***
"ચલના
યાર કહી હીલ સ્ટેશન પે ચલતે
હેં. થોડા
રિફ્રેશ હો જાયેંગે..."- ગલ્લે
બેઠેલો એક નવરો બીજા નવરાને
સજેસ્ટ કરે છે!
બીજો
નવરો કોલ્ડ ડ્રીન્કની બોટલ
ખોલી, પહેલાવાળાને
આપે છે. બંને
જાણે અમૃત પિતા હોય એમ એક્સપ્રેશન
આપે છે.. અને
બીજો નવરો પહેલાવાળાને પૂછે
છે-"કયું
હો ગયા ના ફ્રેશ! લા
અબ દસ રૂપે, તુજે
હિલ સ્ટેશન ઘુમાનેકે!"
- ટીવી
પર ચાલતી એડવર્ટાઇઝ જોઈને
પતિદેવ તમને ઈશારો કરે છે-"જો
તને બહુ ફરવા જવાનો શોખ છે,લઇ
આવ એક લીટર કોલ્ડડ્રીંક અને
ફ્રેશ થયા કર!"
અને
તમે હસતા હસતા કહી જાવ છો
કે -" હા, આ
વેકેશનમ ફરવા તો જવું છે.. તું
આવીશ સાથે તો ગમશે!અને
તું નહિ આવે તો બહુ ગમશે!"
તમારા
શબ્દોનો અર્થ કાઢવામાં પતિદેવ
અટવાઈ જાય છે અને..
"એટલે
તું એકલી ફરવા જઈશ એમ? લાઈટ
બિલ કે ટેક્સ ભરવા જવાની વાત
નથી કે એકલી જવાની! રસ્તા
તો બરાબર યાદ રહેતા નથી અને
મેડમને એકલા ફરવા જવું છે!"-એક
કટાક્ષ કરીને સંતોષ પૂર્વક
પતિદેવ ન્યુઝપેપરમાં બીઝી
થઇ જાય છે!
અને
ખબર નહિ આજે પતિદેવનો કટાક્ષ
તમને દુખી નથી કરી શક્યો.
" રસ્તાઓ
મહેસુસ કરવા હોય છે યાદ કરવા
નહી! અને
તને જેલસ ફીલ થાય છે ને? કે
તારા વગર હું એકલી કઈ રીતે
ફરવા જઈ શકું? હું
તારા વગર એકલી કઈ રીતે ખુશ થઇ
શકું?"-તમે
પતિદેવના હાથમાં રહેલું
ન્યુઝપેપર સહેજ નીચું કરીને
આંખો પલકારતા કહ્યું.
"તું
અને તારી સાહિત્યિક વાતો! તું
એકલી ફરવા જઈને આવ, પછી
હોશિયારી કરજે! તને
તો એમ પણ કેટલું બોલવા જોઈએ.. એકલી
જઈશ તો વાતો કોની સાથે કરીશ? કંટાળી
જઈશ."-તમે
જાણે મજાક જ કરી રહ્યા છો એમ
સમઝીને પતિદેવ હજુ તમારી
પ્રોપોઝલને હળવાશથી લઇ રહ્યા
છે!
"હું
મારી જાત સાથે વાત કરતા શીખી
ગઈ છું! તે
કોઈ દિવસ પોતાની જાત સાથે વાતો
કરી છે? તમે
જયારે પોતાની જાત સાથે ખુશ
રહેતા શીખી જાઓ છો- તમે
કદાચ સાચા અર્થમાં ઈન્ડીપેન્ડન્ટ
થઇ શકો છો!"- તમે
બદામી આંખોમાં એક નવી ચમક સાથે
કહી ગયા.
"હેવ
યુ ગોટ મેડ? પહેલા
તો મને ડાઉટ હતો.. હવે
આઈ એમ વેરી શ્યોર! કૈક
લોચો છે! પોતાની
જાત સાથે વાતો કરવી એન્ડ ઓલ! બહુ
બુક્સ વાંચે એ લોકોનું આમ જ
ચસકી જાય- એટલે
હું કહું છું તને.. સ્ટોપ
રીડીંગ ધીસ બુક્સ."- વ્યાપાર
અને વ્યહવાર જીવતા પતિદેવને
લાગ્યું કે કારેલીબાગમાં
તમને જમા કરાવવાના દિવસો
આવવાના લાગે છે!
"આઈ
એમ ડેમ સીરીયસ એન્ડ મારું કઈ
ખસી ગયું નથી! આઈ
ફીલ ધ ઓન્લી પર્સન યુ કાન્ટ
ચીટ ઇઝ યોરસેલ્ફ! ધ
ઓન્લી પર્સન ધેટ વિલ નેવેર
લીવ યુ અલોન ઇઝ યુ-યોરસેલ્ફ! એન્ડ
ધ ઓન્લી પર્સન ધેટ કેન મેક યુ
હેપ્પી ઇસ યુ ઓન્લી!"
