***
અપ્રિલ
૨૦, ૨૦૧૪.
સ્થળ-
શીન્ગ્રોઉંલી,
મધ્યપ્રદેશ.
ચૌદ
વર્ષીય નિર્દોષ બાળાને ચાલુ
બસે નીચે ફેંકી દેવામાં આવી.
પીડિતા ઉપર
ચાલુ બસમાં ગેંગરેપ થયો હોવાની
ફરિયાદ. કથિત
આરોપીઓનું પોતાની નિર્દોષતા
બયાન કરતુ નિવેદન કે –પોતના
સ્ટોપ પર બસ ઉભા રાખવાની કંડકટરે
નાં પાડતા બાળા ચાલુ બસે કુદી
ગઈ.
એપ્રિલ
૨૧, ૨૦૧૪.
પોલીસ
દ્વારા પીડિતાનો મેડીકલ
રીપોર્ટ મીડિયા અને પ્રેસમાં
રીલીઝ કરવામાં આવ્યો જે
અનુસાર-“પીડિતા
શારીરિક સમાગમની આદી છે.
પીડિતાના
બહારી કે ખાનગી શારીરિક ભાગોમાં
કોઈ ઇજા નોંધાઈ નથી.
તાજેતરમાં
શરીર સંબંધ બંધાયો હોય એવા
કોઈ પુરાવા હાજર નથી.”
ત્રણ ડોક્ટર્સની
ટીમ દ્વારા રજુ કરાયેલો આ
રીપોર્ટ બાદ રેવા ખાતે તોફાન
ફાટી નીકળે છે. જેનું
કારણ છે – પીડિતા પર ડોક્ટર્સની
ટીમ દ્વારા કરવામાં આવેલો
વિવાદાસ્પદ “ટુ
ફિંગર ટેસ્ટ”.
જી
હા, આપણે
એજ “ટુ ફિંગર
ટેસ્ટ”ની વાત
કરી રહ્યા છે જે હાલમાં દિલ્હી
ખાતે વિવાદમાં છે.
સુપ્રીમ
કોર્ટ ઓફ ઇન્ડિયાએ વર્ષો પહેલા
આ “વર્જીનીટી
ટેસ્ટ” અર્થાત
“ટુ ફિંગર ટેસ્ટ”
મહિલાઓનાં અંગતતાનાં અધિકાર(રાઇટ
ટુ પ્રાયવસી)નું
હનન કરતો હોઈ તેને બંધ કરવાનો
આદેશ આપ્યો છે.
“હ્યુમન
રાઈટ્સ વોચ”
દ્વારા આ “ટુ
ફિંગર ટેસ્ટ”ને
સાવ બિનજરૂરી,
નકામો અને
અવૈજ્ઞાનિક ગણાવીને તેની
આકરી ટીકા કરવામાં આવી છે.
રેપ પીડિત
કે સેક્ષ્યુઅલ્ એસોલ્ટનાં
પીડિત પર આ ટેસ્ટ કરવો એ બીજી
વાર એના પર શારીરિક અને માનસિક
બળાત્કાર કરવા સમાન પીડાદાયક
અને અમાનવીય છે એવી દલીલ દ્વારા
હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા
પીડિતનાં ભૂતકાળને અને તેના
ચરિત્રને આંગળી ચીંધતો આ ટેસ્ટ
કાયમ માટે બેન કરવાની રજૂઆત
કરવામાં આવી હતી.
દુનિયાભરમાં
જે ટેસ્ટ પર બેન લગાવી દેવામાં
આવ્યો છે એ હાલ આપણા દેશમાં
દિલ્હીની “આપ”
સરકારને કારણે ભારે વિવાદમાં
છે. દિલ્હી
ખાતે રાજ્ય આરોગ્ય ખાતા દ્વારા
દિલ્હીની હોસ્પિટલ્સને આપવામાં
આવેલી ગાઈડલાઈન્સમાં ખાસ
પ્રકારના કેસમાં બળાત્કાર
પીડિત અને સેક્ષ્યુઅલ્ એસોલ્ટ
પીડિત માટે “ટુ
ફિંગર ટેસ્ટ” કરી
શકવાની જોગવાઈ અને પરવાનગી
રજુ કરવામાં આવી હતી.
જોકે ભારે
ઉહાપોહ અને વિરોધનાં કારણે
દિલ્હીના આરોગ્ય પ્રધાન
સત્યેન્દ્ર જૈને તાત્કાલિક
ધોરણે સોમવારે પ્રેસ કોન્ફરન્સ
બોલાવી અને સરક્યુલરમાં કઈ
ગેરસમજણ હતી એમ જણાવી વિવાદાસ્પદ
“ટુ ફિંગર ટેસ્ટ”
બળાત્કાર કે શારીરક હિંસાના
પીડિતો પર નહિ જ કરવામાં આવે
એવી બાહેધરી આપી હતી.
