Skip to main content

લાઈફ સફારી~૭૯: વ્રત-તહેવાર-આસ્થા: બદલાવ જરૂરી છે!

***

મોમ, આઈ કાન્ટ ડુ ધીસ ઉપવાસ થીંગ. પ્લીઝ દાદીમાંને સમઝાવને કે મને ફોર્સના કરે.”- ટીન એજ ટબુડીએ મમ્મીની કોર્ટમાં મદદ માટે અપીલ કરી.
બેટા, તું એમ પણ તો કાયમની ડાયેટ પર જ હોય છે! ફ્રૂટ્સ અને એનર્જી શેક્સ પર તો તું જીવે છે! તો પછી આ વ્રત કરવામાં વાંધો શું છે? દાદીમાંને ખુશી થશે દીકરા!”-મમ્મીએ દીકરીને વ્યહવારિક રીતે વાત સમઝાવવાનો પ્રયાસ કર્યો.
મોમ, ડોન્ટ કમ્પેર ડાયેટ વિથ ધીસ ધાર્મિક વ્રત! ડાયેટ ઇઝ સાયન્ટીફિક! મને એક લોજીકલ કારણ આપ આ વ્રત કરવાનું!”-અકળાયેલી દીકરીએ પોતાની દલીલ રજુ કરી.
દીકરા, દરેક વાતમાં સાયન્સનું પૂછડું ના પકડાય! ધાર્મિક વ્રત પાછળ વૈજ્ઞાનિક કારણ નહિ, ધાર્મિક માન્યતા હોય. આ જયા-પાર્વતીના વ્રતમાં કુંવારિકાઓ પાર્વતીમાંને રીઝવીને ભોળાનાથ જેવા પતિની અભ્યર્થના કરે. સારા જીવનસાથીની કામના માટે આ વ્રત બધી જ છોકરીઓ કરે. તારી દાદીએ પણ આ વ્રત કરેલું અને મેં પણ! અમે તો કોઈ લોજીકલ કારણ અને એવું બધું નથી પૂછ્યું કોઈ દિવસ. બધા કરે એટલે આપણે પણ કરવાનું. નુકશાન શું છે એમાં બોલ તો?”-બધી વાતમાં દીકરીને પ્રેમથી જવાબ આપતી મમ્મી ધાર્મિક વાતોમાં દાદીના કોપને કારણે બે-જવાબ થઇ જાય.
મોમ, બધા કરે એટલે કરવાનું- ઇઝ ડમ્બ રીઝન. અને આમ કોઈ લોજીકલ રીઝન વગર કોઈ રીચ્યુઅલ ફોલો કરવાનો મારો સ્વભાવ નથી, આઈ કાન્ટ. એમાં નુકશાન છે- મારી આઈડીયોલોજીને નુકશાન થાય છે. મારા પોતાના વિચારો અને અસ્તિત્વ છે- જે લોજીકલ કે સાયન્ટીફિક કારણ વગર કઈ પણ કરવાની મને નાં પડે છે!”-સ્પષ્ટ શબ્દોમાં દીકરીએ પોતાની નામરજી રજુ કરી.
બસ આજ પ્રોબ્લેમ છે આજકાલની પેઢીનો. બધી વાતમાં સામે જીભડી ચલાવવાની અને કઈ કહીએ તો કારણ-બારણ પૂછવાના. એક વાર ઘરના વડીલ કહે એટલે કરવાનું- એવી આજ્ઞાંકિતતા ખબર નથી ક્યારે શીખશે આ છોકરાઓ.”-ભગવાનની માળા કરતા-કરતા દીકરીના દાદીમાંએ નવી પેઢીના નામના છાજીયા લેવાના ચાલુ કર્યા.
મારા વ્હાલા દાદીમાં, તમારા શબ્દો સર-આંખો પર. તમે કહો એ કઈ વાતમાં અમે નાં પાડી? પણ દરેક વ્રત કે રીત-રસમની પાછળ કોઈ લોજીકલ કે સાયન્ટીફિક કારણ હોય જ.. અને નાં હોય તો એનો મતલબ છે કે એ વ્રત કે રીત-રસમને હવે રીટાયર્ડ થવાની જરૂર છે! સમય સાથે બધું જ બદલાય- એમ તમે જ તો શીખવાડો છો. જ્યાં કુતુહલ થાય કે પ્રશ્ન ઉભો થાય ત્યાં નિસંકોચ પૂછી લેવાનું- એમ તમે જ તો કહ્યું છે! તો હું તમારું જ કહેલું અનુસરું છું ને? હવે બોલો હું આજ્ઞાંકિત છું કે નહિ?”- દાદીમાને પ્યારથી ગળે વળગીને એમની વ્હાલી પૌત્રીએ દલીલોમાં ફાંસ્યા.
બોલવામાં તને કોઈ ના પહોંચે! હવે કોઈ દલીલ નથી કરવાની. તારા લગ્ન થાય ત્યાં સુધી આ વ્રત કરવાનું છે એટલે કરવાનું જ છે! સાસરે જાય એટલે ઉજવીને પૂરું કરજે, પણ ત્યાં સુધી આ વ્રત કરવું જ પડશે!”-દાદીમાંએ સીધો ચુકાદો સંભળાવી દીધો.
