***
“પપ્પા,
જુઓ તો ખરા
અમને આ જુના કબાટમાંથી શું
મળ્યું?”-મમ્મીના
ઓર્ડર્સ ફોલો કરીને સ્ટોરરૂમનો
જુનો કબાટ સાફ કરી રહેલા સનમ
અને સોહાએ એક સાથે બુમ પાડી.
“મોમ,
સી ધીસ ઓલ્ડ
પિક્ચર. ઈટ્સ
સો કુલ. પપ્પા
અને એક્ટિંગ, વી
કાન્ટ બીલીવ!”-જુના
આલ્બમને જોઈને એકદમ એક્સાઈટેડ
અને સરપ્રાઇઝ થઇ ગયેલા બાળકો
મમ્મીને આલ્બમ બતાવવા કિચનમાં
ગયા.
“મેં
તને ત્યારે પણ કીધું હતું અને
ફરી એક વાર યાદ કરવું છું.
આઈ ડોન્ટ વોન્ટ
ટુ સી ધીસ અગેઇન. આને
ક્યાંક ફેંકી દે કે પછી સળગાવી
દે. આઈ
ડોન્ટ વોન્ટ ટુ રીકોલ ઓલ ધીસ
મેમરીઝ.”-એક
ઝાટકા સાથે બાળકોના હાથમાંથી
આલ્બમ ખેંચીને ડસ્ટબીન તરફ
ઘા કરતા પપ્પાનું રૌદ્ર સ્વરૂપ
જોઈને ઘડીભર બાળકો ઘભરાઈ ગયા.
“આઈ
એમ સોરી. હું
હમણાજ આલ્બમને ફરી કોઈ ના
હાથમાં નાં આવે એમ મૂકી દઉં
છું.”-બાળકો
મમ્મીની અને પપ્પાની ભીની
આંખોમાં થઇ રહેલા સંવાદોને
ઉકેલવા મથી રહ્યા, પણ
એમની સમઝણ કદાચ ટૂંકી પડી.
પપ્પા
રૂમમાં અચાનક ફેલાઈ ગયેલી
જૂની યાદોથી બચવા બાલ્કનીમાં
ગયા અને મમ્મી બાળકોની આંખોમાં
પોપ અપ થઇ રહેલા સવાલો વાંચી
રહી.
“આ
આલ્બમમાં અમારા કોલેજ ડેયઝની
એ યાદો છે જે અમને ખુબ વ્હાલી
છે પણ અમે એને નાં તો મમળાવી
શકીએ છે કે નાં જીવી શકીએ
છે!”-મમ્મીએ
ધીમે ધીમે આલ્બમ કોન્સ્પીરન્સી
ક્લીઅર કરવાનું ચાલુ કર્યું.
“કેમ
મમ્મી? કેમ
એવું?”- ટીનએજ
સોહે ઉત્સુકતાથી પૂછ્યું.
“બેટા,
અમે કોલેજમાં
ભણતા ત્યારે હું અને પપ્પા
બંને સ્કોલર સ્ટુડન્ટ હતા.
પપ્પા ભણવાની
સાથે-સાથે
ડ્રામામાં પણ ખુબ ઈન્ટરેસ્ટેડ
હતા. કોલેજના
ચાર વર્ષોમાં એક પણ નાટક એવું
નથી થયું કે જેમાં તમારા પપ્પાનો
લીડ રોલ ના હોય! અભિનય
કરતા કરતા એ પાત્રમાં ઊંડા
ઉતરી જવું અને એને સાર્થક
કરવું- એક
સાધના જ છે જે તમરા પપ્પાએ
બખૂબી કરી જાણી છે! નેશનલ
લેવલની ઘણી ડ્રામા કોમ્પીટીશનમાં
ચાલુ નાટકે જજીસે ઉભા થઈને
તમારા પપ્પાના અભિનયને બિરદાવ્યો
છે. પણ...”-બોલતા
બોલતા મમ્મીની આંખો અને શબ્દો
બંને જાણે ખોવાઈ ગયા.
