*****
ઘડિયાળના
કાંટાઓ સાથે દોડતી-ભાગતી
ઝીન્દગીમાં એક દિવસમાં અઢળક
રોલપ્લે કરનાર આપણે, રોજ-બ-રોજ
લગભગ પોતાના સિવાય બધીજ વ્યક્તિઓ
અને વસ્તુઓને પ્રાયોરીટી
આપીએ છે! જાણે આપણા
ચોવીસ કલાકના દિવસમાં એક
પ્રાયોરીટી કયુ છે, જેમાં
“હું” છેક છેલ્લે આવે છે..
આજે વર્ષો પછી મારા
“હું” નો દિવસ છે! આજે
“હું” ના તો દીકરી છું, ના
વહુ.. આજે “હું” ના
તો પત્ની છું કે ના તો માં!
આજે “હું” ન તો પ્રોફેસર
છું કે ના બ્લોગર.. આજે
“હું” જે રોજ જ હોઉં છું એ કૈજ
નથી! આજે “હું” છું
– માત્ર “હું”, સારા-ખરાબ,
સાચા-ખોટા,
આઇડીયલ-ઓફીશીયલ,
પ્રિય-તિરસ્કૃત-
બધા લેબલ્સની પેલે
પાર...
“હું”
આજે નવરાશથી મારી જાતને પેમ્પર
કરીશ, પ્રેમ કરીશ
અને ગમતું બધું જ કરીશ, બીજા
કોઈની પણ ચિંતા કર્યા વગર!
“હું”ને ચાહવાના આ
દિવસમાં આજે “હું”ને ગમતું
બધુ જ કરવાનું છે, નિરાંતે
અને દિલથી! “હું”ની
ફરમાઈશોનું લીસ્ટ લાંબુ છે,
પણ એના ઇન્તેઝારની
અવધિ પણ લાંબી જ તો છેને!
ઘણી
વાર એકલતા જાત સાથે જીવવા અને
જાતને પ્રેમ કરવાનો સમય આપે
છે! એકલતામાં
બીજાના ગમા-અણગમાની
પરવા કર્યા વગર પોતાને મોજ
પડે એ કરવાની આઝાદી મળે છે!
એટલે
આજે “હું” નિરાંતે એ બધું જ
કરીશ જે રોજ ઘડિયાળના કાંતે
દોડવામાં ચુકી જવાય છે!
ન્યુઝ પેપર...,
લગભગ એક
દાયકાથી ન્યુઝપેપર મોડી રાતે
કામ પતાવીને,
જો થોડી
ઘણી એનર્જી બચી હોય તો જ વંચાય
છે! દિવસના
અંતે જ્યારે ન્યુઝ વાસી થઇ
જાય ત્યારે જાણે એક ફોર્માલીટીની
જેમ ન્યુઝપેપર પર નજર ફરે છે!
આજે એક દિવસની
આ આઝાદીમાં વહેલી સવારે જ
ન્યુઝ પેપર વાંચવું છે એમ
વિચારીને “હું” ન્યુઝપેપર
હાથમાં લે છે!
અને અચાનક
હસી પડે છે,
એમ વિચારીને
કે- " આજે
તો મંગળ વાર...,
આજે તો મહિલા
વિશેષ પૂર્તિ હશે!
એમાં તે
વળી શું વાંચવાનું?
ટાઈમ પાસ
કરવા પણ જો એ ભૂલથી વંચાઈ જાય
છે તો મનમાં એક ચચરાટ થઇ જાય
છે, એક
તો સમય બગડ્યાનો અફસોસ અને
બીજો પોતે નોર્મલ સ્ત્રી નાં
હોવાનો અપરાધભાવ!"
મન ચકડોળે
ચડ્યું અને અનિચ્છાએ પણ પૂર્તિના
પાના ફેરવી કૈક વાચવા યોગ્ય
મળે તો..ની
શોધ આરંભાઈ...
એક એક પેજ ફરતું
ગયું અને માત્ર ટાઈટલ વાંચીને
પણ દિલ અને દિમાગ કૈક રમુજ અને
ટકોર કરતા ગયા..
