***
નાનીસી
ઢીંગલી સુંદર મરોડદાર અક્ષરોમાં
કૈક લખી રહી છે. વારે
વારે પેન્સિલ છોલે છે.
થોડી થોડી વારે
લખેલું ભુસીને ફરીથી લખે છે.
એક એક અક્ષરના
વળાંક અને આકારને ટીચરે લખેલા
અક્ષર સાથે સરખાવીને લખે છે..
એની નાની સી
આંખો અક્ષરોની આ ભીડમાં થાકે
છે ત્યારે રીસેસ પાડીને દરવાજાની
બહાર મંડાય છે અને... ઢીંગલી
ટગર-ટગર
બહાર રમતી એની બહેનપણીઓને
જોઈ રહે છે.. ઢીંગલીને
સહેજ મન થયું થોડીવાર બહાર
રમવા જવાનું, પણ
પછી ગઈકાલના હોમવર્કમાં ટીચરે
હાઇલાઇટ કરેલી ઢગલો ભૂલો યાદ
આવી, એટલે
કમને ઢીંગલી ફરી હોમવર્કમાં
ચિત્ત પરોવવા મથી રહી...
સહેજ પેજ ફેરવીને
ઢીંગલીએ ગઈ કાલે કરેલા હોમવર્કની
ભૂલો જોઈ.. અને
એના નિર્દોષ મનમાં ઢગલો સવાલો
ફૂટી નીકળ્યા... નાની
સી ઢીંગલી તો ગુગલ પર જવાબ નાં
શોધે, એના
માટે તો એના બધા પ્રશ્નોના
જવાબ એટલે એની મમ્મી.
“મમ્મા..
મમ્મા...
સંભાળને...”-
ઢીંગલીએ પ્રેમથી
એની મમ્મીને સાદ આપ્યો.
“બેબુ
પાંચ મીનીટ, રસોઈ
પતે એટલે આવું જ છું. તું
ફટાફટ હોમ વર્ક પતાવી દે ત્યાં
સુધીમાં..”-રસોડામાંથી
મમ્મીનો રૂટીન જવાબ આવ્યો.
“ઓકે
મમ્મા..”- એકદમ
ગુડ-ગર્લ
એવી ઢીંગલીએ કોઈ દલીલ કર્યા
વગર, દિલમાં
ઉઠેલા પ્રશ્નોને થોડીવાર
હાંસિયામાં ધકેલીને,
ફરી હોમવર્કમાં
ધ્યાન પરોવ્યું..
અને
પોતાનું રસોડાનું કામ પરવારીને
ઢીંગલીને મમ્મી ઢીંગલીની
બાજુમાં હોમવર્ક ચેક કરવા
બેઠી..
“મમ્મા,
આપણે ભગવાનને
પ્રે કરવા મંદિરે જઈએ.
મારી પેલી
ફ્રેન્ડ છે ને ઝોયા એ મસ્જિદમાં
જાય. અને
ક્રિસ્ટી ચર્ચમાં જાય..
તો મમ્મા આપણે
ચર્ચમાં કે મસ્જિદમાં જઈએ તો
રોંગ કહેવાય?”-ઢીંગલીએ
કૈક અજીબ પ્રશ્ન કર્યો.
“ના
બેટા. ભગવાન
આપણા સૌમાં છે. અને
મંદિર-મસ્જીદ-ચર્ચ
કે ઘરમાં પણ ભગવાનને પ્રે
કરાય. એમાં
કૈજ રોંગ નથી!”-દીકરીના
પ્રશ્નથી એની મમ્માને સહેજ
નવાઈ લાગી.
“મમ્મા,
બોયઝ બેડ હોય?
એમની સાથે રમીએ
એ રોંગ કહેવાય?”-એક
નવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો
ઢીંગલીએ..
“ના
બેટા.. બોયઝ
પણ આપણી જેમજ ગુડ હોય.
પપ્પા પણ બોય
છે, પપ્પા
કેટલા ગુડ છે.. અને
તું પપ્પા સાથે રમે છે ને?
બોયઝ સાથે
રમવામાં કૈજ રોંગ નથી
બેટા...”-ઢીંગલીના
માથે હાથ ફેરવતા ફેરવતા એની
મમ્મીએ કહ્યું..
“મમ્મા,
ડોરેમોનના
કાર્ટુનમાં જીયાન, નોબીતા
અને સુનિયો બાસ્કેટ બોલ રમે,
કોમિક્સ વાંચે..
અને સુઝુકા
કાયમ ડ્રોઈંગ કરે, પિયાનો
ક્લાસમાં જાય અથવા એના ફ્રેન્ડ્સ
માટે કુકીઝ અને કેક બનાવે..