“પણ
શું મમ્મી?”-કોલેજીયન
સનમે પિતાના કોલેજના દિવસો
અંગે સાંભળતા જ કૈક થ્રીલ
અનુભવી..
“બેટા,
આપણા સમાજમાં
વ્યક્તિની લાગણીઓ અને સપનાઓ
કરતા સમાજ શું કહે છે એનું
મહત્વ વધુ છે! ભણવામાં
પપ્પા ભલે હોંશિયાર હતા છતાં
દાદાજીએ એમને નાટકમાં કામ
કરવાની મનાઈ ફરમાવી દીધી.
પોતાના ઉંચા
કુળમાં નાટક-ચેટક્
જેવા હલકા કામો કોઈ કરે એ
દાદાજીને મંજુર નાં હતું.
મેં અને પપ્પાએ
દાદાજીને અને પરિવારમાં બધાને
સમઝાવવા ઘણો પ્રયાસ કર્યો કે
એક સારી સેટલ્ડ કેરિયર સાથે
પોતાની હોબી જીવંત રાખવામાં
કઈ ખોટું નથી.. પણ
દાદાજીના શબ્દો બહુ સ્પષ્ટ
હતા- તારા
માટે શું મહત્વનું છે?
નાટક કે પરિવાર?
જો તને પરિવાર
માટે જરાય પ્રેમ હોય તો આજથી,
અબઘડીથી આ બધા
ધંધા બંધ કરી દે! અને
પપ્પાએ બધા સપનાઓ અંદર ખુબ
ઊંડે દબાવીને ખામોશી સાથે
દાદાજીના શબ્દો જીવ્યા.
પોતાના પરિવાર
માટેનો પ્રેમ પુરવાર કરવા
જાણે તમારા પપ્પાએ દાદાજીની
સામે અગ્નિપરીક્ષા આપી..
પણ એ પરીક્ષા
પછી પપ્પા જાણે એકદમ બદલાઈ
ગયા.. જાણે
એ અગ્નિપરીક્ષાની જ્વાળાઓ
સાથે એમની અંદરનું એ ઋજુ-કોમળ
અને સંવેદનશીલ કૈક બળી ગયું.
પપ્પાની સામે
ફરી આ બધું યાદ નાં કરાવશો,
એમને દુખ થશે.”-
યાદોના પટારામાંથી
મમ્મીએ કૈક અમુલ્ય ખજાનો
કાઢીને ફરી સંતાડી દીધો કાયમ
માટે!
“અગ્નિ
પરીક્ષા"- મમ્મીએ
બોલેલો એ શબ્દ બંને બાળકોના
મનમાં કોતરાઈ ગયો.
***
સવારથી
ઘરમાં વાતાવરણ ડોહળાયેલુ છે.
લગભગ મહિનાથી
ચાલી રહેલી પપ્પા અને દાદા-દાદીની
મમ્મી તરફથી વાક્-વર્ષા
આજે થ્રેશોલ્ડ પર આવી ગઈ છે.
મમ્મીને આજે
ઓફિસથી આવવામાં સહેજ મોડું
થયું છે. એ
બહાને, મમ્મીની
ગેરહાજરીનો લાભ લઈને,
એના આવતા પહેલા
જ પપ્પા અને દાદા-દાદીએ
મહિનાથી ચાલી રહેલા,
મમ્મી વર્સીસ
ફેમીલીના કેસનો આખરી ચુકાદો
સંભળાવી દીધો છે! હાથમાં
બુક્સ લઈને હોમવર્ક કરવાનો
ડોળ કરી રહેલા બાળકો મમ્મીને
પાપા અને દાદા-દાદીના
કોપથી કેમ બચાવવી વિચારી રહ્યા
છે.
હજુતો
થાકેલી મમ્મી ઘરમાં પગ મુકે
જ છે ત્યાં...