જોકે કથીત
ગાઈડલાઈન્સ અને સરક્યુલર
પાછું ખેંચવાની જગ્યાએ આરોગ્ય
ખાતા દ્વારા એ અંગે સમજણ અને
ક્લેરીફીકેશન મોકલવામાં
આવ્યા છે.
આ
બહુચર્ચિત ટેસ્ટ અંગે ખુબ
બધી માન્યતાઓ અને ગેર-માન્યતાઓ
છે, જેના
કારણે ડોક્ટર્સ તેમજ કાયદો
સુદ્ધાં આજ સુધી આ ટેસ્ટનાં
અસ્તિત્વ અંગે કોઈ નક્કર
નિર્ણય નથી લઇ શક્યા.
શું
તમે જાણો છો કે –શું છે આ “ટુ
ફિંગર ટેસ્ટ”?
***
સામાન્ય
શબ્દોમાં અને સાધારણ સમઝણ
અનુસાર “ટુ
ફિંગર ટેસ્ટ”
અર્થાત “વર્જીનીટી
ટેસ્ટ” એટલે
એવો ટેસ્ટ જેના દ્વારા સ્ત્રી
વર્જીન(વર્જીન
અર્થાત એવી સ્ત્રી જેણે ક્યારેક
શરીર સંબંધ બાંધ્યો નથી.)
છે કે નહિ
તે જાણી શકાય.
આ ટેસ્ટમાં
એવી ધારણા રાખવામાં આવે છે
કે માત્ર શારીરક સમાગમ દરમ્યાન
જ સ્ત્રી યોનીમાં રહેલ “યોની
પટલ” અર્થાત
“હાયમેન”
ક્ષત થાય છે.
અને આથીજ
આ ટેસ્ટમાં સ્ત્રીની યોનીમાં
નામાનુસાર બે આંગળીઓ દાખલ
કરીને “યોની
પટલ”ની હાજરી
અને યોનીની સ્થિતિ-સ્થાપકતા(પહોળા
હોવું કે સંકુચિત હોવું)
ચકાસવામાં
આવે છે.
ખુબ જુના
સમયથી જુદા-જુદા
નામે છતાં એજ સંકુચિત વિચારધારા
હેઠળ, કોઈ
પરિચિત ડોક્ટર અથવા તો વડીલ
સ્ત્રી દ્વારા પોતાના અનુભવગત
આ ટેસ્ટ જે-તે
સ્ત્રી પર કરવામાં આવે છે અને
ટેસ્ટ બાદ જે-તે
સ્ત્રીના ચારિત્રનું જાણે
સર્ટીફિકેટ ફાડીને એના કપાળે
ચોંટાડી દેવામાં આવે છે.
વિશ્વમાં
ઠેક-ઠેકાણે
આ ટેસ્ટનાં વિવાદ વકર્યા છે.
૨૩
માર્ચ,
૨૦૧૧ના રોજ
ઈજીપ્ત ખાતે મહિલાઓં દ્વારા
સરકાર વિરુદ્ધ દેખાવ-ધારણા
યોજવામાં આવ્યા હતા.
જોકે ઈજીપ્તની
મીલીટરી દ્વારા આ દેખાવકાર
મહિલાઓની ધરપકડ કરવામાં આવી
હતી.
ચોકાવનારી
હકીકત એ છે કે પકડવામાં આવેલી
આ મહિલાઓ પર મીલીટરી દ્વારા
જોર-જબરદસ્તીથી
“ટુ ફિંગર ટેસ્ટ”
કરવામાં આવ્યો હતો.
જોકે મીલીટરી
દ્વારા એવું કારણ આગળ ધરવામાં
આવ્યું હતું કે –“જેલવાસ
દરમ્યાન દુષ્કર્મની ખોટી
ફરિયાદો નિવારવા આ ટેસ્ટ
કરવામાં આવ્યો હતો.”
૨૭ ડીસેમ્બર,૨૦૧૧
નાં રોજથી ઈજીપ્ત સરકાર દ્વારા
બાકાયદા જેલવાસી મહિલાઓ પર
“ટુ ફિંગર ટેસ્ટ”
બેન કરવામાં આવ્યો છે.
