“ દીદી, આમ કેમ થાય? બાળપણની મિત્રતા , એના પ્રેમ પ્રત્યેની મારી શ્રદ્ધા અને
લોહીમાં જાણે વણાઈ ગયેલી મારી લાગણીઓની એને કેમ કોઈ જ કીમત નથી ? એક-બીજાની આંખો
વાંચીને જ આખી સ્ટોરી સમજી જનાર , કેમ મારી લાગણી અને પ્રેમ ના સમઝ્યો ? હું એને
લાયક ન હતી ?- જો ખરેખર એમ હતું તો એક વાર એની અપેક્ષાઓ કહી તો હોત, હું એના
ઢાળમાં ઢળી ગઈ હોત.... જે મારા પ્રેમ અને નિષ્ઠાને ના સમજયો એની મિત્રતાનો પણ શું
ભરોસો કરું? “ – ભાવનાના શબ્દોની સાથે એની ભીની આંખોમાંથી જાણે લાગણીઓ પણ બોલી રહી હતી.
બાળપણની મિત્રતા કહો કે બાળપણની પ્રીત; વર્ષોથી આંખમાં પ્રેમથી આંજેલું કાજળ જ આજે
વાસ્તવિકતા ની ઝાંય બનીને કઠિ રહ્યું અને રાતો જાગીને જોયેલા સપનાની કરચો એ કાજળના
ઘેરા રંગમાં વેદનાનો લાલ રંગ ઘૂંટી રહી...
શું કહું ના કહું ની
અવઢવમાં હું સુન્ન મગજે , અધખુલ્લી બુકમાં જાણે જવાબ શોધી રહી.. મારા, ભાવનાના અને
બીજા કેટલાય રીલેશનના લેશનથી થાકેલાઓના..
“કૃષ્ણ સાથેનું આ તાદાત્મ્ય મારે માટે અસ્તિત્વનો પર્યાય હતું. મારી તમામ
ઈચ્છાઓને હું એમના ચરણોમાં ધરી દેતી એવી દ્રઢ શ્રદ્ધા સાથે કે હું જે ઝંખી રહી છું
તે કૃષ્ણ જાણે છે. જો હું યોગ્ય હોઈશ તો કૃષ્ણ મને મારી ઝંખનાઓનો પ્રત્યુત્તર
આપ્યા વિના રહેશે નહિ.અધિકાર શબ્દ સાથે યોગ્યતા જોડાયેલી છે. જે તે વ્યક્તિ કશું
પામવાનો અધિકારી હોય તો એ પામવાની યોગ્યતા પણ એનામાં હોવી જોઈએ. સમયથી પહેલા અને
યોગ્યતાથી વધુ કોઈને મળતું નથી એ વાત મને કૃષ્ણ સાથેની મૈત્રીમાંથી સમજાઈ. હું
એમના સખ્યને જ યોગ્ય હતી , પ્રણય કે પરિણયને નહિ. એ વાત કૃષ્ણ ને સમજાઈ હશે એટલે
મને એમના સખ્યથી સન્માનિત કરી હશે. પ્રણય કે પરિણયના સંબંધો અમારી વચ્ચે ન હોઈ
શકે, ન થઇ શકે ,એ વાત એમણે મને શબ્દોમાં કહ્યા વિના જ સમજાવી દીધી... “ કાજલ ઓઝા વૈદ્યની બુક “દ્રૌપદી” માંથી બુકમાર્ક આગળના પેજ પર સરકાવી હું અસ્ખલિત વાણીએ આખો
પેરેગ્રાફ વાંચી રહી ... ન તો કોઈએ મને વચ્ચે અટકાવી, ન તો હું સ્વ-ગત વાંચવાની
જગાએ આખા કોચ ને સંભળાય એમ જ્ઞાન-ગોષ્ઠી કરું છું એ જાણ થઇ.. મહેસુસ થયું માત્ર એક ખેંચાણ , તીવ્ર
ઝંખના જાણવાની, એક અજબ ઉત્કંઠા પૂછવાની –પ્રશ્નોપનિષદ જે દ્રૌપદીને પણ પજવતું
હતું..
મારા શબ્દ વિરામ
સાથે જાણે ભાવનાના આંસુ અને વેદનાઓ પણ ઘડીભર થંભી ગયા ..
પણ મારું પ્રશ્નોપનિષદ હું કોને પુછું, મનોમન વિચારી રહી.. ના તો મારે
શ્રી.કૃષ્ણ જેવા સખા છે , ના તો આધ્યાત્મિક ઉકેલ અને ઉત્તરો મારી બળતરા ઠારી શકે
છે! ઘેર કેયુર [પતિ-પરમેશ્વર] ને પણ ન પૂછી શકાય આ પ્રશ્નોપનિષદ,નહિ તો બીજા જ
દિવસે મને સીક લીવ લેવડાવી કારેલીબાગ[ જ્યાં ફેમસ મેન્ટલ હોસ્પિટલ છે- જનહિત માં
જારી J ] ફરવા
લઇ જાય!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એટલે કે વાત જાણે એમ છે ....
કે..
કે.....
કે........
આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત..
એન્જોય :) અને કમેન્ટ માં તમારો ફીડબેક લખવાનું ભૂલતા નહિ :)
:)
Comments