***
" હેય
ડી-કંપની
ના ડોન, બૌ
દિવસે દેખાયા ને કઈ? બૌ
રખડપટ્ટી કરી કે શું ? કંપની
એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે
તો ગોવા કે
કાશ્મીર ની ટુર મારી આવ્યા
કે શું ?
" - બૌ
દિવસે દિવાને જોઈ ને અનાયાસે
જ આદત પ્રમાણે તમારી ફૂટપટ્ટી
ખેંચાઈ ગઈ.
"ના
યાર, ઘરે જ
હતી!
"- એક
ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે
બોલી શકી જાણે।
દિવાના
અવાજનું એ અલ્લડપણું અને
ઝીરો ફીગરમાં [ખરેખર તો
માઈનસમાં !!!] પણ
ધડ્ક્તી એ સિક્સ પેકની હિંમત
આજે જાણે હડતાલ પર છે!
"ડી
કંપની "- એટલે
કે દિવા, એની સરનેમ રાઠોડની
જગાએ જો દવે, પટેલ
કે મન્સૂરી હોત તો પણ કદાચ એના
તોફાન અને કારનામાંથી એને આજ
પદવી અને ઉપનામ મળ્યું હોત!
અસલ
બરોડાના પાણીમાં વિદ્યાનગરની
આઝાદી અને સુરતનો મિજાજ મળે
તો જે કોકટેલ બને એ જ તો "દિવા"...
એવી
મહાન હસ્તી જે છેલ્લા ૩-૪
વર્ષથી ભિલાડ એક્સપ્રેસ
થી સયાજી એક્સપ્રેસનું
સવારે ૭ થી રાતે ૧૦નું ભાંગીને
ભુક્કો કરી નાખે એવું અપડાઉન
પણ સહજતાથી અને હસતા રમતા કરે
છે!
"આજે
આટલી ભીડ છતાં તમે કોઈ
એન્કાઉન્ટર નથી કર્યું,
તે
આજે બોસને કઈ નરમ ગરમ છે? આજકાલ
તમારે ડોન લોકોને કઈ રોજા / ઉપવાસ
ચાલે છે?
"- ઝીરોથી
માઈનસ ફિગર તરફની દિવાની સ્પીડ
છેલ્લા મહિનામાં એટલી વધી
છે,
કે
એને હવે તમે બધા વિન્ડો સીટ
પર નથી જ બેસવા દેતા ... એ
ઉડી જાય એ બીકે!
[ વિન્ડો
સીટ પચાવી પાડવાનું બહાનું
જ તો!
]
" ના, તબિયત
નથી સારી.. હવે
યાર,
અપ-ડાઉન
નથી થતું! બરોડામાં
જેવી મળે એવી જોબ લઇ લેવી છે..
"- એ
આંખોમાં તમને દેખાઈ કેરિયરને
ડાઉન ટ્રેકમાં જાતે મુકવાની
નિરાશા, અને
દિમાગમાં વધુ તબિયત ખરાબ ના
થાય એનું ધ્યાન રાખવાની
એલર્ટનેસ!
" "ડી", જ્યાં
સુધી તુ જોબ નહિ છોડે, યુ
વિલ નોટ હેવ ટાઈમ ટુ સર્ચ ફોર
ન્યુ જોબ! સો, તુ
માઈનસ ફિગરમાંથી ઇન્વિસિબલ
થાય એ પહેલા ક્વીટ એન્ડ હેવ
સમ ટાઈમ વિથ યોરસેલ્ફ !"
- તમારી મજાક
મસ્તીની ટ્રેનનું સીરીયસનેસના
સ્ટેશન પર અચાનક સાઈડીંગ થયું।
"આઈ
કાન્ટ ક્વીટ દી...
" - આજે
જાણે શબ્દોની જગાએ
એનો અજંપો , રુન્ધાયેલી
લાગણીઓ અને અટવાયેલો ડૂમો
આંસુઓની સાથે અનાયાસે વહી
રહ્યો..
"ચાલ, ઇફ
યુ આર ફ્રી, લેટ્સ
ગો ફોર કોફી.."