- તમે
ચાનો કપ હાથમાં લઈને કૈક ભારે
ભારે વાતો કરી ગયા.
"ઓ
પ્.પુ.ધ.ધુ.૧૦૮હેપ્પીવિથસેલ્ફ-દેવીજી. તમારું
ભાષાણ પૂરું થયું હોય તો.. આઈ
ટેક યોર લીવ! તમારા
લવારા તમને મુબારક!"- અને
બગાસું ખાતા ખાતા પતિદેવ
બેડરૂમ તરફ જઈ રહ્યા.
તમે
જાત સાથે મળેલી આ મુમેન્ટસ
માણવા રીમોટ હાથમાં લીધું
અને તમને ગમતી મ્યુઝિક ચેનલ
ચાલુ કરી..
"મેં
ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે
કરતે હેં.. તુમ
હોતી તો કેસા હોતા.. તુમ
યે કહેતી, તુમ
વો કહેતી, તુમ
ઇસ બાત પે હેરાન હોતી, તુમ
ઉસ બાત પે કિતના હસતી.."- અમિતાભ
બચ્ચનનો હસ્કી અવાજ અને
કભી-કભીની
આ નઝમ તમને હંમેશથી ખુબ ગમે.
પણ
આજે જાણે દિલના ગમવાના ફીલ
કરતા દિમાગનું લોજીક વધુ હાવી
થઇ ગયું! અને
દિમાગ દિલને પૂછી રહ્યું-
" મેં
ઓર મેરી તન્હાઈ બંને છે જ તો
દુખ શું છે? કેમ
ખુશ થવા સાથે "કોઈ" ની
હાજરી કમ્પલસરી છે?કેમ
જાત સાથે મહામહેનતે મળેલી
મુમેન્ટસ પણ આપણે કોઈના
વિચારોમાં અને ભૂતકાળ કે
ભવિષ્યકાળના વમળમાં ખોઈ દઈએ
છે?
" ..
અને
તમે ચેનલ ચેન્જ કરો છો, મુડ
ચેન્જ કરવા.
અને
શાનનો અવાજ અને તમારું મનગમતું
ગીત વાગે છે-
"તન્હા
દિલ તન્હા સફર, ઢુંન્ઢે
તુજે ફિર કયું નઝર.."
અને
હવે દિલ દિમાગને પૂછે છે-
"ભીડમાં
પણ એકલો રહેતો માણસ, એકલતામાં
કેમ પોતાની જાતને નહિ શોધતો
હોય? શું
બીજાની કંપની-સાથ
એટલો જરૂરી છે? અને
છે તો એકલતામાં માણસ પોતાની
જાતને,પોતાના
સપનાઓને , પોતાની
ખુશીઓને કેમ નથી શોધતો? કોઈ
બીજાનું પોતાના પર આટલું બધું
આધિપત્ય શું સાચેજ જરૂરી છે?"
વિચાર્યુદ્ધમાં
રિમોટનું બટન ફરી દબાય છે અને
સંભળાય છે ફરી અમિતાભ બચ્ચનનો
ઘેરો મેસ્મરાઈઝ કરતો સ્વર. જે
કહી રહ્યો છે-
"જબ
કાલી ઘટા છાયે. અંધેરા
સચકો નિગલ જાયે. જબ
દુનિયા સારી ડરકે આગે સર અપના
ઝુકાએ.. તું
શોલા બનજા.. જો
ખુદ જલકે જહાં રોશન કરદે. એકલા
ચાલો રે.."
અને
દિલ અને દિમાગ બંને મૂંઝાય
છે કે-
"શું
દુખી, પીડિત, શોષિત
હોય એ અવસ્થામાં જ એકલા રહેવું
જોઈએ? શું
તમે ફૂલ મુડમાં હોવ, એકદમ
ખુશ મિજાજ હોવ, કૈક
નવું કરવાની- અનુભવવાની
ઇન્તેજારી હોય ત્યારે એકલા
ના રહી શકાય? એકલા
હોવું એટલે દુખી હોવાનું
સમાનાર્થી કેમ માનવામાં આવે
છે?"
અને
મ્યુઝીક ચેનલથી નિરાશ આંગળીઓ
મુવી ચેનલ સિલેક્ટ કરે છે.
અને.. તમારા
દિલ અને દિમાગ બંનેને બધા
પ્રશ્નોના સચોટ જવાબ મળી જાય
છે!