તો મમ્મા,
ગર્લ્સ ક્રિકેટ,
બાસ્કેટ બોલ
એવું બધું રમે એ રોંગ કેવાય?
ગુડ ગર્લ્સને
ડોલ્સ હાઉસ જ રમવું પડે?”-
ઢીંગલીના
પ્રશ્નો એની મોમને વધૂ મુંઝવી
રહ્યા..
“ના
બેટા.. મમ્મા
જયારે તારા જેટલી સ્મોલ ગર્લ
હતીને ત્યારથી ટેનીસ રમતી.
મમ્મા બહુ બધી
ટુર્નામેનટ્સ પણ રમી છે..
અને મોમને
સુઝુકાની જેમ ડોલ્સ,
બેકિંગ કે
કુકીન્ગમાં ઇન્ટરેસ્ટ નાનપણથી
જ ના હતો.. તને
મમ્મા ગુડ ગર્લ નથી લાગતી?”-ઢીંગલીની
મમ્માએ ઢીંગલીને પોતાના
ઉદાહરણથી સમઝાવવાનો પ્રયાસ
કર્યો.
“મમ્મા,
આવું બધું -આ
રાઈટ અને ગુડ અને આ રોંગ અને
બેડ- એ
બધું કોણ ડીસાઈડ કરે?”-ઢીંગલીએ
ફરી એક પ્રશ્ન પૂછ્યો..
“બેટા,
આજે તું કેમ
આવા બધા પ્રશ્નો પૂછે છે?
ક્યારની રાઈટ
ને રોંગનું ચક્કર ચલાવે
છે..”-ઢીંગલીની
મમ્મીએ એના દિમાગ અને દિલમાં
ચાલતી વાત કઢાવવા ઢીંગલીના
પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ
સામે પ્રશ્ન કર્યો..
“આ
જો મમ્મા.. આ
મારું ગઈ કાલનું હોમ વર્ક છે.
તે પણ ગઈ કાલે
ચેક્ કરેલું ને? ટીચરે
કેટલા બધામાં રોંગ કર્યું
છે.. એક
લાઈનમાં પાંચ લેટરસની જગ્યાએ
ચાર લેટર્સ લખ્યા એમાં શું
રોંગ કહેવાય? મને
બધું છુટ્ટું-છુટ્ટું
જ લખવાનું ગમે છે. એક
લાઈનમાં પાંચ લેટર લખું તો
મને એમ લાગે કે જાણે એક બેંચ
પર પાંચ સ્ટુડન્ટસને બેસાડી
દીધા છે.. મમ્મા
આપણને ભીડ ના ગમે ને? એમજ
મારા લખેલા અક્ષરોને પણ ભીડ
નથી ગમતી, ગૂંગળામણ
થાય છે.. મેં
ટીચરને આ રીઝન કીધું તો ટીચર
મને લડ્યા. મમ્મા
બધું જ કેમ રાઈટ અને રોન્ગમાં
ગણ્યા કરવાનું? જે
મન થાય એ જ રાઈટ કેમ ના ગણાય?
તું મને કહે
ને કે આ રાઈટ અને રોંગ કોણ નક્કી
કરે તો હું એમને વાત કરીશ અને
સમઝાવીશ કે બધાનું રાઈટ અને
રોંગ જુદું હોય. જેમકે-
મને બોયઝ સાથે
રમવાનું કે લંચ-બોક્ષ
શેર કરવાનું રાઈટ લાગે છે તો
મારી ફ્રેન્ડ ગ્રેસીને રોંગ
લાગે છે. મારી
ફ્રેન્ડ ઝોયાને હમણાં રોઝા
ચાલે છે તો એ મને નમાઝ પઢતા
શીખવાડતી હતી, મને
એમાં કઈ રોંગ નથી લાગતું..
પણ સુમિતને
ઝોયાના અલ્લાહને નમાઝ પઢવાનું
રોંગ લાગે છે.. પેલી
મારી બાજુમાં બેસે છે ને એ
મેઘનાને ડોલ્સ જ રમવી ગમે,
એની મમ્મા એને
શીખવાડે ગુડ ગર્લ કેમ બનવાનું
એ- ધીમેથી
બોલવાનું, કિચનમાં
મમ્માને હેલ્પ કરવાની,
ઘરમાંજ રમવાનું
એવું બધું.. પણે
મને તો બહાર રેતીમાં રમવાનું,
ક્રિકેટ રમવાનું
અને મન થાય ત્યારે જોરથી ગીતો
ગાવાનું પણ રાઈટ લાગે..