- ઘડિયાળનો
કાંટો તમને ઓફીસ માટે મોડું
થશે એમ ભાન કરાવતો હતો પણ
પ્રોફેશનાલિઝમમાં રંગાયા
પછીયે દિલના એક ખૂણે રહેલી
સંવેદના મિત્રને ટેકો કરવા
સાદ કરી રહી હતી!
ઘણી
વાર જે વાતો શબ્દો નથી કરી
શકતા એ મૌન અને ભીની આંખો
કરી જાય છે!
દિયાની
ભીની આંખોમાંથી જ્યાં સુધી
એની વેદના અને અકળામણ વહેતી
રહી,
તમારી
આંખો એ લાગણીભીની લીપીને
ઉકેલવા મથતી રહી..
આખરે
જયારે ભીનાશ ખૂટી ત્યારે શબ્દો
ફૂટ્યા- "દી, છેલ્લા
એક વર્ષથી તબિયત સતત ખરાબ રહે
છે, ડોક્ટર્સ
સતત કહી ચુક્યા છે કે આટલો
શ્રમ મારું બોડી સહી શકે એમ
નથી.. અને
ખરું કહું તો હું પણ હવે કંટાળી ગઈ
છું.. જવાબદારી, જવાબદારી
અને માત્ર જવાબદારી?
...."
દિવાની
આંખો અહી તહી ભટકાઈ રહી.... અને
એની માંડ કોરી થયેલી આંખોમાં
ફરી વેદના ડોકાઈ..
પાસેના
જ ટેબલ પર એક યંગ કપલ આવનારી
લાઈફના મઝાના સપના જોઈ રહ્યું
હતું તો સામેના ટેબલ પર અમારી
સાથેજ રોજ-બ-રોજ
મુસાફરી કરતી બે નોકરિયાત
યુવતીઓ નવી મળેલી જોબનો પગાર
કેવી રીતે ઉડાવવો એના શેખચલ્લી
ખયાલોમાં વ્યસ્ત હતી...
"દી, દિલ
કહે છે આજે જ જોબ છોડી દઉં..
ઇવન
મેં ઘરે મારું આ ડીસીઝન
ડીકલેર પણ કર્યું.. પણ
બધા નાં પાડે છે,
કે
આમ આટલી સારી જોબ છોડવી ગાંડપણ
કહેવાય! જ્યાં
સુધી બીજી સારી જોબ નાં મળે, આઈ
હેવ ટુ સ્ટ્રેચ.."
- મજબૂરી
બધાને હોય છે, ક્યાંક
પૂરી હોય છે તો ક્યાંક પુરા
કરી દે એવી હોય છે!
" મને
તારા મોમનો નંબર આપ, હું
સમજાવીશ.. જો
દિવા, ૧-૨
વર્ષ માં તા લગ્ન થશે અને...
" અધૂરું
વાક્ય પૂરું થાય એ પહેલા ફરી
એ.....
"દી, મારાથી
મોટી એક બહેન છે, સાયંસ ગ્રેજ્યુએટ
છે. મોટી બહેન
માટે હાલમાં મુરતિયો શોધે જ
છે, મારે
એક નાનો ભાઈ પણ છે, હમણાં
જ એમ.બી.એ
પતાવ્યું એણે...
પણ...
" -કોફીના
ઘૂંટડે અજંપો શબ્દો બની બહાર
આવતો ગયો ..
"પાપા
આ મહીને રીટાયર થાય છે, દીદીનું
એજ્યુકેશન સારું છે..પણ
શી એન્જોય્સ હાઉસ હોલ્ડ વર્ક
ઓન્લી! શી
ડોન્ટ વોન્ટ ટુ ડુ જોબ, નોટ
ઇવન ટુ સપોર્ટ હર ઓન વેડિંગ! ભાઈ
ભણવામાં તો હોશિયાર છે જ
અને.... એમ.બી.એ
થયો અને હવે પી.એચ.ડી
પણ કંટીન્યુમાં જ કરવું છે
એવી જીદ કરે છ. એને
એનું કરિયર સ્પોઈલ નથી કરવું ... પાપા
ડોન્ટ ફોર્સ ધેમ એન્ડ...
