***
“ઓ.એમ.જી..
નોટ અગેઇન!”
“હે
ભગવાન, કયા
જનમનું વેર વાળો છો?”
“પ્રભુ,
ખમૈયા કરો!”
“આ
ઓફીસ ટાઈમ જ કેમ તમારો વરસવા
માટેનો ફેવરેટ ટાઈમ છે ભગ્ગું?”
“આ
ચોમાસું કેમ આટલું જલ્દી આવી
જાય છે? હું
ભગવાન બનું ને તો ચોમાસાની
સીઝનને જ સ્કીપ કરી દઉં..
આ કાદવ કીચડ,
ચીપ ચીપ થતા
કપડા, શરદી
તાવ- સો
ટેકી!”
હજુ
તો વરસાદની ધમાકેદાર શરૂઆત
થવાની બાકી છે, આજે
માત્ર ટ્રેલર જેવા ઝરમરિયા
જ વરસ્યા છે.. ત્યાં
તો ચોખલિયા, બબુચક
અને દિવેલીયા લોકોએ ભગવાનની
સામે છાજીયા લેવાના શરુ કરી
દીધા છે..
અને
ઉપર આકાશમાં પોતાના સ્વાગતની
રાહ જોતા મેઘરાજા સહેજ મૂંઝાઈ
ગયા છે..
“પ્રભુ,
થોડી થોડી વારે
શું ચેક કરો છો આ લેપટોપમાં?”-મેઘરાજાના
પી.એ.
સવારથી એમને
વ્યથિત જોઇને પૂછે છે.
“મારી
ફેસબુક ટાઇમલાઈન ચેક કરું
છું.. આ
પૃથ્વીવાસીઓ તો સાચેજ અઘરા
છે.. છેલ્લા
એક મહિનાથી ગરમીથી ત્રાહિમામ
થઈને, સુરજદાદાને
વેકેશન પર જવા અને મને મોકલવા
વિનંતીઓ કરતા હતા.. એક
વીકથી સૂરજદાદાની લીવ રીક્વેસ્ટ
આવેલી, મેં
જ ડીલે કરી કે મારે તો હજુ જવાની
વાર છે... મેં
બધાની વિનંતીઓનું માન રાખીને,
સુરજદાદાના
વર્કિંગ અવર્સ ઓછા કરી આપ્યા
અને વાયુદેવને એમનો લોડ આપીને
બેલેન્સ કર્યું... તો
પાછા મારા વ્હાલા પૃથ્વીવાસીઓ,
વાયુદેવના
જવાથી હરખાઈને કવિતાઓ બનાવી
બનાવીને મને બોલાવવા લાગ્યા..
એટલે મને પણ
વળી સહેજ પ્રેમ-ભાવ
જાગ્યો.. તો
મેં આજે સહેજ નાની અમથી એન્ટ્રી
પાડી.. અને
બધી વરસાદ-વાદળ-મેઘની
અહા-વાહ
વાળી કવિતાઓ આહ-ઓહ-નહિની
બુમોમાં કન્વર્ટ થઇ ગઈ..
બોસ, આઈ
એમ કન્ફ્યુઝ્ડ.. મારે
કરવું શું?”-લેપટોપમાં
ઉપરનીચે કૈક સ્ક્રોલ કરતા
કરતા મેઘરાજા પોતાની વ્યથા
કહી રહ્યા..
“ગુસ્તાખી
મુઆફ.. આજ્ઞા
હોય તો હું કઈ સુઝાવ આપું?”-નાના
મોઢે મોટી વાત કરવા માટે પી.એ.એ
પાણી પહેલા પાળ બાંધી.
“બોલો,
આ પૃથ્વીવાસીઓ
કરતા તો તું સેન્સીબલ વાત જ
કરીશ. મારા
નામની હાય-તોબા
કરતી પોસ્ટથી ટ્વીટર,
વોટ્સએપ અને
ફેસબુક બધું ભરી દીધું મારા
વ્હાલાઓએ .. મારા
બેટા, મને
માપમાં વરસવાનું કહે છે..
