Skip to main content

Posts

Showing posts from June, 2013

લાઈફ સફારી~૨૭: “કુંડલી, ગ્રહો, નક્ષત્રો અને સામે હું ... ”

સીન-૧ : " ઈટ્સ અ પ્રોબ્લેમ! " – વુડ બી હબ્બી પોતાની વુડ બી વહુ સાથે સીરીયસ પ્રોબ્લેમ શેર કરી રહ્યો છે! " વ્હેર આઈ એમ પ્રેઝન્ટ , પ્રોબ્લેમ ઇઝ ઓબ્વીઅસ! બોલ હવે શું થયું ? " – વુડ બી વહુ પોતાની અલ્લડ અને નટખટ અદામાં વાતને મજાકના રસ્તે વાળી રહી! " આઈ હેડ ટોલ્ડ યુ ... કે પાપા તને જન્મતારીખ કે કુંડલી માટે કઈ પણ પૂછે, તો જુઠ્ઠું બોલજે અથવા ચુપ રહેજે! પણ..."- વુડ બી હબ્બી આજે મજાકનાં મૂડમાં સહેજ પણ નથી! " યુ નો, આઈ કાન્ટ લાઈ! અને એ પણ તારા મોમ-ડેડની સામે ? ફરગેટ ઇટ. એમ પણ વહેલા કે મોડા આ વાત સામે આવવાની જ હતી. હું છુપાવી રાખત તો મારા મોમ -ડેડ કહી દેતા. એન્ડ ઈટ્સ નોટ અ બીગ ડીલ યાર , હું એચ.આઈ.વી પોઝીટીવ નથી! આઈ એમ જસ્ટ માંગલિક- એન્ડ ઈટ્સ નોટ સીન!" - વુડ બી વહુ એક શ્વાસમાં કહી ગઈ. " એવું નથી યાર , પણ ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ તને મળ્યા ત્યારે જ આ બોમ્બ ફોડવાની જરૂર હતી ? પછી શાંતિ થી કહી દેતા! યુ ડોન્ટ નો સિચ્યુએશન હીયર! પાપા જન્માક્ષરમાં બહુ જ માને છે! અને એમણે તારી અને મારી કુંડલી અમારા ફેમીલી-જ્યોતિષને બતાવી અને...."  " અને જ્ય...

લાઈફ સફારી~૨૬ : ફાધર્સ ડે – પપ્પાને પટાવવાનો પ્રેમાળ પર્વ!

“ બેટા, ડ્રાઈવિંગ કરતી વખતે તો મોબાઈલને આરામ આપ! જે સમયે જે કામ કરતા હોય એમાં જ ધ્યાન આપવાનું! અમે તમારા જેટલા હતા ત્યારે આમ ગાડીમાં ફરવાનું સદભાગ્ય નાં હતું.. બસમાં જ મુસાફરી કરવાની અને મહિનાના છેલ્લા દિવસોમાં તો પગપાળા યાત્રા કરવાનું પણ ભોગે લાગતું.. ” – પપ્પા અચાનક વર્તમાનની એસીની કૃત્રિમ ઠંડકમાંથી ભૂતકાળની શીતળ જગદોજહદમાં પહોંચી ગયા! “ પ્લીઝ ડેડ, નોટ અગેઇન! અમે આ અગાઉ હજાર વખત તમારા જમાનાની વાતો સાંભળી ચુક્યા છે! ટાઈમ હેઝ ચેન્જ્ડ! તમારા જમાનાની ધીમી અને બોરિંગ વાતો હવે આઉટ ઓફ ડેઈટ થઇ! હવે મલ્ટીટાસ્કીંગનો જમાનો છે! આ મોબાઈલ ખાલી કોલ કરવા કે રીસીવ કરવા નથી- સ્માર્ટફોન છે, એમાં કમ્પ્યુટરનું બધું કામ થાય છે, ઈન્ટરનેટ, ગેમ્સ, મુવીસ, મ્યુઝીક.. આખી દુનિયા છે-આ મોબાઈલમાં! મિટીન્ગ્સ , એનીવર્સરી, બર્થડે – કોઈ પણ ખાસ પ્રસંગ કે તારીખ, યોગ્ય સમયે યાદ કરાવે- આ સ્માર્ટ ફોન! આજના જમાનામાં પૈસા તો બધા કમાઈ લે છે – સોશ્ય્લાઈઝ કરવું જરૂરી છે! છોડો, તમને નહિ સમઝાય સામાજિક હોવાની જરૂરીયાત! આટલા વર્ષોમાં ક્યાં કુટુંબમાં કોઈનો જન્મદિવસ કે લગ્નતિથી યાદ રાખી છે તમે! અરે, કોઈના શુભ-અશુભ પ્રસંગમાં હાજ...