Skip to main content

લાઈફ સફારી- 106: એફ.બી.આઈ અને આતંકવાદની સાચી-ખોટી


 
*** 
7 જાન્યુઆરી, 2012.
"બ્રેકીંગ ન્યુઝ- ટેમ્પા-ફ્લોરીડા ખાતે કાર-બોમ્બ દ્વારા આતંકવાદી હુમલાનું કાવતરું કરનાર 25 વર્ષીય મુસ્લિમ યુવકની ધરપકડ. એફ.બી.આઈ.ના સફળ અને સચેત પ્રયાસોથી હુમલો નિષ્ફળ."
સનસનીખેજ સમાચાર, નિષ્ફળ આતંકવાદી હુમલો અને મુસ્લિમ યુવક. એફ.બી.આઈ.ની સફળતાને હાર-તોરા, સન્માન અને દેશદાઝનું ઘોડાપુર. ઘટનાનું પોસ્ટમોર્ટમ અને હુમલાખોરની સાત પેઢીઓનું એનાલીસીસ.
એક દાઢીધારી ઉંચો,સુદ્રઢ,ગોરો અમેરિકી યુવક, હોટેલનો બંધ રૂમ, એકે-47 અને "શહીદી વિડીયો". હોટેલના બંધ રૂમમાં મરુન જાજમ પાથરેલી છે. સંદિગ્ધ યુવક એક પગ પર બીજો પગ ચઢાવીને ટટ્ટાર બેઠો છે અને તેની પાછળ કબાટને ટેકે મુકેલી .કે.-47 સુપેરે દેખાઈ રહી છે. "રેકોર્ડીંગ"-યુવકની સુચના સાથે કેમેરો શુટિંગ ચાલુ થાય છે.  " વિડીયો દુનિયાનાં તમામ મુસલમાનોનાં હિતમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. એક અપીલ છે સત્ય માટે, મદદ માટે, અલ્લાહની બંદગીમાં... સમય છે ન્યાય ઝુંટવીને લેવાનો- દરેક બહેન માટે કે જેના પર બળાત્કાર થાયો છે, દરેક ભાઈ માટે જેને અમાનુષી યાતનાઓ અને દુર્વ્યહ્વારનો ભોગ બનવું પડ્યું છે. " લગભગ આઠ મિનીટ સુધી સામાન્ય દેખાતો યુવક અસામાન્ય ધાર્મિક ઝેહાદી ઝેર ઓકે છે. અફઘાનિસ્તાન, ઈરાક,પાકિસ્તાન અને વિશ્વમાં ખૂણે ખૂણે મુસલમાનો પર થતા અત્યાચારોનો બદલો લેવા અપીલ કરતા -"આંખનાં બદલામાં આંખ, હાથના બદલામાં હાથ. સ્ત્રીના બદલામાં સ્ત્રી અને બાળકના બદલામાં બાળક થાકી વેર વાળવાનું ફરમાન કરે છે." યુવક એટલે સેમી ઓસ્માકેક.
કાર બોમ્બ, રાઈફલ અને બેલ્ટબોમ્બ દ્વારા ટેમ્પા ફ્લોરીડા ખાતે કલબ્સ અને બાર જેવી જાહેર જગ્યાઓને નુકશાન પહોંચાડી ભારે જાનહાની કરવાનું કાવતરું કરવા બદલ સેમીની ધરપકડ થાય છે. આતંકવાદનું એક કાળું પ્રકરણ ભુસાઈ જાય છે અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(એફ.બી.આઈ.) દ્વારા અમેરકાના નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સજાગતાનાં કિસ્સાઓમાં એક કિસ્સો ઉમેરાય છે.
***
14 જાન્યુઆરી,2015નાં રોજ અમેરિકી ન્યુઝમાં ફરી સનસની છવાય છે. "સીનસીનાટીનાં આતંકવાદી યુવક દ્વારા અમેરિકી ગવર્નમેન્ટ ઓફિસર્સ પર હુમલાનું કાવતરું નિષ્ફળ. એફ.બી.આઈ.ની સફળતામાં એક પીંછાનો ઉમેરો."-મસાલેદાર સમાચાર દ્વારા અમેરિકામાં એક વાર ફરીથી મુસ્લિમ યુવક દ્વારા આયોજિત નિષ્ફળ આતંકવાદી હુમલાની ચર્ચા. વૈશ્વિક મુસ્લિમ સમુદાયનાં ઘેરા પ્રતિભાવો. સરકાર અને એફ.બી.આઈ.ની જાગૃતતા અને 9/11 બાદ અમેરિકામાં આતંકવાદી હુમલાને જડ-મૂળથી ઉખાડી ફેંકવાના મિશનનો વિજય. એફ.બી.આઈ. કથિત આતંકવાદીને ટવીટર અને અન્ય સોશિયલ મીડિયા પર આઈ.એસ..આઈ.એસ.(ઇસી)નાં સમર્થનમાં નિવેદનો કરતા ટ્રેસ કરી શક્યું. મહિનાઓ સુધી એની શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખીને અંતે એફ.બી.આઈ આતંકવાદી યુવક એટલેકે ક્રિસ્ટોફર કોરોનલની ધરપકડ કરી અને યુ.એસ.કેપીટોલ પરના નિર્ધારિત હુમલાને નિષ્ફળ બનાવ્યો.
