Skip to main content

લાઈફ સફારી~૬૭: સલાહ-આવડત અને જ્ઞાન... ફ્રી? કે અમુલ્ય ?



*** 
યેસ મિસ્ટર શર્મા યોર પોર્ટફોલીઓ ઈઝ રેડી. તમારી ફાઈલ આજે હું તમને મેઈલ કરી દઈશ. એન્ડ નો નીડ ટુ સે થેન્ક્સ ફોર ધ પ્રોફિટ, ઇટ્સ માય જોબ!”-તમારો એકદમ પોલાઈટ અને પ્રોફેશનલ રીપ્લાય સાંભળી સામેવાળાને અણસાર પણ નાં આવી શકે કે... અવાજ ભલે નોર્મલ અને સ્વીટ છે પણ મિજાજ ગરમ અને આંખો સજલ છે...
તમે એક હાથે કોલ ડિસ્કનેક્ટ કરો છો અને બીજા હાથે ગેસ બંધ કરી ઉતાવળે પતિદેવનું ટીફીન ભરી રહ્યા છો.. ભીની આંખો ઘડિયાળ તરફ મંડાયેલી છે અને હાથ મશીનની જેમ રોજીંદા કામ કરી રહ્યા છે..
આજે ફરી મોડું થઇ ગયું, તારા લીધે જ... ના પાડી છે તને વારે ઘડીએ સેન્ટી થઈને મેન્ટલ થવાની. હાજર વાર સમઝાવ્યું કે જે સલાહ આપવાના તું હજારો કમાય છે એ વગર માંગ્યે ક્યાય આપવી નહિ, જ્યાં એની કિમત કે જરૂરીયાત નથી ત્યાં તો સહેજ પણ નહિ.. પણ સમઝે એ બીજા..”-દિમાગ દિલને તબિયતથી ખખડાવી રહ્યું. અને દિલ આદત પ્રમાણે સાયલેન્ટ મોડમાં જતું રહ્યું, વાંક છે એટલે બીજું કરે પણ શું?
કેટલી વાર હજુ? આજે તારી સલાહોથી જ પેટ ભરવાનું છે કે લંચબોક્ષ મળશે?”-પતિદેવનો રુક્ષ અવાજ તમારા ઉખડેલા મિજાજને વધુ ખોતરી ગયો...
તમે ચુપચાપ પતિદેવનું ટીફીન એમની બેગમાં મુક્યું. આજે ઈમ્પોરટન્ટ મીટીંગ છે અને લેટ થઇ ગયું એમ વિચારતા, ઘડિયાળની સાથે દોડતા, તમે બેડરુમમાંથી તમારું પર્સ ફટાફટ ઉઠાવ્યું અને...
તારા લીધે આજે પણ બહુ લેઇટ થઇ ગયું. હવે તને ડ્રોપ કરવામાં વધારે મોડું થાય એ નહિ પોસાય. તું ઓટો કે બસમાં જતી રહજે.”-તમે કઈ જવાબ આપો કે રીક્વેસ્ટ કરો એ પહેલા તો પતિદેવ નીકળી જાય છે.
અને તમે સુપેરે સમઝો છો એની આ અકારણ ઉતાવળ અને એમાં પરાણે એ સંતાડવા મથે છે એ અણગમો, ગુસ્સો અને ઈર્ષ્યા.
તને ના પાડી છે ને કે તારે રસોડા અને શોપિંગ સિવાયની વાતોમાં માથું નહિ મારવાનું? ઓફિસમાં ચલાવે એમ ચબર-ચબર જીભડી અહી ચલાવીશ તો આમ કંકાસ જ થશે..”-ભગવાનની માળા કરતા કરતા સાસુમા તમને બ્રહ્મજ્ઞાન આપી રહ્યા.
પણ મમ્મી, મેં તો આપણા ફાયદાની વાત હતી એટલે જ કહી.”-તમે અચકાતા અચકાતા ધીમા અવાજે કહ્યું ના કહ્યું ત્યાં તો...
એટલે હવે તમે કહો એમ અમારે કરવાનું છે? ફાયદા-નુકસાન, સારા-ખરાબની તમારા કરતા વધુ અમને સૂઝ છે.. રસોઈ શું બનાવવી કે વ્યહવાર કેમ સાચવવો એ નિર્ણયો જ તમે ઠીકઠાક લઇ શકો તો અમારો ઉદ્ધાર થયો સમઝો! ઘર ચલવવામાં કે ફાયનાન્શિયલ પ્લાનીંગમાં તમારી મોંઘી સલાહ નાં આપો તો આભાર રહેશે. આ ઘરના પુરુષો હજુ જીવે છે! વહુ છો, રસોડામાં અને મર્યાદામાં રહો!”- ન્યુઝપેપર ટેબલ પર ફેંકતા સસરાજી પણ વ્યન્ગબાણ વરસાવવાનું ચુક્યા નહિ!
કદાચ પરિવારની આ વડીલ-અદાલતમાં તમારી માફી એક્સ્પેકટેડ છે પણ... તમે કઈજ બોલ્યા વગર ચુપચાપ પર્સ લઈને ઘરની બહાર નીકળી જાઓ છો. ઓફીસ જવાની ઉતાવળ કરતા આ ઠંડા-યુદ્ધવાળા વાતાવરણથી દુર જવાની જલ્દી તમને આજે વધુ છે!