" - પોતાના
એ દીધેલા, પોતાના
એ વિન્ધેલાનું દર્દ કોને
કહેવું ?
"વોટ
અબાઉટ યુ? તારે
શું કરવું છે?
"- કદાચ
તમારાથી એ પ્રશ્ન પુછાઈ ગયો
જે કદાચ એના લોહીસંવેદીઓએ
જાણવા છતાં અવગણ્યો છે ...
"મારી
ઈચ્છા? મારે
પણ ઈચ્છા કે સપના હોય એ તો હું
લગભગ ભૂલી ચુકી છું! જવા
દો ને.. દી,
તમારી
પાસે એક ફેવર જોઈએ છે - પ્લીઝ
તમારા રેફરન્સમાં વાત કરી ને
બરોડા માં મને જોબ મળી જાય એમ
કરો ને,
... કેવી
પણ જોબ ચાલશે, કોલેજમાં, કંપનીમાં , કોઈ
પણ પોસ્ટની, અત્યારનું
પેકેજ મળે તો સારું,
અને
ના મળે તો પણ ...!"
- ખબર
નહિ કેમ દિવાની આંખો અને
એના જ બોલાયેલા શબ્દો જુદું
બોલતા હતા। ..
" હા. ચોક્કસ, હું
પૂરે પૂરો પ્રયત્ન કરીશ! પણ
એક વાત કહું ? ક્યારેક
થોડું સેલ્ફીશ બનવું જરૂરી
છે!ભગવાનને
ભજવા જ ઘણા, ભગવાન
થવામાં કોઈ મઝા નથી! "
- વધુ
બોલવું હતું, ઘણું
બધું બોલવું હતું પણ દિવાની
આંખોમાં ડોકાતી એ ખામોશી
અને લાચારી સામે શબ્દો અટકી
પડ્યા...
***
બીજા
નાં સમજે તો કાઈ નહિ , તમે
તો સમજો!
- તમે
શાણા છો!
એને
તો જવાબદારીનું કઈ ભાન
નથી.. - તારા
પર જ તો ઘરનો આધાર છે!
આપણે
નાના થઇ મોટાઈ બતાવાની, બીજા
જેવું આપણે ના થવાય!
મને
કાયમ એ નથી જ સમજાતું કે આવી
સુફિયાણી વાતો કરવાવાળા,
એ
કામચોર ઘોડાઓને જવાબદારી અને
સમજદારીના પાઠ કેમ નહિ શીખવાડી
શકતા હોય ?
શા
માટે કાયમ કોઈ એક ને જ
સમજવાનું, ઘસડાવાનું
અને કણસવાનું?
શું
પોતાની લાઈફ, પોતાના
સપના, પોતાની
ઇચ્છાઓને પોતાનું હોવાપણું
જતાવવું અને માંગવું એ પણ
સ્વાર્થ છે?
તો
કદાચ સ્વાર્થી હોઉં જરૂરી
છે!
જે
મહાનતા પોતાનાઓને જ પરાવલંબી
અને બેજવાબદાર બનાવી દે એના
કરતા....
તો
શું એમને
બે ફટકા મારી એમની ઊંઘ ઉડાડે
એવું સ્વાર્થી વલણ ક્યારેક
જરૂરી નથી ?
"પોતાની
સ્પેસ, ડ્રીમ્ઝ , ડીઝાયર, ચોઇસિસ , સેલ્ફ
રીસ્પેક્ટ , એઈમ - રાખવું
શ્વાસ લેવા જેવું ને જેટલું
જ જરૂરી છે!
કોમ્પ્રોમાઈઝ
અનિવાર્ય નથી , પણ "પોતાની
લાઈફ" માટે
પોતીકું પેશન ચોક્કસ અનિવાર્ય
છે!
"
-- જો
તમે એ નહિ સમઝો તો દુનિયા શું
ઝ્ખ મારવા સમજશે ?
Comments