P.S. :: આ પોસ્ટ ડેડીકેટેડ છે . કયાંક સંજોગવશાત છૂટી ગયેલા સપનાઓ અને સ્વજનો ને ...
આજની દોડધામભરી જિંદગીમાં મહત્વાકાંક્ષાઓ અને કરિયર ની ચેઝ માં ક્યાંક આપણે આપણા સ્વજન ને "ટેક્ન ફોર ગ્રાન્ટેડ" લઇ લઈએ છે .. એ સ્વ-જન નું આપણી જિંદગી માં મહત્વ ભૂલી જઈએ છે ...
કદાચ એ સ્વ-જન આપણા નસીબ માં સહજતાથી આવી ગયું છે , એથી એનું મહત્વ નાં સમઝી શકનાર આપણે એ નથી જાણતા કદાચ ...
કે એ સ્વ-જન નું મહત્વ એને ગુમાવી ચુકેલા કોઈક ને વધુ છે , કદાચ એને પામી ચુકેલા અને છતાં કદર નાં કરી શકનાર આપણા કરતા!
કાલ્પનિક કેનવાસ પર વાસ્તવિકતાના આ શેડસ કદાચ મદદ કરે આપણી , જે ખોવાઈ ગયું છે એ શોધવા કે પછી જે ખોવાઈ જવાની તૈયારી માં છે એને સહેજવા!
આમીન !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
ટાક.. ટીક.. ટાક .. ટીક ..
ફરી એજ અવાજ .. થોડો પરિચિત.. છતાં અજાણ્યો..
વર્ષો પહેલા દિલ ને ધબકાર ચુકાવી દેનાર..
એ હાઈ હિલ ના સેન્ડલ .. ને સેન્ડલ પર ચાલી આવતી મારી મુસ્કુરાતી સવાર, શરારતી સાંજ ને શમણાઓ ભરેલી રાત ...
અને એક બેફિકરાઈ ભર્યું સ્મિત..
કાશ કહી શકાત એને - તું હાઈ હિલ પહેરે ત્યારે સહેજ પણ જાડી નથી લાગતી.. અને લાગે તો પણ શું ફર્ક પડે છે? .... મારી નજરો તો તારી નિર્દોષ , રમતિયાળ આંખો થી નીચે પહોંચી જ શકતી નથી!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"સાહેબ , મેમસાહેબ માટે ગુલાબ લઈ જાવ ને ... આજે બિલકુલ વકરો નથી થયો સાહેબ.. મેમસાહેબ રાજી થઇ જશે! "- નાનો મેલોઘેલો છોકરો મોંઘા- મૂલની જાહોજલાલી ની જર્ની ખોટ્કાવે છે ..
અને તો પણ એ બેફિકરાઈ ભર્યું સ્મિત ફરી તરવરે છે..
"ગુલાબ નહિ , સનફલાવર આપ ... "- અનાયાસે કહેવાઈ ગયું અને અચરજ સાથે ફૂલ વેચવાવાળો બીજા ફૂલ[ FOOL] ને જોઈ રહ્યો!
"સાહેબ આ રેડ રોઝ સરસ છે , વિલાયતી ને સુગંધ પણ સરસ આવે છે , આ લઇ જાવ ને! સુર્યમુખી તો કોઈ નઈ લેતું, એમાં તો કઈ સુવાસ પણ નાં આવે સાહેબ! નાં તો કોઈ સુંદર રંગો છે એના! "- વિલાયતી રેડ રોઝ વેચીને વધુ નફો કરવાની ગણતરી ટેણકા ની સમઝાઈ .... પણ મારી સન્ફ્લાવારી ગણતરી સમઝવા મનેય જાણે કેટલા વર્ષો લાગ્યા!
એકદમ લડાયક ને તીખી તું, કદાચ આ સનફ્લાવર ની જેમ હંમેશા મજબુરીઓ ને પરિસ્થિતિ ની સામે લડતી , મથતી .. સામે પડતી , કદાચ એટલે જ તને આ સુવાસ-હીન સનફલાવર જ પ્રિય હતું ...
અને તને રોઝ આપવાની ભૂલ કરી બેઠો હું ...
કાશ તને સમઝાવી શકત કે તારી સન-ફ્લાવરી ખુમારી અને તીખાશને હું દિલો-જાન થી ચાહું છું , માત્ર એમાં મારી લાગણીઓ ને પ્રેમની ગુલાબી સુવાસ ખૂંટે છે , મને ઉમેરવા દઈશ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"જ્યારે ટેન્શન હોય ત્યારે ચોકલેટ ખાવાની ... "- તારા શબ્દો જ્યારે જ્યારે મારું બી.પી હાઈ થાય ત્યારે મારી આસ-પાસ ઘુમરાય છે!
અને કોલેજ ની એકઝામ્સ ના ટેન્શન માં , મિત્રો સાથેની બબાલ ના ટેન્શન માં કે ઘર ની કોઈ પર્સનલ પળોજણ માં - માત્ર કે નાની ફાઈવ-સ્ટાર ખાઈ ને તરો-તાઝા થઇ જતી તું , તારી સ્મૃતિ ... કદાચ મારું બી.પી અનાયાસે જ વધારે છે!
