***
“મમ્મી
તું કોને વોટ આપવાની?”-સવાર
સવારમાં બ્રેકફાસ્ટ ટેબલ પર
તમારો પ્રિન્સ ચાર્મિંગ,
જે આ વર્ષે પહેલી વાર
વોટ આપવાનો છે, એ
ઉત્સાહથી તમારો અભિપ્રાય
માંગે છે.
“અરે
એને શું ખબર પાડે પોલીટીક્સમાં?
આ કઈ શાકભાજી કે કરિયાણું
લેવાની વાત થોડી છે જે એને
ટપ્પો પડવાનો?”-તમારા
પતિદેવ ચશ્માં ઉંચા ચઢાવી
જાણે તમારો ઉપહાસ કરી રહ્યા.
તમે જાણી જોઈને જવાબ
આપવાનું ટાળ્યું.
“પણ
મમ્મી તો એવરી યર વોટ આપવા જાય
છે ને! રોજ ન્યુઝ
પેપર પણ વાંચે છે, મમ્મીને
તમે આમ અન્ડરએસ્ટીમેટ ના કરો
પોપ્સ!”-તમારા
સંવેદનશીલ દીકરાને કદાચ તમારી
ખામોશીમાં અને આંખોના ખૂણમાં
આવેલી ભીનાશ વર્તાઈ ગઈ.
અને
તમે એક ફિક્કું સ્મિત આપી,
ચર્ચામાંથી સ્વેચ્છાએ
વોકઆઉટ કરી ગયા. ઝીન્દગીમાં
જેમ વર્ષો ઉમેરતા ગયા એમ અનુભવગત
તમારું બોલવાનું જાણે ખોવાતું
ચાલ્યું છે. જ્યાં
તમારા શબ્દોનું માન નથી ત્યાં
તમે ખામોશી જ જાળવો છો. અને
એ ખામોશીની કંપનીમાં ચાના કપ
સાથે તમે ગાર્ડનમાં તમારા
પ્રિય હિંચકે ગોઠવાયા.
ગાંધીનગર
વિધાનસભાગૃહ તરફ જતા રસ્તાને
અડીને આવેલા તમારા ભવ્ય આવાસમાં,
ગાર્ડનની એકદમ ક્રોસમાં
ફૂટપાથ, બસસ્ટેન્ડ
પાસે,કૈક અજીબ દ્રશ્ય
ભજવાઈ રહ્યું છે. એક
અજાણ્યો ધૂની માણસ બસ સ્ટોપ
પાસે ચુપચાપ બેઠો છે અને પાસે
રેંટિયો લઈને કૈક કરી રહ્યો
છે.
***
“અરે
અહી ફૂટપાથ પર બેસીને આમ દુકાન
માંડવી ગેરકાયદેસર છે!”-
બીડીના કશ લેતા લેતા
હવાલદારે ફૂટપાથ પર બેસેલા
એક દેઢ-પસલી
સામાન્ય-માણસને
ખખડાવી કાઢ્યો.
“અબે,
આમ કોઈને પણ ખખડાવીશ
નહિ, ઇલેક્શન આવે
છે દોસ્ત! રસ્તે
બેઠેલો આપણને રેંજી-પેંજી
લાગતો માણસ કોઈ સ્ટેટનો સી.એમ
પણ હોઈ શકે છે બોસ!”- બાજુમાં
બેસીને મસાલો ચગળતા સાથી
હવાલદારે મિત્રને ટકોર કરી.
“બોલે
તો, અહી ફૂટપાથ પર
આમ બેસવું અલાઉડ નથી! તમે
આ ચકરડું લઈને બાજુના ગાર્ડનમાં
બેસોને સાહેબ!”- પહેલો
હવાલદાર અસ્વાભાવિક વિવેક
સાથે વિનંતી કરે છે!
રેંટિયો
લઈને બેસેલો સામાન્ય-માણસ
સહેજ નવાઈ સાથે હવાલદારની
સામે જુએ છે, અને
જાણે કઈ બન્યું જ નાં હોય એમ
ફરી રેંટિયામાં પરોવાઈ જાય
છે..
બંને
હવાલદાર એકબીજાની સામે જોઈને
કૈક ઈશારા કરે છે.
બંને
જમાદાર એમના આશ્ચર્યનું
કેન્દ્ર બનેલા આ નવા અજાણ્યા
રેંટિયાધારી માણસની બાજુમાં
બેઠક જમાવે છે!
