Skip to main content

શ્રદ્ધા ની આંખો જાત મેળે ફોડી ~ ગાંધારી સમી અંધશ્રદ્ધા એ , જણી કૌરવો ની ટોળી!

(૧) 
{
~~ " ઈટ્સ અ પ્રોબ્લેમ ! "
~~" વ્હેર આઈ એમ પ્રેઝન્ટ , પ્રોબ્લેમ ઇઝ ઓબ્વીઅસ! બોલ હવે શું થયું ? "

~~" આઈ ટોલ્ડ યુ, કે પાપા તને જન્મ તારીખ કે કુંડલી માટે કઈ પણ પૂછે તો જુઠ્ઠું બોલજે અથવા ચુપ રહેજે ! પણ ."
~~"યુ નો આઈ કાન્ટ લાઈ ! અને એ પણ તારા મોમ-ડેડ ની સામે ? ફરગેટ ઇટ. એમ પણ વહેલા કે મોડા આ વાત સામે આવવાની જ હતી. હું છુપાવી રાખત તો મારા મોમ -ડેડ કહી દેત. એન્ડ ઈટ્સ નોટ અ બીગ ડીલ યાર, હું એહ.આઈ.વી પોસીટીવ નથી , આઈ એમ જસ્ટ મંગલીક- એન્ડ ઈટ્સ નોટ સીન! "

~~" એવું નથી યાર, પણ ફર્સ્ટ ટાઈમ મોમ-ડેડ તને મળ્યા ત્યારે જ આં બોમ્બ ફોડવાની જરૂર હતી? પછી શાંતિ થી કહી શકાત! યુ ડોન્ટ નો સિચ્યુએશન હીયર ! પાપા જન્માક્ષર માં બહુ જ માને છે ! અને એમણે તારી અને મારી કુંડલી અમારા ફેમીલી-જ્યોતિષ ને બતાવી અને...."
~~ "વેઈટ અ સેક , ફેમીલી-જ્યોતિષ? એ શું હોય ? મેં ફેમીલી ડોક્ટર સાંભળ્યું છે પણ ફેમીલી-જ્યોતિષ? અને વોટ-એવર , જ્યોતિષ કઈ પણ કહે શું ફરક પડે છે ? તને ફરક પડે છે એનાથી ? તો લેટ ઇટ બી !!  આઈ ડોન્ટ કેર! "

~~ " કાન્ટ યુ બી સીરીયસ એટ એની ટાઈમ ? શાંતિ થી સાંભળ. પાપા એ આપણી કુંડીઓ મેચ કરાવવા આપી હતી અમારા ફેમીલી-જ્યોતિષ ને , અને ..."
~~"અને જ્યોતિષ મહારાજે કહ્યું કે -  કુંડલી નથી મળતી, કન્યા ને ભારે મંગળ છે , કાલ-સર્પ દોષ તો સમ્ઝ્યા પણ જન્મ નક્ષત્ર પણ ભારે છે! - મૂળ-નક્ષત્ર નું જાતક પોતાના અને પોતાના સ્નેહીઓ માટે પણ પ્રોબ્લેમ્સ સર્જે છે... એન એવું બધું કહ્યું ને ? ઓલ્ડ ક્રેપ્ , હજાર વાર આં લવારો સાંભળ્યો છે મેં! "

~~"હે , તને કેવી રીતે ખબર પડી? પાપા એ તને કીધુ ? - નો, નોટ પોસિબલ ! ડોન્ટ ટેલ મિ - તું પહેલે થી જ આં બધું જણાતી હતી કે તારી કુંડલી માં આટલા પ્રોબ્લેમ્સ છે ! મને એક વાર કહેવાય નહિ ? " 
~~"ઓહ! ઓફ કોર્સ મને તો ખબર હોય જ ને કે મારી કુંડલી મારા વિષે શું સાચું-ખોટું કહે છે! આઈ ફોરગોટ ટુ ટેલ યુ ! તારી સાથે ફ્રેન્ડશીપ થઇ ત્યારે જ મારે એક ફોર્મ ભરી , સાથે કુંડલી એટેચ કરી દેવાની હતી, પેલું જોબ માટે એપ્લાય કરીએ એમ જ તો!  મેં તો મારા રિઝ્યુમમાં પણ આ વેરી મચ ઈમ્પોરટન્ટ ડીટેઈલ્સ નથી રાખી , આજે એડ કરી દઈશ!  "

