***
“ઇનફ
ઇઝ ઇનફ. હું
આ બધા બહાનાઓથી કંટાળી ગયો
છું. આજે
જ પ્રિન્સીપાલસરને કમ્પ્લેન
કરવી પડશે કે લોકોને કામ કરવામાં
આજકાલ બહુ જોર પડે છે.
મહિનાના એન્ડમાં
બધાને મફતના પગાર જોઈએ છે.
કામ કોઈને
કરવું નથી.”-પટેલસાહેબની
વાણી અસ્લાખિતપણે ગુસ્સો
વરસાવતી રહી.
“શું
થયું પટેલસાહેબ. સવાર-સવારમાં
કોના પર વરસી રહ્યા છો?
વેકેશનમાં
તો શાંતિ રાખો બોસ.”-પાસેના
ટેબલ પરથી શર્માસરે ટહુકો
કર્યો.
“કેવી
શાંતિ? નવી
ટર્મ શરુ થવામાં અઠવાડિયું
પણ બાકી નથી અને ઢગલો કામ બાકી
છે. પ્રિન્સીપાલસરને
એક નવો પ્રોજેક્ટ શરુ કરવો
છે, પણ
અહી કામ કોને કરવું છે?
સવારથી મીટીંગ
માટે લગભગ સ્ટાફમાં બધાને
ફોન કર્યો અને તમે નહિ માનો
ઓલમોસ્ટ લેડીઝ સ્ટાફને જ
વાંધા-વચકા
છે. કોઈને
ઘેર મહેમાન છે, તો
કોઈને ઘેર બાળકોને રાખનાર
કોઈ નથી.. કોઈને
ઘેર પ્રસંગ છે તો કોઈને ઘેર
ડોહા-ડગરા
બીમાર છે. બધી
બહાના-બાજી
છે-કામ
નહિ કરવાની. વેકેશનનો
બેઠ્ઠો પગાર જોઈએ છે બધાને
પણ બે દિવસ વધારાનું કામ નથી
કરવું. હદ
છે. આ
બહેનો મેનેજ નાં થતું હોય તો
નોકરી ઝખ મારવા કરતી હશે?
વેકેશનની કે
જાહેર રજાની કોઈ પણ ડ્યુટી
આપો એટલે બધી બહેનોને નખરા
ચાલુ. હું
તો કહું છું, વુમન
એમ્પાવરમેન્ટ ગયું ચૂલ્હામાં.
લેડીઝને ભણાવો
ત્યાં સુધી ઠીક, પણ
નોકરી કરવાની છૂટ જ નાં આપવી
જોઈએ. આઈ
મીન, એક
તો લેડીઝ નોકરી નાં કરે એટલે
આવા બહાને-બાજી
અને કામચોરીનાં નાટક બંધ અને
બીજું, એમના
ભાગની નોકરીઓ જરૂરતમંદ પુરુષોને
મળે કે જેઓ ઘર ચલાવી શકે.
આ સ્ત્રીસશક્તિકારણે
બધો દાટ વળ્યો છે.”-પટેલસાહેબ
ગરમ એન્જીનની જેમ પોતાના
ગુસાનો ધુમાડો અવિરતપણે કાઢતા
ગયા.
“ખમ્મા
બાપુ ખમ્મા. ચા
પીવો અને કામે લાગો. આમ
તો તમારી વાત સાચી, આપણે
પુરુષમાણસ કામ કરવા ઓલ્વેઝ
રેડી. જુઓને
તમારો એક ફોન આવ્યો અને બંદા
હાજર. આપણે
પહેલા નોકરી અને બીજું બધ્ધું
પછી. અને
એટલેજ ઓવરટાઈમ રોકાવાનું હોય
કે રજાના દિવસની ડ્યુટી,
“નાં
પાડવી” –તો આપણા
શબ્દકોશમાં જ નથી. કામ
કરવાના પૈસા મળે છે એટલે વસુલ
કરવાના બાપુ. શું
કયો છો?”-માવો
મસળતા-મસળતા
શર્માસારે સ્ટાફરૂમનું એસી
ચાલુ કર્યું. વાતાવરણ
ચિલ્ડ કરીને જાતને ચિલ્ડ કરવા
અને કામ કરવાનો મૂડ બનાવવા
બને સાહેબ ઓફીસના લેપટોપમાં
ઓફિસનું ઈન્ટરનેટ ચાલુ કરીને
ફેસબુક, યુટ્યુબ,
ટ્રેડીંગ
સાઈટ્સ, પોર્ન
સાઈટ્સ, ડેટિંગ
સાઈટ્સ વિગેરે ચાલુ કરીને-
કામ કરવામાં
મગ્ન થઇ ગયા.
