***
“મોમ,
એકદમ મસ્ત
મુવી હતું. મઝ્ઝા
આવી.”-સાંઝનાં
શોમાં મુવી જોઈને નીકળતા-નીકળતા
તમારું નાનુંસું કોમેન્ટ્રી
બોક્ષ્ ચાલુ થઇ ગયું.
અને ભલે આજે
મુવીમાં અડધા ડાયલોગ કે
સ્ટોરીમાં ઢીંગલીને ખબર નાં
પડી હોય પણ મોમ સાથે ફરવા જવાની
મઝા એના મોઢા પર છલકાતી દેખાઈ
જ આવી...
“યેસ
ડાર્લિંગ, ચલ
હવે બાકીના વાતોના વડા રસ્તામાં
કરીએ..”-ધીમેકથી
એક્ટીવાને સેલ મારતા-મારતા
તમે કહ્યું.
“મોમ,
આ મુવી પરથી
આપણને એવી સીખ મળે છે કે...”-એક્ટીવાની
પાછલી સીટ પર બિરાજમાન થઈને
તરત મિસ-તોફાની
બારકસે પોતાનો રીવ્યુ ચાલુ
કર્યો..
“એવી
સીખ મળે છે કે, લેટ
ઇવનિંગનાં શોમાં બીજી સીટીમાં
મુવી જોવા એકલા નહિ જવાનું.
એકટીવાના
પાછલા વ્હીલમાં પંક્ચર છે
દીકરા.”-દીકરીને
જવાબ આપતા-આપતા
તમે એકસાથે કેટલીયે પોસીબીલીટીઝ
અને સોલ્યુશન વિચારવા લાગ્યા..
“મોમ,
પાપાને કોલ
કરને પ્લીઝ. પાપા
આવીને આપણને અહીંથી લઇ જશે.”-એકદમ
રડમસ અવાજમાં દીકરીએ તમને
કહ્યું.
જોકે
તમારા દિમાગમાં આવેલો પહેલો
સેફ અને હોમ્લી વિચાર પણ આજ
હતો. પરંતુ
કૈક વિચારીને તમે બીજા રસ્તાઓ
વર્ક-આઉટ
કરવાનું શરુ કર્યું.
“બેબુ,
ચીલ.
મમ્મા છે
ને? મમ્મા
વિલ હેન્ડલ.
આપણે સેફલી
ઘેર પહોંચી જઈશું.
પાપાને
આજકાલ ઓવરટાઈમ રહે છે,
તને ખબર છે
ને? એટલે
તો પાપા આપણી સાથે મુવીમાં
પણ નથી આવ્યા.
હજુ પાપા
ઘેર પહોંચ્યા હશે અને એમણે
અહી બોલાવીને દુખી કરીએ એના
કરતા, આપણે
બે બ્રેવ ગર્લ્સ સોલ્યુશન
લાવી દઈએ તો?”-તમે
શક્ય એટલા સ્વસ્થ અને ચિયરફુલ
અવાજમાં દીકરીને મનાવવા પ્રયાસ
કર્યો..
“મોમ,
મને ડર લાગે
છે.”-મોટી
મોટી બદામી આંખોમાં નાના-નાના
આંસુઓ છલકાવતા ઢીંગલીએ ધીરેથી
કહ્યું અને તમને લગભગ વળગી
પડી..
“જબ
મોમ હે તો ક્યા ગમ હે?”-
કહીને તમે
એક્ટીવાને સ્ટેન્ડ પર ચઢાવીને
બાજુની દુકાનમાં પંક્ચર રીપેર
કરવાવાળાનું એડ્રેસ પૂછવા
ગયા..
“બેન,
અટાણે આ
ટાઈમે તમને કોણ મળશે?
અઘરું છે.
