Skip to main content

હીર , સ્ટોરી બુક, ટેલેન્ટ શો અને કોમ્પીટીશન ની પીટીશન : રુક જાના નહિ તુ કહી હાર કે ...

"રીયલી , વોટ અ મુવી.. વોટ અ મેસેજ... હેટ્સ ઓફ !  ખરેખર બાળકો ને જે બનવું હોય, જે કરવું હોય એ જ કરવા દેવું જોઈએ! એમની ઈચ્છા , એમના સપના અને એમનું ગોલ જે હોય એ રસ્તે વળવા દેવા જોઈએ! આપડે તો બોસ માની ગયા ૩-ઇડીઅટ્સ ની ટીમ ને! કાશ આ જોઇને પણ માં-બાપ ની આંખ ઉઘડે! "
" યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બડ્ડી ! જો ને અમારી ચિંકી ની મોમ ને તો મેં પહેલે થી જ કહી દીધું છે, ચિંકી ને કોઈ વાત નું પ્રેશર ની જ આપવાનું! એને જે ગમે કરવા દેવાનું. આપણે આટલું ભણ્યા ને આ રેટ રેસ માં આટલું દોડ્યા ને હન્ફ્યા , હવે આપણા બાળકો ને તો નહિ જ આ ગાંડપણ ! અમારી ચિંકી ને મ્યુઝીક નો બહુ શોખ છે! એટલે એને અમે મ્યુઝીક ના એરિયા માં જ પુશ કરીએ છે.. ભણવા માં જેટલું ખેંચે ... જોર નહિ કરવાનું યાર! "
" એકદમ સહી બોસ! "તારે ઝમીન પે"  મુવી માં પણ એવો જ મેસેજ છે ને કે બાળકો નાના છોડ જેવા છે , એમને ઉગવા દો, મનગમતી દિશા માં , મનગમતા શેપ માં .. એમના પર તમારા સપનાઓ અને અપેક્ષાઓ નો બોજો નહિ જ લાદો.. યાર ભલે ને આર્ટસ માં ભણે કે સાયંસ , ભેજું  અને પેશન હશે તો એની ફિલ્ડ માં કઈ પણ કરી ને સેટ થઇ જ જશે! આ કોમ્પીટીશન , રેસ , રીઝલ્ટ એવું બધું તો મિથ્યા છે! બાળકો ને મન થાય એમ રમવા દેવાના ... આ ઉમર કઈ પાછી થોડી આવશે? "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" તે કોલ બેક ના કર્યો.. હું રાહ જોતો હતો.. હીર નો ટેલેન્ટ શો પત્યો કે નઈ? " - કેયુર ના અવાજ માં એજ બેચેની વર્તાઈ રહી જેને વશ થઇ ને હું છેલ્લા એક કલાક થી હીર ની સ્કુલ ની બહાર તડકા માં તપી રહી હતી..
"ના, હજુ ફીનીશ નથી થયું. હીર ના ફ્રેન્ડસ ની મમ્મીસ સાથે હું એની સ્કુલ ની બહાર બેઠી છું.. થોડી ગભરામણ થાય છે.. આઈ મીન , હીર ને પ્રેક્ટીસ પણ સરસ કરાવી છે અને ઘેર એ પરફોર્મ પણ એકદમ મસ્ત કરતી હતી પણ સ્કુલ માં જઈ ને ... આઈ નો .. " - વારે વારે સ્કુલ ના ગેટ માંથી અંદર સુધી સ્કેન કરતી નજરો પણ હવેતો થાકી હતી..
"ચીલ , હીર હજુ પ્લે ગ્રુપ માં જ છે અને આ એક સિમ્પલ ટેલેન્ટ શો છે. ડોન્ટ ગેટ પેનિક. અને તે આટલી મહેનત કરી છે તો વિશ્વાસ રાખ, હીર સારું પરફોર્મ કરશે જ! કેમ નેગેટીવ વિચારે છે ?" - કેયુર ના એક પ્રશ્ન સાથે દિલ અન દિમાગ જાણે એક પળ માં વર્ષો પાછા વહી ગયા ....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"ભુમિકા, આ વખતે આપણા ક્લાસ માંથી ફેન્સી ડ્રેસ માં તારું નામ મેં જાતે જ લખ્યું છે. કાલે મને લખાવી દેજે તું શું બનીશ .. " - ક્લાસટીચરે એટેન્ડન્સ લઇ ને એનાઉન્સમેન્ટ કર્યું અને પાછળ બેસી ને ધમાલ કરતી તોફાની બારકસ ચબ્બી , ના રે ગોલુ મોલું એવી હું એકદમ સડક થઇ ગઈ ... 
" નાં મેમ, હું વકતૃત્વ સ્પર્ધામાં રહીશ .. મને ફેન્સી ડ્રેસ ના ફાવે .." - પહેલી વાર મારો માઈક ને પણ શરમાવે એવો અવાજ એકદમ લો પીચ પર નીકળ્યો ..
"નામ ફાઈનલ થઇ ગયા છે .. હવે કોઈ ચેન્જ નઈ જ થાય.. એક વિક છે તારી પાસે. યુ કેન ડુ ઈટ.. આઈ નો! "- ટીચર તો ચાવી ચઢાવી ને જતા રહ્યા અને બાકી ના બધા પીરીયડ તોફાની બારકસ એવી મને એકદમ ડાહી ડમરી થઇ ગએલી જોઇને  બધા જ ટીચર્સ ને નવાઈ લાગી..
એક સરેરાશ મિડલ ક્લાસ ફેમીલી માં કોઈ સ્કૂલી કોમ્પીટીશન  માટે ના તો કોઈ એક્સ્ટ્રા બજેટ હોય , ના તો મોંઘવારી માં ભીંસાતા મોમ-ડેડ પાસે ટાઈમ હોય ...
અને જાતે શું બનું , ના બનું .. .ના વિચાર માં સંસ્કૃત ના ટીચર ની એડવાઈઝ થી ફાઈનલ થયું મારું ફેન્સી ડ્રેસ નું કેરેક્ટર - "રાધા" ...
સસ્તું, સરળ  ને ટકાઉ   :) 
મસ્ત મઝા ના ચણીયા ચોળી પહેરી ને સ્કુલ માં વટ માર્યો .....,
વકતૃત્વ સ્પર્ધા માં હર-હમેશ જીતવાના કેફ માં , ડાયલોગ એક વાર જોયા ના જોયા ને ફોર્મ માં સ્ટેજ પર પહોંચી.. 

