***
"આ
સમાચાર વાંચ્યા? બે
છોકરીઓ પર બળાત્કાર કરીને,
મારીને એમની લાશ ઝાડ
પર લટકાવી દીધી..”- ગલ્લે
ઉભેલા ટોળામાં કોઈએ ચટપટી
ચાટની જેમ ન્યુઝપેપરમાંની
ખબર વાંચી સંભળાવી..
“એ
છોડ મોદીના અને દેશના શું
સમાચાર છે એ વાંચને.. આ
રેપના ન્યુઝ તો રોજ આવે.”-પણ
મસાલો ચગળતા બીજાએ દેશદાઝ
દેખાડી.
“અરે
યાર, આ ન્યુઝતો આપણી
સીટીના જ છે. કોલેજ
જતી સગીરા પર સામુહિક
બળાત્કાર...”-ફરી
કોઈએ ન્યુઝપેપરના ખૂણેથી એક
સમાચાર ખોદી કાઢ્યો.
“બધું
હમ્બક હોય રે.. આ રોજ
રોજ છાપાવાળા રેપના ન્યુઝ
આપે છે તો કઈ રોજ થોડી આટલા
બધા રેપ થતા હોય! આ
તો કાયદાનો લાભ લેવાની આજકાલની
છોકરીઓને આદત પડી ગઈ છે...
પોતેજ શોખથી બોયફ્રેન્ડ
સાથે ગઈ હોય અને કઈ વાંકુ પડે
એટલે એણે ફસાવવા રેપ કેસ ઠોકી
દે..”-સિગરેટના
ધુમાડા સાથે કોઈએ ઝેરી વિચારો
પણ ફૂંક્યા...
ન્યુઝપેપરમાં
રોજ-બ-રોજ
બળાત્કારના સમાચાર આવતા રહે
છે.. ૩ મહિનાની બાળકી
પર વૃદ્ધનો બળાત્કાર, બે
વર્ષની બાળકી પર પડોશી દ્વારા
દુરાચાર, શાળાએ
ગયેલી સગીરા પર શિક્ષક દ્વારા
રેપ, કોલેજ જતી
યુવતીનું બોય ફ્રેન્ડ દ્વારા
શારીરિક શોષણ... અને
છાપામાં ક્યારેય ના છપાતા
પરિણીત સ્ત્રી પર પતિ દ્વારા
કરવામાં આવતો શારીરિક અને
માનસિક બળાત્કાર. આપણે
બધું જાણીએ જ છે, આપણે
બધું વાંચીએ પણ છે.. અને
આપણે હવે આ બનાવો અને સમાચારથી
ટેવાઈ ગયા છે.. જાણે
સંવેદના બુઠ્ઠા થઇ ગયા છે..
“હશે,
છોકરીનો જ કઈ વાંક
હશે.. એમ જ કોઈ
થોડું...”-એમ વિચારી
આપણે એ સમાચારને અને બનાવને
પણ સુધ્ધા આપણા જહનમાંથી
ખંખેરી નાખીએ છે..
અને
ક્યાંક દુર એ સમાચારના બીજા
છેડે.. જે એ સમાચારના
કાળા શબ્દો જીવી ગઈ છે એવી
કોઈ.. નિર્ભય-દામિની-પીડિતા-રેપ
વિક્ટીમ...
***
સીન:
હોસ્પિટલ નો રૂમ,
વચ્ચે એક બેડ.. બેડ
પર સહેમીને સંકોચીને કોકડું
વળીને બેઠેલ, નામ-
ઠામ કે તારીખથી પર,
એક પરાણે વિલોપાઈ
દેવાયેલું અસ્તિત્વ.
બે
પગ ઘૂંટણથી વાળીને બે હાથ વડે
જાણે પોતાનું આખું અસ્તિત્વ
સંકોચીને બેઠી છે અને જોઈ રહી
છે નીચે- શૂન્યમાં.