***
“હે
ભગવાન, સવારથી
ચાર વાર સ્કુલમાંથી ફોન આવી
ગયા છે. આ
પ્રિન્સીપાલસરને પણ આજે જ
અર્જન્ટ મીટીંગ રાખવાની થઇ
હશે? ઘેર
ઢગલો મહેમાન છે અને હજુ તો આજે
બપોરે બેનબા આવવાના છે.
આવામાં મીટીંગમાં
જવાનું નામ લઈશ એટલે અઠવાડિયાના
શ્લોક એક જ દિવસમાં ચાલુ થઇ
જશે. સ્કૂલનું
કામ અગત્યનું છે અને જવું જ
જોઈએ પણ ઘરની જવાબદારીઓ અને
પરિવારની અપેક્ષાઓનું શું?
ચાલુ દિવસોમાં
મારો ભગવાન જાણે છે કે એક મીનીટ
પણ બગડ્યા વગર પૂરી નિષ્ઠાથી
સ્કુલમાં મારું કામ કરું છું.
પણ વેકેશન કે
રજાઓમાં કામ આવે એટલે ઘેર એકજ
સીન થાય- કઈ
સ્કુલ વાળી રજાના દિવસે ચાલુ
હોય? આ
તો બધા કામમાંથી છટકવાના અને
જવાબદારીઓથી ભાગવાના બહાના
છે. આખું
વર્ષતો નોકરીના બહાને રખડી
ખાવાનું અને રજાઓમાં પણ ઘરમાં
પગ નથી ટકતો.-કોણ
જાણે કયા દિવસે મારી પ્રાયોરીટીઝ
બેલેન્સ થશે? ગમે
એટલો ટ્રાય કરું ક્યાંક કૈક
તો છૂટી જ જાય છે. આજે
સ્કુલમીટીંગમાં જવાની નાં
પાડી એટલે મારી નિષ્ઠા-કમીટમેન્ટ
પર પ્રશ્નાર્થ મુકાયો,
અને જો મીટીંગમાં
ગઈ હોત તો મારા પરિવારપ્રેમ
અને જવાબદારીઓ પર પ્રશ્નાર્થ
મુકાયો હોત. હે
ભગ્ગુ, જે
પરિવારના સુખ-સમૃદ્ધી
માટે નોકરી કરું છું એ જ પરિવારને
અને નોકરીને એકબીજાના વિરોધી
કેમ બનાવ્યા?”-રોટલી
વણતા-વણતા
તમે મનો-મન
પ્લેટફોર્મમાં સામે મુકેલી
કૃષ્ણભગવાનની મૂર્તિ સાથે
સંવાદ સાધ્યો. અને
વિચારોના વમળમાં ક્યારે રોટલી
ઉથલાવતા હાથ ગરમ તવા પર મુકાઈ
ગયો એનું પણ ભાન નાં રહ્યું..
આંખમાંથી બે
આંસુઓ હાથ પર ઉપસી આવેલા લાલ
ચમાકા પર પડ્યા, છતાં
હાથ કરતા વધુ બળતરા અંદર
ઊંડે-ઊંડે
દિલમાં થઇ રહી...