નવ વાગ્યા
પછી અહી દુકાનો બધી ટપો-ટ્પ
બંધ થઇ જાય છે તો ગેરેજ ક્યાંથી
મળશે? અહી
એક્ટીવા મુકીને ઓટો કરી લો
બેન. આમ
નાની બેબી સાથે રાતે આમ ફરો
એ સેફ નથી.”-પાનનાં
ગલ્લાવાળાએ પાન બનાવતા-બનાવતા
આંખો ઝીણી કરીને અવાજ સહેજ
ખૂંધો કરતા કહ્યું.
કરડાકીવાળા
અવાજ અને નેગેટીવ રીપ્લાયથી
સહેજ ગભરાયેલી ઢીંગલી તમને
વીંટળાઈ ગઈ.
“આજકાલની
છોકરીઓ,
સહેજે
સમય-સ્થળનો
વિચાર જ નથી.
આમ અડધી
રાતે છોકરીને લઈને રખડવા નીકળી
પડવાનું.
આજકાલ કેવા
પ્રસંગો બને છે અને કેવા-કેવા
સમાચાર આવે છે,
તોય પગ
વાળીને ઘેર બેસતી નથી મારી
બેટીયુ.”-આંખો
ત્રાંસી કરીને એક સહેજ વયસ્ક
માસીએ તમને સંભળાય એમ મોઢું
મચકોડીને કહ્યું.
“એજ
તો, આમ
ટૂંકા-ટૂંકા
કપડા પહેરીને અડધી રાત સુધી
રખડે રાખવામાં અને એકલા એકલા
આઝાદ થઈને ફરવામાં જ મૌજ છે
આ બાયડીઓને..
કોણ જાણે
ધણી કે કુટુંબ સાથે ફરવામાં
શું જોર પડતું હશે?
હવે અડધી
રાતે આ સ્કુટર લઈને આમ-તેમ
ફરશે, તે
કોઈની નિયત ખરાબ થાય એમાં વાંક
કોનો?”-માસીની
વાતમાં સુર પુરાવતા એમની
બાજુવાળા લગભગ એમની જ ઉમરના
બહેને કહ્યું.
અને
એક્ટીવાને સ્ટેન્ડ પરથી ઉતરતા
તમારી આંખોમાંથી બે-ત્રણ
આંસુ સારી પડ્યા..
“મારી
મમ્માતો સુપર-વુમન
છે. પપ્પા
કહેતા હતા કે મોમ તો મને લઈને
એકલી ચાંદ-સિતારા
પર પણ જઈ શકે..
હે ને મમ્મા?
આપણે બંને
સુપર-ગર્લ્સ
મેનેજ કરી લઈશું,
હેને?”-
બંને હાથ
ઊંચા કરીને સુપરમેનનો પોઝ
આપતા આપતા ઢીંગલીએ તમને ચીયર
કરવાનો ટ્રાય કર્યો.
રસ્તામાં
લગભગ બે-ત્રણ
જાગે ગેરેજમાં જા-કારો
મળ્યો,
કોઈને ઘેર
જવાની ઉતાવળ હતી તો કોઈને
તમારી બેદરકારી માટે તમારી
સાથે આમ જ થવું જોઈએની ઈચ્છા.
“ભૈયા
પાછલા વ્હીલમાં પંક્ચર છે.
રીપેર થશે
હમણાં?”-તમે
આખરી આશા જેવા ગેરેજમાં જઈને
હળવેથી પૂછ્યું.
જવાબમાં
બે આંખો એકટીવાના ટાયરની
જગ્યાએ તમારા વજુદ પર ફરી
રહી..
“ઇતની
દેર રાતકો?
કિધર જાનેકા
હે મેડમ?
આપકો ઇસ
એરિયા મેં કભી દેખા નહિ..
કહા કે હો?
અંદર ઓફીસમેં
એસીમેં બેઠીયે..”-
શબ્દે શબ્દ
જાણે તમને તોલી રહ્યો હતો.
“નાં
ભૈયા. અમે
અહી ઠીક છીએ.