બ્રિટેનમાં
એક ખાસ પ્રકારના વિઝાને
“ફીયોન્સે વિઝા”
કહેવામાં આવે છે(ફીયોન્સે
અર્થાત મંગેતર,
જેની સાથે
લગ્ન નક્કી થયા છે.).
૧૯૭૯માં
“ધ ગાર્ડિયન”
ન્યુઝ પેપર દ્વારા ધડાકો
કરવામાં આવ્યો હતો કે બ્રિટનમાં
“ફીયોન્સે વિઝા”
હેઠળ આવવા માંગતી સ્ત્રીઓને
“ટુ ફિંગર
ટેસ્ટ”નો રીપોર્ટ
સબમિટ કરવો ફરજીયાત છે.
ઈમિગ્રેશન
ઓફિસર દ્વારા ૧૯૭૯માં એક
મહિલાને આ ટેસ્ટ પસાર કરવાની
ફરજ પાડવામાં આવી હતી કેમકે
તેણી લંડન લગ્ન કરવા આવી હતી.
ઈમિગ્રેશન
ઓફિસર્સએ પોતાનો તર્ક રજુ
કરતા દલીલ કરી હતી કે –વર્જીનીટી
ટેસ્ટ દ્વારા એ જાણી શકાય કે
સ્ત્રીએ વિવાહ પૂર્વે શારીરિક
સંબંધ બાંધ્યા છે કે નહિ,
અને જો તેણી
વર્જીન નથી તો તે ઈમિગ્રેશન
માટે જુઠું બોલે એની સંભાવનાઓ
ઘણી વધુ છે.
અર્થાત
સ્ત્રીની સાતત્યતાનું પ્રમાણ
એની યોનીમાં છે!
ઓગસ્ટ
૨૦૧૩માં ઇન્ડોનેશિયા ખાતે
સાઉથ સુમાત્રાનાં પ્રબુમુલ્હનાં
શિક્ષણ વડા-મુહંમદ
રસીદ દ્વારા હાઈસ્કુલમાં
ભણતી દરેક ટીનએજર યુવતીઓ માટે
દર વર્ષે “ટુ
ફિંગર ટેસ્ટ”
ફરજીયાત જાહેર કરવામાં
આવ્યો.
જિલ્લા અને
ક્ષેત્રમાં વ્યાભિચાર અને
એઇડ્સ અટકાવવાનાં પગલા રૂપે
આ ટેસ્ટનું ફરમાન કરાયું
હોવાની દલીલ સુદ્ધાં કરવામાં
આવી.
૨૦૦૪માં
ઝીમ્બાબ્વેનાં એક ગામડાના
વડા શ્રી નાબોથ મકોનીએ સ્ત્રીઓ
માટે “વર્જીનીટી
ટેસ્ટ” ફરજીયાત
જાહેર કર્યો હતો અને એવી દલીલ
રજુ કરી હતી કે-“પુરુષો
કરતા યુવતીઓને કાબુમાં રાખવી
વધુ સરળ છે અને એથી જ આ ટેસ્ટની
બીકે લગ્ન પૂર્વે શારીરિક
સંબંધ બંધ થશે અને ટીનએજ
પ્રેગનેન્સી તેમજ એચઆઈવી
એઇડ્સ પણ કાબુમાં આવી શકશે!”
સાઉથ
આફ્રિકામાં “વર્જીનીટી
ટેસ્ટ” બેન છે
છતાં ઝુલુ સમુદાયમાં આ ટેસ્ટ
પ્રચલિત છે.
ઝુલુ સમુદાયની
મહિલા વડીલના કથન અનુસાર-“આ
ટેસ્ટની બીકે યુવતીઓ યુવકોથી
ડરે છે.
કેમકે પહેલા
યુવકો શરીર સંબંધ બાંધીને
તમારી વર્જીનીટી હણે છે અને
ત્યારબાદ તમને જાણ્ થાય છે
કે તમે એઇડ્સનો ભોગ બન્યા છો.
આ બધા
પ્રશ્નોનાં નિવારણ માટે
વર્જીનીટી ટેસ્ટ જરૂરી છે.”
ઇન્ડોનેશિયા
ખાતે પોલીસમાં ભરતી થવા ઇચ્છતી
યુવતીઓ માટે “ટુ
ફિંગર ટેસ્ટ”
ફરજીયાત છે.
આ ટેસ્ટ
દ્વારા તેમના ચરિત્ર અને
સાતત્યની ચકાસણી કરવામાં આવે
છે.