એકવાર ફરી માનવતા, સત્ય અને એફ.બી.આઈ.ની જીત થઇ અને આતંકવાદની હાર થઇ.
***
7 જાન્યુઆરી, 2012નાં રોજ "શહીદી વિડીયો" શૂટ થયા બાદ.
"વિડીયો શૂટ કરતી વખતે એની કેવી ફાટતી હતી નહિ?"
"હા એકદમ ઇડીયટ છે!"
"પણ .કે.-47 જોઇને એની આંખોમાં ચમક જોવા જેવી હતી. નાના છોકરાને નવું રમકડું લઇ આપો તો કેવો ખુશ થઇ જાય, એવો એક્સાઈટેડ લાગતો હતો."
"હા, વર્ષના નાના બાબલાને રમકડાની દુકાનમાં મૂકી દીધો હોય એમ."
"પાગલ છે.. માનસિક રોગી."
- એક બંધ કમરામાં થોડા હાઈ પ્રોફાઈલ સુટેડ-બુટેડ પ્રોફેશનલ્સ સેમી સેમી ઓસ્માકેકનાં "શહીદી વિડીયો"ને જોઇને વાર્તાલાપ કરી રહ્યા છે.
પચ્ચીસ વર્ષીય સેમી, ટૂંક સમયમાં, વિડીયો રીલીઝ થતા એક ખૂંખાર આતંકવાદી જાહેર થઇ જવાનો છે.
એજ સેમી ઓસ્માકેકને એફ.બી.આઈ.નાં એજન્ટ્સ "રિટારડેડ ફૂલ","પાગલ" અને "માનસિક રોગી" કહીને એની ખીલ્લી ઉડાવી રહ્યા છે.
આતંકવાદી કે માનસિક રોગી? શું છે સેમીની સચ્ચાઈ?
જી હા, સેમી આતંકવાદી છે પરંતુ એના ભાવજગત અને મનોજગતમાં . માનસિક રોગોથી પીડાતો સેમી કેટલાય મનોચિકિત્સકોનાં પગથીયા ઘસી ચુક્યો છે અને પોતાના માનો-જગતમાં ગાંડી-ઘેલી કલ્પનાઓ કરતો રહે છે જે હકીકતમાં કરવાનું એનું કઈ ગજું નથી. તો કઈ રીતે બને છે "રીટારડેડ ફૂલ" એવો સેમી ખતરનાક આતંકી?
***
"મારો પુત્ર એકદમ મોમી' બોય છે. ક્રિસ્ટોફર આજે પણ એની માંને મોમી કહીને બોલાવે છે અને આખો દિવસ એના રૂમમાં પૂરીને વિડીયો ગેમ રમતો રહે છે."- શબ્દો છે વીસ વર્ષીય ક્રિસ્ટોફર કોરોનલનાં પિતા જોન કોરોનલનાં.
ક્રિસ્ટોફર કોરોનલ એટલે ઓછાબોલો, અતડો છતાં સામાન્ય કહી શકાય એવો ગ્રેજ્યુએટ થયેલો યુવક. ક્રિસ્ટોફર ઘટનાનાં માંડ મહિના પહેલા ધર્મ-પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે અને પોતાના ઘરની નજીકની નાની-સી મસ્જીદમાં જવાનું શરુ કરે છે. જોકે મસ્જીદમાં પણ અતિ સામાન્ય યુવકને કોઈ ખાસ ઓળખતું નથી.
"ક્રિસ્ટોફરનાં દિમાગમાં કચરો ભરવામાં આવ્યો છે. જે યુવક એક પોતાના ઘરેથી એકલો બહાર પણ નથી જતો કઈ રીતે આતંકવાદી હુમલો કરી શકે? જેનાં બેંક એકાઉન્ટમાં મંદ 1,200 ડોલર્સ હોય યુવક આતંકવાદી હુમલો કરવા માટે જરૂરી સાધનો-શસ્ત્રો કઈ રીતે ખરીદી શકે? ચોક્કસ પણે ક્રિસ્ટોફરને હુમલા માટે પૈસા-શસ્ત્રો-પ્લાન બધુજ સપ્લાય કરવામાં આવ્યું છે અને એક રમકડાની જેમ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે."- આરોપ છે ક્રિસ્ટોફરનાં પિતાનો.
