Skip to main content

લાઈફ સફારી~૭૫: પિતા, ફાધર, ડેડ- એટલે?

*** 
આજે ફરી મીટીંગના લીધે લેઇટ થઇ ગયું.. સંગીત અને સનમને મુવી જોવા લઇ જવાનું પ્રોમિસ કરેલું પણ.. ઇટ્સ રીઅલ્લી ટફ ટુ બી ડેડ... સોહા સાચું જ કહે છે, મારે સુપરમેન કે ડેડીકુલ બનવાની જરૂર નથી.. અને મારે વળી કઈ બેસ્ટ ફાધરની ટ્રોફી જીતવાની છે? ટ્રોફી પરથી યાદ આવ્યું આવતી કાલે સંગીતને ટ્રોફી મળવાની છે – “સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર”ની.. કાલે ગ્રાઉન્ડમાં એને રમતા જોયો ત્યારે મજાકમાં એની મમ્મીને પૂછી લેવાયું કે મારે તો રમત-ગમત સાથે બાર ગાઉંનું છેટું છે, બહુ બહુ તો હમણાંનો મોબાઈલમાં કેન્ડી ક્રશ રમી લઉં છું...સાચું કહેજે તે કોઈ રમતવીર વીકી ડોનરની હેલ્પ નથી લીધી ને આ સંગીત વગાડવામાં? અને સોહાએ એજ કિલિંગ સ્માઈલ આપી, જેને જોઇને કોલેજ ટાઈમમાં હું વગર બોલે બોલ્ડ થઇ જતો..જોકે હવે સોહાના માથામાં સફેદ વાળ જોઇને સહેજ બીક પણ લાગે છે, કે સાલી હવે અમારી પણ ઉમર દેખાય છે.. આ વીકમાં જ આખા ફેમિલીનો મેડીક્લેમ કરાવી લેવો પડશે, જોકે બજેટમાં અઘરું પડશે.. પણ.. હું મારા ખર્ચમાં થોડો કાપ મુકીશ તો એડજસ્ટ થઇ જશે! એમ પણ આ ગાડી હમણાની બહુ પેટ્રોલ ખાય છે અને સનમ પણ કહેતી હતી કે- ડેડ તમે બાઈક ચલાવતી વખતે બહુ હેન્ડસમ લાગો છો. હવેથી ગાડીની જગ્યાએ ઓફિસે બાઈક લઈને જઈશ તો મેડીક્લેમ અને સાથે એકાદ-બે પોલીસીઝ પણ એડજસ્ટ થઇ જશે... “ ડાયરીમાં લખતા લખતા તમે એક કોફી બ્રેક લીધો.. એમ પણ તમે સ્વભાવે થોડા અંતર્મુખી, નાના સરખા મિત્રવર્તુળ અને જુજ-સ્નેહી સ્વજનમાં પણ તમને બોલતા કે ખુલતા કોઈએ ભાળ્યા નથી.. અલબત્ત તમે તમારી આ દિલોજાન દોસ્ત ડાયરી સાથે રોજ નહિ પણ ઘણુંખરું નિયમિત ખુલીને વાતો માંડો છો..
કોફીના લાસ્ટ સીપ સાથે તમે કીબોર્ડ પર હાથ ચલાવી ડાયરીમાં લાગણીઓ કંડારવાનું ચાલુ કરો છો..