~~ " કટ ઇટ! હું તો એમજ પૂછતો હતો , પહેલેથી ખબર હોત તો હું પાપા ને હેન્ડલ કરી લેત અથવા કુંડલી મેળવવા આપવા જ ના દેત! હવે તો ભારે સંકટ આવ્યું છે! પેલા પાપા ના ફેવરીટ જ્યોતિષ એ એવી આગાહી કરી છે કે -" જો આં કન્યા સાથે તમારા પુત્ર ના વિવાહ થશે તો એક જ વર્ષ ના ટૂંકા ગાળા માં કન્યા ની કુંડળીનો ભારે મંગળ તમારા પુત્ર ને ભરખી જશે! અને જન્મે લાગેલો મૂળ-દોષ એ એક વર્ષ માં પણ તમારા પુત્ર નું ધનોત-પનોત કાઢી નાખશે! બંને કુંડળીઓમાં  કુલ મળી ને ૧૩ ગુણ મળે છે ,  માત્ર ૧૩ - ત્યાં પણ ૧૩ નો અમંગળ આંકડો! અને નાડી દોષ પણ છે એ નફા માં - એટલે સંતાન પ્રાપ્તિ ક્યારેય નહિ થાય!  આજીવન પુત્ર કુંવારો રહે તો ભલે , એને આમ કુવા માં ના નાખો ! " - અને હવે પાપા આક્રમક મિજાજ માં છે! તારા મોમ-ડેડ ને પણ સમઝાવવા ના છે , આં સંબંધ ને નકારવા માટે! જેમ તેમ તો તને જોઈને , મળીને મોમ-ડેડ માન્યા હતા હવે પાછા ..."

શું મારું અસ્તિત્વ , ગુણો -દુર્ગુણો , સંવેદનાઓ , વેદનાઓ , ભણતર-ગણતર, - એઝ અ પેકેજ - સંપૂર્ણ હું  ~ જીવિત હું , એક નિર્જીવ કુંડલી ને હાથ ની બે-ચાર આડી અવળી રેખાઓ સામે હારી ગયા ?? 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" તારા ફેવરીટ ગેસ્ટ આવ્યા છે, એમની સારી સરભરા કરજે. પાંચ વર્ષે પહેલી વાર તારા લાગ માં આવ્યા છે! આજે પાંચ વર્ષ પહેલાનો બધો હિસાબ સરખો કરી નાખજે! "

ચા ના બે કપ અને ગરમ નાશ્તા ની પ્લેટ સાથે પાંચ વર્ષ જૂનો એ ચચરાટ અને અજંપો ડ્રોઈંગહોલ માં પ્રવેશ્યો. હળવેક થી , વહુ ના વિવેકથી . 

" સૌભાગ્યવતી ભવ પુત્રી! આટલું દૈદીપ્યમાન લલાટ કોઈ સાધારણ કન્યા નું ના જ હોય! તારી કુંડલી જોવી જ પડશે મારે પુત્રી, શું નામ તારું ? " - જ્યોતિષશાસ્ત્ર સાથે પાર્ટ ટાઈમ મીઠાઈની દુકાન માં કામ કરતા હોય એમ અસાધારણ મીઠાશ અને સૌજન્યથી ફેમીલી-જ્યોતિષ પૂછી ગયા . 

" મારું નામ - "૧૩ ગુણ ~ ભારે મંગળ ~મૂળ દોષ " અને આં મારી ડોટર નું નામ "નાડી દોષ"  ." એક જ વાક્ય બોલ્યું ના બોલ્યું , શરીર ભલે વડીલ સહજ મર્યાદા અને માન આપવા ચરણ સ્પર્શ કરી રહ્યું પણ આંખો માંથી પાંચ વર્ષ પાછી પણ ઝરતી ગરમી કદાચ બે જ જણ ને વર્તાઈ ! 