કઈ રીતે એક અંતર્મુખી મમ્મા' બોય એક ઘાતકી આતંકવાદી બની શકે? ક્રિસ્ટોફરનાં પિતા પોતાના દીકરાને આતંકવાદી બનાવવા કોના પર આરોપ મૂકી રહ્યા છે?
***
બધા સવાલોના જવાબ એટલે - ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, યુ.એસ..
માત્ર ક્રિસ્ટોફર કે સેમી નહિ, એમના જેવા આશરે 175 જેટલા "પ્લોટેડ" અર્થાત "બનાવેલા-ફેક" આતંકવાદીઓની કથની મોટેભાગે એકબીજાને મળતી આવે છે.
વાત અહી એફ.બી.આઈ.ની નાલેશી કે બદનામી કરવાની નથી, પરંતુ રાષ્ટ્રસુરક્ષાનાં નામે એફ.બી.આઈ. દ્વારા કરવામાં આવી રહેલા સુ-આયોજિત કાવતરાને જાહેર કરવાની છે.
જી,હા- વિશ્વ મહાસત્તા એવા અમેરિકાની સુરક્ષાની જવાબદારી માથે લઈને બેઠેલા ફેડરલ બ્યુરો ઓફ અમેરિકા નિર્દોષોને આતંકવાદીનું લેબલ પહેરાવીને દંડે છે અને લગભગ 175 આવા ફર્જી કિસ્સાઓ "હ્યુમન રાઈટ્સ"માં પણ નોંધાયેલા છે.
રાષ્ટ્રસુરક્ષા માટે કટીબદ્ધ એવા એફ.બી.આઈને શા કારણથી બનાવવા પડે છે આતંકવાદીઓ?
સમસ્યાનું મૂળ 9/11નાં હુમલામાં છે.
9/11નાં હુમલા બાદ અમેરિકામાં ભવિષ્યમાં ક્યારેય આતંકવાદી હુમલો નાં થાય માટે દેશના સુરક્ષા બજેટનો અધિકાંશ- અર્થાત 3.3 ડોલર બિલીયન જેટલો હિસ્સો આતંકવાદ સામે લડવા- એફ.બી.આઈને સુપ્રત કરવામાં આવ્યો છે. એફ.બી.આઈ પોતાના ઓફિસર્સ અને ઓફીશીયલ એજન્ટ્સ ઉપરાંત ઓફીશીયલ ઇન્ફોર્માંર્સ અને અન-ઓફીશીયલ ઇન્ફોર્માંર્સની આખી સંકળ વડે અમેરિકાની રક્ષા કરવા કાર્યરત છે. શકાસ્પદ ગતિવિધિ કે સંભવિત આતંકવાદી અંગે બાતમી આપનાર ઈનફોર્મરને એફ.બી.આઈ દ્વારા 1,00,000 ડોલર્સ કે તેથી પણ વધુનું ઇનામ આપવામાં આવે છે. મસ-મોટી રકમની લાલચમાં કેટલાય ઇન્ફોર્માંર્સ સાચી-ખોટી વાર્તાઓ બનાવીને કઈ-કેટલાય શકમંદો કે માનસિક રોગીઓને એફ.બી.આઈ.ની જાળમાં સંડોવી દે છે. આતંકવાદનાં કેસ સોલ્વ કરવા પર એફ.બી.આઈ. એજન્ટ ને પ્રોમોશન મળે છે અને જેથી પ્રોમોશનની લાલચમાં કેટલાય એફ.બી.આઈ. એજન્ટ્સ આતંકવાદની ખોટી સ્ટોરી પ્લોટ કરીને સાવ બિનહાનીકારક નાગરિકને ઈનફોર્મરની મદદથી પ્રોફેશનલ આતંકવાદી બનાવી દે છે.
તો કઈ રીતે પ્લોટ થાય છે આવી ટેરર સ્ટોરી?