કેવી સ્ટોરી
અને કેવી રમુજ?
આવો તમને
પણ કહું...
- “પતિને
કેવી રીતે ખુશ રાખવો!”
દિમાગ હસીને
ટકોર કરે- શું
સાસુમાંને ફોન કરીને આ ઉપાય
પૂછવો વધુ અસરકારક ના રહે?
લેખને
અનુસરતા મોટેભાગે "આપણાવાળા"ની
જગ્યા એ "બીજીનો"
પતિ ખુશ થઇ
જવાની સંભાવના વધુ રહે છે!
- “મનના
માણીગરના મન સુધી પહોંચવાના
રસ્તા!”
અને દિમાગ
દિલને પૂછે-
જી.પી.આર.એસ.
અને ગુગલ
મેપના જમાનામાં હજી જરી પુરણા
રસ્તા અનુસરીએ તો મૂરખ કોણ?
- “નોકરિયાત મહિલાઓની
જાતીય સતામણી”
અને દિલ સહેજ
ગભરાઈને દિમાગને કહે છે-
આવા આર્ટીકલ્સમાં
એ હદે અને શબ્દોમાં બિનજરૂરી
કાલ્પનિક ઘટનાઓનું પિષ્ટ-પીંજણ
કરાય છે કે-
કદાચ કોઈને
નાં આવડતું હોય તો તેને પણ
જાતીય સતામણી કરતા આવડી જાય!
અને અંતે
નોકરિયાત સ્ત્રીઓ માટે
હદ-સરહદ-વાડા
નક્કી કરી, તેમણે શું
શું નાં જ કરવું જોઈએ એની લાંબી
લચક યાદી પકડાવી દેવાય છે એ
નફામાં!
-“ઘરની
સજાવટ માંગે માનુનીની માવજત”
દિમાગ ફરી
કટાક્ષ કરી પૂછે છે કે-
આ માનુની
એટલે કોણ? અને
જે રીતે દેશ-વિદેશનાં
હોમ-ડેકોરના
મેગેઝીનઝમાંથી આવા આર્ટીકલમાં
સીધું કોપી-પેસ્ટ
કરાય છે, જો
એને અનુસરીએ તો "ઘર"ની
સજાવટમાં "વર"ની
પતાવટ તો ચોક્કસ જ થઇ જાય!
-“ત્વચા
ની સંભાળ”
દિલ વિચારે
છે કે ત્વચાની સંભાળ શું
દુનિયાનું સૌથી મહત્વનું કામ
છે? અને
જો તમારી ત્વચા સારી નથી,
દેખાવ સારો
નથી- તો
તો તમે ગયા કામથી!
અને દિમાગ
ગણતરી માંડે છે કે-
અહી લખેલા
સુચનો અમૂલમાં મુકવા ૨૪ કલાકના
દિવસને કેટલો લાંબો કરવો પડશે
કે પછી અઠવાડિયામાં કેટલા
દિવસ છુટ્ટી મારવી પડશે!
પાછુ આ
નૈસર્ગિક ઉપચારોવાળા ત્વચાને
નિખારતા આર્ટીકલની નીચે
કોસ્મેટિક સર્જરી અને લે-ભાગું
સ્કીનક્રીમસની પેઈડ જાહેરાતતો
કયા લોજીકથી મુકાતી હશે?
-“હવસની
આગ - લઘુ
કથા”
દિલ
“નો કમેન્ટ્સ” કહીને સાયલેન્ટ
મોડમાં જતું રહે અને દિમાગ
અકળાઈને પૂછે કે આ કથા છે કે
સેક્સ્વ્યથા?
- “શયનેષુ રંભા
: પતિની
પસંદ બનો!”
દિલ તો હવે
ચુપ જ છે પણ દિમાગ ગુસ્સે થઈને
માત્ર એટલું જ પૂછે-
પત્નીની
વાત કરો છો કે પ્રોસ્ટીટ્યુટની?
અને આ સૂચનોનો
અમલ કરીને કોના પતિની પસંદ
બનવાનું છે?
......................................................