અને તમે ઉતાવળે પગલે બસસ્ટેશન તરફ દોરી જાઓ છો. આજે મોડું થયું છે તો પણ, જાણે તમને ઘડિયાળ જોવાની કે ઓટો કરીને જલ્દી ઓફીસ જવાની ઉતાવળ નથી. અને અચાનક તમારા ઓફીસના રૂટની બસ આવતા તમે ભારે પગલે મશીનની જેમ ચઢી જાઓ છો. લગભગ ખાલી એવી બસમાં છાયો આવે એવી બારીની સીટમાં તમે ગોઠવાઈ જાઓ છો અને મોબાઈલમાં હમણાજ ડાઉનલોડ કરેલી બુક્સમાંથી એક બુક રેન્ડમલી વાંચવાનું શરુ કરો છો. અનાયાસે જ ઘરે એક મહાભારત જીવીને આવેલા તમે મોબાઈલમાં પણ રેન્ડમ પેજથી મહાભારત વાંચવાનું શરુ કરો છો..
માફ કરશો, પણ શું આપની પાસે થોડું પાણી મળશે?”-અચાનક એક મધુર મેસ્મરાઈઝ કરે એવા અવાજથી તમારી વિચારયાત્રા રોકાય છે.
તમે એક શબ્દ ઉચ્ચાર્યા વગર, પાણીની બોટલ બાજુમાં હમણાજ આવીને બેઠેલી એ અજાણી સમવયસ્ક મહિલાને આપો છો.
આભાર. ખુબ ગરમી છે નહિ?”- તમારા ખલિશવાળા મુડથી અજાણ એ મહિલા તમારી સાથે સંવાદ સાધવા પ્રયાસ કરે છે..
અને તમે જવાબ માત્ર માથું હલાવી, હકાર બતાવીને આપો છો.
કૈક મૂંઝવણમાં છો?”-અજાણી મહિલાનો આ પ્રશ્ન તમને કૈક અંશે અંગત અને જવાબ ના આપવા યોગ્ય લાગ્યો.
આ તો તમે મહાભારત વાંચી રહ્યા છો એટલે ગેસ કર્યું કે કૈક પ્રશ્નનો ઉત્તર શોધો છો... સોરી આપને ડીસ્ટર્બ કરવા બદલ. હું દુશાલા. આપને મળીને આનંદ થયો. અને આપ કોણ? ” –દિલમાં અંદર સુધી ઉતરી જઈને શાંતિ આપે એવું મસ્ત સ્મિત આપીને એ અજાણી હમસફરે કહ્યું.
સોરી મારે કહેવું જોઈએ.. ક્યાં નો ગુસ્સો ક્યાં ઉતારી રહી છું. હું કોણ છું .. મારું નામ શું છે... એ કદાચ એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું એ સત્ય છે કે હું એક સ્ત્રી, પત્ની અને વહુ છું. મારી દુનિયા રસોડા અને બાંધી આપેલી મર્યાદાઓમાં જકડાયેલી છે. મારે શું બોલવું અને શું નહિ એના રૂલ્સ અને રેગ્યુંલેશ્ન્સ છે. હું બેંકમાં સીનીયર મેનેજર છું. મારી ફાયનાન્શિયલ એડવાઈઝ અને સૂઝબુઝ માટે હું તગડી સેલરી અને માન-પાન કમાઉ છું- બહારની દુનિયામાં.. મારા શબ્દો પર, મારા નિર્ણય પર કરોડોની લોન પાસ થાય છે, મોટા પ્રોજેક્ટ્સ પ્રોફિટ કમાય છે .. પણ મારો નિર્ણય, સલાહ કે શબ્દોનું મારા ઘરમાં સ્થાન માત્ર લંચ-ડીનરના મેનુ પુરતું, રસોડામાં જ છે! પોતાના પરિજનોના ભલા-ફાયદા માટે મારી આવડત અનુસાર સલાહ સુચન આપતા કેટલીય વારે પોતાની ગરીમાને ઘવાતા અનુભવી છે મેં.. હું શું છું અને કેમ છું ...?- હું કદાચ આજે એજ શોધીં રહી છું...”- તમે ખબર નહિ કેવા અઘરા અઘરા શબ્દોમાં અંદરની અકળામણ ઠાલવી રહ્યા...
શું તમારું અસ્તિત્વ એટલું બધું નાજુક અને વામણું છે કે કોઈકના શબ્દો કે અસ્વીકારથી હચમચી જાય? જેને તમારા જ્ઞાન, આવડત કે સલાહની કદર-કિમત નથી લોસ એનો છે... કોઈ અણસમઝ-નાદાન જરૂરીયાતમંદ માણસ જો તમારી અવગણના કરે છે તો તમારું અસ્તિત્વ કે આવડત નહિ એની જરૂરીયાત સંકોચાય છે.. એને જ નુકશાન થાય છે...”-ખુબ શાંત અને સ્પષ્ટ શબ્દોમાં એ હમસફર તમને સમઝાવી રહી..
કહેવું સરળ છે પણ જીવવું નહિ! જેના પર વીતે એ જ જાણે..”-તમે ભીની આંખોના ખૂણા રૂમાલથી કોરા કરતા-કરતા, પરાણે સ્મિત આપીને કહ્યું.