***
“સાંભળે
છે? આ
તારી સ્કુલમાંથી કોઈ પોસ્ટ
આવી છે કુરીયરમાં.”-હાથમાં
છાપું લઈને ટીપોઈ પર પગ લંબાવીને
ચાના ઘૂંટડા ભરતા-ભરતા
પતિદેવે બુમ પાડી.
“લઇ
લેજોને પોસ્ટ. હું
પછી જોઉં છું, રોટલી
કરીને.”-ગરમીમાં
પસીને પસીને થઇ રહેલા તમે
ધીરેથી વિનંતીનાં સુરમાં
કહ્યું.
“મને
મોડું થાય છે. વેકેશનમાં
તો તારું કામ તારી જાતે
કર.”-પતિદેવે
ન્યુઝપેપરમાંથી મોઢું બહાર
કાઢ્યા વગર અણગમો બતાવ્યો
અને પાછા દુનિયાની ચિંતામાં
ડૂબી ગયા.
ગેસ
બંધ કરીને તમે કુરીયર રીસીવ
કર્યું. અને
અનાયાસે જ દાઝેલા હાથે પસીનો
લુછાઈ ગયો અને એ પસીનાની ખારાશ
હાથથી થઈને આંખોમાં ઉભરાઈ
ગઈ.
“વેકેશનમાં
પણ પોસ્ટ અને કુરિયર મોકલવા
પડે એવા કેવા કામ કરો છો તમે
સ્કુલમાં?”-મોઢું
વાંકુ કરીને ન્યુઝપેપરમાંથી
ડોકિયું બહાર કાઢીને પતિદેવે
પૂછ્યું.
“મેમો
છે. કાલે
ઇમરજન્સી મીટીંગ હતી અને
મારાથી જવાયું નહિ એટલે.”-તમે
શક્ય એટલે ઓછા શબ્દોમાં જવાબ
આપ્યો.
“હદ
છે. આટલી
નાની વાતમાં મેમો? નોકરી
કરીએ એટલે કઈ ખરીદી થોડા લીધા
છે? ગુલામી
થોડી લખી આપી છે? વેકેશનમાં
ઘર-પરિવારને
પણ સમય આપવાનો કે નહિ?
આખું વર્ષ
કોઈને કોઈ બહાને ઓવર-ટાઈમ,
ઓનડ્યુટી આપે
રાખે છે ત્યારે કોઈ મેડલ નથી
આપતા તો એક મીટીંગ મિસ થઇ એમાં
વાળી કેવો મેમો? અને
આ મીટીંગમાં તું ગઈ પણ હોત તો
શું ઉખાડી લેવાની હતી?
જીહા-જીહા
કરીને ચા પીને, સહી
કરીને પાછી સિધાવી હોત ને?
ફેંક એ મેમોને
કચરાપેટીમાં અને આગળથી ધ્યાન
રાખજે. ઓફિસમાં
બધા સાથે સારા-સારી
રાખી હોય તો આવું બધું નાં
થાય. આપણું
કામ ચોક્કસ હોય તો કોઈ વાર આવી
ચૂક થાય એ પણ લોકો સંભાળી લે.
નોકરી કરે જ
છે તો થોડું ડેડીકેશન પણ રાખતી
જા, આમ
ઘેર અને નોકરી બનેમાં વેઠ વાળે
એ કેમ ચાલે?”-ન્યુઝપેપર
વાળીને ટેબલ પર મુકતા-મુકતા
પતિદેવે તમને ભાષણ ઠપકારી
દીધું.
“પણ
કાલે મીટીંગમાં જવાની તમે જ
તો નાં પાડી હતી. ઘેર
મહેમાન છે, કેટલું
કામ છે-એમ
કહીને. અને..”-તમે
અડધા શબ્દો અંદર જ ગળી ગયા,
પતિદેવની આંખો
જોઈને.
“તે
મને કહ્યું હતું કે મીટીંગ
આટલી જરૂરી છે? તે
મને કહ્યું હતું કે મીટીંગમાં
ગેરહાજર હોય એને મેમો આપશે?
