Skip to main content

લાઈફ સફારી~ ૬૬: મેં ઓર મેરી તન્હાઈ- એક હનીમુન જાત સાથે!


***
"ચલના યાર કહી હીલ સ્ટેશન પે ચલતે હેંથોડા રિફ્રેશ હો જાયેંગે..."- ગલ્લે બેઠેલો એક નવરો બીજા નવરાને સજેસ્ટ કરે છે!
બીજો નવરો કોલ્ડ ડ્રીન્કની બોટલ ખોલીપહેલાવાળાને આપે છેબંને જાણે અમૃત પિતા હોય એમ એક્સપ્રેશન આપે છે.. અને બીજો નવરો પહેલાવાળાને પૂછે છે-"કયું હો ગયા ના ફ્રેશલા અબ દસ રૂપેતુજે હિલ સ્ટેશન ઘુમાનેકે!"
ટીવી પર ચાલતી એડવર્ટાઇઝ જોઈને પતિદેવ તમને ઈશારો કરે છે-"જો તને બહુ ફરવા જવાનો શોખ છે,લઇ આવ એક લીટર કોલ્ડડ્રીંક અને ફ્રેશ થયા કર!"
અને તમે હસતા હસતા કહી જાવ છો કે -" હાઆ વેકેશનમ ફરવા તો જવું છે.. તું આવીશ સાથે તો ગમશે!અને તું નહિ આવે તો બહુ ગમશે!"
તમારા શબ્દોનો અર્થ કાઢવામાં પતિદેવ અટવાઈ જાય છે અને..
"એટલે તું એકલી ફરવા જઈશ એમલાઈટ બિલ કે ટેક્સ ભરવા જવાની વાત નથી કે એકલી જવાનીરસ્તા તો બરાબર યાદ રહેતા નથી અને મેડમને એકલા ફરવા જવું છે!"-એક કટાક્ષ કરીને સંતોષ પૂર્વક પતિદેવ ન્યુઝપેપરમાં બીઝી થઇ જાય છે!
અને ખબર નહિ આજે પતિદેવનો કટાક્ષ તમને દુખી નથી કરી શક્યો.
રસ્તાઓ મહેસુસ કરવા હોય છે યાદ કરવા નહીઅને તને જેલસ ફીલ થાય છે નેકે તારા વગર હું એકલી કઈ રીતે ફરવા જઈ શકુંહું તારા વગર એકલી કઈ રીતે ખુશ થઇ શકું?"-તમે પતિદેવના હાથમાં રહેલું ન્યુઝપેપર સહેજ નીચું કરીને આંખો પલકારતા કહ્યું.
"તું અને તારી સાહિત્યિક વાતોતું એકલી ફરવા જઈને આવપછી હોશિયારી કરજેતને તો એમ પણ કેટલું બોલવા જોઈએ.. એકલી જઈશ તો વાતો કોની સાથે કરીશકંટાળી જઈશ."-તમે જાણે મજાક જ કરી રહ્યા છો એમ સમઝીને પતિદેવ હજુ તમારી પ્રોપોઝલને હળવાશથી લઇ રહ્યા છે!
"હું મારી જાત સાથે વાત કરતા શીખી ગઈ છુંતે કોઈ દિવસ પોતાની જાત સાથે વાતો કરી છેતમે જયારે પોતાની જાત સાથે ખુશ રહેતા શીખી જાઓ છોતમે કદાચ સાચા અર્થમાં ઈન્ડીપેન્ડન્ટ થઇ શકો છો!"- તમે બદામી આંખોમાં એક નવી ચમક સાથે કહી ગયા.
"હેવ યુ ગોટ મેડપહેલા તો મને ડાઉટ હતો.. હવે આઈ એમ વેરી શ્યોરકૈક લોચો છેપોતાની જાત સાથે વાતો કરવી એન્ડ ઓલબહુ બુક્સ વાંચે એ લોકોનું આમ જ ચસકી જાયએટલે હું કહું છું તને.. સ્ટોપ રીડીંગ ધીસ બુક્સ."- વ્યાપાર અને વ્યહવાર જીવતા પતિદેવને લાગ્યું કે કારેલીબાગમાં તમને જમા કરાવવાના દિવસો આવવાના લાગે છે!