અને જે સ્પીડથી સ્ટેજ પર પહોંચી એથી વધુ સ્પીડ માં ડાયલોગ સડસડાટ બોલી જવાયા જાણે પાછળ વાઘ પડ્યો હોય.. 
આવી બેચેની કદાચ વકતૃત્વ સ્પર્ધા માં કયારેય નહોતી થઇ તો આજે આ બીક ને ગભરામણ ?
કદાચ આજે હું સ્ટેજ પર ભુમિકા બની ને નહિ પણ રાધા બની ને આવી હતી , અને એ રાધા ના રોલ માં મને ગોઠવતી નજરો થી બચવા જ કદાચ ... 
સ્ટેજ ની નીચે ઉતરી ને એકદમ હળવું મહેસુસ થયું! 

ના, બિલકુલ સરળ નથી બીજા ના રોલ ને નિભાવવું.. - પહેલી વાર મારી હોશિયારી ઉતરી ગઈ ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આજે જાણે હીર ની સ્કુલ નો ટાઈમ કેમેય પૂરો જ નાં થાય... અને મારી જેમ બધી જ અધીરી મમ્મી ઓ સ્કુલ ની બહાર આમ તેમ અટવાય ..
જાણે ૧૦ કે ૧૨ ની બોર્ડ ની એક્ઝામ હોય એવું ટેન્શન ...

અને છેલે દરવાજા ખુલ્યા....ને પોત પોતાના બાળકો ને લેવા અને એથી વધુ આતુરતા થી ટેલેન્ટ શો નું રીઝલ્ટ  જાણવા અમે બધા એકસાથે અંદર પ્રવેશ્યા...
"રીઝલ્ટ , સોમવારે બચ્ચાઓ ની સ્કુલ બેગ માં મોકલીશું ... " - રીનામેડમ ના એનાઉન્સમેન્ટ થી મમ્માઝ ની ટીમ માં ફરી હલચલ થઇ ગઈ...