}

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(૨)
{
~ " વોટ્સ અપ! આં નવા વર્ષ માં ફેસબુક મેરીટલ સ્ટેટ્સ સિંગલ માંથી એન્ગેજડ કરવાનો કોઈ ઈરાદો ખરો કે નહિ ? બહું જલસા કર્યા , હવે અમેન જેલસી થાય છે - જલ્દી પરણી જા યાર! " 
~ " વિચાર તો નેક છે અને રિશ્તા પણ સારા એવા આવે છે. પણ , યુ નો મોમ સ્વામીજી ની વાત ક્યારેય ટાળે નહીજ! સ્વામીજી કહે એ જ અમારા ઘર માં નિયમ! અને એમણે કહ્યું છે કે હજુ ૫ વર્ષ મને મોટી પનોતી છે , એટલે જો આં પાંચ વર્ષ માં કોઈ શુભ કામ કરીશું તો એ પણ બગડશે! "~ " એટલે? ફાઈવ યર્સ ! ઈટ્સ બીગ ડીલ યાર, જસ્ટ એટલે કે સ્વામીજી કહેછે તું પાંચ વર્ષ સિંગલ રહીશ? ડોન્ટ યુ રીયલાઈઝ પાંચ વર્ષ પછી તું મેરેજ ની માર્કેટ માં આઉટ ઓફ ડેઈટ થઇ જઈશ! યુ વિલ બી ૩૦ યર્સ ઓલ્ડ! ડોન્ટ બીહેવ લાઈક અ કીડ. લાસ્ટ વીક જે છોકરો તે જોયો હતો , જે તને ગમ્યો પણ હતો , હી ઇઝ પરફેક્ટ ફોર યુ હની. એજ્યુકેશન , ગુડ જોબ એન્ડ નાઈસ ફેમીલી એઝ યુ ઓલ્વેઝ વોન્ટેડ  ! - હવે ઓલમોસ્ટ બધું ફાયનલ છે ત્યાં આં સ્વામીજી જાતે પનોતી બન્યા છે ! "

~"ના યાર, યુ ડોન્ટ નો! સ્વામીજી કહે એ ના માનીએ તો , એની થીંગ કેન હેપન ! મારી બોમ્બે વાળી કઝીન ને પણ આમ જ પનોતી હતી, મોટી પનોતી , એને સ્વામીજી ની વોર્નિંગ ના માની , અને નો વોટ? વીધીન અ યર - ડાયવોર્સ , ધેટ ટુ , વેરી પેનીક! - વિચારી ને પણ બીક લાગે! આઈ ડોન્ટ વોન્ટ ધેટ ટુ હેપન ટુ મી! "

}

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

(૩)
{
~ " આ વીકએન્ડ મોટાઘેર જવાનું છે. તારી ગ્રહ-દોષ નિવારણ અને શુદ્ધિ ની પૂજા રાખી છે! "
~ " હું તો રોજ જ બાથ લઉં છું , ધેટ ટુ યુંઝીંગ ડ્વ! મારે કોઈ બીજી શુદ્ધિ ની જરૂર નથી. અને ગ્રહો ને દોષ હોય તો એ નિવારવા એમને પકડી ને પૂજા માં બેસાડો , હું આં બધા માં નથી માનતી! "

~ " સારું, પાપા ને ફોન કરી ને કહી દેજે. પાપા એ પૂજા રખાવી છે! તારા લોજીક મને ના સમ્ઝાવીશ  "
~ " ઓકે. નો આર્ગ્યુંઝ ! "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" હવે તમારી કુંડળી ના સર્વે દોષ નું નિવારણ થઇ ગયું છે! આં પૂજા ની સમાપ્તિ સાથે તમે શુદ્ધ અને પવિત્ર છો! " - દસ હજાર ની ક્ષુલ્લક દક્ષિણા માં મહારાજે મારા બધા ગ્રહ-નક્ષત્ર-નાડી ના દોષો ને ધોઈ કાઢ્યા! 
જબ્બર સુપર પાવર છે આં મહારાજ અને પંડિતો પાસે! 
કુંડલી રચે કોઈ, હાથ માં રેખાઓ ઘડે કોઈ અને એની ખામીઓ ની "સફાઈ" કરે કોઈ! 
આખો દિવસ હવાન નો ધુમાડો આંખો ને બાળતો રહ્યોં એન એથી વધુ ખોટું સહન કરવાનો વસવસો બળ્યો -દિલમાં ! 
}
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જ્યોતિષ શાસ્ત્ર , કુંડલી, નક્ષત્ર, ગ્રહ, નાડી અને એવું બધું .....
કદાચ હું ખુબ જ નાની છું , તુચ્છ છું કઈ પણ ટીકા કરવા કે મારો અભિપ્રાય આપવા!