"આઈ એમ ડેમ સીરીયસ એન્ડ મારું કઈ ખસી ગયું નથીઆઈ ફીલ ધ ઓન્લી પર્સન યુ કાન્ટ ચીટ ઇઝ યોરસેલ્ફધ ઓન્લી પર્સન ધેટ વિલ નેવેર લીવ યુ અલોન ઇઝ યુ-યોરસેલ્ફએન્ડ ધ ઓન્લી પર્સન ધેટ કેન મેક યુ હેપ્પી ઇસ યુ ઓન્લી!" - તમે ચાનો કપ હાથમાં લઈને કૈક ભારે ભારે વાતો કરી ગયા.
"ઓ પ્.પુ..ધુ.૧૦૮હેપ્પીવિથસેલ્ફ-દેવીજીતમારું ભાષાણ પૂરું થયું હોય તો.. આઈ ટેક યોર લીવતમારા લવારા તમને મુબારક!"- અને બગાસું ખાતા ખાતા પતિદેવ બેડરૂમ તરફ જઈ રહ્યા.
તમે જાત સાથે મળેલી આ મુમેન્ટસ માણવા રીમોટ હાથમાં લીધું અને તમને ગમતી મ્યુઝિક ચેનલ ચાલુ કરી..
"મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હેં.. તુમ હોતી તો કેસા હોતા.. તુમ યે કહેતીતુમ વો કહેતીતુમ ઇસ બાત પે હેરાન હોતીતુમ ઉસ બાત પે કિતના હસતી.."- અમિતાભ બચ્ચનનો હસ્કી અવાજ અને કભી-કભીની આ નઝમ તમને હંમેશથી ખુબ ગમે.
પણ આજે જાણે દિલના ગમવાના ફીલ કરતા દિમાગનું લોજીક વધુ હાવી થઇ ગયુંઅને દિમાગ દિલને પૂછી રહ્યું- " મેં ઓર મેરી તન્હાઈ બંને છે જ તો દુખ શું છેકેમ ખુશ થવા સાથે "કોઈની હાજરી કમ્પલસરી છે?કેમ જાત સાથે મહામહેનતે મળેલી મુમેન્ટસ પણ આપણે કોઈના વિચારોમાં અને ભૂતકાળ કે ભવિષ્યકાળના વમળમાં ખોઈ દઈએ છે? " ..
અને તમે ચેનલ ચેન્જ કરો છોમુડ ચેન્જ કરવા.
અને શાનનો અવાજ અને તમારું મનગમતું ગીત વાગે છે- "તન્હા દિલ તન્હા સફરઢુંન્ઢે તુજે ફિર કયું નઝર.."
અને હવે દિલ દિમાગને પૂછે છે- "ભીડમાં પણ એકલો રહેતો માણસએકલતામાં કેમ પોતાની જાતને નહિ શોધતો હોયશું બીજાની કંપની-સાથ એટલો જરૂરી છેઅને છે તો એકલતામાં માણસ પોતાની જાતને,પોતાના સપનાઓને પોતાની ખુશીઓને કેમ નથી શોધતોકોઈ બીજાનું પોતાના પર આટલું બધું આધિપત્ય શું સાચેજ જરૂરી છે?"
વિચાર્યુદ્ધમાં રિમોટનું બટન ફરી દબાય છે અને સંભળાય છે ફરી અમિતાભ બચ્ચનનો ઘેરો મેસ્મરાઈઝ કરતો સ્વરજે કહી રહ્યો છે- "જબ કાલી ઘટા છાયેઅંધેરા સચકો નિગલ જાયેજબ દુનિયા સારી ડરકે આગે સર અપના ઝુકાએ.. તું શોલા બનજા.. જો ખુદ જલકે જહાં રોશન કરદેએકલા ચાલો રે.."
અને દિલ અને દિમાગ બંને મૂંઝાય છે કે- "શું દુખીપીડિતશોષિત હોય એ અવસ્થામાં જ એકલા રહેવું જોઈએશું તમે ફૂલ મુડમાં હોવએકદમ ખુશ મિજાજ હોવકૈક નવું કરવાનીઅનુભવવાની ઇન્તેજારી હોય ત્યારે એકલા ના રહી શકાયએકલા હોવું એટલે દુખી હોવાનું સમાનાર્થી કેમ માનવામાં આવે છે?"
અને મ્યુઝીક ચેનલથી નિરાશ આંગળીઓ મુવી ચેનલ સિલેક્ટ કરે છે.
અને.. તમારા દિલ અને દિમાગ બંનેને બધા પ્રશ્નોના સચોટ જવાબ મળી જાય છે!