તને ખબર છે
કાલે સાંજે હું આપણી કમ્પાઉન્ડવોલ
પર ડ્રોઈંગ કરતી હતી, તો
આપણી બાજુવાળા શર્માઆંટીએ
મને કીધું કે આમ દીવાલ પર
ડ્રોઈંગ કરવાનું રોંગ કેહવાય,
બેડ હેબીટસ..
પણ મમ્મા મને
તો મોટ્ટા-મોટ્ટા
પહાડો અને ખુબ બધા ઝાડ દોરવા
હતા, સાથે
નદી પણ..અને
એમાં ઢગલો માછલીઓ અને બોટ્સ..
નાનીસી ડ્રોઈંગ
બુકમાં આ બધું કેમ સમાય?
એટલે હું વોલ
પર ડ્રોઈંગ કરતી હતી-
એમાં શું રોંગ
અને બેડ કહેવાય? ”- ઢીંગલી
એની મોટી મોટી બદામી આંખોને
નચાવતા એના દિલનો તરંગી ખજાનો
તમારી સામે ખોલી રહી..
“બેટા
આ બધું સમઝવા માટે તું બહુ જ
નાની છે.. આપણા
સમાજમાં દિલને ગમે એ બધુજ રોંગ
છે! અને
બીજાને ખુશ કરવા કમને કરવું
પડે એ બધું રાઈટ છે.. પણ
આ રાઈટ અને રોંગ તો ફઝ્ઝી એટલે
કે સાપેક્ષ છે! મોટેભાગે
આ રાઈટ અને રોંગની બાઉન્ડરીઝ
એકજ કામ કરે છે- નવા-ક્રિએટીવ
વિચારો અને સપનાઓને જન્મતા
પહેલાજ મારી દેવાનું!
બહુ અઘરું છે,
તને હમણાં નહિ
જ સમઝાય! તું
માત્ર એટલું જ સમઝ કે તારું
રાઈટ અને રોંગ માત્ર અને માત્ર
તારે નક્કી કરવાનું છે,
એના સારા-ખોટા
પરિણામો ભોગવવાની તૈયારી
સાથે...! અલબત્ત
કુટુંબ અને સમાજના સાચા-ખોટની
ગણતરીઓને ધ્યાનમાં લઈને જ,
પણ એ જરી-પુરાણા
અને કટાઈ ગયેલા સમીકરણોને
અનુસર્યા વગર- પોતાના
દિલ અને દિમાગનો અવાજ સંભાળીને!”-તમે
ઢીંગલીના નાના દિમાગ માટે
ખુબ મોટી વાતો કહી ગયા..
પણ
કોણ જાણે એક સંતોષ અને આનંદ
સાથે ઢીંગલી ફરીથી દિલથી હોમ
વર્ક કરવા લાગી. જોકે
આ વખતે પણ એણે એના વ્હાલા
મરોડદાર અને સુંદર અક્ષરોને
ગૂંગળામણ કે ભીડ ના લાગે એ
ધ્યાન રાખીને એક લાઈનમાં ચાર
લેટર્સ જ લખ્યા!
પોતાના
સાચા-ખોટામાં
જીવવાની હિંમત અને ખુમારી
દાખવવા બદલ, હળવેકથી
ઢીંગલીની મમ્મીએ એને કપાળમાં
ચુમ્મી કરી...
***
તુમ
લોગોકી ઇસ દુનિયા મેં..
હર કદમ પે ઇન્સાન
ગલત.. મેં
સહી સમઝકે જો ભી કરું,
તુમ કહેતે હો
ગલત...
મેં
ગલત હું તો કોન સહી...?
મર્ઝી
સે જીને કી ભી મેં, ક્યા
તુમ સબકો અર્ઝી દુ... મતલબકે
તુમ સબકા મુઝ પે, મુઝસે
ભી ઝ્યાદા હક હેં.. સદ્ડા
હક ઇથ્થે રખ!
- દિલ પર હાથ મુકીને જાતને પૂછો કેટલી વાર ઉપર લખેલી લાઈન્સ જીવી અને અકળામણથી ફીલ પણ કરી છે? અને જો દિલની જગ્યાએ દિમાગ નહિ પણ દિલ જ જવાબ આપે તો, બોસ્સ- યુ સ્ટીલ હેવ લાઈફ!
આપણે
જ સમાજ છીએ, સાચું-ખોટું,
સારું-ખરાબ
આપણે જ નક્કી કરીએ છે!
અને એ સાચા-ખોટાની
પરિભાષા-વ્યાખ્યાની
બીજી બાજુ જીવવાના સપના પણ
આપણે જ જોઈએ છે!
તો
કોની રાહ જુઓ છો - સદ્ડા
હક ઇથ્થે રખ!- કહી
અને જીવી જાણો!
Comments