ત્રણ દિવસ પહેલા પાંચ
નરાધમો દ્વારા પાશવી બળાત્કારનો
ભોગ બની હોવા છતાં એક વાર પણ
રડી નથી. બનાવ અંગે
હિંમતભેર પોલીસમાં રીપોર્ટ
લખાવ્યા બાદ- હવે
જે ભોગવી રહી છે સામાજિક અને
માનસિક બળાત્કાર- ત્રણ
દિવસથી. ઓળખ
છુપી રાખવા કે પછી પોતેજ આ
કેસથી દુર રહી શકે એ માટે,
સામાજિક
શરમે જેના ઘરમાંથી હજુ સુધી
કોઈ હોસ્પિટલમાં આવ્યું નથી...
હોસ્પિટલના
ઓફ વ્હાઈટ રૂમમાં એક્સ્ટ્રા
વ્હાઇ યુનિફોર્મ પહેરેલી
સિસ્ટર ધીરેકથી રૂટીન ચેકઅપ
માટે આવે છે..
જેને
ત્રણ દિવસમાં સમાચાર,સમાજ
અને આપણે સૌએ પરાણે નિર્ભયાનું
લેબલ ચોંટાડી દીધું છે એના
માથા પર પ્રેમથી હાથ ફેરવે
છે. નિર્ભયાના
ઈમોશનલેસ ચહેરાને જોઈ બે હાથ
જોડી મનમાં ભગવાનને કઈ પ્રાર્થના
કરે છે.
સાઈડ
ટેબલ પર દવાઓ ઠીક કરતા કરતા,
સહેજ
વાતાવરણ બદલવા રેડીઓ ઓન કરે
છે .
રેડીઓ
પર કોઈ ગીત વાગી રહ્યું છે,
લગભગ
પતિ જ ગયું છે અને..
રેડીઓ
ઉદ્ઘોષકણો મીઠો આવાજ રણકે
છે-" તો
આ હતો આપનો માનીતો કાર્યક્રમ-
આપકી
ફરમાઈશ.
હવે
થોડા સમાચાર આપણી આસપાસના.
આજે
મળેલી ખબર અનુસાર આપણા શહેરની
ગેંગ-રેપ
પીડિતાની તબિયત હવે સુધારા
પર છે.
અમારા
પ્રવક્તા સતત હોસ્પિટલ અને
પોલીસ સાથે સંપર્ક જાળવી આ
ઘટનાની રજે રજની માહિતી મેળવી
રહ્યા છે-
મળતી
માહિતી અનુસાર કથિત પાંચેય
અપરાધીઓ પીડિતાના મિત્રો
હતા. આવી
પરિસ્થિતિમાં જનતા સામે છે
સવાલ- શું
આ ગેંગ-રેપ
ખરેખર બનેલો એક શર્મનાક હાદસો
છે કે પછી સમાજમાં આગવી પ્રતિષ્ઠા
ધરાવતા-
સંસ્કારી
કુટુંબના નબીરાઓને બદનામ
કરવાની પોલીટીકલ સાઝીશ?
ખરેખર
કોણ છે પીડિત અને કોણ છે અપરાધી?
”
બેડ
પર ચાદર સરખી કરી રહેલી સિસ્ટર
અકળાઈને રેડીઓ ઓફ કરે છે.
નિર્ભયા
કોઈ રીએક્શન આપતી નથી.
નીર્ભયાની
ચુપકી સિસ્ટરને વધુ અકળાવે
છે .
અચાનક
દરવાજાન ખખડાટથી સિસ્ટર સચેત
થઇ જાય છે.
બે
રિપોર્ટરસ હાથમાં માઈક અને
ટેપ રેકોર્ડર લઈને ગળામાં
આઈકાર્ડ પહેરીને રૂમમાં બિલ્લી
પગે- ચોરી
છુપીથી પ્રવેશે છે.
સિસ્ટર
ગુસ્સે થઇ ચેતવે છે -“એક્સ્ક્યુંઝ્મી,
બહાર
નીકળો. આ
રૂમમાં આવવાની કોઈને પરમીશન
નથી.”