ડેઈલી સોપ માં જેમ ટી.આર.પી. વધારવા ખતરનાક મ્યુઝીક સાથે ફ્રાઈડે કોઈ ટર્નીંગ પર સ્ટોરી ને સ્ટોપ કરી દે ને સોમવાર સુધી માં - હવે શું થશે ની ઇન્તેઝારી માં દર્શકો ઝોલા ખાયા કરે.. કૈક એવું જ ..

"મેમ , હીર નું પરફોર્મન્સ કેવું હતું?" - રીઝલ્ટ ની રાહ માં વિખેરાઈ ગયેલી હું ધીરેક થી રીનામેમ ની પાસે પહોંચી ..

"હીર વોઝ લુકિંગ વેરી સ્વીટ..  સ્ટેજ પર આવીને ૨-૩ લાઈન્સ બોલી , થોડી લો પીચ માં અને પછી ચુપ થઇ ગઈ .. કદાચ થોડી કોન્શિયસ થઇ ગઈ માઈક અને જજીસ જોઇને .. પણ શી એન્જોય્ડ અ લોટ.. એને બહુ મઝા આવી એના પરફોર્મન્સ માં ....એવું એના ફેસ પર એકદમ દેખાતું હતું..  " - રીના મેમ એકદમ શાંતિ થી સમઝાવી રહ્યા ..
અને મારો હાથ પકડી ને ઘેર જવા ઉતાવળી થયેલી હીર જાણે આ બધા થી અજાણ એના જ લોક માં એકદમ મૌજ કરી રહી! 

"મમ્મા , તે તો કીધું હતું હું સ્ટોરી બુક બનીશ તો ટીચર મને ગીફ્ટ આપશે .. ટીચરે મને ગીફ્ટ નાં આપી.. " - ફૂલ સ્પીડ માં જતા એકટીવા ને એકદમ બ્રેક મારી , ટર્ન લીધો ગીફ્ટ શોપ તરફ.. અને એક મસ્ત કાર્ટુન વાળી વોટરબેગ લઈને ગીફ્ટ પેક કરાવી .. 
"મમ્મા , આઈ લવ યુ! "- હીર ની આંખો માં ગીફ્ટ જોઇને આવેલો સ્પાર્ક કદાચ કોમ્પીટીશન જીતવા કરતા વધુ આનંદદાયક હતો! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"હે ભુમિકા... કેમ છો? આફ્ટર સો લોંગ!! કેમ છો?" - રૂટીન ઓફીસ ડે માં હીર ની ફ્રેન્ડ ની મોમ નો કોલ આવે અને મારું દિલ જાણે એક ધબકારો ચુકી જાય! કે હવે કયો ડે કે સેલિબ્રેશન  હું ભૂલી ગઈ હોઈશ? 
{ હીર ની સ્કુલ ના ઇવેન્ટ કેલેન્ડર ના અધધધ ડેયઝ સેલિબ્રેશન માં થી એક ભૂલ માં ચુકી જવાયો હતો જે  હજુ ચચરે છે! }
"હાય , આઈ એમ ફાઈન .. તમે ફરમાવો.. બાય ધ વે , આજે કઈ સેલિબ્રેશન તો ના હતું ને , કે જે હું ભૂલી ગઈ હોઉં! "- દિલ અને દિમાગ ફોન પર ને હાથ કી બોર્ડ પર, મલ્ટી પ્રોસેસિંગ વગર તો કેમેય કામ નાં ચાલે! 
"ના યાર, આ તો આજે ટેલેન્ટ શો નું રીઝલ્ટ આવ્યું , તે ઘેર કોલ કરી પૂછ્યું? મારી સ્વીટી ને કોન્સોલેશન પ્રાઈઝ મળ્યું છે ... ડ્રેસિંગ માટે.. હીર ને પણ મળ્યું હશે કદાચ.. આપણે કેટલી મહેનત કરી યાર, અને આ ટેણીયા ટાઈમ પર ફસકી પડ્યા! ટીચર કહેતા હતા કે હીર ને સ્વીટી બંને જો સહેજ પણ બોલ્યા હોત તો બંને વિનર્સ જ હોત.. બૌ જ દુખ થાય છે યાર.."- હીર ની ફ્રેન્ડ ની મોમ ના અવાજ માં એક હારવાનું દર્દ અને સ્વીટી આટલું પણ નાં કરી શકી નો અફસોસ મને આટલે દુર સંભળાઈ રહ્યો! 