પણ હું એટલી પણ નાની કે અણ-સમઝુ નથી કે એટલું પણ ના પૂછી શકું કે - 
" શું માત્ર હાથ ની રેખાઓ ,  જન્મ સમય ~ જન્મ સ્થળ ની યુતિ કે જ્યોતિષશાસ્ત્ર નું જ્ઞાન માત્ર - એક વ્યક્તિ ના પોતાના અસ્તિત્વ , ઇચ્છાઓ, સપનાઓ અને "હોવા પણા" થી વધુ મહત્વ નું છે? "

જ્યોતિષ શાસ્ત્ર જેવી પૌરાણિક વિદ્યા સાવ જ ખોટી છે કે  ગ્રહો અને નક્ષત્રો નો આપણી જીન્દગી માં કોઈ જ પ્રભાવ નથી - એવું કઈ જ સાબિત કરવા આં પોસ્ટ લખી નથી ! 
પ્રશ્ન માત્ર એટલો જ છે કે - કુંડળી , જન્માક્ષર ગ્રહો કે નક્ષત્રો ને જીવતા જાગતા મનુષ્ય કરતા વધુ મહત્વ આપવું ક્યાંની સમઝદારી છે ? 

શું જ્યોતિષ શાસ્ત્ર દ્વારા થયેલી આગાહીઓ કે ગ્રહો અને નક્ષત્ર ની અસર હર-હમેશ સાચી જ હોય છે ?
- જો "ના" તો પછી એ અપવાદ માટે લાગણીઓ અને સપનાઓને વાદે ચડાવવું મૂર્ખાઈ ના થાય !

કેટ-કેટલા ધર્મો અને દેશો માં ક્યાય કુંડલી કન્સેપ્ટ નું અસ્તિત્વ જ નથી, ત્યાં શું ગ્રહો અને નક્ષત્રો સાયલેન્ટ મોડ માં રહેતા હશે? 
- જો "ના " તો આપણે જ આપણી શ્રદ્ધા ની આંખો ગાંધારી ની પેઠે બળ -જબરીથી બંધ રખાવી ને શું કૌરવ-વાદે નથી ચઢતા?

શ્રદ્ધા ની આંખો જાત મેળે ફોડી  ~ ગાંધારી સમી અંધશ્રદ્ધા એ , જણી કૌરવો ની ટોળી!
-સ્વ અનુભવ !!!  

"હૃદય ના અતળ ઊંડાણ માંથી જન્મતી શ્રદ્ધા
એણે હજારો બુધ્ધીવાદીઓને ધૂળ ચાટતા કર્યાં છે
પણ ખરી મુશ્કેલી અંધશ્રદ્ધા ,શ્રદ્ધા અને અશ્રદ્ધા
એ ત્રણે વચ્ચે દોરાયેલી સોનેરી- રૂપેરી રેખા
શોધી કાઢવામાં રહી છે....
"

~~ ધૂમકેતુ (રજકણ માંથી ) 


Comments

Prasham Trivedi said…
૧. જો ખાલી દસ હાજર માં જ બધા ગ્રહ દોષ અને નાડી દોષ નાબુદ થતા હોત તો એ પંડિત ને મારા ૨૦ હાજર દઉં... આ દોષ સાફ થઇ જાય અને નવા દોષ આવે જ નહિ...
૨. મારું નામ - "૧૩ ગુણ ~ ભારે મંગળ ~મૂળ દોષ " અને આં મારી ડોટર નું નામ "નાડી દોષ" .
આમાં વિજય દીનાનાથ ચૌહાણ ની અસર છે કે શું??? એક વખત જેની સાથે લગ્ન કરીશ, વધી ને દુખી જ થઈશ ને.. પીપળા ને કુતરા સાથે લગ્ન કરી ને હાસ્યાસ્પદ તો નહિ થાઉં ને.
૩. હું તો રોજ જ બાથ લઉં છું , ધેટ ટુ યુંઝીંગ ડ્વ! મારે કોઈ બીજી શુદ્ધિ ની જરૂર નથી. અને ગ્રહો ને દોષ હોય તો એ નિવારવા એમને પકડી ને પૂજા માં બેસાડો , હું આં બધા માં નથી માનતી!
- હું પાર્ક એવેન્યુ યુસ કરું છું.... મને ગ્રહદોષ નહિ નડે ને ... લોલ્લ્લ્ઝ