***
વિશ્વમાં
ઠેર ઠેર કોઈ ને કોઈ બહાને આ
વર્જીનીટી અર્થાત “ટુ
ફિંગર ટેસ્ટ”
દ્વારા મહિલાઓને એક કોમોડીટી
ગણીને જાણે એનું લેબલિંગ
કરવામાં આવે છે,
તેણીના
સેક્ષ્યુઅલ્ એક્સપીરીયન્સ
દ્વારા.
શું
સાચે જ આ ટેસ્ટ એટલો કારગત છે
અને આપણા મુલ્યોની રક્ષા કરવા
સક્ષમ છે?
આ
માટે આ ટેસ્ટ સાથે સંકળાયેલા
કેટલાક પાયાના કહેવાતા તથ્ય
ચકાસીએ.
“ટુ
ફિંગર ટેસ્ટ”માં
સ્ત્રી યોનીમાં બે આંગળીઓ
દાખલ કરીને તેણીનાં યોની પટલની
અક્ષતતાની ચકાસણી કરવામાં
આવે છે. આ
યોની પટલ હોય છે શું?
બે ધારણાઓ
પ્રચલિત છે-
૧)
યોની પટલ
એટલે યોનીના દરવાજા નજીક રહેલી
ફુગ્ગા જેવી પરત.
૨)
યોની પટલ
એટલે યોનીના દરવાજા નજીક રહેલી
રીંગ જેવી લીસ્સી સપાટી.
બંને
પૂર્વધારણાઓમાં એ માન્ય છે
કે સંભોગ કે બીજા કોઈ પણ પ્રકારે
યોની પટલને નુકશાન થતા એ તૂટી
જાય છે.
અને એથીજ
લગ્નની પહેલી રાતે વધુને
રક્તસ્ત્રાવ થવો જરૂરી ગણવામાં
આવે છે.
સત્ય આ બંને
પૂર્વધારણાઓથી તદ્દન વિપરીત
છે. નિષ્ણાત
ગાયનેકોલોજીસ્ટનાં શબ્દો
અનુસાર યોનીપટલ પડદા જેવો
નહિ પરંતુ ફૂલની પાંખડીઓ જેવો
હોય છે જેમાં ઘણી બધી
પરતો-ગડીઓ-વળાંકો-ધાર
હોય છે.
શારીરિક
રચના અનુસાર યોની પટલ સ્થિતિ
સ્થાપક જ હોય છે અને આથીજ કેટલાક
પાતળા હાયમેન સંભોગ દરમ્યાન
છેદિત થાય છે તો કેટલાક સ્થિતિ
સ્થાપક યોનીપટલ જે બહુ-પરત
ધરાવે છે તે અક્ષત રહે છે.
જી હા,
જેમ ગુલાબની
એક પાંખડી સહેજ ખસીને જગ્યા
થાય અને આંગળી અંદર સરકી જાય
કૈક એમજ હાયમેનની પરતોમાં થઇ
શકે છે.
આથી ઉંધુ
પણ શક્ય છે,
કે યુવતી/સ્ત્રી
વર્જીન હોવા છતાં તેનો હાયમેન
અક્ષત નથી!
ઘણી વાર
સાયકલીંગ,
રમત-ગમત,
ઈજા,
માસ્ટરબેશન,
સ્વીમીંગ
વિગેરે ઘણી શારીરક ક્રિયાઓ
દરમ્યાન યોનીપટલ છેદિત થઇ
શકે છે.
અર્થાત
સ્ત્રીની વર્જીનીટીની ચકાસણી
કરવા “ટુ ફિંગર
ટેસ્ટ” પર્યાપ્ત
નથી જ!
નિષ્ણાતોનાં
મતઅનુસાર આ ટેસ્ટ દ્વારા
યોનીની સ્થિતિ-સ્થાપકતા
પણ સચોટ રીતે ચકાસી શકાય નહિ
જ. કારણ
કે જેમ યુરીન કંટ્રોલ કરતા
સ્નાયુઓ સંકોચાય છે એમજ
પ્રયત્નકરીને સ્ત્રી યોનિને
પણ કૃત્રિમ રીતે સંકોચી શકે
છે. અર્થાત-
“ટુ
ફિંગર ટેસ્ટ”
દ્વારા કોઈ પણ પ્રકારના સત્યિક
તારણ કે પ્રમાણ મેળવવા શક્ય
નથી જ!
હવે
પ્રશ્ન એ થાય છે કે જો થોડું
ઘણું ગુગલદેવતાને પૂછીને
મારા જેવી કોમ્પ્યુટર ઈન્જીનીયર
આ બધી મેડીકલ ડીટેઈલ્સ મેળવી
શકે છે તો આપણા દેશના ડોક્ટર્સ
કયા કારણોથી હકીકત અને સત્ય
પ્રત્યે સજાગ નથી?