“મેડમ,
આમ
આવોને...
અમારે
જરાક, થોડીક
જ મીનીટ માટે-
આમનો
ઇન્ટરવ્યું લેવો હતો.
વી
પ્રોમીસ વી વિલ નોટ રીવીલ હર
આઈડેનટીટી!”-
ખુન્ધાઈભર્યા
અવાજે રિપોર્ટર તોડ કાઢવા
પ્રયાસ કરે છે..
"આઈ
એમ સોરી.
યુ
કાન્ટ.પ્લીઝ
લીવ.”-
સિસ્ટરે
સ્પષ્ટ મનાઈ ફરમાવી.
"સિસ્ટર,
આ
રહી હોસ્પિટલના ટ્રસ્ટીની
ભલામણ ચિઠ્ઠી.
વી
વિલ ટેક -જસ્ટ
ટુ મિનીટ્સ!”
બેડમાં
નિર્ભયા જે તરફ બેઠી છે ત્યાં
બંને રિપોર્ટરસ પોઝ લે છે..
પુરુષ
રિપોર્ટર -“
ચેક
ધ ટેપ, ઓપન
ક્વેશ્ચન બેંક.
સ્ટાર્ટ..”
સ્ત્રી
રિપોર્ટર-“ત્રણ
દિવસ પેહલા તમારી સાથે થયેલી
એ ગોઝારી ઘટના અંગે આપ કઈ કહેવા
માંગો છો?”
પુરુષ
રિપોર્ટર-“
એગ્ઝેટલી
શું થયું હતું એ સાંજે?
ક્યાં
જઈ રહ્યા હતા તમે?
શું
સમય હતો જ્યારે આ ઘટના બની?”
સ્ત્રી
રિપોર્ટર-“શું
કથિત અપરાધીઓ તમારા કોલેજના
મિત્રો જ છે?
શું
તમને કોઈ કેફી પીણું પીવડાવવામાં
આવ્યું હતું?
કે
તમે પોતાની મરજી-ઇચ્છાથી
ગયા હતા એમની સાથે?”
પુરુષ
રિપોર્ટર-“
જવાબ
આપો- મિસ!
સાંભળવામાં
તો એમ પણ આવ્યું છે કે એ પાંચ
આરોપીઓમાંથી એક તમારો પુરુષમિત્ર
એટલેકે બોયફ્રેન્ડ હતો!
શું
ખરેખર આ ગેંગરેપ છે કે બોયફ્રેન્ડ
સાથે થયેલા ઝગડાનો બદલો?”
સ્ત્રી
રિપોર્ટર-“શું
થયું હતું એ સાંજે તમારી સાથે,
બોલો
મિસ-નિર્ભયા!
કેવા
કપડા પહેર્યા હતા તમે?
શું
તમે બચાવ માટે કોઈને બુમ પડી
હતી?
પાંચ-પાંચ
પુરુષ મિત્રો સાથે તમે કરી
શું રહ્યા હતા મિસ-
નિર્ભયા?”
પુરુષ
રિપોર્ટર-
“પાંચે
કથિત અપરાધીઓમાંથી સૌથી પહેલા
તમારી સાથે જબરદસ્તી એટલેકે
દુષ્કર્મ કોણે કર્યું હતું?
તમને
શું લાગે છે,
સારા
સંસ્કારી ઘરના,
તમારા
જ મિત્રો કયા કારણથી તમારી
સાથે દુષ્કર્મ કરવા પ્રેરાયા
હશે? શું
તમે એમને ઉશ્કેર્યા હતા કે
.... આ
પૂરી ગેંગ-રેપની
ઘટના એક સમઝી-વિચારીને
એક્ઝીક્યુટ કરેલો પ્લાન છે?
મિસ
નિર્ભયા જવાબ આપો!