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ

લાગે રહો મુન્ના ભાઈ માં ભાઈ અભિષેક બચ્ચને કીધું હતું એમ

"उसके साथ शादी करूंगा तो शायद मर जाऊँगा. लेकिन शादी नहीं करूंगा तो ज़रूर मर जाऊँगा"
@prasham
૧) દસ હજાર નઈ, હજાર હજાર વાળા દસ પણ મળે છે યાર!
પણ એ ખાલી આપણા ખિસ્સા સાફ કરે અને મગજ માંથી દોષ હોવા નો ભ્રમ સાફ કરે... બાકી હરી , હરી !
૨) ના યાર, અસર તો ગાળો ખાધાની છે :)
૩) ના યાર, આપણ ને કોઈ દોષ ના નડે, - કેમકે દોષ અને ગ્રહો-નક્ષત્રો ને આપણે નડીયે ..
તમ તમારે પાર્ક એવન્યુ ચાલુ રાખો, આપણે સાબુ ને સાફ કરાવવા ની કોઈ વિધિ છે કે નઈ એ શોધી કાઢીશું!

અને એકદમ સંમત તમરા લાસ્ટ ડાયલોગ સાથે , મારવાનું જ હોય તો પણ એની સાથે જ , પાસે જ :)
જલસા કરો યાર!
Harsh Pandya said…
જ્યોતિષ હોવા છતાંય હું આ પોસ્ટમાં નીચે સહી કરી આપીશ...બેધડક...

સહી...હર્ષ પંડ્યા,[MBA last sem,EC Engineer and astrologer]
Amar Dave said…
nice one
pinakin joshi said…
mind blowing mam
realy if life is all about line on our palm then we are better to be apps coz they dont have that
in u.p there are few family have superstition that they never tell girls her original name and show kundli
its only comeout on the day of mereg
a superduper post mam(i think i have to find new words for compliment to write here)
fully true.... yaar aato gher gher chula jevu chhe hu to atyare amathij pasar thai rahi chhu ... :((
@અમર
આભાર :)
વાંચવા અને ફીડબેક આપવા!
@પીનાકીન
હા યાર, જીન્દગી છે , આપણે ચલાવીએ એમ જ ચાલશે!

આપણે જેટલા રીવાજો ને માન્યાઓ ને વડીલો નું માન રાખવા ચલાવતા રહીશું , આગળ જતા એ એટલી જ પ્રબળ અંધ-શ્રદ્ધા બનતી જશે!
પણ કોઈને ખરાબ નથી થવું, આજ્ઞાકારી બનવાની હોડ માં જાણે સહન કરી લેવાની હરીફાઈ છે!
અને જે સાચું બોલે અથવા કૈક ખોટા નો વિરોઢ કરે એ "રીબેલ" ના લેબલ સાથે અથડાતો કુટાતો મરે..

પણ આં રીબેલ બની ગાળો ખાવાની પણ એક મઝા છે, એક કેફ છે ખોટું નહિ જ ચલાવી લેવાનો! :)
@ક્રિષ્ના

હા યાર, અઘરું છે , સમઝી શકું છું!
પરીવાર ની લાગણી સાચવવા ની અને એ માટે પોતાની સ્વભાવસહજ સચ્ચાઈ કે નોર્દોષ પ્રશ્નો ને પણ સાઈલેન્ટ કરી દેવાના !

અભી તો સફર શુરુ કિયા હે ... ;)
તો પણ આપણે નાસીબદાર ખરા કે આં સમાજ ના કાંટાળા રસ્તા પાર કરવા આપણને એકદમ પ્રેમાળ ને સમજદાર [ ઇન શોર્ટ આપણી જેમ જ સેમ્પલ] સાથી મળ્યા છે!
તો જલસા કરો ને યાર!
@ક્રિષ્ના

હા યાર, અઘરું છે , સમઝી શકું છું!
પરીવાર ની લાગણી સાચવવા ની અને એ માટે પોતાની સ્વભાવસહજ સચ્ચાઈ કે નોર્દોષ પ્રશ્નો ને પણ સાઈલેન્ટ કરી દેવાના !

અભી તો સફર શુરુ કિયા હે ... ;)
તો પણ આપણે નાસીબદાર ખરા કે આં સમાજ ના કાંટાળા રસ્તા પાર કરવા આપણને એકદમ પ્રેમાળ ને સમજદાર [ ઇન શોર્ટ આપણી જેમ જ સેમ્પલ] સાથી મળ્યા છે!
તો જલસા કરો ને યાર!
Dipen said…
Good One......
Bhumika, you are the best to touch some very basic points that need serious debates in today's time..