"ઇટ્સ ઓકે યાર, મેં તો હીર ને પ્રાઈઝ ઇવેન્ટ ના દિવસે જ અપાવી દીધું .. મારા માટે તો શી ઈઝ વિનર , કેમકે એને પાર્ટ લીધો અને સ્ટેજ પર, માઈક લઈને ૨ સેન્ટેન્સ પણ બોલ્યા! બૌ છે યાર!  "- કૈક સહજતાથી બોલી તો ગઈ ...કદાચ મને યાદ આવી ગઈ સ્ટેજ પર નર્વસ થઇ ગયેલી બેબી ભુમિકા ...  અને ગર્વ થયો હીર ના ૨-૩ લાઈન ના પરફોર્મન્સ પર.. 

અને પ્રશ્ન થયા મન માં ...
કે હું હીર ને નાની ઉમરે કઈ વધુ પ્રેશર તો નથી આપતી ને ?
શું સાચે આવી કોમ્પીટીશન માં બાળકો ને ભાગ લેવ્ડાવવું બિન જરૂરી છે ?
શું બાળકો ને મન થાય એ જ કરવા દેવું - નો વાદ ઈફેક્ટીવ છે ખરો ? 

બાળકો તો કુમળા છોડ છે , એમને જોર નહિ આપવાનું , એમની રીતે વિકસવા દેવાના , એવું બધું કદાચ સાચું હશે! 

પરંતુ એટલું જ સાચું એ પણ છે જ ને કે .....
કોમ્પીટીશન ખુબ જરૂરી છે , અંદર ઊંડે ઊંડે કૈક પેશન અને જુસ્સો જગાડવા. 
કોમ્પીટીશન જરૂરી છે - ક્રીએટીવીટી ની આગ માં ઘી બનવા .. 
અને કોમ્પીટીશન જરૂરી છે - ડાર્વિન ના સિધ્ધાંત પ્રમાણે અસ્તિત્વ ટકાવી રાખવા!  


અને છેલ્લે હીર ની ટેલેન્ટ શો ના કેટલાક સ્નેપ શોટ્સ.. 
હીર ટેલેન્ટ શો માં સ્ટોરી બુક બની હતી .. [ મને બુક્સ સિવાય ઝાઝું કઈ સુઝે નહિ એટલે....]
અને નીચેની Poem એણે ગાઈ હતી.. [ Poem written by  :) Me ... ]

" I am a story book..
                                    I am a story book...
Look here and Listen to me...
                                    I am a story book..
Tiger , Lion... Monkey and crocodile....
                                    Cinderella and Barbie will also come for a while...
Listen to me.. 
          Play with me....
I AM A STORY BOOK!!! "

હીર ની સ્ટોરી બુક ::





























એન્ડ .......... હીર એઝ સ્ટોરી બુક ::

























અને ફાઈનલી મારી  પ્રિન્સેસ હીર ની કોન્સોલેશન પ્રાઈઝ ::






Comments

Bhumika Patel said…
simple n sweet..
lovely article mam...
bhumika said…
@bhumika patel

