભળાય ! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આવી ગઈ ભીલાડ? જગ્યા મળી? તું ટાઈમ પર પહોંચી ગઈ હતી? ઉપાડી ગઈ કે સાઈડીંગ માં છે? " - મારી જેમ જ મારી બેન નોન-સ્ટોપ બોલી શકે, અને સ્કુલ માં ટીચર છે તો બોલવા માં થોડી મારા કરતા વધુ ઇફીશીયન્ટ.. 

" આજે આટલી વહેલા તારો કોલ ભીલાડ ના ટાઈમ ટેબલ ને ચેક કરવા તો નાં જ આયો હોય! બોલ શું કામ હતું? " - રાતે ૧૦ વાગે પણ માંડ માંડ ફ્રિ પડતી "સીસ" દિવસે એક એક સેકંડ માટે બીઝી હોય , ત્યાં ફોન પર વાત કરવાની લક્ઝરી એને ના જ પોસાય એ અમે બંને જાણીએ! 

" કઈ ની .. આ તો એમ જ ... સંભાળ ને , તે ગયા રવિવારે દિવ્યભાસ્કર ની પુરતી વાંચી હતી ? એક સારો લેખ હતો " અમે ૨ ને અમારું એક " નું પાલન કરતા વધતા જતા વાલીઓ  માટે ખાસ વાંચવા જેવો! જેમકે, એક બાળક હોય તો જીદ્દી થઇ જાય, લાડ-પ્યાર માં બગડી જાય , સ્વ-કેન્દ્રિત થઇ જાય... અને ... ઘણું બધું  લખ્યું તું  " - ઉર્વી અને ન્યુઝ પેપર ઈમપોસીબલ કોમ્બો.. જેની  સવાર ૪-૫ વાગે પડી જાય ને રાતે ૧૦ વાગ્યા સુધી સ્કુલ , ટ્યુશન , ફેમીલી ને કિચન ની વચ્ચે બેલેન્સ કરવામાં પોતાની જાત કે જરૂરિયાત કે શોખ જેવા શબ્દો જ ડીક્ષનરી માંથી ગાયબ થઇ ગયા છે!

" કાન્ટ  બીલીવ  યુ ફાઈનલી લીસન્ડ મી ! સો , કોનો આર્ટીકલ છે ? તને ગમ્યો? પણ તે આ ડિસ્કસ કરવા કોલ કર્યો છે સાચ્ચે? " - હું સમજી ગઈ હતી કે વાત છે કઈ ને દી બોલે છે કઈ!

" મને શું ખબર કોને લખ્યો છે એ લેખ...  ના , મેં નથી વાંચ્યો... આ તો સવારે મારી ફ્રેન્ડ વાંચતી તી તે થોડું સાંભળ્યું તું  ! હવે જે કહેવું છે એ જ કહું - હીર ૨ વર્ષ ની થશે, હવે તમે બીજા બાળક માટે વિચારો! હીર ને એક ભાઈ હોય તો કુટુંબ પૂરું થઇ જાય! " - માન્ય માં ના આવે એવી વાત.. મારી બેન મારી જેમ જ ફેમીનીસ્ટીક....   પુત્ર કે પુત્રી નો ફર્ક એના મોઢે કદાચ પહેલી વાર આવ્યો! 
" હુમ્મ... તને ખબર જ છે હું હીર ને કેટલો સમય આપી શકું છું! અને એ માટે મને કેટલી ગીલ્ટ રહે છે! બીજું બાળક એટલે ડબલ ગીલ્ટ ! પણ આ સંપૂર્ણ કુટુંબ નો ફંડો તારા ઘર માં  ક્યાં છે? તારે પણ તો એક જ બાબો  છે!" - વર્કિંગ મધર ની વરીસ કદાચ ભગવાન પણ ની સમજી સકતો હોય! 

"મારી વાત ના કર, મને તો પહેલા ખોળે જ બાબો છે તો બીજા બાળક નો સવાલ જ નથી! "- હવે સમજાયું , દુખ મને એક બાળક હોવાનું નહિ પણ પુત્રી હોવાનું હતું! અને ખુબ જ ચચર્યું! 