સાચી વાત.. પણ જીવ્યું છે એજ કહું છું.. તમે કદાચ મારું નામ ધ્યાનમાં નથી લીધું.. કોઈ વાંધો નહિ. હું તમને કહીશ મારો અનુભવ કદાચ તમને મદદ મળશે તમરી અકળામણ ઘટશે! મારા પરિવારમાં મારા ખુબ બધા ભાઈઓમાં હું એકલી જ બહેન. પરિવાર ખુબજ સમૃદ્ધ પણ ભાઈઓ ઉંધા રસ્તે ફંટાયેલા. હું મારી મમ્મીની જેમ સુંદર, શાંત, સરળ અને ઠરેલ. નાનપણથી મારા ઘરમાં મારું સ્થાન હાંસિયામાં, મારા શબ્દો હવામાં. પરાણે મારું લગ્ન મારા ભાઈઓના એમના જેવાજ બગડેલ મિત્ર સાથે કરાવવામાં આવ્યું. મારી મરજી, મારી સંમતી વિના, માત્ર પારિવારિક ફાયદાઓ માટે. મારા પતિએ મારા ભાઇઓની ઉશ્કેરણીથી મારીજ પિત્રાઈ ભાભીનું અપહરણ કરવા પ્રયાસ કર્યો- મારી ચેતવણી અને વિનંતીઓ અવગણીને! હું કાયમ મારા પતિ અને ભાઈઓને એમના ખોટા નિર્ણયો અને ખરાબ આચરણ માટે રોકતી-ટોકતી રહી... પરંતુ મારી સલાહ, આજીજીઓ અને શબ્દો ના તો મારા બગડેલા ભાઈઓ કે પતિએ સાંભળ્યા, ના તો મારા માતા-પિતા કે સ્વજનોએ! અને પરિણામે મારા ભાઈઓ અને મારા પતિની દુર્ગતિ થઇ, એમને સૌને એમના ખરાબ કર્મોનું દુષ્પરિણામ ભોગવવું પડ્યું. મને પારાવાર દુખ થયું, કે મારા જ્ઞાન-સંસ્કાર કે સૂઝ-બુઝ વાપરીને હું મારા પ્રિયજનોને જ નાં બચાવી શકી.. પરંતુ અંતે હું સમઝી ગઈ કે.. મેં તો સલાહ સુચન આપવા પ્રયાસ કર્યો જ હતો પરંતુ ... એનો અસ્વીકાર અને મારી અવગણના કરીને મારા સ્વજનોએ પોતાનું નુકશાન પોતાની જાતેજ કર્યું છે. એમના નુકશાન કે એમણે ભોગવેલા પરિણામોનું કારણ હું તો નથી જ! ટૂંકમાં કહું તો આ દુનિયામાં મફતમાં આપો એ જ્ઞાનની કોઈને કદર નથી.. મફતમાં અને સામે ચાલીને સલાહ, સુચન એક વાર જરૂર આપવું- પણ જો એની કદર-કિમત ના હોય તો ફરી ક્યારેય નહિ...એટલે હું હવે શાંત અને સ્વસ્થ છું... “-હમસફર મહિલા પોતાની કહાની એકદમ સ્વસ્થતાથી કહી ગઈ.. જાણે એનો સંતોષ અને સુખ બીજા કોઈના પણ સ્વીકાર-ગણતરી કે વખાણની મહોતાજ નથી જ એટલે..!
આઈ એમ સોરી ફોર યુ.. આપને મળીને ખરેખર ગમ્યું.. અને તમે આપેલી આ સલાહ હમણાજ દિલ અને દિમાગમાં કોતરી લઉં છું.. હવેથી મારું અસ્તિવ, મહત્વ અને સુખ માત્ર મારા પોતાના નિર્ણયો આધારે જ રહેશે.. મારા નિર્ણય કે સલાહ-સુચન કોઈ અવગણે કે નકારે તો હું મારું અવમુલ્યન કરવાની કે સામેવાળા પર રોષ કરવાની જગ્યાએ, સામેવાળા પર અનુકંપા રાખીશ અને ભગવાનને એમની મદ્દદ કરવા જરૂરથી પ્રાર્થીશ! સાચે જ હવે હું હળવાશ અને શાંતિ અનુભવું છું-થેન્ક્સ ટુ યુ....શું નામ કહ્યું તમે તમારું..?”- બધો ગુસ્સો, ઉકળાટ, અસમંજસ, દીધ્રા જાણે બાષ્પીભવન થઇ ગયા અને તમે નવી હકારાત્મક ઉર્જા અનુભવી રહ્યા.
હું દુશલા. દુર્યોધન સહીત સો કૌરવોની એકની એક બહેન.. મહાભારતનું પરાણે હાંસિયામાં ધકેલી દેવાયેલું- બદીઓ, અધર્મ, છળ-કપટ અને કટુ-રાજનીતિમાં ઉછરેલ છતાં દિવ્ય-સાત્વિક અને ગૌરવશાળી એવું પાત્ર..”- એક એક બોલતા શબ્દ સાથે એ અજાણી હમસફર જાણે દિવ્યતામાં લીન થઇ રહી અને.. તમે જાણે અભિભૂત થઇ ગયા અને ખોવાઈ ગયા એ હમસફરના સૌમ્ય સ્મિત અને દિવ્ય આભામાં..
બહેન, આજે તબિયત ઠીક નથી કે શું? તમારું સ્ટેશન આવી ગયું. ઉતરવું નથી?”- કંડકટરના અવાજથી તમારો આ સ્વપ્ન-સંવાદ તુટ્યો... અને...
હવે સાચે જ ઠીક છું.. અરે ના એકદમ મઝામાં અને ખુશમિજાજમાં પણ છું ..”-તમે રમતિયાળ શબ્દોથી કંડકટર કાકાની ફીરકી ઉતારી..
***