“બહુ
થયું હવે. કાલથી
ઓવર ટાઈમ બંધ. આપણે
ઘર-પરિવાર
છે, રસ્તે
નથી પડ્યા. એક્સ્ટ્રા
કોઈ કામ કાલથી કરવાનું નથી!
લખવા-બખવાના
તાયફા પણ બહુ થયા. કાલથી
જોબ સિવાય એક પણ નાટક નહિ ચાલે.
”-ન્યુઝ પેપરનો
સેન્ટર ટેબલ પર ઘા કરતા દાદાજીએ
કહ્યું.
દાદાજીની
એકદમ અયોગ્ય રજૂઆતને પપ્પા
મૌન રહીને સાંભળી રહ્યા.
મમ્મી
સપોર્ટ માટે પપ્પા તરફ જોઈ
રહી પણ..
“પપ્પા
સાચું જ કહે છે! આપણે
સમાજ સુધારણાનો ઠેકો નથી જ
લીધો! તારી
સેલરી પણ ઇનફ છે એટલે આમ છાપામાં
લેખ-બેખ
લખવાની જરૂર નથી!
મમ્મી-પપ્પાને
તારા આ ક્રાંતિકારી વિચારોવાળા
લેખોને કારણે સમાજમાં સંભાળવું
પડે એ નહિ પોસાય. ક્વિટ
રાઈટિંગ. અને
હા, આ
ઇન્ટરનેટનાં ખોટા ખર્ચા કરવાની
પણ જરૂર નથી! આ
વોટ્સએપ અને ફેસબુક પર સામાજિક
મુદ્દાઓની ચર્ચા કરી કરીને
ગામ આખામાં નામ કાઢવાની પણ
જરૂર નથી. વોટ્સએપ
અને ફેસબુક વાપરવાનું પણ આજથી
બંધ કર- માત્ર
અને માત્ર ઘર પર ધ્યાન આપ,
સમાજની ચિંતા
કરવા બૌ બધા બેઠા છે.
ફેમીલી સિવાય
કોઈની સાથે તું કઈ પણ પ્રકારનું
કોમ્યુનીકેશન કરે એ આજથી નહિ
ચાલે!”-એક
મહિનાથી ઘરમાં જે ચણભણ ચાલી
રહી હતી એનો આખરી ચુકાદો પપ્પાએ
આપી દીધો.
“પણ
મારા રાઈટિંગ કે સોશિયાલાઈઝેશનથી
પરિવારને શું નુકશાન થાય છે?
હું ઘર કે કુટુંબ
પર ધ્યાન ના આપતી હોય તો હું
આ બધું છોડી દઉં. હું
ઘર, કેરીયર
અને હોબી બેલેન્સ કરી શકું
છું તો કેમ છોડી દઉં? અને
આટલી બીઝી લાઈફમાં વોટ્સએપ
કે એફબીના લીધે જ હું મારા
જુના મિત્રો કે ફેમીલીમેમ્બરસના
ટચમાં રહી શકું છું..
ટ્રાય એન્ડ
અન્ડરસ્ટેન્ડ, આમ
મને...”-મમ્મીએ
પોતાની વાત રજુ કરવાનો પ્રયાસ
કર્યો..
“આ
ઘરની ચાર દીવાલો વચ્ચે જેટલા
માણસો છે એમના ટચમાં રહે એટલું
જ બહુ છે! કહું
છું આપણે બાઈ જાત, એક
સારી વહુ, પત્ની
અને માં બનીએ તો પણ ઘણું!
એમ પણ આ ઘરમાં
આપણે રાઈટરની કોઈ જરૂર નથી!
નિર્ણય હવે
તારે કરવાનો છે- તારે
માટે આ પરિવાર મહત્વનો છે કે
આ રાઈટિંગની હોબી કે વોટ્સએપ
અને એફ્બી વાપરવાના લફડા.”-પપ્પાને
સમઝવા અને સપોર્ટ કરવાની
મમ્મીની અરજને દાદીમાંએ એકજ
દલીલથી નિરર્થક કરી દીધી.