કાશ તને મહેસુસ કરાવી શકત કે તું હોય આસ-પાસ તો ટેન્શન ક્યાંથી હોય? તારા નાં હોવાની તો આ બધી ઉપાધી છે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"બ્લુ કલર નું પર્સ મંગાવ્યું હતું ને ... આ કયો શેડ લાવ્યા બ્લુ નો? " - જ્યારે મારી જીવનસંગીની પ્રેમ પૂર્વક પૂછે છે તો ...
કઈ રીતે સમઝાવું એને કે.... મારા બધા જ રંગો પરાયા છે ..
અને જે રંગો મારા છે , મારી યાદ માં છે ..., યાદ-દાસ્ત માં છે .. એ બધા જ "એના " જ રંગો છે ..
એના કોટન ડ્રેસ નો બ્લુ કલર ..
ને એના પર્સ નો ઓફ વ્હાઈટ કલર..
એનો ઓલ ટાઈમ ફેવરીટ બ્લેક કલર..
એની આંખો નો બ્રાઉન કલર..
એના ગાલો પર શરારતી ગુલાબી કલર..
એના ગુસ્સા નો લાલાશ પડતો કેસરી કલર...
અને
અને
અને
સફેદ કલર એની "ના" નો ....................... ,
અને એ "ના" પાડતા એની દિલમાં ઘુમરાતી ઉદાસી અને લાચારી નો - "ગ્રે" કલર..
મને જોઇને ફંટાઈ જતા એના દિલ માં ઉઠતી ટીસ નો લોહી જેવો "લાલ" કલર ...
અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર..
કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે ...
કે જિંદગી તેરી ઝુલ્ફો કી નરમ છાઓન મેં ગુઝરને પાતી તો શાદાબ હો ભી સકતી થી!
Comments
The best is yet to come!
All the Best !
very good one...
છેલ્લા પેરેગ્રાફમાં રંગો થકિ બહુ અદભુત વાત કહિ તમે.. છેલ્લી લાઇન.."અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. "... પરથી મને અમૃતા પ્રીતમજીની વાત યાદ આવી ગઇ. એના લગ્ન સોળ વર્ષની ઉમરે થયેલ ને એને સપનાનો રાજકુમાર મળ્યો હતો છેક વીસ વરસે, લગ્ન બાદ. જીવનનો ગમે તે પડાવ હોય આમેય સાચી લાગણી ને પ્રેમ સંબંધો હમેંશા ચક્રવાતની જેમ ફુંકાવાનુ ક્યા ચુકે છે કદિ? ને તહેસનહેસ થતા પછિ તો વાર ય શુ લાગે? ને એણે પોતે જ એના પ્રેમીથી અલગ થઈ જવાનો નિર્ણય લઇ લીધો નદીના કિનારાની જેમ જ... અમૃતાજીનો ઉલ્લેખ એટલે કર્યો ફકત કે પોતાની અંગત જીંદગીના પાના ખુલ્લેઆમ ફરફરાવવાની હિંમતમાં એની તોલે કોઇ આવી જ ના શકે.. પોસ્ટ લા-જવાબ છે.. ઓછા શબ્દોમાં ઘૂંટાતો રંગ..અભિનંદન..
:)
aa j smiley use karvanu always!
:)
obliged..
prince of ahmedabad , hazure-alaa, busy Bee spending time in reading my blog post!
shukriya , jahenasib!
thanks dear, for reading and commenting! :)
Its indeed a lovely post, as it is @ love and loved ones!
just ur comments presence is ennough for motivating me!
nahi to nachiz kya kai lakhe chhe :/
thanks a lot for reading and commenting!
"અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. ".
હા, એ લાઈન્સ કદાચ આ પોસ્ટ ને સાર્થક કરે છે ... કેમેકે ..
કાયમ ખળ ખળ વહી જતી નદી ના બંને કિનારા કાયમ સમાંતર રહે છે , છતાં મળી શકતા નથી .. અને આ કિનારાઓ વચ્ચે નદી તો નિર્મળ ને અસ્લાખિત વહે છે પણ , કિનારા પર રહી જાય છે , "લીલ" - સમાંતર છતાં અંતરણાં દુખ ની , કે પછી સામે જોઈ જોઈ ને દાઝતા દિલ ની , ઝેર ઝેવી જ કદાચ એટલે - લીલી - લીલ..
દુખતા દિલે, પણ સ્વીકાર કરી ને જીવી જવા સિવાય જયારે ઉપાય જ નથી ત્યારે કદાચ આ મજબૂરી નો રંગ- લીલો જ હોઈ શકે ને , શું કહો છો?
થેન્ક્સ તો નહિ કહેવું જોઈએ ..... , છતાં તુ આવા લાગણી ના લવારા બૌ વાંચતો નથી , તો પણ મને સહન કરી એ માટે :) શુક્રિયા!
પછી ના સમજાય એટલે "હશે,આ આપડી ગજા બહાર ની વાત છે" એમ નિસાસો નાખી બહાર નીકળી જાવ
પછી વરસાદ ની પાછળ ધીમી સુગંધ આવે એ રીતે થોડુંક ગળે ઉતરે અને થોડુંક....
પણ મેમ જે લખ્યું છે એ બિયોન્ડ રાઇટીંગ છે
આમજ લખતા રેહજો
દિલને ઓગાળતા ખયાલ... શબ્દોથી વહેતુ વ્હાલ..
એ પણ ઉત્તમ શબ્દો સાથે...
- દર્શિત.