Skip to main content

સેકન્ડ સેક્સ : રેશમી ડોરી અને રૂહ ને રૂંધતી રીસ્પોન્સીબીલીટીઝ !

" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી એ ક્યા ગમ હે ક્યાં..." સવાર સવારમાં થોડીક ફુરસદ ...  હાથ માં ગરમ ચા, નજરો ન્યુઝ પેપર પર અને કાન માં મેલોડીયસ મ્યુઝીક... 
કદાચ એટલે જ સંડે નો એક ચાર્મ હોય છે કેમકે, સંડે જે ફ્રીડમ અને સ્પેસ આપે છે જાત સાથે અને જાત પાસે રહેવાની એ વિક- ડેયઝ માં કયા? 

મ્યુઝીક અને પેપર ના અલ્ટીમેટ એડીકશન માં અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા! 

અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર. 
એકદમ સ્વીટ , ક્યુટ અને હેન્ડસમ ! - પ્રિન્સ ..
આજે કોણ જાણે પ્રિન્સ ની રિયાસત માં કઈ ગરાસો લુટાઈ ગઈ છે કે પ્રિન્સે આમ તબાહી મચાવી છે એ જોવા અને એને શાંત કરવા, પેપર ને હેડફોન્સ મૂકી ને સામેવાળા "શર્માઝ " ના ઘર તરફ ગઈ..
અને  હું પહોંચું એ પહેલા તો પ્રિન્સ ની મમ્મી પ્રગટ થઇ! 

"પ્રિન્સ , સ્વીટ-હાર્ટ, શું થયું છે તને ? આર યુ હન્ગ્રી ? કે પછી ફીલિંગ કોલ્ડ? ડાર્લિંગ કામ ડાઉન ! " - મીસીસ શર્મા પ્રિન્સ ને શાંત કરવા એના સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા..


   એક મિનીટ, પ્રિન્સ ના સુંવાળા સફેદ વાળ છે. 
  તો,  તમે શું સમ્ઝ્યા ? 

   પ્રિન્સ એટલે મીસીસ શર્મા નો સ્વીટ ક્યુટ હેન્ડસમ ડોગી ! 

   ના , ડોગી કહીએ તો એમને દુખ થાય! 
  પ્રિન્સ તો એમનો સન છે ! યુ સી! 
}


" ગુડ મોર્નિંગ , મીસીસ શર્મા , કેમ છો? પ્રિન્સ ની તબિયત તો સારી છે ને? ક્યારનો રડે છે! " - પ્રિન્સ ને સહેલાવતા સહજ પણે વિચાર આવ્યો , પ્રિન્સ સાચે જ લકી છે! શર્માઝ એને દીકરાની જેમ રાખે છે! 
" ગુડ મોર્નિંગ જી! ના રે તબિયત તો મસ્ત છે, આ તો હવે સહેજ મોટો થયો એટલે "નોટી" થઇ ગયો છે! બીજું કઈ નઈ! " - મીસીસ શર્મા પણ કદાચ પ્રિન્સ ના સવાર સવાર માં રુદન સમારંભ થી અકળાયેલા લાગ્યા ! સંડે સવારમાં વહેલું ઉઠવું બહુ જ ઓછા લોકો ને ગમતું હશે! 

"આઈ ફિલ મીસીસ શર્મા , પ્રિન્સ ને ગળા માં આ ચેઈન કળે છે! જુઓ ને ઘા પણ પડી ગયો છે , અને એ તાજા ઘા માં ચેઈન અડે એટલે ફરી ... આઈ સજેસ્ટ તમે એને કમપાઉન્ડ માં ચેઈન વગર એમજ રાખો તો ચાલે નહિ ? પ્રિન્સ તો કદાચ લાંબા સમય થી તમારા પરિવાર માં  છે , તો હવે તો યુ કેન ટ્રસ્ટ.. નહિ? " - મને હમેશા નવાઈ લાગતી જે વાત ની એ આજે પુછાઈ જ ગયું!