Beautiful.
Keep it up.!
........
touching...
.....
formatting is required in this society......
.....
people are afraid of cause of so many myths....
.....
may God help them through people like you..
....
thanks.
@prakash
yeah, problem is all know what is wrong and what is right...

but beginning the CHANGE needs courage and one has to be cursed as rebel if starts change!
Anonymous said…
બહુ વ્યવસ્થિત ફટકા મારો છો આજના ગાંધારી જેવા સમાજ ના આચરણ ને ....!
Envy said…
I agree with your vent and also disagree with your few views too.
Anonymous said…
Mast Post. Maja aavi vaanchavani....

have Jyotish ni vaat...

Chalo thodi vaar mani laiye ke Jyotish nu shastra 200% sachu 6,...
fully perfect 6....

But Jyotish mate no koi softwar nathi ke tame input aapo and tamane badhi perfect mahiti and aagahi aapi de... ke koi evi jaya ke evu tree nathi ke jyan tame potani kundali nu description aapo etle tamane badha output aapi de.....

Jyotish nu knowledge rakhnara ke "KUNDALI" jevo software banavava vala to 6elle 6 to manaso ja ne... to te loko perfect interpretation karine aape teni shun khatari...??? bahu o6i....

And aapana mahan rushi muniyo kai evu organization pan nathi banavi gaya ke jema tame exam aapo etle tame fully certified jyotish bani gaya.... and pa6i te jyotish je aagahi kare te 100% sachi ja hoy....

(P.S. : Ha ahiyan hun mahan rushiyo ni vaat karu 6u... Atyare ghana loko Jyotish shikhavadava nu organisation ke school banavi betha 6 te nahi....)

most of tukka lagave 6 and manas tema andh shradhdha rakhato thai jay 6... and chakra constant chalya kare 6....


And have mane bahu gamati vaat :

Je loko jyotish man mane 6 te loko e sathe sathe ek vaat pan manavi rahi ke Badhu pehle thi ja lakhayu 6... and badhu pehle thi ja nakki 6... and je thavanu 6 te koi pan rite thaine ja rehashe.. to pa6i shun kaam hun same chaline koine kundali dekhadava jau..? Shun kaam hun koi vidhi karavava mate thekada maru ke koi grah ni vinti pehrava mate thekada maru.... nahi jo Bhagwan ne lagshe ke mare koi vidhi ni jarur 6 ke mare koi vinti peharavani jarur 6 to same thi ja eva sanjogo ubha thashe ke mari vidhi thai jaay ke mari finger man vinti aavi jaay....

And jo mari destiny man kai kharab thavanu nakki ja 6 and jo koi vidhi thi ke vinti peharava thi te dur kari shakati hashe to sanjogo ja te vidhi nahi thava de..... main vinti pehari hashe to te vinti ja khovai jashe.... ha mare aavu thayu 6.. mara pappa e mane shukra(venus) mate diamond vali ring peharavi hati and mane pan kai vaandho na hato.... pan pa6i thodak divaso man te ja khovai gai.. :-)...... and aavu bijane pan ghana ne thayu 6 ke vinti khovai gai hoy etle mane aavo vichar aavyo.....


Etle aa babat man sahuthi saru karava jevu ek ja 6...

Aapane full careless thaine and Full Lazy thaine badhu bhagwaan ni mathe nakhine jalsa karay....Te ja param,sastu,sahelu and effective and also kai mathakut vagar nu satya mane lage 6...

and ha mast post....thnx for providing nice post to read....

And 6elle ek biji vaat.. Mahabharat man badha female character man thi Gandhari upar mane bahu maan 6.... bcoz tene husband and dikara pan eva malya..and bhai pan evo ja... jyare pote hamensa satya na pakshe ja hati.... and Kunti ke Draupadi ne jetalo yash and kirti mali 6 tetali kirti Gandhari na bhaage nathi aavi... and te Gandhari ne pan khabar hati ke future man mare bhage Kirti aavavani nathi to pan tene potanu satya baju man mukyu hoy tevu mara dhyan man nathi..... As far as B.R. Chopra's Mahabharat concerns... karan ke main e ja joyu 6.... Ved Vyas nu aakhu Mahabharat vaanchyu nathi etle.. :-)....

Chalo have hun Astu karu.....

Thanks....
ddpathak said…
Points raised are valid & 100% debatable.

Certain Mantras can be very effective & change the course of life but that has to be performed by a person who wants to see change not by a Pandit.

Read Vivekanand & you will realize the effect of Mantras in our lives. The correct pronunciation of Mantras are really effective.

If you are believer of modern science than you might be aware of Sound Therapy to cure certain diseases. The same sound therapy can be applied to the Vedic Mantras.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…