“યહાં
પુલીસવાલે બી એકદમ દોસ્તારની
જેમજ બોલતે હેં, યે
ગુજરાત છે ને! દોસ્તાર
સમઝીને તારો પ્રોબ્લેમ બોલી
નાખ- ફટોફ્ટ!”-બીડીનું
ઠુંઠું ફેંકીને બીજા હવાલદારે
અજાણ્યા-આદમીને
ધીમેકથી પૂછ્યું.
પણ
એ અજાણ્યો માણસ એક ઓલિયાની
જેમ રહસ્યમય સ્મિત કરીને
પોતાના રેંટિયામાં જ મશગુલ
રહ્યો. બંને હવાલદાર
સહેજ ગુસ્સામાં દંડો ફૂટપાથ
પર ઠપકારે છે પણ અસર થાય એ બીજા!
“બોલને
કો નહિ સકતા ક્યાં? ગુંગા
હેં? ગુજરાતી અને
હિન્દી નહિ આવડતા તેરેકુ?
સંભાળતા હેં તું?”-
રેંટિયાની પાસે ધીમેકથી
દંડો ઠપકારીને, હવાલદારે
સહેજ ભારે અવાજમાં,
અજાણ્યા-રેંટિયાધારી
ઈસમને નમ્રતાભરી ધમકી આપી.
ત્રાંસી
નજરે ઉપર જોઈ, ફરી
એજ ગુઢ સ્મિત ફરકાવી એ અજાણ્યો
માણસ ફરી પોતાના રેંટિયામાં
ગૂંથાઈ ગયો. જાણે
આસપાસની દુનિયા કે લોકોથી
દુર-નિસ્પૃહ હોય
એમ!
અને
અચાનક...
“અને
એક નજર આ તરફ. જુઓ
આ વર્દીવાળા ગુંડા. હું
છું રીના રિપોર્ટર, કેમેરામેન
રીનેશ સાથે.”-એક
નાના બોબ્ડ સોનેરીવાળવાળી,
ફોર્મલસ પહેરેલી,
હાથમાં માઈક્ધારી
રિપોર્ટર એના કેમેરામેન સાથે
અચાનક આ હવાલદારોની મુસીબત
વધારવા ધસી આવ્યા.
“ભારત
એક લોકશાહીવાળો દેશ છે.
ભારતના દરેક નાગરિકને
મન થાય ત્યાં હરવા ફરવા,
બેસવા-ઊઠવા,
બોલવાની આઝાદી છે!
આ એક સામાન્ય ભારતીય
નાગરિક,એક ખૂણામાં,એકલો
ચુપચાપ બેઠો છે- ગાંધીજીના
પ્રતિક સમો રેંટિયો લઈને અને
તમે એને આતંકવાદીઓની જેમ ટ્રીટ
કરી રહ્યા છો! જવાબ
આપો- શું પોલીસ
જનતાની સેવા માટે છે કે જનતાને
દંડવા માટે? જનતા
જવાબ માંગે છે!”-કેમેરા
સામે ધારદાર આંખોએ જોઈને જાણે
દેશનો સળગતો પ્રશ્ન સોલ્વ
કરતી હોય એમ, એ
રિપોર્ટર ધારદાર સવાલોની ઝડી
વરસાવી રહી બંને હવાલદારો
પર.
“અરે
અમે તો ઈજ્જતથી વાત કરતા હતા-
પૂછો એમને....”-ખચકાતા
ખચકાતા બંને હવાલદાર સફાઈ
આપવાનો પ્રયાસ કરે છે.
“તો
આ છે આપણા દેશના વર્દીધરી
ગુંડાઓ. આવો મળીએ
ગાંધીજીના ભક્તને.”-અચાનક
કેમેરો હવાલદારો સામેથી
અજાણ્યા-ઇન્સાન
તરફ ટીલ્ટ કરીને રીપોર્ટરે
હવે નિશાનો બદલ્યો.
“શું
હેવાનિયત કરી આ હવાલદારોએ
આપની સાથે? શું
અત્યાચાર ગુજાર્યો આપના પર?
આપ કહી શકો ભારતીય
જનતાને, હું અને
અખા દેશની જનતા આપની સાથે જ
છીએ. બોલો કોણે
ભર-તડકે આપને અહી
ફૂટપાથ પર બેસવા મજબુર કર્યા
છે? જવાબ આપો તમારો
આ રેંટિયો કેમ ચાલતો નથી,
કોની સાઝીશ છે એને
બગાડવા પાછળ?”- જાણે
પોતે કોઈ પીડીતને આતંકવાદીઓથી
બચાવતો હોય એ અદાથી મિસ.રિપોર્ટર
પૂછી રહી.