લીસન દાદી ડાર્લિંગ, મને આ વ્રત સારો જીવનસાથી મળે એ માટે કરવાનું છે ને?”-દીકરીએ લોજીકલી દાદીમાંને સમઝાવવાનું શરુ કર્યું..
શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક આ વ્રત કરો તો જરૂરથી સારો જીવનસાથી મળે.”-દાદીમાંએ પોતાની આસ્થા અને વિશ્વાસ પૌત્રીને સમઝાવવાનો પ્રયાસ કર્યો.
ઓકે, તો તો ભાઈલું પણ આ વ્રત કરશે જ ને? આઈ મીન ભાઈને તો આ વ્રત કરવાની બૌ જ જરૂર છે, હી ઇઝ થર્ટી નાવ એટલે લગ્નના માર્કેટમાં એ સ્કેરી સ્ટેજમાં કહેવાયને? છેલ્લા પાંચ વર્ષોથી તમે એના માટે સુંદર-સુશીલ-સંસ્કારી-એજ્યુકેટેડ- વહુ શોધવાની કસરત કરો છો. તો સુકન્યા આઈ મીન સારી જીવનસાથી મળે એ માટે ભાઈ શ્રધા અને વિશ્વાસથી આ વ્રત કરશે તો આ વર્ષે જરૂરથી એનો મેળ પડી જશે.. હેં ને?”- એકદમ સાચી અને વાસ્તવિક વાત સીધા શબ્દોમાં નિર્ભીકતાથી દીકરી કહી ગઈ.
જો પાછી નવું લાવી. ત્રીસ વર્ષે પણ ભાઈ તો જુવાન જ કહેવાય. છોકરો કોઈ પણ ઉમરે પરણવા ઈચ્છે તો, એને ગમે એવી છોકરીઓની લાઈન લાગી જ જાય! છોકરાઓને થોડા આવા વ્રત કરવાના હોય? એમના માટે તો છોકરીઓ ભગવાનને ચોખા ચઢાવે અને ભગવાનને અછોવાના કરે!”-દાદીમાંએ એમના જમાના પ્રમાણે પુત્ર-મહિમા ગાન શરુ કર્યું.
દાદીમાં, એ જમાના ગયા જ્યારે છોકરાઓ માટે લગ્નના માંગા સામેથી આવતા અને લાઈનો લાગતી. દીકરીઓને દૂધપીતી કરનાર અને માત્ર પુત્રજન્મ માટે બાધા રાખનાર આપણા દેશમાં હવે સ્ત્રી-પુરુષનો રેશીયો અન-બેલેન્સ્ડ થઇ ગયો છે. આપણા દેશમાં કેટલા બધા રાજ્યો એવા છે જેમાં ઉંમરલાયક ઢગલો છોકરાઓ વાંઢા છે, જેમને લગ્ન માટે કન્યા નથી મળી રહી! અને આવા છોકરાઓને બીજા રાજ્યમાંથી સામેથી દહેજ આપીને લગ્ન માટે છોકરીઓ શોધી લાવવી પડે છે! અરે કેટલીયે જાતિઓમાં તો સ્ત્રીઓનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે આખા પરિવારના બધા કુંવારા છોકરાઓનું લગ્ન એક જ છોકરી સાથે કરાવવામાં આવે છે.. એટલે હવેના સમયમાં લગ્ન માટે સુ-કન્યા નહિ કન્યા મેળવવા પણ છોકરાઓએ ફાંફા મારવા પડે છે! હવે તમે જ કહો આ સારો જીવનસાથી મેળવવાનું વ્રત કરવાની જરૂર કોને છે- છોકરીઓને કે છોકરાઓને? ”-એક શ્વાસમાં ચબરાક દીકરીએ દાદીમાને આખું જેન્ડર પોલીટીક્સનું ગણિત ગણાવી દીધું!
કલયુગ, ઘોર કલયુગ! બીજું શું કહેવાય! અમે તો બેટા ભગવાનથી ડરીએ અને ધર્મ કહે એ પ્રમાણે કરીએ. અને ધર્મ કહે છે સારા એટલેકે સંસ્કારી જીવનસાથી માટે આ વ્રત કરવાનું છે. ઢગલો છોકરાઓ ભલે મળતા હોય, એમાંથી સંસ્કારી અને સભ્ય જીવનસાથી મળે એ માટે પાંચ દિવસ ભૂખ્યું રહેવું પણ પડે તો ખોટું શું છે દીકરા?”-દાદીમાં કોઈ પણ રીતે પોતાનો કક્કો સાચો કરવા મથી રહ્યા.