હવે એમને કોણ
સમઝાવે કે પ્રેમ અને વરસાદ
બિન્દાસ અને ધોધમાર જ
વરસે...”-મેઘરાજા
ફરી પોતાના અસલી રોમેન્ટિક
મૂડમાં આવી ગયા..
“વાહ
વાહ, શું
વાત કરી છે પ્રભુ! હા,
તો હું એમ કહેતો
હતો કે... આ
પૃથ્વીવાસીઓ આપણને કન્ફયુઝ
કરે છે.. ક્યારેક
તો- આવ
રે વરસાદ ગાઈને આપણને આવકારે,
અને ક્યારેક
વળી- રૈન
રૈન નોટ અગેઇન કહીને આપણને
ધુત્કારે પણ! તો
આપણે શું કરવું એ અવઢવનો જવાબ
આપને એમની પાસે જ માંગીએ
તો..”-ધીમે
ધીમે શબ્દો ગોઠવતો મેઘરાજાનો
પી.એ.
બોલ્યો..
“એટલે?
એમની પાસે જ
જવાબ માંગીએ એટલે?”-મેઘરાજાને
પણ હવે આ સુઝાવમાં રસ પડ્યો..
“એટલેકે
પ્રભુ આપણે રેન્ડમલી થોડાક
પૃથ્વીવાસીઓ સાથે સ્કાઇપ કે
ગુગલ હેંગઆઉટથી કનેક્ટ થઈએ,
અને એમના દિલની
વાત સીધી જ જાણી લઈએ તો?”-પી.એ.ની
વાત સંભાળતા મેઘરાજા મલકી
રહ્યા..
“મુર્ખ,
એટલે જ હું તને
ઇન્ક્રીમેન્ટ નથી આપતો.
સહેજ પણ કોમન
સેન્સ નથી ચલાવતો તુ!
હું તો ભગવાન
છું, ડાયરેક્ટ
કોલ કનેક્ટ કરી શકું છું,
તો ખાલી ખાલી
સ્કાઇપ કે હેંગઆઉટ માટે ઇન્ટરનેટ
ક્વોટા કેમ બગાડું? હા,
તારો સીધેસીધું
પૂછી લેવાનો આઈડિયા આપણને
ગમ્યો! જા
તને કેન્ડી ક્રશમાં જરૂર પડશે
તો એક લાઈફ મારા તરફથી ફ્રી..
તું પણ યાદ
કરીશ કેટલો દિલદાર બોસ મળ્યો
છે!”-અજય
દેવગણ સ્ટાઈલમાં ટ્રીમ કરાવેલી
મૂછોને વડ દેતા દેતા મેઘરાજા
બોલ્યા..
અને
મેઘરાજાએ સિકસ્થ સેન્સ ટેકનોલોજી
જેવું કઈ વાપરીને, સામેની
મોટી દીવાલ પર સ્ક્રીન જેવું
બનાવીને, અઢળક
પૃથ્વીવાસીઓમાંથી દિલથી
મેઘરાજાને સંદેશો મોકલી રહેલી
બે વ્યક્તિઓને પસંદ કરી.
***
સ્થળ:એક
પોશ એરિયાનું વિશાળકાય
મલ્ટી-મિલિયોનર
હાઉસ.
વ્યક્તિ:
દસેક વર્ષની
બાળકી
“હે
ભગવાન.. વેઇટ...
ટીચરે કીધું
હતું કે વરસાદના જુદા ભગવાન
હોય..વોટ
વોઝ ધ નેમ? હા,
યાદ આવ્યું!
ડીયર મેઘરાજા,
મારે આજે તમને
એક રીક્વેસ્ટ કરવી છે.