પણ
અજાણ્યો રાહબર એજ મોનાલીસા
સ્માઈલ આપીને પોતાના બગડેલા
રેંટિયામાં કૈક મથી રહ્યો.
“આ
છે આજની જનતાના હાલ, બિચારી,
ડરેલી, અત્યાચારથી
હારેલી. શું હશે આ
ભારતીય સામાન્ય માણસનું દુખ?
આપનો અભિપ્રાય હમણાજ
અમારા નીચે આપેલા નંબર્સ પર
એસ.એમ.એસ
કરો અને દેશને બચાવવામાં
મદદરૂપ બનો!”-આજનું
સ્કૂપ બની ગયું એ હાશ સાથે
માઈક કેમેરામેનને પકડાવી
મિસ. રિપોર્ટ્સ
મેકઅપ ટચ અપ કરવામાં બીઝી થઇ
ગઈ અને...
ન્યુઝ
ચેનલની જાણીતી કેમેરા વેન
જોઈને વિધાનસભા તરફથી આવી
રહેલો ચાર પાંચ રોયલ ગાડીઓનો
કાફલો ઉભો રહી ગયો.
“પેક
અપ”- કેમેરા મેનએ
બુમ પાડી.
“અરે
શો તો હવે શરુ થશે, સામે
જો- વિધાનસભામાં
કોમેડી શો કરીને નવરા પડેલા
દરેક પાર્ટીના નેતા પોતાના
ચમચાઓ સાથે પધારે છે!”-આજના
દિવસની બ્રેકિંગ ન્યુઝ મળી
જવાની-એ ખુશીમાં
મિસ. રિપોર્ટર પાછી
અજાણ્યા-રાહબર પાસે
ગોઠવાઈ ગઈ, કેમેરા
અને માઈક સાથે.
“નમસ્કાર,
આપ અપની પરેશાની હમેં
બતાઈએ. ભાઈ હું છું
ગુજરાતનો સર્વાધિક લોકપ્રિય
નેતા. જ્યારે હું
આપની સાથે છું, આપકા
કોઈ બાલ ભી બાંકા નહિ કર સકતા!
આપ દેખ રહે હેં યે પક્કી
સડકે, યે ફ્લાય-ઓવર્સ,
બીજલી, પાણી-
વિકાસ.. આ
બધું મેં જ કર્યું છે! હું
તમારો પણ વિકાસ કરી દઈશ!
મારો ગોલ છે- અખા
હિન્દુસ્તાનનો વિકાસ. હું
તમારો પ્રોબ્લેમ સમઝી ગયો
છું- તમે આ બગડી
ગયેલા રેંટિયાના પ્રતિકથી
દેશની જનતાનું દુખ બતવવા ધરણા
કરી રહ્યા છો, એ પણ
બળબળતા તડકામાં! હું
વચન આપું છું તમારા રેંટિયા
અને દેશને ચાલતા-દોડતા
કરવાનું! ”- એક
દાઢીધારી જાજરમાન મંત્રીજી
અજાણ્યા રાહદારીને રીઝવવા
અને કેમેરા સામે પોતાની છબી
ઉભરવા મથી રહ્યા.
અને..
એટલામાં તો એક નેતા
એ અજાણ્યા ઇસમની બાજુમાં
પલાંઠીવાળીને બેસી ગયા.
એકદમ ગંભીર મુદ્રામાં.
જેવો કેમેરો એમના તરફ
વળ્યો માઈકમાં નેતાજી ચાલુ
પડી ગયા- “આ દેશની
આ જ સમસ્યા છે! સામાન્ય
નાગરિકની પીડા કોઈ સમઝતું જ
નથી! સામાન્ય નાગરિકને
પાક્કી સડક, ઓવર
બ્રીજ કે સ્વર્ણિમ ઉજવણીઓ
નહિ- રોજગાર,
પરિવાર માટે ખોરાક
જોઈએ છે! આ વિકાસની
વાતો અને ચકાચોંધ નહિ-
સામાન્ય માણસનું પેટ
અનાજ માંગે છે – સાહેબ! હું
જોઈ શકું છું આ રેંટિયાધારીની
મજબુરી. નક્કી આ
મજબુર-દુખી અને
બેસહારા ઇન્સાન લઘુમતી ભારતીય
છે! લઘુમતી ભારતીય
જેને બહુમતીવાળા કચડે છે,
અસ્પૃશયની જેમ જેનું
જીવવું દોહ્યલું બનાવાય છે,
જેને પોતાના મૂળભૂત
હક પણ મળતા નથી એ- લઘુમતી
ભારતીય શું દોડવાનો મારા
સાહેબ? એને અહી કોઈ
નિરાંતે બેસવા પણ દેતું નથી!”