"હા , કદાચ એટલે જ રડે છે! એમાં એવું છે ને, એના પાપા એના માટે બહુ પઝેસીવ છે! યુ નો , બહુ લવ કરે છે પ્રિન્સ ને! એટલે ... આમ તો પ્રિન્સ ૩ વર્ષ થી અમારી સાથે છે , પણ તો પણ.. મેં પણ એક-બે વાર પ્રિન્સ ના પાપા ને  સમ્ઝાવ્યા પણ , એમને બીક છે કે બહુ છૂટ આપીશું તો પ્રિન્સ વંઠીના જાય , કે  ક્યાંક ચાલ્યો જાય  , કે  કોઈ એને લઇ જાય  ..  બહુ લાગણી છે પ્રિન્સ માટે એમને , એટલે! જુઓને આ શિયાળા માં ઠંડી બહુ છે તો આ ઉન નો કેવું સરસ કોટ સ્પેશીયલ પ્રિન્સ માટે લાવ્યા છે એના પપ્પા! અને પ્રિન્સ નો બેડ પણ તમે જોયો જ છે ને! અમારી જેમ પ્રિન્સ પણ ડનલોપ ના જ ગાદલા પર સુવે છે! પ્રિન્સ નું જમવાનું પણ અમે બહુ ધ્યાન રાખીએ ! મારી બ્યુટી પાર્લર ની એપોઇન્ટમેન્ટ ભુલાઈ જાય પણ પ્રિન્સ ની બ્યુટી ટ્રીટમેન્ટ માટે હું બહુ કોન્શિયસ ! અમારા માટે તો  પ્રિન્સ અમારો સન જ છે  એટલે! અને રહી વાત આ ચેઈન ની તો આતો ટેમ્પરરી છે! એના પાપા એ એના માટે રેશમ ની મુલાયમ દોરી બનાવડાવી છે , આજ-કાલ માં આવી જ જશે! "- મીસીસ શર્મા કદાચ પ્રોબ્લેમ સમઝતા હતા પણ લાચાર હતા - પ્રિન્સ ના પાપા સામે, પ્રિન્સ ને ખોઈ દેવાના ડર સામે કે....

"આઈ અન્ડરસ્ટેન્ડ મીસીસ શર્મા , હું તો માત્ર પ્રિન્સ ના પરસ્પેકટીવ થી વિચારતી હતી.. ... ડનલોપ નો બેડ, ઉન નો કોટ, બ્યુટી ટ્રીટમેન્ટ  , હેલ્ધી ફૂડ.. સાચે પ્રિન્સ લકી છે!  પણ ... રેશમ ની ડોરી પણ છેલે તો બંધન જ ને!     અને જો તમારો આ પ્રેમ - વિશ્વાસ અને ફ્રીડમ આપવાની જગ્યાએ - શક , અવિશ્વાસ અને બંધન જ આપે તો શું સાચે પ્રિન્સ લકી છે? " - કદાચ વધુ સંવેદનશીલ હોઉં એક શ્રાપ જ છે! હું  અનુભવી શકી પ્રિન્સ ના ઘા - જે ગળા પર રાતા હતા એ અને જે એના દિલ પર કાળા ધબ્બ રહી ગયા હશે એ પણ! 

અને બીજાની મેટર માં ઇન્ટરફીયર કરવાની શી જરૂર છે - એ સ્વાર્થી વિચાર વશ મીસીસ શર્મા ના મુડનું મર્ડર કરીને હું પાછી ફરી મારી ફૂરસદી રવિવાર ની મોંઘી પળો માં! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" આઝાદીયા , આઝાદીયા .. . માંગે સે કભી નાં મિલે ...." - મોબાઈલ માં થી શબ્દો સારી જતા હતા જાણે! 
સાચું ખોટું પ્રભુ જાણે! 

અને હમણાજ આઝાદી પર મેં આપી દીધેલા સો-કોલ્ડ ભાષણ ની વિરુદ્ધ કૈક પાછલા થોડા દિવસો માં બનેલું , રીવાઈન્ડ  થઇ રહ્યું - સબ કોન્શિયસ માઈન્ડ માં!  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન : ટ્રેન નો ખીચોખીચ ભરેલો લેડીઝ કમપાર્ટમેન્ટ... એક સામાન્ય  સવાર, થોડા સામાન્ય મુસાફરો ...