"મને ખબર છે તને ની ગમે, પણ વાસ્તવિકતા ની દુનિયા માં આ લાગણીવેડા ની કોઈ કિંમત નથી!
 -- દીકરી વ્હાલ નો દરિયો ને એવું બધું માત્ર વુમન્સ ડે ના દિવસ પુરતું જ શોભે! 
-- રીઅલીટી  માં આ "વ્હાલ ના દરિયા" ને   "લાગણી વર્સીસ જવાબદારી ની "  કેટલી સુનામી આવે છે એ પપ્પા ની બીમારી પછી આપડે બંને સમજી ચુક્યા છે! 
-- ભણેલી ગણેલી , ને બે હાથે કમાતી બે દીકરી હોવા છતાં પપ્પા ની મિડલ ક્લાસી લાચારી તે ક્યાં નથી જોઈ?  -- "દીકરી ના ઘર નું પાણી પણ ના પીવાય "ના આપડા સિદ્ધાંતો કદાચ જરી પુરાના રહ્યા તો પણ આપડી નસો માં રહેશે જ! 
-- માં- બાપ ગમે તેટલા પેટે પાટા બાંધી ને દીકરી ને પગ ભર કરે, દીકરી ના પગાર પર માત્ર પતિ ને સાસરીયા નો અધિકાર એવા વણ લખ્યા નિયમ ને ક્યાં પટેલ-બ્રાહ્મણ કે વાણીયા કે કોઈ પણ જ્ઞાતિ નો બધ નડે છે?  
-- તું હોય , હું હોઉં ,  જરૂર પડ્યે માં બાપ ને લાગણી નો ટેકો કરવા  કે ફાઈનાન્શિયલ સપોર્ટ કરવા પણ ઘર [ ઘર એટલે સાસરું જ સમજવું !!! દીકરી ને ક્યાં પોતાનું ઘર હોય છે ! ] માં ૧૦ વખત અરજી ને એપ્લીકેશન નથી મુકવી પડતી ?  એના કરતા એક દીકરો હોય તો ભલે સારી - ખરાબ રીતે રાખે પણ સાજે માંદે એના પર હક કરાય! તું સમજે છે ને હું શું કહું છું ? "  - ઉર્વી એકી સ્વાશે બોલી ગઈ... ને હું એની [ અને મારી પણ!! ] એ પીડા  નો ચચરાટ અનુભવી રહી! 

મારી પાસે કોઈ જવાબ ના હતો એની વાત નો!

 હા હું , સમજી ગઈ , એમ કહી ને સરેન્ડર તો હું ના જ કરી શકું ... કેમકે કોઈ પણ સંજોગો હોય આ પુત્ર ને પુત્રી ના ભેદભાવ ને વધારવા માં સીધી કે આડકતરી રીતે હું શામેલ ના જ  થાઉં! 

"તું ચિંતા ના કર, હું મારી રીતે  મેનેજ કરી લઈશ.... "- પરિસ્થિતિ ને સરેન્ડર ના થવા ના સંજોગો માં મારો હંમેશ નો જવાબ- "હું મારી રીતે મેનેજ કરી લઈશ! "...

હું તો મારી રીતે મેનેજ કરી જ લઈશ... 

પણ આશા રાખીશ કે હીર ને કે આવનારી પેઢી ની કોઈ પણ દીકરી ને આવા મેનેજમેન્ટ ના પાઠ ભણવા કે ભણાવા ના પડે અને એમને અર્થ માં મોર્ડન ,  વિચારશીલ  અને દીકરા અને વહુ ને એક ત્રાજવે તોળતો સમાજ  મળે! 

નવી "ઉમરઓજાન"  નું દિલ ની ખુબ કરીબ એવું ગીત....
"અબ જો કિયા હે દાતા ... એસા ના કીજો ...
અગલે જનમ મોહે બિટિયા ના કીજો..... "

Comments

so many time i want to live,
so many words i want to say,
so many birth i want to take..

cuz you r thr for me my mom...

ghani var joyu chhe ek dikri na janma ma loko na modha pan sav padi jay chhe...haju aapno so called samaj ene swikari nathi shakto...afsos e vat no nathi ke samaj nathi swikari shakto afsos e vat no chhe kyarek aapne pote nathi swikari shakta..

generation change thai chhe,khayalato badlaya chhe,fashion change thai gai chhe....but still something is remains same in as it condition...dont knw wer it will change..
Bhavin Adhyaru said…
No Words, speechless....one famous HAAIKU for dis post...ચકલી હરખ ભરીને ગાણું ગાતી
ડુંડું બહેરું ...Will mail you my reply in detail….
Pinal said…
speechless....tame tamari lagni nichovi nihovi vyakt kari chhe...

dikri n dikra vachhe apna samaj ma bhedbhav rahya j che..n eve ketlay families che jemne tya fakt dikri k dikrio che....ofcource temna mate dikrio vahal no dariyo che...pan aa vahal no dariyo jyare parnine sasre jase n ma baap ne hakikat ma jarur hase tyare kam avse???

tya hase matra ane matra lagni n javabdari ni sunami...

Hats off to u n Urvi di...
Anish Patel said…
સાત પગલા આકાશમાં - કુન્દનિકા કાપડિયા
I read this novel and I recommend everyone to read... it must read...
we as a society have long way to go that we treats girls n boys the same way...
appreciated your views to be not part of the society beliefs for complete family..
મારી આવી જ ગડમથલ મારા બ્લોગ પર પણ લખેલી છે...
http://marisamvedana.blogspot.com/2010/04/blog-post.html

બાકી તો મેઇલ કર્યો છે.
Harsh Pandya said…
વાંચીને સ્તબ્ધ કે મૂક નથી થયો.કેમકે વર્ષોથી ચાલી આવતી પરંપરા ના નામે સમાજમાં હજીય હલકટ અને નીચ કક્ષાના દુષણો છે.સમાજના ડરથી,પોતાની ઈમેજ બગડવાના ડરથી ઘણા લોકો આવા દુષણોને ચુપચાપ ફૂલાવા-ફેલાવા દઈ રહ્યા છે.ચેરીટી બીગીન્સ એટ હોમ-એ જેટલું તમે માનો છો એટલું જ હું પણ માનું છું.અત્યારથી જ બંધ નહિ કરીએ તો આગળ જતા આ જ વડીલો એમ કહેશે કે તમે ધ્યાન ન આપ્યું.સમાજ હંમેશા માથાભારે થઈને જે જીવે છે એનું જ માનતો હોય છે.સલામ તમને કે તમે દીકરી થઈને આવા નક્કામાં સમાજને સમજ આપવાની ટ્રાય તો કરી.....
Mayur Ardeshna said…
હુ નાનો હતો ત્યારે મારા મામા કહેતા હતા : સમજ ધરાવે ઍ સમાજ.. બાકી તો ટોળુ...!!