પ્લીઝ થોડું
જલ્દી કરાવજો.”-તમે
શક્ય એટલો ટૂંકો જવાબ આપીને
દીકરીની સાથે સહેજ ખૂણે જઈને
ઉભા રહ્યા.
આસ-પાસથી
પસાર થતા જુજ વાહનો પણ તમને
અકળાવી રહ્યા એક-બે
ગાડીવાળાએ આંખોમાં નિર્લજ્જતા
અને શબ્દોમાં માનવતા સાથે
લીફ્ટ ઓફર કરી જોઈએ જેનો તમે
બા-ઈજ્જત
ઇનકાર કર્યો.
પાંત્રીસ
વર્ષની ઉમર,
લડાયક મિજાજ,
લડી લેવાનો
સ્વભાવ અને માંડ સાડા-નવનો
સમય- છતાં
તમે એજ અકળામણ મહેસુસ કરી
જે...
“સમય
સાથે કઈ જ બદલાયું નથી!”-શબ્દો
સરી પડ્યા અને તમે ટાઈમ ટ્રાવેલ
કરતા-કરતા
આજથી દસ વર્ષ પહેલાના સમયમાં
પહોંચી ગયા..
***
સ્થળ-
અમદાવાદ.
સમય-
સાંજના આઠ.
દર
પાંચ મિનિટે ઘડિયાળમાં સમય
જોઈને અકળાતા તમે રીક્ષા
સ્ટેન્ડ પર રિક્ષાની રાહ જોઈ
રહ્યા છો.
એકદમ
ભરચક વિસ્તારમાં ઓફિસથી
છૂટવાના સમયે તમારી સાથે બીજા
ઘણા સહ-પ્રવાસીઓ
પણ ઘરે પાછા જવાની ઉતાવળમાં
છે. થોડી
થોડી વારે તમે ઉભા છો ત્યાં
જ હોર્નનાં અવાજ સંભળાય છે.
અલબત્ત આગળ
કોઈ ટ્રાફિક નથી તો પણ!
ટુ-વ્હીલર
અને ગાડીઓ પણ તમે ઉભા છો ત્યાં
સહેજ ધીમી પડી જાય છે.
અપ-ડાઉનનાં
શરૂઆતનાં દિવસોમાં તમને આ
ઘટનાક્રમમાં નવાઈ લાગે છે,
પણ ધીમે-ધીમે
તમને આ બધા ઈશારા અને ગણતરીઓ
સમઝાતી જાય છે.
અને પસાર
થતી એક-એક
મીનીટ અને એક-એક
નજર માટે અકળામણ થાય છે.
ઉપર આકાશમાં
બેફીકર ઉડતા અને પોતાના માળામાં
જઈ રહેલા પક્ષીઓને જોઈને તમને
એક ગાંડો-ઘેલો
વિચાર આવે છે કે-
શું હશે આ
બેફીકર આમ-તેમ
ઉડી રહેલા,
આઝાદ પક્ષીઓનું
જેન્ડર-
સ્ત્રી કે
પુરુષ?
પુરુષ પક્ષીઓ
જ હોવા જોઈએ તો જ આમ સમી સાંજે
નિરાંતે હારી-ફરી
શકે.
તમે
મોબાઈલ બહાર કાઢીને હબ્બીનો
નંબર ડાયલ કરવા જતા જ હતા અને..
અને તમે
મોબાઈલ બંધ કરીને પાછો પર્સમાં
સરકાવી દીધો.
તમારી
અંદર રહેલા-
“હું”
એ તમને નાં પાડી આમ હિંમત હારી
જવાની.
અને તમે એક
સ્માઈલ સાથે મોબાઈલ બહાર
કાઢીને હબ્બીને એસએમએસ કર્યો-
“વેઇટિંગ
ફોર ઓટો.
વિલ રીચ
સેફ ઇન ટેન મિનીટ્સ.
ડોન્ટ વરી.”
