***
"મનુષ્ય
અવતાર મળ્યો છે તો હે માનવ,
પ્રભુનું
ભજન કરી લે..
વિહાર-વિકાર
તો જાનવર
છે.
આ
મોંઘેરો મનેખદેહ મળ્યો છે તો
પ્રભુ-સ્મરણમાં
લીન થઇ જા.
સંસાર
મિથ્યા છે.
માતા-પિતા-ભાઈ-બહેન-પત્ની-બાળકો
બધું માયા છે,
માત્ર
ઈશ્વર સત્ય છે!
આવ,
મારી
પાસે ચાલ્યો આવ,
પ્રભુ
તને સાદ કરે છે!"-ટીવી
પર છેલ્લા એક કલાકથી ચાલી
રહેલા ટોટલ બકવાસથી છેલ્લે
તમારી સ્પ્રિંગ છટકે છે.
રોજ
સવારમાં બે થી ત્રણ કલાક
ભજન-આરતી-કથા-પ્રવચન
વિગેરે ધાર્મિક કાર્યક્રમો
તમારા ઘરનું રૂટીન છે.
તમે
તમારી છટકેલી કમાનને સંભાળીને
ચિત્તને કામમાં પરોવવા મથો
છો.
"મોમ,
પ્લીઝ
ટીવીનો વોલ્યુમ થોડો લો કરો
ને!
મને
બૌ ડીસ્ટર્બ થાય છે.
આજે
મેથ્સ ટેસ્ટ છે અને મારે હજુ
બધું રીવાઈઝ કરવાનું બાકી
છે.."-તમારી
પઢાકુ દીકરી તમને રીક્વેસ્ટ
કરી રહી.
પણ
તમે પણ લાચાર છો..
"બેટા
ટેરેસ પર જઈને વાંચી લે."-દીકરીના
માથે હાથ ફેરવતા તમે શક્ય
એટલું સરળ સોલ્યુશન સૂચવ્યું.
"મોમ,
ટેરેસ
પર કેટલી ગરમી છે.
અને
આ રોજનું થયું.
તું
કેમ કઈ કહેતી નથી.
ભગવાનના
નામે આમ આટલો અત્યાચાર સવાર
સવારમાં.
કોઈને
એમનું નામ લેવું હોય તો મનમાં
પણ લેવાય.
આમ
ગામ આખાને સંભળાવીને....."-
તમારો
ટીનએજ દીકરો આક્રોશ પૂર્વક
બોલી રહ્યો અને સામેથી દાદીને
આવતા જોઇને બાકીના શબ્દો જાણે
ગળી ગયો..
"હરિ
હરિ...
આ
ઘરમાં તો પ્રભુનું નામ લેવું
પણ જાણે ગુનો છે!
સવારમાં
ભગવાનનું નામ અને ભક્તિરસ
કાને પડે તો આખો દિવસ સુધરી
જાય.
આ
પોપકોર્ન અને પીઝાની ઓલાદોને
કોણ સમઝાવે કે આ ભજન અને કીર્તન
જોરથી એટલે વગાડીએ છે કે એમના
કાને પણ બે-ચાર
શબ્દો પડે.
બાકી
માંની જેમ ભગવાનમાં ચિત્ત જ
ચોંટશે નહિ અને આખો ભવ બગડશે!"-તમારી
સામે વેધક નજર નાખીને તમારા
સાસુ બાળકોને અને પરોક્ષ રીતે
તમને પ્રભુ-ભક્તિનો
મહિમા સમઝાવી રહ્યા।..
બંને
બાળકો અકળાઈને નજર નીચી કરીને,
પોતાની
બુક્સ લઈને
ટેરેસ
તરફ ગયા.
"પ્રભુ
મોરે અવગુણ ચિત નાં ધરો..
હરિ
મોરે અવગુણ ચિત નાં ધરો..
"- ડ્રોઈંગરૂમમાંથી
ભજનનો સુરીલો અવાજ એક કર્કશ
લયમાં તમારી અંદર ધીમે ધીમે
રોજની જેમ ઉતરી રહ્યો।.