આજે સનમને સ્કુલે પીક કરવા જવું પડ્યું, એનું એકટીવા બગડ્યું હતું એટલે મારે ડ્યુટી આવી હતી. સ્કુલના ગેટ પાસેની ચાની કીટલીએ કેટલા લફંગા કિસમના છોકરાઓ અડ્ડો જમાવીને બેઠા હતા.. સ્કુલ મેનેજમેન્ટને હવે કમ્પ્લેઇન કરવીજ પડશે.. અને લફંગા મવાલીઓને તો સમઝ્યા, પેલો લાલ સ્પોર્ટ્સ બાઈક પર બેઠેલો છોકરો પણ સનમને કેવો ઘુરતો હતો! આ જ્હોન અબ્રાહમ, ઋત્વિક રોશન અને ધૂમ જેવી મુવીએ જ આ વાંદરાઓને નિસરણી આપે છે.. સનમની ઉમરમાં તો આવું બધું કુલ અને હેપનિંગ જ લાગે ને.. મારે સોહાને કહેવું પડશે એની સાથે થોડી વાત કરવાની રાખે અને.. ના રે, હું જ એને સમઝાવીશ કે આ છોકરાઓની જાત જ કુતરા જેવી હોય, પૂછડી વાંકી એ વાંકી.. કરડે એટલે અઢાર ઇન્જેક્શન લેવા પડે એના કરતા આપણે સાચવી લેવું.. સનમ આમ ભલે જીદ્દી અને તોફાની રહી, મારી વાત કોઈ દિવસ ના કાપે..” તમે એક દીકરીના જવાબદાર અને પ્રેમાળ પિતાની લાગણીઓ શબ્દે શબ્દે ઠાલવી રહ્યા.. એક પુરુષ કદાચ બીજા પુરુષ પ્રત્યે ડીફેન્સીવ કે નેગેટીવ ત્યારેજ બને છે જયારે તે એક દીકરીનો બાપ બને છે, જ્યારે એ જાણે છે એક પુરુષના બધા ક્લોઝકાર્ડ્સ, કોડવર્ડ્સ અને ગેઈમ્સ!
બહુ મોડું થઇ ગયું છે, હવે ઊંઘી જાને.. આ તારી ડાયરી મને ઘણી વાર મારી સોતન લાગે છે.. અઠવાડિયે-દસ દિવસે લખવા બેસે ત્યારે જાણે દિલથી એની સોબત માણે અને કોણ જાણે શું લખે રાખે...! ક્યારેક મને પણ આ ડાયરી સમઝીને બધી દિલની વાતો કહે તો મઝા પડે!”-સોહાએ આંખો મિચકારીને એના સ્વભાવ સહજ મઝાક કરી.. અને પાસું ફરીને ફરી ઊંઘી ગઈ..
અને તમે સોહાને જોઈ રહ્યા..
સનમ અદ્દલ એની માં જેવી લાગે છે, રૂપાળી-તોફાની અને ફુલ ટુ નૌટંકી.. જેમ સોહાની આગળ પાછળ કોલેજમાં ટોળું ફરતું એમ જ સનમને પણ મિત્રોની લાઈન છે.. જોકે અમારા સમયમાં તો સહેજ શરમ-સંકોચ અને મર્યાદા જેવું હતું.. હવે તો આ ફેસબુક અને વોટ્સએપએ દાટ વાળ્યો છે.. કોઈ કોઈને પણ પ્રપોઝ કરી શકે અને .. જોકે આ ફેસબુકના લીધે જ તો મને “એની” એટલેકે “મીઠ્ઠી” સાથે ફરી કનેક્ટ થવાની તક મળી.. ઈન્ટરનેટે જાણે દુનિયાને ખુબ નાની બનાવી દીધી છે.. બાકી મામાના ગામના ઘરની બાજુમાં રહેતી એ મીઠડી, હસમુખી છોકરી હમેશા મારા વિચારોમાં અને દિલના છાના ખૂણે જ રહી છે.. એ બાળપણનો ક્રશ કહો કે ફૂટતી જવાનીની કસક હશે, કોણ જાણે! સોહાને કોલેજમાં પહેલી વાર જોઈ ત્યારે એની સ્માઈલ ગમવા પાછળ પણ કદાચ કારણ મીઠ્ઠી જ હતી.. સોહા ઘણું ખરું મીઠ્ઠી જેવી જ લાગે, હા બસ લાગે... પણ મીઠ્ઠી જેવી શર્મ, નજાકત, ઋજુતા અને લહેકો સોહામાં નહિ જ.. છતાં... હશે હું સોહાને પણ ખુબ પ્રેમ કરું છું.. કરું જ ને, કરવો જ પડે ને.. એ મારા બાળકોની માં છે, એણે એની જિંદગીના બાવીસ વર્ષ મને આપ્યા છે! હું પણ બે બાળકોનો પિતા થયો અને આજે ક્યાં બચપન કી મહોબ્બત ખોલીને બેસી ગયો..”-અને તમે હસી પડ્યા.. અને ડાયરીને મીનીમાઇઝ કરીને તમે વેબ બ્રાઉઝરમાં ફેસબુક ઓપન કર્યું...