જાહેરમાં
જાણે “જનતાની અદાલત” ભરાઈ!
તો બાકીના નેતાઓ કઈ
રીતે પાછળ રહી જાય?
“મુદ્દો
અહી વિકાસનો કે લઘુમતીનો નથી!
મુદ્દો છે બેકારી-
બેરોઝ્ગારી! આ
બગડેલો રેંટિયો એનો સાક્ષી
છે! આ રેંટિયા પર
દેખાતી પીળાશ કહી જાય છે કે
આ ધરણા પર બેઠેલો બિચારો ભારતીય
અવગણાયેલો અને હાંસિયામાં
ધકેલી દેવાયેલો દક્ષિણ ગુજરાતનો
વાસી છે! દક્ષિણ
ગુજરાત સાથે થઇ રહેલા અન્યાય
સામે આ સાંકેતિક વિરોધ છે!
વિકાસ કે લઘુમતી વિકાસની
આડમાં દક્ષિણ ગુજરાતીઓને થઇ
રહેલો હળાહળ અન્યાય હવે સાંખી
લેવામાં નહિ જ આવે! જનતા
જનાર્દન બધું જ જાણે છે!”-
ત્રીજા નેતા વાળી કૈક
નવો- પ્રાંત વાદનો
મુદ્દો લઈને મેદાને પડ્યા,
અલબત્ત પોતાના પ્રચારના
હલકા હેતુસર જ તો!
અને
અચાનક આ લાઈવ નૌટંકીમાં ખલેલ
કરતી સાયરન વગાડતી એક એમ્બ્યુલન્સ
ઘટના-સ્થળ પર આવી
પહોંચી.
“અરે
છોટુ- વો રેલ્લા
અપના જુનીયર ગાંધી! ઉઠાવો
ઉસકો, ઇધર ભી કોઈ
ઝમેલા કિયેલા લગતા હેં!”-વેનમાંથી
બે-ત્રણ વોર્ડબોય
અને સિસ્ટર્સ આવીને રેંટિયો
મંતરી રહેલા અજાણ્યા માણસને
ઘેરી વળ્યા.
“વૈષ્ણવજન
તો તેને રે કહીએ જે પીડ પરાઈ
જાણે રે...”-ભીની
આંખે, કોમળ સ્વરેએ
કહેવતો જુનીયર ગાંધી અદ્દલ
ગાંધીબાપુની જેમ જ ગાઈ રહ્યો.
“સાહેબ
ઇસને ક્યાં પંગા કિયેલા હેં?
યે પેશન્ટ નંબર-૪૨૦
હેં, બોલેતો અપનેકો
ગાંધી બાપુ સમઝતા હેં. એકદમ
મેન્ટલ ગોન કેસ હે! ચકરડા
એટલેકે રેંટિયા લેકે ફરતા
રહેતા હેં!”-એક
વોર્ડબોયે છેલા અડધા કલાકથી
ચલતા રહસ્યમય નાટકને પૂરું
કરતા કહ્યું..
અને...
તમે
દુર બગીચામાં હિંચકે ઝૂલતા
મંદ-મંદ હસી રહ્યા..
જાણે એ દેખીતો ગાંડો
છે અને બાકીના સૌને ગાંડા
બનાવવામાં આવે છે- વર્ષો
વર્ષ! ઇલેક્શન,
વાયદાઓ, ફાયદાઓ,
જાતિ-જ્ઞાતિ-વાદ,
લઘુમતી-બહુમતી
અને કોણ જાણે કેટલા બહાને આખે
આખા દેશની બુદ્ધીનું જાણે
સામુહિક દેવાળું ફૂંકાય છે-
વર્ષો વર્ષ!
અને
અચાનક એક્ટીવા સ્ટાર્ટ કરી
રહેલા તમારા હેન્ડમ દીકરાનો
મોબાઈલ રણક્યો. એની
રીંગટોને જાણે આખી વાર્તામાં
જીવ પૂરી દીધો..
પેલા
સો-કોલ્ડ ગાંડાના
સપોર્ટમાં મોબાઈલ પણ જાણે ગઈ
ઉઠ્યો- “સોને કી
ચીડીયા, ડેન્ગ્યું,
મલેરિયા... ગુડ
ભી હેં ગોબર ભી, ભારત
માતા કી જય!”
Comments