***
“સોહા,
તને
આ ઘરમાં આવીને એક મહિનો થવા
આવ્યો.
ઘરની
રીતભાત જેટલી જલ્દી સ્વીકારીશ
એટલી જલ્દી આ પરિવાર તને
સ્વીકારશે.”-તમે
બંને પરિવારની વિરુદ્ધમાં
જઈને સાશ્વત સાથે લવ-કમ-એરેન્જ
મેરેજ કર્યાને જેમતેમ મહિનો
થયો છે...
અને
તમને સ્વાપ્નિક પ્રેમ-દુનિયા
અને વાસ્તવિક પ્રેક્ટીકલ
દુનિયા સુપેરે સમઝાઇ ગઈ છે.
“હવે
મારાથી શું ભૂલ થઇ ગઈ?
સીધો
પોઈન્ટ પર આવે.
મમ્મી
હવે શું નવું લાવ્યા છે?”-તમારા
બોલાયેલા ધારદાર શબ્દો કદાચ
માતૃભક્ત સાશ્વત નહિ ખમી શકે.
પણ
આટલા દિવસોમાં સાસુમાને ખુશ
કરવા અથાગ પ્રયાસો કર્યા પછી
પણ પરિવાર માટે અસ્વીકૃત અને
વર્જિત એવા તમે પોતાની જાતને
આજે નાં જ રોકી શક્યા.
“સોહા,
તું
કેમ મોમની વાતોને નેગેટીવલી
લે છે?
મોમ
જે કહે છે કે કરે છે તારા સારા
માટે જ છે.
અને
દરેક વાત મોમ કહે તો જ હું સમઝું
એમ નથી.
આ
તો મારું ધ્યાન ગયું કે ઘરની
પરંપરા છે-
સવારે
ઉઠીને અડધો-એક
કલાક પૂજા-સેવા
કરવાની.
પણ
તું થોડી તારી જોબ અને બુક્સમાં
બીઝી રહે છે એટલે તારું ધ્યાન
ના ગયું હોય-
એટલે
મેં કીધું.”-પતિદેવે
ધીમેકથી શાબ્દિક વાર કર્યો,
તમારા
સાસુમા પરના કટાક્ષના જવાબમાં
જ તો!
“શુષ,
તું
મને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે
છે.
હું
નાસ્તિક નથી જ,
પણ
મેં ક્યારેય આવા પધ્ધતિસરના
પૂજા-પાઠ
નથી કર્યા..
કદાચ
મને એવી જરૂર નથી લાગી.
અને
અહી ઘરે સવારમાં સત્તર કામ
હોય છે,
એમાં
અડધો-એક
કલાક પૂજાપાઠ કરું તો જોબ પર
રોજ જ લેટ થશે.
પ્લીઝ
તું તો સમઝ..”-
તમે
દયામણી નજરે એને વિનવી રહ્યા
એને,
જેણે
તમને પામવા અને જીતવા એક વર્ષ
તપ કર્યું છે,
છતાં.....
“સોહા,
ડોન્ટ
ગીવ એઝ્ક્યુઝીસ.
અને
હવે તારા આવા નાના મોઢાની મને
અસર નથી થતી,
સો
પ્લીઝ ઈમોશનલ બ્લેકમેઈલ ના
કરીશ.
કામમાં
પહોંચી ના વળાતું હોય તો સવારે
એક કલાક વેહલી ઉઠ.
પણ
ઘરના નીતિ-નિયમો
તારા માટે નહિ જ બદલાય.
મંદિરમાં
નીચેના ખાનામાં જે ધાર્મિક
પુસ્તકો છે એ લઈને આજે સાંજે
મોમ પાસે સમઝી લેજે,
કયો
પાઠ કયા દિવસે કરવાનો.
એક
મહિનામાં તને બધા પાઠ યાદ થઇ
જ જશે..
ભગવાનનું
નામ પણ લેવાશે અને એ બહાને મોમ
પણ ખુશ થશે..”-શાશ્વતે
તમને એની વાત કેમેય ગળે ઉતારવા
પ્રયાસ કર્યો.