ક્રેપ ...
ક્રેપ..
.ક્રેપ...
“હું” અકળાઈ
જાય છે! “હું”
ઉભી થઇ, ફ્રીઝમાંથી
એક ચિલ્ડ બોટલ કાઢી પાણી પીને
દિમાગની ગરમીને ઠંડી પાડવાનો
પ્રયાસ કરે છે!
“હું” કૈક
સારું વાંચવાની શોધમાં બેડરૂમના
કોર્નરમાં ગોઠવેલા બૂક શેલ્ફ
તરફ નજર માંડે છે..
આમ તો વાંચવાના
મુડનું તો મર્ડર જ થઇ ગયું છે,
તો પણ..
ખુબ પ્રેમથી
જે પુસ્તક ખરીદાયું છે,
પણ વાંચવાનો
સમય હજુ સુધી નથી મળ્યો એ
બક્ષીબાબુનું પુસ્તક “હું”
બુકશેલ્ફમાંથી લે છે અને...દિલને
ખુશી થાય છે-
હાશ...
દિમાગને
થોડો પોષક આહાર મળશે!
“હું” આદત
મુજબ પુસ્તક વાંચવાનું શરુ
કરતા પહેલા ઉપર-ઉપરથી
પાના ફેરવતા એક હાઈ લાઈટ કરેલો
પેરેગ્રાફ જુએ છે..
"સ્ત્રીના
ચાર પ્રકારના ભેદપ્રભેદ
શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા
છેઃ “પદમિની”,
“ચિત્રિણી”,
“હસ્તિની”
અને “શંખિણી”.
આમાં એક
નંબર બેસ્ટ છે અને ચાર નંબર
વર્સ્ટ છે.પણ
બીજો અને ત્રીજો નંબર મધ્યમ
છે.આ
ચારેય લક્ષણૉ કળિયુગમાં એક
જ સ્ત્રીમાં મળી રહે છે.એને
ઓફિસગર્લ કહેવામાં આવે છે."
“હુ” નિરાશ
થઇ જાય છે અને પુસ્તકને એક
આક્રોશ સાથે પાછું શેલ્ફમાં
મુકે છે.
ચકડોળે ચઢેલું દિલ
વિચારે છે ...Top
of Form
જો
"બક્ષી
સાહેબ" જેવા
પીઢ પુરુષ પણ આવું માનતા હોય
તો....
દિમાગ
દિલને સમઝાવી રહ્યું કે કદાચ
બીજા કોઈ સંદર્ભમાં કે અર્થમાં
કહેવાયું હોઈ શકે..
પણ દિલને
તો ચચર્યું જ!દિલને
એક પ્રશ્ન મૂંઝવી રહ્યો,
કે આજની
વુમનનું અસ્તિત્વ,
ઓળખાણ અને
પસંદગી શું છે?
પ્રિન્ટ
અને ઈ-મીડિયા
દ્વારા વખતો વખત જાણે અજાણ્યે
કેમ આવો અન્યાય કરાય છે?
શા
કારણથી સુંદર-સુશીલ-સભ્ય-સહનશીલ-કુટુંબપ્રિય
વિગેરે આદર્શતાની વ્યાખ્યાઓ
મારી મચડીને ન્યુઝ-પેપર,
મેગેઝીન્સ,
ટીવી-સોપ્સ
દ્વારા આજની સ્ત્રીને ગળે
ઉતારવાનો પ્રયાસ કરાય છે?
ઘર,
કુટુંબ અને
જવાબદારીઓ પૂરી કરવા-
કામ કરતી
કે આખો દિવસ ઘરમાં નાના-મોટા
કામમાં રચી-પચી
રહેતી સ્ત્રીની વાંચનની પસંદગી
શું એ જાતે જ કરે છે?
કે પછી
જાણી-જોઈને
એમને એ જ વંચાવવામાં અને એ
રીતે સમઝાવવામાં આવે છે જે
વ્યાખ્યા-ઓળખ
સદીઓથી સમાજ સ્ત્રી પાસે ઈચ્છે
છે?