“
હજુ
સુધી ખોવાયેલી,સંકોચાયેલી
નિર્ભયા જાણે આ પ્રશ્નો અને
શબ્દો તેને ચૂંથી રહ્યા હોય,
ફરી
બળાત્કાર કરી રહ્યા હોય એમ
બચવા હવાતિયા મારે છે.
અને
અચાનક બેડની કિનારી પરથી નીચે
ફસડાઈ પડે છે.
છતાં
આંખો ખુલ્લી છે,
કોરી
છે, આંસુ
વગરની.
સિસ્ટર
દોડીને નીર્ભાયાને સંભાળીને
બેડ પર બેસાડે છે.
સિસ્ટર
ભીની આંખે હાથ જોડીને કરગરે
છે- “તમારો
શાબ્દિક બળાત્કાર પુરો થયો
હોય તો પ્લીઝ લીવ!”
નિર્ભયા
ફરી શૂન્યમાં તાકી રહે છે.
અને
અચાનક દિવસોથી મૂંગા એવા ફોનની
રીંગ વાગે છે.
સિસ્ટર
ફોન પર શુષ્ક શબ્દોની આપલે
કરે છે -“જી
બેબીબેન ઠીક છે.
દવા
ટાઈમ પર લઇ લે છે અને તબિયત
સુધારા પર છે.
કદાચ
એક-બે
દિવસ પછી ફોન પર વાત કરી શકશે..
હજુ
કઈ બોલવાની પરિસ્થિતિમાં
નથી. તમે
એક વાર અહી જાતે આવી જાઓ,
તો
એમને સહેજ ધરપત અને સપોર્ટ
મળે...”
ફોનનાં
સામે છેડે નિર્ભયાની મમ્મી
રુક્ષ શબ્દોમાં કહે છે-“ફોન
લાઉડસ્પીકર પર કરો.”
સિસ્ટર
ફોન લાઉડ સ્પીકર પર મુકે છે.
“બેટા,
હવે
કેમ છે તને?
ડોક્ટરસાહેબ
કહે છે એમ ટાઈમ પર દવા અને આરામ
કરે છેને?
તારી
બૌ ચિંતા થાય છે બેટા!
પણ
શું કરું,
ઘરની
આબરુનો સવાલ છે!
હોસ્પિટલની
બહાર ન્યુઝપેપર અને ટીવી-ચેનલવાળા
ટાંપીને બેઠા છે!
આપણા
પરિવારનું કોઈ પણ સદસ્ય ત્યાં
આવે તો તરત આપણી ઓળખ છતી થઇ
જાય! તારો
તો જન્મારો કાળો થયો પણ તારી
નાની બેન અને ભાઈને આ સમાજમાં
જ પરણાવવાનાં છે.
તારા
પપ્પા અને ભાઈએ તને આગળ ભણવાની
નાં જ પાડી હતી પણ...અને
જે થયું એમાં હું તો કહું આપણો
જ વાંક!
શું
જરૂર પુરુષો સાથે દોસ્તી
કરવાની?
પાછી
મોટે ઉપડે પોલીસ સ્ટેશનમાં
જઈને રીપોર્ટ લખાવી આવી..
એક
વાર તબિયત ઠીક થાય એટલે તને
બેંગલોર કાકાના ઘેર જ મોકલી
દેવી પડશે.
ત્યાં
કોઈને તારો ઇતિહાસ ખબર નહિ
હોય એટલે કદાચ તારા લગ્ન થઇ
જાય, અહી
તો તું પોતે નહિ જીવે અને અમને
પણ જીવવા નહિ દે!”
સિસ્ટર
અકળાઈને ફોન કટ કરી દે છે.
ફરી
રીંગ વાગે છે,
પણ
સિસ્ટર મોબાઈલ સાયલેન્ટ કરી
દે છે.
ઘડિયાળની
રૂટીન ટીક-ટીક
સાથે બંધાયેલી સિસ્ટર લાઈટ
ઓફ કરે છે.
નીર્ભયાના
માથે હાથ ફેરવે છે.