લગભગ
પંદર દિવસ સુધી તમે સાસુમાએ
સમઝાવેલી પદ્ધતિ અનુસાર રોજ
એક કલાક પ્રભુનું નામ-પૂજા-પાઠ
કર્યા.
જાણે
સ્કૂલમાંથી અણગમતું હોમવર્ક
આપ્યું હોય એવા ભાવથી જ..
ફરજીયાત
એવી આ પ્રભુભક્તિને કારણે
ક્યારેક તમારું લંચબોક્સ
ખાલી રહી જતું તો ક્યારે તમે
પ્રેમ અને લાગણીથી સિંચેલા
તમારા વ્હાલસોયા ફૂલછોડને
પાણી આપવાનું ચુકાઈ જતું.
તમે
મનોમન વિચાર કરતા કે પ્રભુ-ભક્તિ
પણ પરાણે કેમ થાય?
તમે
નાસ્તિક નથી જ,
પરંતુ
તમે ભગવાનને સાખ્યભાવથી પોતાના
જીવનમાં વધાવ્યા અને સમાવ્યા
છે.
પરાણે
તમારી પાસે કરાવવામાં આવી
રહેલી આ પ્રભુપ્રીતિથી તમે
અંદરખાને ગૂંગળાઈ રહ્યા..
જે
પ્રભુનું નામ આત્માને સુંદર,
નવપલ્લિત
અને ખુશ કરે,
એ
તમને ધીમે ધીમે મૂરઝાવી
રહ્યું...
તમારા
લગભગ સુકાઈ ગયેલા ફુલ-છોડની
સાથે-સાથે
જ તો..
તમે
દિલથી પતિ અને સાસુમાના શબ્દો
અનુસરવા પ્રયાસ કર્યા જ..
પરંતુ
જ્યારે તમારા મિત્ર ક્રિશ
એટલેકે કૃષ્ણ-ગિરિધર-વાસુદેવે
તમને તમારો પોતાનો પ્રભુપ્રેમ
અને ભક્તિમાર્ગ નાં છોડવા
સૂચવ્યું ત્યારે..
“મમ્મી,
માફી
માંગું છું પણ હું હવેથી રોજ
તમારા સૌની જેમ પૂજા-પાઠ
નહી કરી શકું.
મારી
ભક્તિ અને પ્રભુપ્રેમની
વ્યાખ્યા જુદી છે..
હું
એક કલાક ભગવાનની સામે બેસીને
પાઠ કરવાની જગ્યાએ -ફૂલછોડને
પાણી પાવાનું,
તમને
રસોડામાં મદદ કરવાનું,
દાદીજીને
ભગવદ ગીતા કે ન્યુઝ પેપર વાંચી
સંભળાવવાનું કે પછી આપણી
કામવાળીની દીકરીને ભણાવવાનું
કામ કરીશ,
તો
મને પ્રભુને જાત અર્પણ કર્યાનો
કે ભક્તિ કાર્ય જેવો અને જેટલોજ
સંતોષ થશે..”-તમે
નીચી નજરે તમારો ભક્તિ-માર્ગ
સમઝાવવાનો પ્રયાસ કર્યો.
“હરિ,
હરિ...
જોયું
શાશ્વત..
મેં
તો તને પહેલેથીજ કીધું હતું.
કે
ભણેલી વહુ લાવીશ એટલે માથે
છાણા થાપશે.
કેવો
ચબર-ચબર
સામે જવાબ આપે છે.
કાલની
છોકરી મને ભક્તિ અને પ્રભુ-પ્રેમ
સમઝાવે છે.
સીધું
કહી દે ને કે તારો ધર્મ અને
ઇષ્ટ-દેવ
અલગ છે,
અને
અમારા ભગવાનની ભક્તિ તને
વધારાની લાગે છે.”-શાકમાં
વઘાર કરતા કરતા સાસુમાએ તમને
અંદર સુધી દઝાડી દીધા.
તમે
ભીની આંખે શાશ્વતની સામે જોયું
પણ...