જવાબ
છે-અજ્ઞાનતા
અને નકારાત્મક વલણ.
“લેડીઝ
ફિંગર” નામક
અભિયાન હેઠળ જ્યારે આપણા દેશના
મેડીકલનાં બીજા અને ત્રીજા
વરસના વિદ્યાર્થીઓને આ “ટુ
ફિંગર ટેસ્ટ”
અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા
ત્યારે નિરાશાજનક હકીકત સામે
આવી.
રેપ
વિક્ટીમનાં એક્ઝામિનેશન
દરમ્યાન “ટુ
ફિંગરસ ટેસ્ટ”
કયા કારણ થી કરવામાં આવે
છે?- એ
પ્રશ્નનાં જવાબમાં બહુધા
ડોકટરીનાં વિદ્યાર્થીઓએ જવાબ
આપ્યો કે-
“રેપ
વિક્ટીમ સાચું બોલે છે કે
રેપની ખોટી ફરિયાદ કરે છે તે
આ ટેસ્ટથી ચેક થઇ શકે છે.
બની શકે છે
કે સ્ત્રીએ પોતાની મરજીથી
શારીરિક સંબંધ બાંધ્યો હોય
જેને કોઈ કારણોસર રેપ તરીકે
રજુ કરવામાં આવ્યો હોય.
જે સ્ત્રીઓ
શારીરક સંબંધની આદી છે તેમની
વેજીના અર્થાત યોનીમાં ટુ-ફિંગર
ટેસ્ટ દરમ્યાન બે આંગળીઓ
સરળતાથી સરકી જાય છે.
અને આવા
કેસમાં સ્ત્રી ખોટો આરોપ લગાવે
છે એમ હોઈ શકે છે.”
ભગવાનનો
દરજ્જો અને માન મેળવવા જનાર
આ કાલના ડોક્ટર્સ સ્ત્રીના
ભૂતકાળના શારીરક સંબંધોને
તેના સત્ય અને અસત્યનું પ્રમાણ
ગણે છે!
“રેપ
વિક્ટિમ્સને કઈ રીતે ટ્રીટ
કરવા અને કયા કયા ટેસ્ટ કરવા?”-એ
અંગેનો પ્રશ્ન પૂછતાં મોટાંભાગના
ડોકટરી વિદ્યાર્થીઓ ગે-ગે-ફે-ફે
થઈને ગોળ-ગોળ
જવાબ આપતા જોવા મળ્યા.
પ્રમાણિક
પણે જવાબ આપતા એક તબીબી
વિદ્યાર્થીએ જણાવ્યું કે આ
પ્રશ્નનાં સંદર્ભ તેઓ બીજા
વર્ષમાં “ફોરેન્સિક
સાયન્સ”માં
ભણે છે અને આ સબ્જેક્ટ ને તેઓ
–“મજબુરીનો
વિષય” ગણે છે.
અર્થાત
ફોરેન્સિક સાયન્સ કે જેમાં
તબીબી શાખાની નીતિ મત્તા અને
નિયમો ભણાવવામાં આવે છે,
એના વર્ગ
ભરવામાં કોઈ વિદ્યાર્થીને
રસ-રુચિ
હોતા નથી.
“રેપ
વિક્ટીમ ની ટ્રીટમેન્ટ”
તેઓ માટે માત્ર ૧૦ માર્ક્સની
શોર્ટ નોટ છે!
કેટલી નીરસતા
અને રુક્ષતા!
અને
અધૂરે-અધકચરા
જ્ઞાન-સમઝનાં
પરિણામે કાયદો,
તબીબી
વિજ્ઞાન,
માનવીય
અભિગમ-
કોઈને આ
“ટુ ફિંગર
ટેસ્ટ”નું શું
કરવું એ સમઝાતું નથી!
***
“ટુ
ફિંગર ટેસ્ટ”
એ સાબિતી છે કે આપણી માનસિકતા
અને વિચારધારા હજુ સ્ત્રીની
યોનીથી ઉપર એના સત્યનો સ્વીકાર
અને એના અસ્તિત્વનું સન્માન
નથી કરી શકી.
સ્ત્રીના
ચરિત્રને બે આંગળીએ માપવાવાળા
આપણે સૌ એક વાર એ યાદ કરી લેવું
જરૂરી છે કે “ટુ
ફિંગર ટેસ્ટ”
દ્વારા આપણે આપણા જ અસ્તિત્વને
એક નહિ બે-બે
આંગળીઓ બતાવી રહ્યા છે.
Comments