અડધે-પડધેથી જોવાનું શરુ કરેલા મુવીમાં હિરોઈન એક પેમપર્ડ-વેલ્ધી ફેમિલીની સિમ્પલ-સુંદર-સુશીલ-સંસ્કારી-ઘરરખ્ખુ યુવતી છેઆખી જિંદગી માં-બાપના અને સગાઇ પછી મંગેતરના નિર્ણયો પર શ્વાસ લેતી રહી છેક્યારેય પાસેના બગીચા કે રસ્તાની સામેની દુકાનમાં પણ એકલી નથી ગઈએ લજામણીના ફૂલ જેવી પરિવાર અને પ્રિય પાત્ર પર સંપૂર્ણ આશ્રિત હિરોઈન અણધાર્યા કારણોથી પોતાના લગ્ન તુટતા,હતાશામાં એકલીજ પોતાના હનીમુન-વેકેશન પર જાય છેપોતાના શહેરના રસ્તાઓ પણ ભાઈ કે સહેલીની આંગળીએ ફરેલી ગભરુ હિરોઈન પેરીસ અને આમ્સટ્રડામના રસ્તાઓ પર એકલી રખડે છેપુરા દિલથી અને અમર્યાદ્ આઝાદીથી જીદંગી ખરા અર્થમાં "જીવેછેજે લાઈફ લેસન્સ હિરોઈન પોતાના મોટ્ટા કુટુંબના વ્હાલ-સંભાળ-પ્રેમમાં નથી શીખી શકતીજે અનુભવો તે પોતાના પઝેસીવ મંગેતરની મનાઈથી નથી માણી શકતીલાઈફ જીવવાના જે ફંડા એને એની સંસ્કાર અને મર્યાદા એને નથી શીખવા દેતા એ એને પોતાની જાત દ્વારા શીખવા મળે છેઅજાણ્યું શહેરઅજાણ્યા લોકો અને અનપ્લાન્ડ જર્ની હિરોઈનની ઓળખાણ એની પોતાની જાત સાથેપોતાના સપનાઓપોતાની ખુશીઓ અને પોતાના અસ્તિત્વ સાથે કરાવે છેજે બીજાના ગમા-અણગમાથી સ્વતંત્ર છે!  "ક્વીનમૂવીની હિરોઈન રાની પોતાની જાતની દોસ્ત બનીને,પોતાની જાતને પ્રેમ કરીનેપોતાની જાત સાથે ખુશ રહીનેસાચા અર્થમાં કોઈ રજવાડાની રાણી પણ જેની મહોતાજ હોય એવી આનંદ અને આઝાદીની દોલત મેળવે છે.
અને તમે પોતાની જાતને પ્રોમિસ કરો છોઆવુજ એક મસ્ત-ઢીંચાક-રાપ્ચીક હનીમુનપોતાની જાત માટે,માત્ર અને માત્ર પોતાની જાતને પ્રેમ કરવા..


***
ભીડમાં એકલા રહેવા કરતા શું એકલતામાં જાત સાથે ગોઠડી માંડવાનો આનંદ લેવો વધુ મધુરો નથી?
ટ્રાય કરીએ એક હનીમુન-વેકેશન પોતાની જાત સાથે.
અઢળક ફુરસદની પળો ગમતું કરવાખુલ્લી આંખે સપના જોવારેતીમાં આંગળીઓ ફેરવી નામ લખવા,પહાડોમાં એઇમલેસ રાખડી થાકીને લોથપોથ થવાનદીના લીલવાળા છીછરાપાણીમાં પગ હલાવી છ્પ્પાક-છપ્પાકનું નેચરલ મ્યુઝીક સંભાળવાઆખી રાત જાગીને નોવેલ પૂરી કરવા અને સવારે ઉગતા સુરજને જોઈ તારાઓ ગણીકુંભકર્ણની જેમ ઊંઘવાઅજાણ્યા રસ્તાઓ પર અજાણ્યા મિત્રો સાથે ફોટા પડાવી એ સોનેરી યાદોને કાયમ માટે સંઘરવા.. - આ લીસ્ટ તો પૂરું નહિ જ થાય...
પણ હાકદાચ આ ટ્રાય કરીશું તો એકલા પાડવામાં દુખ નહિ લાગે અને એકલા હોવું એ ઉત્સવ લાગશે -આનંદ અને આઝાદીનો ઉત્સવ!
Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…