અડધે-પડધેથી
જોવાનું શરુ કરેલા મુવીમાં
હિરોઈન એક પેમપર્ડ-વેલ્ધી
ફેમિલીની સિમ્પલ-સુંદર-સુશીલ-સંસ્કારી-ઘરરખ્ખુ
યુવતી છે. આખી
જિંદગી માં-બાપના
અને સગાઇ પછી મંગેતરના નિર્ણયો
પર શ્વાસ લેતી રહી છે. ક્યારેય
પાસેના બગીચા કે રસ્તાની
સામેની દુકાનમાં પણ એકલી નથી
ગઈ. એ
લજામણીના ફૂલ જેવી પરિવાર
અને પ્રિય પાત્ર પર સંપૂર્ણ
આશ્રિત હિરોઈન અણધાર્યા
કારણોથી પોતાના લગ્ન તુટતા,હતાશામાં
એકલીજ પોતાના હનીમુન-વેકેશન
પર જાય છે. પોતાના
શહેરના રસ્તાઓ પણ ભાઈ કે સહેલીની
આંગળીએ ફરેલી ગભરુ હિરોઈન
પેરીસ અને આમ્સટ્રડામના રસ્તાઓ
પર એકલી રખડે છે, પુરા
દિલથી અને અમર્યાદ્ આઝાદીથી
જીદંગી ખરા અર્થમાં "જીવે" છે! જે
લાઈફ લેસન્સ હિરોઈન પોતાના
મોટ્ટા કુટુંબના વ્હાલ-સંભાળ-પ્રેમમાં
નથી શીખી શકતી, જે
અનુભવો તે પોતાના પઝેસીવ
મંગેતરની મનાઈથી નથી માણી
શકતી, લાઈફ
જીવવાના જે ફંડા એને એની સંસ્કાર
અને મર્યાદા એને નથી શીખવા
દેતા એ એને પોતાની જાત દ્વારા
શીખવા મળે છે! અજાણ્યું
શહેર, અજાણ્યા
લોકો અને અનપ્લાન્ડ જર્ની
હિરોઈનની ઓળખાણ એની પોતાની
જાત સાથે, પોતાના
સપનાઓ, પોતાની
ખુશીઓ અને પોતાના અસ્તિત્વ
સાથે કરાવે છે- જે
બીજાના ગમા-અણગમાથી
સ્વતંત્ર છે! "ક્વીન" મૂવીની
હિરોઈન રાની પોતાની જાતની
દોસ્ત બનીને,પોતાની
જાતને પ્રેમ કરીને, પોતાની
જાત સાથે ખુશ રહીને- સાચા
અર્થમાં કોઈ રજવાડાની રાણી
પણ જેની મહોતાજ હોય એવી આનંદ
અને આઝાદીની દોલત મેળવે છે.
અને
તમે પોતાની જાતને પ્રોમિસ
કરો છો- આવુજ
એક મસ્ત-ઢીંચાક-રાપ્ચીક
હનીમુન, પોતાની
જાત માટે,માત્ર
અને માત્ર પોતાની જાતને પ્રેમ
કરવા..
***
ભીડમાં
એકલા રહેવા કરતા શું એકલતામાં
જાત સાથે ગોઠડી માંડવાનો આનંદ
લેવો વધુ મધુરો નથી?
ટ્રાય
કરીએ એક હનીમુન-વેકેશન
પોતાની જાત સાથે.
અઢળક
ફુરસદની પળો ગમતું કરવા, ખુલ્લી
આંખે સપના જોવા, રેતીમાં
આંગળીઓ ફેરવી નામ લખવા,પહાડોમાં
એઇમલેસ રાખડી થાકીને લોથપોથ
થવા, નદીના
લીલવાળા છીછરાપાણીમાં પગ
હલાવી છ્પ્પાક-છપ્પાકનું
નેચરલ મ્યુઝીક સંભાળવા, આખી
રાત જાગીને નોવેલ પૂરી કરવા
અને સવારે ઉગતા સુરજને જોઈ
તારાઓ ગણી- કુંભકર્ણની
જેમ ઊંઘવા, અજાણ્યા
રસ્તાઓ પર અજાણ્યા મિત્રો
સાથે ફોટા પડાવી એ સોનેરી
યાદોને કાયમ માટે સંઘરવા..
- આ
લીસ્ટ તો પૂરું નહિ જ થાય...
પણ
હા, કદાચ
આ ટ્રાય કરીશું તો એકલા પાડવામાં
દુખ નહિ લાગે અને એકલા હોવું
એ ઉત્સવ લાગશે -આનંદ
અને આઝાદીનો ઉત્સવ!
Comments