બારણું
પછાડીને એનું ચાલ્યું જવું
તમારી લાગણીઓને બુઠ્ઠી કરતુ
ગયું.
શું
લગ્ન કરવાથી પરિવાર,
નામ,પોતના
અસ્તિત્વની સાથે ભગવાન પણ
બદલવા પડે?
–તમે
નીચી નજરે મંદિરની સામે મશીની
ભાવથી ભક્તિ-પુસ્તિકાઓ
લઈને બેસી ગયા.
અને
તમારા સાસુ જંગ જીત્યાના ભાવથી
ગાઈ રહ્યા-“
હરિ
મોરે અવગુણ ચિત્ત નાં ધરો..
પ્રભુ
મોરે અવગુણ ચિત્ત ના ધરો..”
અને
તમને યાદ આવી ગઈ એક-બે
મહિના પહેલાની તમારી રોજનીશી.
અલબત્ત
ત્યારે તમે સો કોલ્ડ સમર્પિત
અને સાત્વિક ભાવથી પૂજા-પાઠ
નથી કર્યા..
પણ
સવારે મમ્મી-પાપાને
પગે લાગતા ત્યારે,
બાજુવાળા
દાદીમાને હાથ પકડીને શાકમાર્કેટ
લઇ જતા ત્યારે,
પાછળ
ઝુપડપટ્ટીના થોડા બાળકોને
રમત-રમતમાં
ભણાવતા ત્યારે,
રાતે
નાનીમા પાસે બેસીને એમના
જમાનાની વાતો સંભાળતા ત્યારે,
પપ્પાને
સમય કાઢીને કમ્પ્યુટર શીખવાડતા
ત્યારે,
નાના
ભાઈલુંની સાયકલ સાફ કરીને
ચમકાવતા ત્યારે,
જોબ
પર જતા જતા મિડલક્લાસી ફ્લેટના
એકલા રહેતા વડીલોના લાઈટ-ટેલીફોનબીલ
ઉઘરાવીને ભરવા જતા ત્યારે-
જે
ખુશી અને સંતૃપ્તિ મળતા તે
ખબર નહિ કેમ રોજ એક કલાક ધ્યાન
દઈને પૂજા-પાઠ
કરતા કેમેય નથી મળતા...
***
ભક્તિ
અને પ્રભુ આસક્તિ અત્યંત
પોતીકો ભાવ છે.
જેમ
ભૂખ,
તરસ,
ઊંઘ
જેવા શારીરિક આવેગો જાતને જ
અનુભવાય છે અને જાત વડે જ સારી
રીતે સંતૃપ્ત થઈ શકે છે એવું
જ કૈક પ્રભુ-ભક્તિનું
પણ છે.
નાસ્તિકતા
કે આસ્તિકતા તદ્દન નીજી પસંદગીની
વાત છે.
જેમ
પરાણે પ્રેમ નાં થાય એમ જ પરાણે
ભક્તિ પણ નાં જ થાય.
પ્રભુનું
નામ લેવું,
ભજન-કીર્તન
કરવા કે આખ્યાન સંભાળવા એક
સારી આદત છે જ.
શું
દિવસમાં એક કલાક પૂજા-પાઠ
કરીને આપણે એડવાન્સમાં પાપ
ધોઈને,
આખો
દિવસ બીજાને દુખી કરવાનું કે
ખરાબ કામ કરવાનું લાયસન્સ
મેળવી લઈએ છે?
કાયમ
બીજાને મદદરૂપ થવું,
કોઈનું
ક્યારેય ખરાબ વિચારવું કે
કરવું નહિ,
પોતાના-પારકા
સૌનું હિત વિચારવું અને વર્તવું,
પોતાની
જવાબદારી નિષ્ઠા અને પ્રમાણિકતાથી
પૂરી કરવી,
સ્નેહી-સ્વજન
કે પારકો પ્રત્યે પ્રેમભાવે
અને લાગણીપૂર્વક વર્તવું –
એ પણ ભગવાનની પૂજા કરવા સમક્ષ
જ છે!
Comments