*** “ ભારત એક સાર્વભૌમિક-ધર્મનિરપેક્ષ દેશ છે! હિંદુ, મુસ્લિમ, શીખ,ક્રિશ્ચિયન બધા જ ધર્મના લોકો સમાન રીતે ભારતમાતાની સંતાન છે.આપણા દેશમાં ધર્મએ માણસાઈ અને સંવેદના દોરાથી આપણને સૌને એકબીજા સાથે ગૂંથતો તાર છે! આપણે સૌ નાત-જાત-ધર્મના ભેદભાવ વગર લાતા મંગેશકર, અબ્દુલ કલામ, મેરી કોમને ચાહીએ છે! ખરા અર્થમાંતો હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ નહિ પણ ભારતીયતા આપણો પહેલો અને છેલ્લો ધર્મ છે!”-એક એક શબ્દ બોલતા બોલતા “બાબા”એ હાથને જોમ, જુસ્સા અને રીધમમાં હલાવીને પોતાની વાતને વધુ અસરકારક રીતે રજુ કરી. “ધેટ્સ લાઈક માય સન! તારા એક એક શબ્દથી સંભાળનારનું દિલ હચમચી જવાનું છે! તારી બોલવાની છટા અને આંખોના આ અંગારા- ખુબ આગળ જવાનો તું દીકરા. એક દિવસ ભારતનો ટોપ લેવલનો નેતા બનીશ તું! મારું અને આખા પરિવારનું નામ રોશન કરીશ! શાબ્બાશ બેટા!”-એક ખાદીધારી, ખંધા અને પાક્કા-ગણતરીબાજ પોલીટીશીયન એવા “બાબા”ના બાપના કોલર ગર્વથી ઉંચા થઇ ગયા. “ડેડ, ખાલી વખાણથી નહિ ચાલે! કાલે ન્યુઝપેપરમાં મારી સ્પીચના ફોટા આવે અને લોકલ ચેનલમાં પણ એનું કવરેજ થાય એવું કઈ કરો! આફ્ટરઓલ મારે મારી પોલીટીકલ ઈમેજ બનાવવાની છે! આઈ નીડ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)