" મુબારક હો ! સો ફાઈનલી તમારું ડીપાર્ટમેન્ટ એક્સ્પાંડ થાય છે! નવી માસ્ટર્સ ની બ્રાંચ આવશે! એ પણ તમારી ફિલ્ડની ! એટલે હેડ તો તમે જ બનવાના! કેટલું બધું શીખવા મળશે અને કેટલી મઝા આવશે! નવી ચેલેન્જીસ , નવા પ્રોજેક્ટ્સ ! કોન્ગ્રેચ્યુલેશ્ન ! "- મારી સામેના જ બર્થ પર કાયમના યાત્રી એવા સ્નેહાદીદી ની બાજુમાં જગ્યા કરતા કરતા શ્વેતા વિશ કરી રહી ..

સ્નેહાદીદી એક વિખ્યાત ઈજનેરી કોલેજ માં પ્રોફેસર છે અને નાની ઉમર માં પી.એચ.ડી. કરીને પોતાને ગમતા વિષય માં રીસર્ચ ને નવા પ્રોજેક્ટ્સ કરવામાં કાયમ જ બીઝી રહે છે .. આમ છતાં કુટુંબ ને પૂરી પ્રાયોરીટી આપે જ છે . ઘણી વાર નવાઈ લાગે તો ઘણી વાર ઈર્ષ્યા પણ થાય એટલી સરસ રીતે બેલેન્સ કરી જાણે જોબ અને પરિવાર ને!
અને શ્વેતા પણ એક પ્રાયવેટ કંપની માં એચ.આર. માં સારી પોસ્ટ પર છે . પોતાની આવડત અને ડીગ્રી સાથે લડાયક મિજાજ ને કારણે કદાચ પ્રાયવેટ કંપની ના પોલીટીક્સ સામે પણ અડગ છે !
કાન માંથી ઈયર ફોન્સ કાઢી હું સાંભળી રહી બે ઇન્તેલેક્ચ્યુઅલ ફીમેલ્સ નો સંવાદ.

"ના યાર, મેં તો ડિનાય કરી દીહું છે!આટલી મોટી રીસ્પોન્સીબીલીટી લેવા , આઈ એમ નોટ રેડી! સ્પેશિયલી એઝ આઈ એમ કમ્યુટીંગ. આમ પણ ઘેર થી બધા મારા અપ-ડાઉન ને જોબ ને લઈને સ્ટ્રેસડ રહે છે , બંને દીકરીઓ નું સ્ટડીઝ , મોમ ડેડની તબિયત ઢ્ચું-પચુ એમાં વળી આ નવી જવાબદારી લઉં તો ડાયવોર્સ જ ના થઇ જાય? મન તો થયું એક વાર પણ.. થાય એ તો!  "- એકદમ સહજતાથી સ્નેહાદીદી એ એમની મજબૂરી સમઝાવી દીધી! રીસ્પોસીબીલીટી  પૂરી કરવા એકદમ સક્ષમ અને દિલ થી તૈયાર પણ ... નહિ કરાય.. પ્રાયોરીટીઝ ...
" હુમ્મ , મેં બી , યુ આર રાઈટ .. પણ એક વાત પૂછું , તમારા હબ્બી ને પણ હમણાજ એક પ્રમોશન મળ્યું ને? અને એના લીધે જ તો એમને હમણાંની પ્રોફેશનલ ટુર્સ પણ વધારે રહે છે! તો પણ એમને તો પ્રમોશન લીધું ને ? આઈ મીન, .. " - જરાક જુદા મિજાજ ને સ્વભાવ  હોવાથી કે પછી કદાચ ઉમરસહજ મેચ્યોરીટી ના અભાવે શ્વેતા ના પચાવી શકી આ મજબૂરી નું મુરબ્બો કદાચ!  