એફ.બી.આઈનાં ઇન્ફોર્માંર્સ પોતાની આસપાસમાં સંદિગ્ધ કે શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિઓની શોધમાં રહે છે. ઉપરની બંને સ્ટોરીઝની વાત કરીએ તો સેમી અને ક્રિસ્ટોફર બંનેમાં કોમન છે એમનો મુસ્લિમ ધર્મ અને નબળી માનસિક સ્થિતિ. સેમીને "શહીદી વિડીયો"ની સ્ક્રીપ્ટ આપવાથી લઈને શૂટ કરવા વિડીયો સુદ્ધાં આડકતરી રીતે પહોંચાડવામાં આવે છે કે જેથી વાર્તામાં મસાલો જળવાઈ રહે. માનસિક અસ્વસ્થ સેમી ભલેને જેહાદના વિચારો ધરાવે કે માનસિક રોગના આવેશમાં મોટી મોટી વાતો કરતો ફરે, પણ સુઆયોજિત આતંકવાદી હુમલો કરવાની ત્રેવડ એને એફ.બી.આઈ. દ્વારા હથિયાર, બોમ્બ, કાર , રાઈફલ અને કેશના સ્વરૂપે પહોંચાડવામાં આવે છે. પોતાની રીતે એક લોજીકલ વાર્તા પણ નાં બનવી શકતા સેમીને આતંકવાદી હુમલાનો પ્લોટ ખુદ એફ.બી.આઈ.નાં એજન્ટ અને ઈનફોર્મર દ્વારા મગજમાં ઉતારવામાં આવે છે. અને ચાવી ભરેલા રમકડાની જેમ સેમી કાર બોબ અને રાઈફલ લઈને ટેમ્પા-ફ્લોરીડા બ્લાસ્ટ્સ કરવા પહોંચી જાય છે. અને કોઈ હોલીવુડ મુવીના એન્ડની જેમ પોતાના જીવ જોખમમાં મુકીને પણ એફ.બી.આઈ.નાં ઓફીશીય્લ્સ - ખતરનાક આતંકવાદીને ઝડપી પાડેછે. એફ.બી.આઈ પોતાને સરકાર દ્વારા આપવામાં આવેલા સુરક્ષા બજેટનો "સદ-ઉપયોગ" કરે છે!
ક્રિસ્ટોફરની સ્ટોરી પણ કૈક આવી છે! માવડિયો ક્રિસ્ટોફર વિડીયો ગેમ્સની ફેન્ટાસીની દુનિયામાં જીવે છે. નજીકની મસ્જીદમાં નિયમિત જતા ક્રિસ્ટોફરને એફ.બી.આઈ.નો અન્ડરકવર ઇન્ફોરમર પોતાની જાળમાં સપડાવે છે. માનસિક બીમારીથી પીડાતો ક્રિસ્ટોફર સોશિયલ મીડિયા પર ઇસીનાં સપોર્ટમાં સ્ટેટ્સ કે વિડીઓ પોસ્ટ કરે છે એટલે કઈ ઈરાક-સીરિયાના આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે એમ કઈ રીતે કહી શકાય? ઈનફોર્મર અને એફ.બી.આઈ એજન્ટ દ્વારા મોમીઝ બોયને સર્ટીફાઈડ આતંકવાદી બનાવી દેવામાં આવે છે. પૈસા-શસ્ત્રો આપીને પ્લાન સમ્ઝાવીને ક્રિસ્ટોફરને પઢાવેલા પોપટની જેમ મિશન પર મોકલવામાં આવે છે અને અંતમાં સત્યનો વિજય થાય છે પ્રૂવ કરવા એફ.બી.આઈ દ્વારા એને પકડી પાડવામાં આવે છે.
આતંકવાદનો ખાત્મો-એફ.બી.આઈની સફળતા.
***
હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા આવા બધાજ કેસની નોંધ કરવામાં આવી છે. અમેરિકી કોર્ટસ દ્વારા પણ આવા કેસીસમાં કોઈ બહારી આતંકી સંગઠનનું ઇન્વોલ્વમેન્ટ નાં જણાતા અને એજન્ટથી ઈનફોર્મર સુધીની સાંકળની શકાસ્પદ હિલચાલ સમઝાતા-માનસિક નબળા લોકોને માનસિક સારવાર આપવાની જગ્યાએ આતંકી સમાન-સક્ષમતા પહોંચાડીને આતંકીવાદી બનાવવા બદલ એફ.બી.આઈ.ની આકરી ઝાટકણી કરવામાં આવી છે.
વિશ્વ જમાદાર એવા અમેરિકામાં ચાલી રહેલા સ્કેમ પરથી આપણે પણ બોધપાઠ લેવો જરૂરી છે.
1) છાશ-વારે મીડિયા દ્વારા રજુ કરતા સાચા ખોટા સમાચારોને સાચા માની લઈને પોતાની જાતને મુર્ખ બનાવતા પહેલા થોડું દિમાગ લગાવવું. મીડિયા કે સરકાર કહે બધું સત્ય નથી હોતું સમઝવું જરૂરી છે.
અને સૌથી અગત્યનું-
2) આતંકવાદનો કોઈ ધર્મ નથી . વસ્તુ, વ્યક્તિ કે પરીસ્થીને સ્ટીરીઓટાઈપ-પ્રોટોટાઈપ કરવું સદંતર ખોટું છે.

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...