આપણા સમાજમાં ઘણું ખરું કૌટુંબિક અને ઘરની જવાબદારી સ્ત્રીની અને નાણાકીય કે મહત્વના નિર્ણય લેવાની જવાબદારી પુરુષની-એવું વિભાજન જોવા મળે છે. જાણે આપણે સંસ્કૃતિ અને સભ્યતાની દુહાઈઓ આપીને જરી-પુરાણી અને અસંગત ગણતરીઓ ગણતા રહીએ છે. જે સ્ત્રીની આંગળી પકડીને આપણે આ દુનિયા આહોભાવથી જોઈ-જીવી છે, જે સ્ત્રીના સાથમાં રમીને-ભણીને બાળપણ વિકસીને યુવાની બન્યું છે, જે સ્ત્રીના પ્રેમમાં પલોટાઈને તમારી રેન્ડમ જીવાતી જિંદગી વ્યવસ્થીત અને સ્થિર બની છે, જે સ્ત્રીમાં તમે તમારા સંસ્કાર ખોબે ખોબે સીંચ્યા છે – એ સ્ત્રી ભલે દીકરી, વહુ, બહેન, પત્ની કે મિત્ર હોય... એનો નિર્ણય, સલાહ કે શબ્દો માનવા- સ્વીકારવા કે વખાણવામાં વળી કેવી નાનમ?

Comments

Khalasi said…
Hi Bhumika,
This is Awesome. I always read your post in office free time but never tried to post comments. Your such post makes me smile in such busy and hectic day.

bhumika said…
thanks a lot for reading and sharing feedback! :) i am happy my write up can make u smile :)

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...