બાળકો
મમ્મીને વાંક વગર અગ્નિપરીક્ષા
આપીને ચુપચાપ રસોડામાં જતા
જોઈ રહ્યા.
***
સનમ
અને સોહા, છેલ્લા
બે દિવસમાં ઉપરાછાપરી બનેલી
આ બંને ઘટનાઓ અને એમાં એમના
મમ્મી-પપ્પાએ
આપેલી અગ્નિપરીક્ષાના મુક
સાક્ષી બની રહ્યા.
“ભાઈ,
આ બલિદાન-કુબાની,
અગ્નિપરીક્ષા
- ચાલુ
કોણે કર્યું?”-અકળાયેલી
સોહાએ મોટાભાઈ સનમને પૂછ્યું..
અને
ટેકનોફ્રિક સનમે આદત અનુસાર
ગુગલ પર એક ડમ્બ સર્ચ શરુ કરી-
“અગ્નિપરીક્ષા".
ગુગલે
આપેલા જવાબને બહેનના સમઝણમાં
આવે એમ સનમે સમઝાવવા પ્રયાસ
કર્યો-”આપણા
ધાર્મિક ગ્રંથ રામાયણમાં
પ્રભુ શ્રીરામના પત્ની સીતામાતાએ
સૌથી પહેલા પોતાની પવિત્રતા
પુરવાર કરવા અગ્નિપરીક્ષા
આપી હતી.સો
કોલ્ડ સમાજ શું કહે છે-
એની દરકાર
રાખીને, મર્યાદા-પુરુષોત્તમ
શ્રીરામએ પોતાની વ્હાલી
પત્નીની પાસે સમાજની પુષ્ટિ
માટે અગ્નિપરીક્ષા અપાવી
હતી.”
"સો
સેડ... અગ્નિપરીક્ષા
પછી શ્રીરામે સીતામાતાની
માફી માંગી હતી? અગ્નિપરીક્ષા
પછી પણ સીતામાતા ચુપચાપ આખી
જીન્દગી એજ પતિ સાથે જીવ્યા
હતા? શું
અગ્નિ પરીક્ષા પછી સીતામાતાને
ઇન્સલ્ટ ફીલ નહિ થયું હોય?
જો સમાજની
ચિંતા કરવાની કુટુંબના વડીલની
ફરજ છે તો પરિવારના સભ્યની
લાગણીઓની પરવા કરવાની ફરજ
કોની છે?”- પોતાની
ઉમર કરતા વધુ મેચ્યોર અને ગુઢ
પ્રશ્નો સોહાએ પૂછ્યા અને
અનાયાસે જ આ સાંભળતા મમ્મીની
સુકીભટ્ટ આંખો જોઈને પપ્પાની
અત્યાર સુધી ગુસ્સામાં લાલચોળ
આંખો ભીની અને મૃદુ થઇ ગઈ.
***
ડગલે
ને પગલે સમાજની શેહ-શરમ
રાખીને પ્રિયજનની અગ્નિપરીક્ષા
લઇ, એને
ત્યાગ-બલિદાન
આપીને પરિવાર પ્રત્યે નિષ્ઠા
કે પ્રેમ પુરવાર કરવાની ફરજ
પાડીને આપણે ખરેખર છું મેળવીએ
છે? - અહમપુષ્ટિ?
પોતાની
નિષ્ઠા અને પ્રેમ પુરવાર
કરવાની આ અગ્નિપરીક્ષા આપનાર
અંદરથી ધીમે ધીમે સ્નેહી-સ્વજને
દાખવેલા અવિશ્વાસ અને અન્યાયની
અગ્નિમાં બળતો જાય છે..
ઋજુ લાગણીઓ,
સપનાઓ,
ઇચ્છાઓ,
પ્રેમ અને
બીજું ઘણું ખરું બળી જાય છે
અને રહી જાય છે- તપ્ત
અને ઠીંગરાયેલી પ્રેક્ટીકલ
ગોઠવણ.
Comments