આઈ નો તમે પણ
મારા મોમ-ડેડની
જેમ મીટીંગસ અને પાર્ટીઝમાં
બીઝી જ હશો, તો
પણ કૈક કહેવું છે.. આઈ
વોન્ટ ટુ સે, પ્લીઝ
તમે આ વર્ષે નાં આવશો.
આઈ મીન,
વ્હાય ડોન્ટ
યુ ટેક અ વેકેશન? આઈ
એમ ટાયર્ડ ઓફ વીઝીટીંગ ડિઝનીલેન્ડ,
અને મારી પાસે
આ વર્ષે પણ ત્યાનીજ ટુર છે...
તમને જવું છે
મારી જગ્યાએ? જો
ત્યાં નહિ તો તમે યુ.એસ.
કે કેનેડા પણ
સિલેક્ટ કરી શકો, હું
પાપાને કહીશ.. હી
વિલ બાય ટીકીટસ ફોર યુ..
યુ સી,
ટાઈમ સિવાય
ડેડ બધ્ધું જ આપે મને,
હી લવ્ઝ મી અ
લોટ, આઈ
થીંક.. હા,
તો હું એમ કહેતી
હતી કે, તમને
જ્યાં મન થાય ત્યાનું વેકેશન
હું પ્લાન કરી આપું પણ પ્લીઝ
આ વર્ષે નાં વરસશો.. અને
જો વરસો જ તો એકદમ ઓછું.
આઈ નો આઈ એમ
બીઈંગ સેલ્ફીશ એન્ડ રૂડ..
આમ તો મને વરસાદ
બૌ જ ગમે.. મને
ધોધમાર વરસાદમાં નહાવાના
સપના પણ આવે.. બટ
યુ નો સપનામાં પણ મોમ વઢે કે
શરદી થઇ જશે, તાવ
આવી જશે.. અને
સપનામાં પણ હું કોરી જ રહી
જાઉં... સેકન્ડ
થિંગ, બહુ
વરસાદ પડે ત્યારે દાદીમાની
કેરટેકર નથી આવતી. આમતો
હું દાદીમાનું ધ્યાન રાખું,
એ એકલાતો મારી
સાથે વાતો કરે આખો દિવસ..
પણ યુ નો,
એમની કેર ટેકરની
ડોટર મારા જેટલી જ છે.
મને એની સાથે
રમવાની બહુ જ મઝા આવે...
બહુ વરસાદ આવે
તો એના ઘરમાં બૌ પાણી ભરાઈ
જાય, મેં
એને કીધું કે સ્વીમ કરીને આવી
જવાનું પણ... એની
પાસે સ્વિમસુટ નથી એટલે કદાચ...
એ મારી બેસ્ટ
ફ્રેન્ડ છે, પણ
બહુ વરસાદ પડે ત્યારે એ નાં
આવે અને હું ઘેર એકલી પડી જાઉં..
આમતો મારી પાસે
રૂમ ભરીને ટોયઝ છે પણ એ રમું
કોની સાથે? તો
પ્લીઝ વરસાદ ના ગોડ મારી આટલી
વિશ પૂરી કરજો.. પ્લીઝ
આ વર્ષે વર્લ્ડ-ટુર
પર જજો પણ અહી વરસશો નહિ!
થેંક યુ ગોડ!”
એક
બાર્બી ડોલની જેમ સજેલી મોંઘેરી
પણ વહાલુડી ઢીંગલી હાથ જોડીને
દિલથી ભગવાનને પ્રાર્થના કરી
રહી અને ધીમે ધીમે થોડા આંસુઓ
પણ વરસી પડ્યા..
***
સ્થળ:
ઝુપડપટ્ટીની
કોઈ ગુમનામ ગલીમાં પડું-પડું
થઇ રહેલું ઝુંપડું.
વ્યક્તિ:
દસેક વર્ષની
બાળકી.
“ભગવાન,
આજે ઘરમાં ઘી
નથી એટલે દીવો નહિ કરી શકું,
અગરબતી ચાલશેને?