“બેટા,
ઉંઘી
જજે. આ
શૂન્યમાં,
શાંતિમાં
તું જે જવાબ શોધે છે એ તને નહિ
જ મળે!
જ્યાં
પરિવારની હુંફ પણ નથી ત્યાં
તારે જાતેજ સુર્ય બનીને તપવું
પડશે!”-સિસ્ટરની
ભીની આંખો બીજા ઘણા શબ્દો ગળી
ગઈ..
સિસ્ટરના
જવાનો અણસાર,
અંધકાર
અને....નિર્ભયા
ધીરેકથી ઉભી રહીને ટેબલની
પાસેના મિરરની સામે ઉભી રહે
છે. કદાચ
અરીસામાં દેખાતા પોતાના
પ્રતિબિંબમાં પોતાની
અલ્લડ-નિર્દોષ-લાગણીશીલ
અને ખુશમિજાજ જાતને શોધે છે..
પણ
અરીસામાં દેખાય છે કોઈ અજાણ્યા
પડછાયા અને અંદર-
ખુબ
અંદર ઉતરી ગયેલી કોરી લાલ
આંખો..
કુટુંબ,
સમાજ
અને સ્નેહી સ્વજનોએ તરછોડીને
જે પ્રશ્નાર્થ-ચિહ્નમાં
કેદ કરી દીધી છે,
એ
પ્રશ્નો નિર્ભયા પોતાની જાતને
જ પૂછે છે..
જાણે
સામે અરીસામાંથી એને જવાબ
મળી જ જશે...
“હું,
હું
કોણ? રેપ
વિક્ટીમ,
પીડિતા,
નિર્ભયા,
દામિની....
માં-બાપની
સંસ્કારી અને સમજુ બેટી,
સ્કુલમાં
સૌથી હોશિયાર-રેન્કર,
કોલેજમાં
પણ સ્કોલર,
સાહિત્ય
અને સંગીતમાં પણ અગ્રીમ-
હું!
.. હું
કોણ? પીડિતા,
નીર્ભાયા,
દામિની?
આ
નાની નાની આંખોમાં ખુબ બધું
ભણવાના,
સમાજ
માટે કૈક કરવાના,
પરિવારનું-દેશનું
નામ રોશન કરવાના મોટા-મોટા
સપના આંજ્યા હતા-
આંખના
એ સપનાઓના કાજળથી જ મારી જીન્દગી
કાળી થઇ ગઈ ?
અને
શું નિયતી છે મારા જેવી સ્વપ્નીલ
છતાં પીંખી નાખેલી માસુમ
આંખોની?
શું
કરવાનું છે મારે હવે?
આ
પંખા પર લટકી જવાનું છે?
કે
એક અંધારા ખૂણામાં બેસી આખી
જીન્દગી રડવાનું છે?
કે
પછી અજાણ્યા શહેરમાં,અજાણ્યા
લોકોની વચ્ચે ખોવાઈને-જાતને
ભૂંસીને જીવી જવાનું છે?
હું..
હું
કોણ? જવાબ
આપો! મને
અને મારા સપનાઓને જીવતે જીવ
મારવા -
કોણ
જવાબદાર છે?”
નિર્ભયા
પોતાની જાતને પોતાનાજ પ્રશ્નોથી
ચૂંથી રહી અને અંતે જમીન પર
ફસડાઈ પડી..
અને
ફરી નીચે શૂન્યમાં તાકી રહી...
કદાચ
મારા-તમારા
અને સમાજના પ્રશ્નો,
શંકાઓ
અને હાસ્યને અત્યારથી જ જીવી
રહી!
***
હા
કદાચ જુજ બળાત્કારના કેસ
બનાવતી હોઈ શકે..
પણ
બહુધા બળાત્કાર-રેપ
શબ્દ માત્ર રૂંધી નાખે છે
સપનાઓ,
અસ્તિત્વ
અને ઘણું બધું!
Comments