"હા પણ , યુ નો રીયાલીટી. કોઈ એક ને તો સમઝવું જ પડે ને! કોમ્પ્લીકેશન વધે એના કરતા , આપણને આટલી ફ્રીડમ તો મળે છે કે જોબ કરાય છે ... એમ વિચારીને જવા દેવાનું થોડું તો! " - કેટલી સાચી વાત કેટલા સીધા શબ્દો માં કહી દીધી! 
હું અપલક નજરે સ્નેહા દીદી ને જોઈ રહી! મૌન આંખો માં કૈક તો બોલાઈ રહ્યું હતું! કદાચ મને થોડું થોડું સમઝાઈ રહ્યું હતું!

" તો પણ , આવો ચાન્સ કેમ કરીને જવા દેવાય? યુ આર ડીઝરવિંગ ... જો આ જ ઓપર્ચ્યુંનીટી તમને બરોડા માં મળી હોત તો  તમે નાં  પાડત?" - પ્રાયવેટ ફર્મ માં તો આટલી મોટી તક મળવી કેટલી મુશ્કેલ છે એ સુપેરે જાણતી , શ્વેતા કદાચ ના સમઝી શકી આ "ના" ની પાછળ નું લોજીક!
" એમ તો તું પણ ડીઝરવિન્ગ  છે , એ વર્કશોપ માટે જેના માટે તને તારી કંપની જ પ્રમોટ કરી રહી છે! તારા નેક્સ્ટ પ્રમોશન માટે આ ટ્રેનીંગ વર્કશોપ  કેટલું જરૂરી છે અને આ તક માટે તારા જ લેવલ પર ના તારા સહકર્મીઓ કેટલા ડેસ્પરેટ  છે એ તે જ મને કહ્યું છે ... તો પણ તું નથી જવાની , કેમ? મહારાષ્ટ્ર ની જગા એ સુરત કે બરોડા માં વર્કશોપ હોત તો તું જઈ જ શકત ને ? તો મહારાષ્ટ્ર કેમ નહિ ?  "- એક સવાલ થી શ્વેતા અને એની બધી દલીલો , લડાયક મિજાજ અને ઇન્ટેલેક્ચ્યુઅલ એબીલીટીસ જાણે એક સાથે સાયલેન્ટ મોડ માં જતા રહ્યા!

ના કોઈ દલીલ, ના પ્રતિ-દલીલ ..
કદાચ દલીલ અને સંવાદ માં જે અજંપો અને સવાલ હતા એ વધુ હુંફાળા હતા..
આ મજબૂરીની શાંતિ કરતા...

કદાચ એક રેશમી ડોરી મને દેખાઈ રહી , મારા ગાળામાં , સ્નેહાદીદી ના ગળા માં, શ્વેતા ના ગાળામાં  અને કદાચ આજુ બાજુ ના દરેક "શી " જેન્ડર ના ગળા માં ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચા નો કપ , ન્યુઝ પેપર ને હેડ ફોન્સ ....  અને એમની જેમ જ સ્થિર હું ! 

શાંત ? 
ના કદાચ નહિ! 


કદાચ હવે મને અને મારા જેવી ઘણી બધી "શી"ઝ ને આ રેશમી ડોરી કળે છે , ખુંચે છે અને રૂંધે છે! 



"સેકન્ડ સેક્સ" - કદાચ પરફેક્ટ વર્ડ છે આ રૂંધામણ માટે ! 


P.S. :: આ પોસ્ટ સાથે સંમત થવું જરૂરી નથી !
           ના તો નારી મુક્તિ નો ઝંડો ફરકાવવો છે  કે નાં તો ફેમિનિઝમ ની ફેશન પરેડ કરવી છે . 
           