Thanks a lot for reading dear:)
i thought this can be perfect way of treasuring sweet memories for life time...
Harsh Pandya said…
eમસ્ત...
હવે તમારા સવાલનો જવાબ-નહિ.બિલકુલ નહિ.પણ હા,એ સ્ટ્રગલ જ્યાં સુધી એ જાતે નહિ કરે ત્યાં સુધી એણે એ હાર જીતનું મહત્વ નહિ સમજાય. ત્યાં સુધી તમારે એને ગાઈડ કરવાની. ;) આફ્ટર ધેટ, એ જાતે શીખશે.પણ કઈ રીતે શીખવું એ તમારે એને સમજાવવું પડે. :)
Hiten Bhatt said…
મમ્મા , તે તો કીધું હતું હું સ્ટોરી બુક બનીશ તો ટીચર મને ગીફ્ટ આપશે .. ટીચરે મને ગીફ્ટ નાં આપી.. " - ફૂલ સ્પીડ માં જતા એકટીવા ને એકદમ બ્રેક મારી , ટર્ન લીધો ગીફ્ટ શોપ તરફ.. અને એક મસ્ત કાર્ટુન વાળી વોટરબેગ લઈને ગીફ્ટ પેક કરાવી .. - આ બહુ ગમ્યું........તાજેતરમાં જ મારી દીકરી રીવા પણ ઝાંસીની રાની બનેલી....સોનલ-મારી પત્નીની બહુ મહેનત હતી....પણ રીવા માઈકથી દુર ઊભીને ડાયલોગ બોલી અને ઇનામ ન મળ્યું.......અને મેં પણ તમારી જેમ જ ડ્રોઈંગ બુક જ અપાવી...ખુબ ગમ્યું તમારું લખાણ.......લાગણીઓને આવી રીતે આવડે તેવી ભાષામાં વાચા આપવી તે પણ એક કળા છે...અભિનંદન
Hiten Bhatt said…
મમ્મા , તે તો કીધું હતું હું સ્ટોરી બુક બનીશ તો ટીચર મને ગીફ્ટ આપશે .. ટીચરે મને ગીફ્ટ નાં આપી.. " - ફૂલ સ્પીડ માં જતા એકટીવા ને એકદમ બ્રેક મારી , ટર્ન લીધો ગીફ્ટ શોપ તરફ.. અને એક મસ્ત કાર્ટુન વાળી વોટરબેગ લઈને ગીફ્ટ પેક કરાવી .. - આ બહુ ગમ્યું........તાજેતરમાં જ મારી દીકરી રીવા પણ ઝાંસીની રાની બનેલી....સોનલ-મારી પત્નીની બહુ મહેનત હતી....પણ રીવા માઈકથી દુર ઊભીને ડાયલોગ બોલી અને ઇનામ ન મળ્યું.......અને મેં પણ તમારી જેમ જ ડ્રોઈંગ બુક જ અપાવી...ખુબ ગમ્યું તમારું લખાણ.......લાગણીઓને આવી રીતે આવડે તેવી ભાષામાં વાચા આપવી તે પણ એક કળા છે...અભિનંદન
Envy said…
Congrats to Heer and you2 also.
*
Let kids do what they want to do.
Just make them understand that competition is bad and good but not to be chased, always.
Instead, use that chasing power, energy and time for making yourself better than others..believe me, its quality time.
*
You have style of writing different from many, keep it up.Kudos
rajni agravat said…
સુપર, ડુપર, એલન કુપર
વધુ લખીશ તો કોઈક કહેશે
આવી સરસ બ્લોગપોસ્ટ પર
તું તો ચુપ (જ) મર !
Nn said…
Congratulations to lil story book Heer :)

Your childhood incident reminded me of one of mine, very similar when I had become speechless on stage, he he..

take care, keep writing,
Nidhi
Kartik Mistry said…
હાય હાય, આટલું બધું ટેન્શન? ;)
Aakanksha said…
Kisses to the cute li'l story book!!!

I still remember my first Fancy Dress Competition... Hu chhapu bani'ti and- as u n I have this long list of common things- I did not speak a word on stage!!!!!!!
Unknown said…
કોપિટીશનના રિઝલ્ટ પહેલા તેને કોમ્પિટીશન શું છે તે સાજાવવું વધુ અગત્યનું છે અને તે માટે તેને તુલના કરતા શિખવવું વધુ અગત્યનું છે. નિખાલશ રિતે પોતા કરતા બીજાના સારા પરફોમન્સ ને સ્વિકારતા શિખવવું જોઇએ. જો આટલું બાલકો સમજી જાય તો ભવિષ્યમાં ક્યારેય હાર થી ગભરાશે નહી. અને મારા મતે કદાચ દર વખતે જીત્યા વગર ગિફ્ટ લઈ દેવી અને તેનું અને આપણૂ બન્નેનું મન મનાવી લેવુ તેના કરતા આ વધુ યોગ્ય છે હા સહેલુ નથી જ. બેસ્ટ ઓફ લક ટુ યુ બોથ .
Unknown said…
Madam, your writing is very fresh and real. Your style of writing is very unique. Not sure if you are writing from ADIT days !! Keep it up. Congratulations..

Mihir Shah

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...