અને
પળ-વારમાં
પતિદેવનો રીપ્લાય આવ્યો-“આઈ
નો, યુ
કેન રીચ સેફ ઇવન ઓન મુન!
ઝાંસી કી
રાની, સી
યુ એટ હોમ ઇન ટેન મિનીટ્સ.”
***
અને
પલકવારમાં તમે દસ વર્ષ પછીની
અલબત્ત કૈક એવીજ પરિસ્થિતિમાં
પાછા આવી ગયા.
અને આસ-પાસના
ટેન્શનને ભૂલી જઈને,
દીકરીને
ખોળામાં બેસાડીને,
તમે હબ્બીને
વોટ્સએપ પર મેસેજ કર્યો-“એક્ટીવાનાં
પાછલા વ્હીલમાં પંક્ચર છે.
ડોન્ટ વરી.
આઈ વિલ
મેનેજ. આઈ
વિલ બી લેટ.”
અને
થોડી વારમાં પતિદેવનો રમતિયાળ
રીપ્લાય આવ્યો-“યુ
કેન મેનેજ એન્ટાયર ઈન્ડીયા
લાઈક ઇન્દિરા ગાંધી..
પણ ગેરેજવાળા
અને એક્ટીવા બંને પર રહેમ
કરજે. કોલ
મી ઇફ યુ નીડ!”
અને
તમે દીકરીના માથામાં હાથ
ફેરવતા ફેરવતા એક્ટીવા રીપેર
થવાની રાહ જોઈ રહ્યા.
“મોમ,
પેલા ત્યાં
કોર્નર પર ઓટલે બેઠેલા આંટીલોકો
આપણી સામે કેમ આવી રીતે જુએ
છે? ત્યાં
મલ્ટીપ્લેક્સની બહાર પણ પેલા
આંટી અને અંકલ કેવું બોલતા
હતા. મોમ,
મુવી જોવા
જવું બેડ કહેવાય?”-અત્યાર
સુધીની બધી ઘટનાઓનું એનાલીસીસ
કરી રહેલી ઢીંગલીએ ધીરેથી
પોતાના પ્રશ્નો રજુ કર્યા.
“નાં
દીકરા,
મુવી જોવા
જવું બેડ નાં કેવાય અને આ લોકો
પણ બેડ નથી.
તેઓ ખાલી
આપણા કરતા જુદા ડીફરન્ટ છે.”-તમે
શક્ય એટલા સરળ શબ્દોમાં જવાબ
આપવા પ્રયાસ કર્યો.
“કેવી
રીતે ડીફરન્ટ છે મોમ?”-
ઢીંગલીએ
બદામી આંખોને મોટી કરીને
પૂછ્યું.
“બેટા,
આપણે લાસ્ટ
યર પેલું મુવી જોવા ગયેલા યાદ
છે?-
ક્વીન?”-તમે
દીકરીને પ્રતિપ્રશ્ન કર્યો.
“હા,
મોમ.
સુપ્પક
મુવી હતું.
પેલી રાની
કેવી આખા વર્લ્ડમાં એકલી ફરતી
હતી? એકદમ
ફ્રી બર્ડની જેમ.
એને ગમે એ
બધું કરતી હતી,
કેવી હતી
નહિ? એકલી
એકલી હનીમુન કરવા બી ગયેલી..
પણ મોમ,
એ ખુશ હતી..
હે ને?”-અચાનક
આ વાતાવરણથી દુર,
ઢીંગલી
પેરીસમાં ક્વીનની કંગના રાણાવત
સાથે ફરી રહી હોય એમ ખુશીથી
કહી રહી..
“એજ
તો વાત છે.
જેમ ક્વીનમાં
રાની એકલી પોતાને ગમે એમ રહે
છે-ફરે
છે-પોતાની
ઇચ્છાઓ પૂરી કરે છે..
એવું જ કૈક
આપણે કરી રહ્યા છે-
જેને આઝાદી
પણ કહેવા અને સપના પુરા કરવા
પણ કહેવાય.”-તમે
વાતનો દોર સાંધ્યો..