અને આ ટોળે-ટોળા મા ભલભલા નો અવાજ કઈક ઉઠ્યો અને દબાઈ ગયો.. ક્યારેક કોઈ નુ ધ્યાન ગયુ ન ગયુ.. ધ્યાન ગયુ તો પણ સાંભળ્યુ ન સાંભળ્યુ.. અને ક્યારેક સંભળાઈ પણ ગયુ તો ફરી ફરી ને ભૂલાઇ ગયુ... આશા રાખુ કે આવા કઈક નાના અવાજ, ક્યારેક મોટી ગર્જના બને..
Anonymous said…
લાગણી સાથે સમ્પુર્ણપણે સહમત છુ, આ લાગણી પણ આ સમાજે જ આપેલી છે, અગાઉની કોઇ પણ પરંપરાને કુરિવાજ તરીકે પ્રસ્તુત કરવાની ટેવ ફકત આપણામાં જ નહીં, પણ આપણા વડીલોમાં હતી, અને તે પેઢી દર પેઢી ચાલી આવે છે, ચોક્ક્સપણે એવુ કહીશ કે દરેક સો કોલ્ડ કુરિવાજ જે - તે સમયે જે-તે સમસ્યાનું બેસ્ટ સોલ્યુશન હતા.

આજના સમયમાં સીંગલ ચાઇલ્ડ (મે બી બોય ઓર ગર્લ) ઇઝ ધ બેસ્ટ, બટ ઇટ મે કોલ્ડ અ કુરિવાજ ઇન ફયુચર (સે અવર નેક્સટ જનરેશન).

માટે આ દ્વિઘાનાં સોલ્યુશન માટે વન શુડ વાઇડન ધેર વિઝન એંડ થીંક અબાઉટ ધ નેક્સટ 30 યર્સ વર્લ્ડ, હાઉ મચ ઇટ ચેંજીસ, વોટ સોર્ટ ઓફ પ્રોબલેમ મે અકર્સ (રીગાર્ડલેસ ઓફ એજ પ્રોબ્લેમ એઝ ઇટ મે ડીસ્કસ ઇન યોર પોસ્ટ).

એની વે, ગુડલક ફોર યોર એની ડીસીસન.

આઇ હેવ સેવરલ થોટ્સ અબાઉટ ધિસ સબજેક્ટ, આઇ વીલ પોસ્ટ એસ ટાઇમ પરવેડસ.
nel said…
લાગણી સાથે સમ્પુર્ણપણે સહમત છુ, આ લાગણી પણ આ સમાજે જ આપેલી છે, અગાઉની કોઇ પણ પરંપરાને કુરિવાજ તરીકે પ્રસ્તુત કરવાની ટેવ ફકત આપણામાં જ નહીં, પણ આપણા વડીલોમાં હતી, અને તે પેઢી દર પેઢી ચાલી આવે છે, ચોક્ક્સપણે એવુ કહીશ કે દરેક સો કોલ્ડ કુરિવાજ જે - તે સમયે જે-તે સમસ્યાનું બેસ્ટ સોલ્યુશન હતા.

આજના સમયમાં સીંગલ ચાઇલ્ડ (મે બી બોય ઓર ગર્લ) ઇઝ ધ બેસ્ટ, બટ ઇટ મે કોલ્ડ અ કુરિવાજ ઇન ફયુચર (સે અવર નેક્સટ જનરેશન).

માટે આ દ્વિઘાનાં સોલ્યુશન માટે વન શુડ વાઇડન ધેર વિઝન એંડ થીંક અબાઉટ ધ નેક્સટ 30 યર્સ વર્લ્ડ, હાઉ મચ ઇટ ચેંજીસ, વોટ સોર્ટ ઓફ પ્રોબલેમ મે અકર્સ (રીગાર્ડલેસ ઓફ એજ પ્રોબ્લેમ એઝ ઇટ મે ડીસ્કસ ઇન યોર પોસ્ટ).

એની વે, ગુડલક ફોર યોર એની ડીસીસન.

આઇ હેવ સેવરલ થોટ્સ અબાઉટ ધિસ સબજેક્ટ, આઇ વીલ પોસ્ટ એસ ટાઇમ પરવેડસ.
Minal said…
Heart wrenching. Many a times this kind of questions arose within me. Reading u frm long time and i totally reflect myself in u.:) Hope we will able to see sm change for son and daughter in next generation.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…