દાદીમાં, સંસ્કારી જીવનસાથીની તો છોકરી અને છોકરા બંને ને જરૂર છે તો વ્રત કેમ એકલી છોકરી જ કરે? શું હું સંસ્કારી નથી? તો મારા ફ્યુચર જીવનસાથીએ મને મેળવવા કયા વ્રત કર્યા હશે? અહી વાત માત્ર ઉપવાસ કરવાની નથી! તમે કહેતા હોવ તો હું પાંચ નહિ પંદર દિવસ ઉપવાસ કરું! વાત છે જેન્ડ બાયસની! જો હું સારો-પતિ મેળવવા માટે વ્રત કરું છું અને સામે છેડેનો પુરુષ આવો કોઈ પ્રયાસ નથી જ કરતો- તો શું હું સંબંધમાં મારું મહત્વ અને અસ્તિત્વ મારી જાતેજ સેકન્ડરી નથી બનાવી દેતી? આઈ મીન લાઈફ પાર્ટનર એટલે પ્રેમ-જવાબદારીઓ-વ્યહવાર-પરિવાર-લાગણીઓ બધામાં જ સરખા ભાગનો પાર્ટનર.. તો શું કરવા હું એને પરમેશ્વર ગણી એના માટે બાધા-આખડીઓ-વ્રત કરું? એના કરતા તો લગ્ન માટે છોકરાઓ જોવાના હોય ત્યારે સજાગ રહું અને પ્રાયોરીટી પ્રમાણે જીવનસાથી પસંદ કરું તો હું મારી જાતને વધુ ન્યાય આપી શકીશ અને સુખી કરી શકીશ!”-આત્મવિશ્વાસ અને ખુમારી સાથે પોતાની વાત સ્પષ્ટતા સાથે રજુ કરી રહેલી પોતાની ટીન એજ દીકરીને જોઈને એની માંની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
સીતામાતાએ પણ એના વડીલો સામે આમ વિરોધ કર્યો હોત તો શું એમને પ્રભુ રામ જીવનસાથીના રૂપે મળી શક્યા હોત? જેવી તારી ઈચ્છા અને જેવી હરિ ઈચ્છા! બીજું તો હું શું કહું?”- દાદીમાંએ લગભગ યુદ્ધ-ચર્ચા વિરામ કર્યો!
દાદીમાં, પ્રભુ શ્રીરામ રાજા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે આદર્શ હતા એ સત્ય છે! પણ શ્રી રામ જેવો પતિ મળે, એવી હું કે આજની કોઈ છોકરી ક્યારેય ઈચ્છા નહિ જ કરે! આજની પેઢીની યુવતીને સ્પાઉસ એટલેકે પાર્ટનર જોઈએ છે લાઈફ જીવવા અને માણવા - પરમેશ્વર તો ઓલરેડી દરેક ઘરના મંદિરમાં ઢગલો છે દાદીમાં! અને આવા વ્રત માત્ર સ્ત્રીઓ જ કરે છે એનું સીધું કારણ સ્ત્રીઓની ધાર્મિક ભીરુતા છે! સ્ત્રીઓને ધર્મ અને સમાજના નામે આવા તહેવારો-વ્રત અને રીત-રીવાજોમાં બાંધી રાખવાની આ વર્ષો-જૂની પ્રયુક્તિ આજકાલની પેઢી બરાબર સમઝી ગઈ છે! સો દાદીમાં, ચીલ! હું પાંચ દિવસ ફ્રુટ ડાયેટ કરીશ, તમે એને જે ગણવું હોય એ ગણજો- હું એને વ્રત ધરાર નહિ જ કહું! ”- દાદીમાને કપાળ પર પ્યારથી કીસ્સી કરીને દીકરી એક મીઠું સ્મિત વેરતી ચાલી ગઈ.. અને બહારથી ઠંડા પવનની એક લહેર આવી- જાણે બદલાવ નો પવન ફૂંકાઈ રહ્યો છે!
***
જય-પાર્વતી વ્રત કહો કે ગૌરી વ્રત કે પછી અલુણા- વિરોધ અહી આવા પવિત્ર અને ધાર્મિક વ્રત કે રીતી-રિવાજનો બિલકુલ નથી જ.
આપણે વાત માંડી છે- બદલાવ માંગતા વિચારોની! સમય સાથે રીતી-રીવાજો અને તહેવારોને પણ બદલવાની જરૂર છે!
એવા તહેવારો, રૂઢીઓ કે વ્રત જે આજના સમય અનુસાર સુસંગત નથી- એને યેનકેન જીવિત રાખવાના મરણીયા પ્રયાસો કેમ કરવા? ધર્મની ગરીમા અને મહત્તા તો જ સચવાશે જો એને વૈજ્ઞાનિક ટેકો મળશે!
Comments