પોસ્ટ લખવાનો હેતુ માત્ર એક સવાલ છે કે  - "એનીમલસ હોય કે હ્યુમંસ , ફ્રીડમ નું કોઈ જ જેન્ડર હોતું નથી , તો પણ સમજદારી , ત્યાગ, બલિદાન અને એવું બધું હમેશા ફીમેલ જ હોય છે શું ? અને જો હા, તો ક્યા સુધી ? "  



Comments

Dhaivat Trivedi said…
તમે ભલે લખ્યું કે, સંમત થવું જરૂરી નથી પણ સંમત થયા વગર આરો જ નથી. હું પણ મોટી જવાબદારીવાળી નોકરી કરૂં છું. હું કાર યૂઝ કરૂં છું. મારી વાઈફ પણ રીડર સ્કેલની લેક્ચરર છે. એ સિટી બસમા આવ-જા કરે છે. તેમ છતાં ય હું ઘરે જઈને પગ લાંબા કરીને ટીવી સામે ગોઠવાઈને કહી શકું છું, આજે તો બહુ થાકી ગયો. અને મારી વાઈફ ખરેંખર થાકી હોય છતાંય તેણે રસોઈ કરવી પડે છે. વાસણ માંજવાવાળા બહેન ન આવ્યા હોય તો એમનું કામ પણ આટોપવું પડે છે. આવું કેમ? ભણતરથી, સારી આવકથી સામાજિક દરજ્જો કદાચ બદલાતો હશે, પણ માન્યતા તો એની એ જ રહે છે - જે ત્રણ-ચાર-પાંચ પેઢી પહેલાં મારા વડદાદા ધરાવતા હતા.
જોકે મારો બીજો સવાલ એ પણ છે કે,
જે મારા વડદાદીએ સ્વીકારી લીધું એ જ શોષણ મારી વાઈફ પણ શા માટે સ્વીકારી લે છે?
પુરુષ છીએ , પતિ છીએ એટલે મનફાવે એ કરવાનો અમને અધિકાર છે એવું તો અમે શોષણખોરો માનીએ જ છીએ.
પણ મારી વાઈફ કેમ મારા શોષણને પોતાની ફરજની માફક સ્વીકારી લે છે? એ કેમ મારી બોચી ઝાલીને મને ઊભો નથી કરી દેતી કે, ઊઠ... મહિને 50,000 રૂપિયા તો હું પણ કમાઉં છું અને થાક તો મને ય લાગે છે. રસોઈ આપણાં ઘર માટે જ બને છે અને તારા પેટમાંય જવાની જ છે. તો રાંધવામાંય મદદ કરવી પડશે, અને વાસણ માંજવામાં પણ.
મારી વાઈફ જ્યાં સુધી એવું નથી કહી શકતી ત્યાં સુધી મારા પુરુષપણાંની મને શરમ આવશે.
- અને ત્યાં સુધી હું એક એવી સ્ત્રીનો ગુનેગાર છું, જે મારા પ્રત્યેના પ્રેમને ખાતર પોતાનું સઘળું છોડીને મારા ઘરે આવી ગઈ છે.
આ સમજ અમને ના-સમજ પુરુષોને જાતે (સમજી વિચારીને) જો નથી આવતી તો હવે એ તમારે, અમારી માતા-બહેન કે પત્નીએ જ આપવી પડશે.
બાકી, અમે હરામખોરો સદીઓથી કરતાં જ આવ્યાં છીએ અને કરતાં જ રહીશું...
તમારૂં શોષણ.
કારણકે, અમને એ ફાવી ગયું છે.
પણ પ્લીઝ, તમે તો એ ન ફવડાવો...........................................................
Aaj kaal jara vadhu chotdar lakhta jav chho ...
BTW aaj kal aa same vastu thi hu pan pareshan chhu ne khabar nahi kya sudhi rahish?? mara case ma thodu alag chhe so dont knw have shu thay??
bhumika said…
@krishna
યાર, બહુ જ સિમ્પલ છે .. જ્યાં સુધી સહન કરીશું ત્યાં સુધી આજ પરિસ્થિતિ રહેશે !
ક્યાંક , એકાદ વખત- પ્રેમથી પણ અવાજ ઉઠાવવો જ રહ્યો!
હું ઘર માં ઝગડા કે નારા બાજી કરવાનું નથી કહેતી, વિનમ્રતા અને પ્રેમથી જ જે સાચું છે એ જ સમ્ઝાવવાની વાત છે!
જ્યાં સુધી આપને રીપ્રેઝ્ન્ત નહિ કરીએ , સામે વાળા ને ખબર કેમ પડશે કે કૈક ખોટું છે!