એક વિનંતી
કરવાની હતી.. આ
વર્ષે ધોધમાર વરસાદ પડે અને
પુર આવે એવું કઈ કરજો ને..
બેબીબેન કહેતા
હતા કે વરસાદના પણ જુદા ભગવાન
હોય અને એમને મેઘરાજા કહેવાય,
તો તમે એમને
મારા વતી વાત કરજોને...
અને ખાસ કહેજો
કે ખુબ એટલેકે ખુબ બધો વરસાદ
પાડે... થોડોક
વરસાદ પડશે તો અમારે તો એની
એજ અગવડ રહેશે.. ઘરમાં
ગામ આખાના પાણી અને કચરો ઠલવાશે
અને હવે તો આ છાપરું પણ નામનું
જ છે... મમ્મી
કહેતી હતી કે જો આ વર્ષે ભગવાનની
દયાથી પુર આવશે તો સરકારી રાહત
ફંડમાંથી સારા એવા રૂપિયા
મળશે અને સરકારી સ્કુલમાં
રહેવા અને જમવાનું પણ મળશે!
મમ્મી કહેતી
હતી કે એ રાહતના રૂપિયામાંથી
મારી સ્કુલની ફી ભરાશે અને
મને પણ બેબીબેનની જેમ સ્કુલ
જવા મળશે. મને
બૌ ભણવું છે અને બેબીબેનની
જેમ “પોતાના ઘર”માં રહેવું
છે, જ્યાં
ચોમાસામાં છાપરું ગળે નહિ
અને પાણી ઉલેચીને મારા હાથમાં
છાલા ના પડી જાય...આમ
તો બહુ વરસાદ પડશે તો મમ્મી
અને હું કામ પર નહિ જઈએ એટલે
બેબીબેનને નહિ ગમે.. પણ
એમના ઘરવાળા એમને વિદેશ ફરવા
મોકલી દેશે એટલે એમને મારી
ખોટ નહિ જ લાગે.. હે
ભગવાન, હું
બાકીનું આખું વર્ષ કોરી રોટલી
ખાઈને તમારા દીવા માટે ઘી
બચાવીશ પણ પ્લીઝ મારી વિનંતી
મેઘરાજાને પહોંચાડી દેજો..”
થીંગડામાં
ચીંથરું વીંટ્યું હોય એવા
કપડા પહેરેલી એક માસુમ દીકરી
હાથ જોડીને પ્રાર્થી રહી,
અને ટપક ટપક
આંસુઓ વરસી રહ્યા..
***
મેઘરાજાની
આંખો ટપક ટપક વરસી પડી...
લાગણીઓમાં
નિશબ્દ થઇ ગયેલા મેઘરાજા બંને
બાળકીઓના માસુમ ચહેરાઓને
જોઇને માંડ-માંડ
કહી શક્યા- “તથાસ્તુ”..
***
આ
ચોમાસે ફેસબુકની વોલ,
વોટ્સએપ કે
ટ્વીટર પર રેઇનસોન્ગ્સ અને
વરસાદી રોમેન્ટિક શાયરીઓથી
ભીંજાવાની જગ્યાએ જાતને
સંવેદના અને માનવતાથી ભીંજવીએ
તો કેવું?
આ
વરસાદમાં ભીંજાતા તરબતર સેલ્ફી
ક્લિક કરવાની જગ્યાએ,
જરૂરીયાતમંદને
પ્લાસ્ટીકની તાડપત્રી,
છત્રી,
રેઈનકોટ,
પગરખા કે પેટ
ભરવા અન્ન આપીને મદદ કરતા
સેલ્ફી ક્લિક કરીશું?
અને શેર કરીશું
એ હાથ વધારીને, સાથે
સાથે વરસાદને વધાવવાનો મળેલો
આનંદ, કે
જેથી બીજા મિત્રો અને સ્નેહીઓ
પણ વરસાદની સાથે-સાથે
માનવતા અને મદદના સંકલ્પમાં
ભીંજાઈ શકે!
Comments