“તો
આ લોકો કેમ તારા માટે બુરું
બોલે છે?
પાપા પણ તો
ઓફીસના કામે એકલા લેટ નાઈટ
સુધી બહાર હોય છે.
આ ગેરેજવાળા
અંકલ પણ તો આટલા મોડા સુધી અહી
એકલા બેઠા છે.
પેલા ગલ્લા
પર કેટલા બધા ભૈયા લોકો ભેગા
થઈને ગપ્પા મારે છે.
એ બધાને
કોઈ કઈ જ નથી કહેતું.
કેમ?”
– નાનીસી
દીકરીએ મોટો પ્રશ્ન કર્યો.
“દીકરા,
કેમકે આપણે
બાયોલોજીકલી ફીમેઇલ એટલે કે
સ્ત્રી છીએ.
આપણે બંધનમાં
રહેવું જોઈએ,મર્યાદામાં
વર્તવું જોઈએ,
પુરુષ કે
પરિવાર વગર બહાર નાં જ નીકળવું
જોઈએ.
એકલા-જાતે
નિર્ણય નાં લેવા જોઈએ.
પોતાના
પ્રશ્નો-મુશ્કેલીઓમાં
પરિવારના પુરુષને આધીન રહેવું
જોઈએ..
વિગેરે
વિગેરે આ સૌની માન્યતાઓ છે-જે
પ્રમાણે તેઓ વર્તે છે.
એટલે તેઓ
જુદા છે.
”-તમે
દીકરીને વાતનો મર્મ સમઝાવવા
પ્રયાસ કર્યો.
“અચ્છા,
અને એટલેજ
આપણે સ્વતંત્ર-
સ્ટ્રોંગ
છીએ તો અલગ છીએ.
ખોટા નહિ..
ડીફરન્ટ
બટ નોટ રોંગ!”-દીરીને
ખુશી સાથે ચીયર કર્યું!
***
સ્ત્રી
એટલે ઘર,
પરિવાર,
મર્યાદા,
સંસ્કાર,
ઓટલો,
ઉંબર,
ચાંદલો,
ઝાંઝર,
નીતિ-નિયમો...
અને
આ બધાની સહેજ પણ જુદી થઇ એટલે
જાણે સ્ત્રીમાંથી એનું
સ્ત્રી-ત્વ
જ પરાણે બાદ કરી દેવામાં આવે!
પોતાના
ખુદના નિર્ણયથી અપરણિત,
સંજોગોને
કારણે ડાયવોર્સી,
સિંગલ મધર,
કે સંજોગ
વસાત જેતે શહેરમાં એકલી રહેતી
સ્ત્રીઓની સમસ્યાઓ અઢળક છે.
એકલી સ્ત્રીને
ઘર ભાડે નથી મળતું,
સામાજિક
પ્રસંગમાં એને મન-આદર-સન્માન
કે ઇન્વીટેશન નથી અપાતા,
થીયેટર-મોલ-ગાર્ડનકે
કોઈ પણ પબ્લિક પ્લેસમાં
આઝાદ-વંઠેલ-બગડેલ-અવેલેબલ-ઓપન
વિગેરે લેબલ્સથી એનું અપમાન
સુદ્ધાં કરવામાં આવે છે.
એકલી
રહેતી સ્ત્રીને ડગલે ને પગલે
એ સાબિત કરવું પડે છે કે-
એ સિંગલ છે
સલ્ટ નહિ!
શું
તેઓ મનુષ્ય નથી?
આઝાદી અને
સ્વતંત્ર નિર્ણય શું એમના
અધિકાર નથી?
તો
હવે પછી કોઈ એકલી-સિંગલ
સ્ત્રીને ક્યાય ભીડમાં કે
એકલા જુઓ તો તમારા
લેબલ્સ/જજમેન્ટ/મેણા-ટોણાથી
નહિ માનવતાથી વર્તશો?
Comments