Mahiru India said…
"જય-પાર્વતી વ્રત કહો કે ગૌરી વ્રત કે પછી અલુણા- વિરોધ અહી આવા પવિત્ર અને ધાર્મિક વ્રત કે રીતી-રિવાજનો બિલકુલ નથી જ."

પણ શા માટે નહિ???

Doesn't this contradict with "દરેક વ્રત કે રીત-રસમની પાછળ કોઈ લોજીકલ કે સાયન્ટીફિક કારણ હોય જ.. અને નાં હોય તો એનો મતલબ છે કે એ વ્રત કે રીત-રસમને હવે રીટાયર્ડ થવાની જરૂર છે!"

This is not my/our blog but i believe this is the place to share it (with your permission): http://govindmaru.wordpress.com/

May this help in taking even more firm stand towards what is obsolete, & most importantly, illogical (irrational).

~Nimit.
:)
આભાર વાંચવા અને તમારું મંતવ્ય આપવા!
તમને જે કોન્ટ્રાડીક્ટરી લાગ્યું છે- એ લખવા પાછળનો મારો મત એ હતો કે...
વિરોધ કોઈ તહેવાર-માન્યતા કે રીતી-રીવાજનો નથી. વિરોધ સમય સાથે ના બદલાતા વિચારનો છે! જો કોઈ રુધિ કે રીવાજ કે તહેવાર અંધશ્રદ્ધા ને કારણે ઉજવાય છે તો એને તિલાંજલિ આપવી જ ઉચિત છે!
કોઈની ધાર્મિક લાગણીઓને દુભાવવાનો નહિ પણ વૈજ્ઞાનિક વિચારસરણી સાથે ધર્મને આગળ ધપાવવાના અર્થમાં એ વાક્યો વપરાયા છે!
:)

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…