બહાના બંધ કરો
અને કામ ચાલુ કરો.”-ચશ્માં
ચઢાવીને મોબાઈલ-લોકમાં
લુપ્ત થતા થતા પતિદેવે કહ્યું.
“હેલો,
યેસ સર.
જી સર..
શ્યોર સર..
આઈ વિલ બી ધેર
ઓન ટાઈમ સર. કામ
પૂરું થઇ ગયું છે સર. કાલે
આખી રાત જાગીને પતાવી જ દીધું
છે સર. યેસ
સર, ફાઈલ
તો તમે મીસીસ શાહને આપી હતી.
મેં ફોલોઅપ
માટે એમણે પાંચ ઈ-મેઈલ્સ
અને ત્રણ કોલ પણ કર્યા હતા,
પણ... સર
તમને તો ખબર જ છે કે સમર વેકેશનમાં
ફીમેલ સ્ટાફનાં નાટક કેટલા
વધી જાય છે? કોઈને
ઘેર મહેમાન હોય તો કોઈને ઘેર
બીમાર, પણ
સર- એમાં
કામ સફર નાં થવું જોઈએને?
આઈ બીલીવ-કમીટમેન્ટ
ઇઝ કમીટમેન્ટ અને એટલે મારા
માટે તો પહેલા જોબ અને બીજું
બધું જ પછી. યેસ
સર, હું
પાંચ જ મીનીટમાં નીકળું છું.
આજે ઓવર ટાઈમ
કરીને પણ પ્રોજેક્ટ ફિનિશ
કરી જ દઈશ. હેવ
વન્ડરફૂલ ટાઈમ અહેડ સર.”-મધ
ઝરતા અવાજમાં પતિદેવ ફોન પર
એમના બોસ સાથે વાત કરી રહ્યા.
અને
તમે આંખો પલ્કાર્યા વગર પતિદેવના
બે ભિન્ન પુરુષ સ્વરૂપ જોઈ
રહ્યા. એક
સ્વરૂપ જેને નોકરી કરતી પત્નીની
પહેલી પ્રાયોરીટી પરિવાર
જોઈએ છે અને બીજું જેને નોકરી
કરતી મહિલા-સહકર્મીની
પહેલી પ્રાયોરીટી જોબ જોઈએ
છે..
અને
પટેલસાહેબ પર થોડીવાર પહેલા
તમને આવેલો ગુસ્સો અને આક્રોશ
પળવારમાં હવા થઇ ગયા..
***
સ્ત્રી
ઘર સંભાળે કે નોકરી કરે,
એની પરિવાર
કે કામ પ્રત્યેની નિષ્ઠાને
પ્રશ્ન કરતા રહેવાનો અને હલકી
જોખતા રહેવાનો આપણો માનવ-સ્વભાવ
છે.
સંશોધનોએ
કેટલીયે વાર એ હકીકત પુરવાર
કરી છે કે અભ્યાસ હોય,
ઘરકામ કે પછી
નોકરી-ધંધો,
સ્ત્રીની
એકાગ્રતા-નિષ્ટ-લગન
કાયમ પુરુષ કરતા વધુ રહી છે.
ઓવરટાઈમ કરતા,
રજાનાં દિવસે
પણ ઓફિસમાં હાજર રહેતા અને
ઘરેથી પણ ઓફિસનું કામ કરતા
પુરુષ કર્મચારી કરતા એની મહિલા
સહકર્મચારી પોતાના ઓફીસઅવર્સનો
પૂર્ણ-સદઉપયોગ
કરીને વધુ ચોક્કસ અને સારું
કામ આપે જ છે.
વાત
સ્ત્રી કે પુરુષની સર્વોચ્ચતાની
નથી, જેન્ડર
બાયસ વગર કામ કરવાની અને કરવા
દેવાની છે.
આવો
નિર્માણ કરીએ -જેન્ડર
બેનીફીટ અને જેન્ડર બાયસ
વગરનાં સ્વસ્થ વર્કિંગ
એન્વાયરમેન્ટનું.
Comments