સો, બોલો :) અને બોલવા દો! ;)
bhumika said…
@DTSir
:)
આટલી સ્વસ્થતા અને તટસ્થતા થી આ મુદ્દા ને સમઝવા માટે દિલથી થેન્ક્સ!
કદાચ મેલ- પર્સ્પેક્તીવ થી મારો ઈશ્યુ ખોટો હોઈ શકે, પણ છતાં આદત વશ જે ખોટું છે એ કહેવું જ એમ માનું છું એટલે બોલાઈ જ ગયું!

ખરેખર આજ સ્પીરીટ સાથે બધા મેલ્સ હસતા હસતા જો આ પરિસ્થિતિ ને સમઝે અને એને સોલ્વ કરવા મદદ કરે તો સાચે જ ખુબ સ્વસ્થ અને બેલેન્સ્ડ ફેમીલી એટમોસફીઅર સર્જાઈ શકે!

પોતાની એન પોતાના પાર્ટનર ની સ્પેસ અને ફ્રીડમ સમ્ઝ્વી અને એનું સન્માન કરવું કદાચ એટલું બધું પણ અઘરું નથી જ!

ખુબ ખુબ થેન્ક્સ :)
Jalpa Patel said…
Wow..superb...Everybody(specially Male) needs to change their thinking about female..

Super like it.. Sorry, Typing in english, as not much familiar with gujarati typing..I'll try next time..
EMA EVU CHHE PRAYATNO BADHAJ KARYA PARANTU HA CHHELLE TO ENU EJ..
Anonymous said…
Chellu Chitra ghanu kahi gayu mane.
Unknown said…
ઘણું બધું લખવું હતું પોસ્ટ વાચી ને, પણ વાચ્યા પછી કમેન્ટ ટાઈપ કરવા નો સમય રહ્યો નહિ અને વ્યસ્ત (લીટરલી - ખરેખર માથું નીચું અને પગ ઉપર ;) ) હોવા ને લીધે લખી ન શક્યો.
ધૈવત ભાઈ સાથે શત પ્રતિ શત સંમત, ઘણી વખત પુરુષો આ ફરક મીટાવવા ની ટ્રાઈ કરતા હોય છે પણ એમાં બે વિઘ્નો નડે છે: ૧. સમાજ શું કહેશે (બાયલો ગણશે, વગેરે વગેરે). જો કે આજકાલ અમારી જેવા લોકો આવું માનતા અને આફ્ટર ઓલ ગણકારતા જ નથી પણ ૨. જો મારો (વર, દીકરો, ભાઈ) કે મારા (પપ્પા, સસરા) રસોડા માં કામ કરશે તો અમારું શું?? એવી માનસિકતા પણ રોકે છે, કોઈ ની નિંદા કરવાનો ઈરાદો નથી પણ આ મારા પોતાના અનુભવો પર થી જ લખું છું...
Envy said…
સરસ પોસ્ટ અને દિલ સે લખેલી - આરપાર નીકળી જાય એવી.
-
હું નાનપણ થી ઘરના કામ કરતો આવ્યો છું અને ક્યારેય શરમ નથી આવી.
લગ્ન પહેલા મારા અને ભાઈઓ ના પેન્ટ શર્ટ ઘણી વાર ધોયા છે. બાને ક્યારેય પાણી નથી ભરવા દીધું.
મોટા ભાગે ઘરનો કચરો પણ વાળ્યો છે. ક્યારેય તૈયાર થાળી પર બેસવાનું નહિ એવી એક જક્કી જીદ.
લગ્ન બાદ પત્ની ને આ બધું અજુગતું લાગતું [સૌરાષ્ટ્ર ની ખરી ને ;)] .
મને ટોકે કે મારું ખરાબ દેખાય છે, તમે કચરો વાળો છો, પાણી ભરો છો એ જોઇને.
મેં કહ્યું - મને ખરાબ નથી લાગતું અને આ મારી વર્ષો ની ટેવ છે...કરીશ.
આજે અહી એકલો રહું છું છતાં ઘર ચકાચક રાખવાની મોજ આવે છે.

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...