--
શું મહિલા
"ટેક
સેવી" નથી
હોતી? છતાં
કેમ આધુનિક ગેજેટ્સ અને
ટેકનોલોજી જે કામકાજી મહિલાઓ
કે હોમ મેકર સ્ત્રીઓની જીવનશૈલી
સુધારી શકે છે તેને મહિલા
વિશેષ પૂર્તિ કે મેગેઝીન્સમાં
સ્થાન નથી મળતું?
--
શેર બજાર,
એલ.આઈ.સી,
પ્રાઇવેટ કે
ગવર્મેન્ટ બેંકમાં કામ
કરતી મહિલાઓથી લઈને ઘરને
સહજતાથી ચલાવતી હાઉસ વાઈફ પણ
મની મેનેજમેન્ટમાં માહેર
હોય જ છે.. છતાં
એકાઉન્ટ, બચત,
નવી નાણાકીય
યોજનાઓ , શેર
બજારના પ્રવર્તમાન પ્રવાહો-
કે જે હાઉસ
મેનેજ્મેન્ટ માટે ટુકા કે
લાંબા ગાળે મદદરૂપ થઇ શકે
એ અંગે કેમ સ્ત્રી વિશેષ
પૂર્તિ-
મેગેઝીન્સમાં
ચર્ચા નથી કરવામાં આવતી?
--
ઘર અને
કુટુંબ વચ્ચે સંવાદ સાધવાની
પળોજણમાં પોતાની જાતને ઘસી
નાખતી કામકાજી મહિલા કે હોમ
મેકર્સને રોજ-બ-રોજ
નડતી શારિક-માનસિક-સોશિયલ
સમસ્યાઓનો પ્રેક્ટીકલ ઉકેલ
અને સાયકોલોજીકલ સલાહ-સુચનની
કોલમ કદાચ સેક્સ-સમસ્યા
કરતા વધુ જરૂરી નથી?
શું કોઈ
નામાંકિત મનોચિકિત્સકની કટાર
મહિલા વિશેષ પૂર્તિકે મેગેઝીનને
ચાર ચાંદ નાં લગાવી શકે?
પ્રેમ-લાગણી-વિરહની
કવિતાઓની આગળ શું સ્ત્રીઓ
સાચે જ નથી અનુભવતી-વાંચતી?
--
માત્ર પતિ
દેવો ભવ: ના
જાપ કરાવતી કોલમ કરતા સ્ત્રીને
પોતાનું મહત્વ સમજાવતી અને
એ વધારવા માર્ગદર્શન આપતી
કોલમ શું ગૃહિણી અને વર્કિંગ
વુમન બંનેની ગરિમા નાં વધારે?
--
શું ધડ માથા
વગરની વલ્ગર વાર્તાની જગ્યાએ
પ્રખ્યાત અને પ્રેરણાદાયી
સ્ત્રીઓના જીવનચરિત્ર કે
મુલાકાત વધુ રસપ્રદ ના રહે? કદાચ
હા ... કદાચ
ના...પણ
પ્રયત્ન તો થઇ શકે ને?
પણ
શરૂઆત કોણ કરશે ? કદાચ
આજની સ્ત્રી જ કરી શકે-
પ્રશ્ન
પૂછીને, જવાબ
અને બદલાવ માંગીને!
***
***
ગુજરાતી
ન્યુઝ પેપર અને મેગઝીન્સમાં
આવતા સ્ત્રીવિશેષ લેખ અને
પૂર્તિ જોઈને કાયમ એક પ્રશ્ન
થાય છે કે- "
આજની સ્ત્રીઓને
નોર્મલી આવા જ આર્ટીકલ્સ ગમતા
હશે? કે
પછી એ નોર્મલ
ફીમેલની ડેફીનેશનમાં
“હું” ફીટ નથી થતી?
જવાબ હજુ નથી
મળ્યો!
Comments
એની વે...ગ્રેટ આર્ટીકલ.
વન રીક્વેસ્ટ- કોમેન્ટ માં રોબોટ નહી એ પ્રૂવ કરવું પડે છે. એ સેટિંગ ચેન્જ કરી દો. :)