અને ફેસબુક પર મિત્રોની અપડેટ્સ ઘડી વાર જોઈ.. નવી ટેબમાં મીઠ્ઠીની ફેસબુક પ્રોફાઈલ ઓપન કરી, એના પ્રોફાઈલ પીક્સ જોયા, એની દીકરીના ફોટા પર પણ પ્રેમથી હાથ ફેરવ્યો.. ભૂલમાં પણ લાઈકનું બટન ના દબાવાઈ જાય એ ધ્યાન રાખીને હળવેકથી ફેસબુક બંધ કર્યું, અને ફરી ડાયરીમાં શબ્દો ટપકાવવા લાગ્યા..
મહિના પહેલા સંગીતે ઉપાડો લીધો કે ડેડ, તમે સ્માર્ટ ફોન વાપરો અને ફેસબુક નહિ, એ ના ચાલે.. બાકી પરિવાર અને બિઝનેસમાંથી આ ઈન્ટરનેટમાં વેસ્ટ કરવા ટાઈમ કોની પાસે છે.. સાલું જબરું છે આ ઇન્ટરનેટનું જગત, દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ જાણીતી અજાણી વ્યક્તિ સુધી તમને પળવારમાં પહોંચાડી ડે.. સંગીતે ખાલી મસ્તીમાં કીધેલું કે ડેડ તમારી કોઈ એક્સ ગર્લફ્રેન્ડ હોય તો એને ફેસબુક પર સર્ચ કરજો, મઝા આવશે.. અને મેં પાછુ એણે કીધું એમ કર્યું પણ અને થોડી જહેમત બાદ મીઠ્ઠી મને મળી પણ ગઈ.. મળી ગઈ આઈ મીન એની પ્રોફાઈલ જળી ગઈ... હવે એ મુંબઈમાં રહે છે, થોડું વજન વધી ગયું છે તો પણ આંખોની એ કાજળરંગી ગહેરાઈ અકબંધ છે, એની દીકરી પણ એના જેવી જ.. મારા સંગીતની ઉમરની જ છે- કાશ એ બંને.. હું પણ ખયાલી પુલાવ બનાવવા લાગ્યો.. ખુબ મોડું થઇ ગયું છે, હવે ઊંઘી જાઉં.. પણ સુતા પહેલા ઘરનું નેક્સ્ટ મન્થનું બજેટ સેટ કરવું પડશે, સનમ અને સંગીતના હાયર સ્ટડીઝના ખર્ચા વર્ક આઉટ કરવાના છે અને સોહાની ડાયમંડ નેકલેસની ડીમાંડ પણ પેન્ડીંગ છે.. મારા શુઝ સાવ ખરાબ થઇ ગયા છે, પણ ખર્ચમાં વધુ ખર્ચો ઘુસી જશે. થોડા મહિના ફ્લોટર્સ પહેરીને ખેંચી કાઢીશ, આપણે વળી ક્યાં છોકરી પટાવવી છે આ ઉમરે.. હા છોકરી પટાવવા પરથી યાદ આવ્યું, આજકાલ સંગીતના મોબાઈલનું બીલ વધારે આવે છે. એના કપડાના ખર્ચા પણ વધી ગયા છે અને બાઈકના પેટ્રોલનું બીલ તો મારી ગાડીના ખર્ચને ઓવરટેક કરી જાય છે. ચોક્કસ પ્રેમમાં પડ્યો લાગે છે. આમતો મારો દીકરો જવાબદાર અને મેચ્યોર છે, પણ આ સત્તર વર્ષની ઉમર સિત્તેર જાતની પત્તર ખાંડે એવી હોય છે..” અને છેલી લાઈન લખતા લખતા તમને કૈક કડવું યાદ આવી ગયું.. સત્તર વર્ષની આજ નાજુક ઉમરે, વર્ષો પહેલા...પડોસમાં રહેતી, તમારા જીગરજાન મિત્રની નાની અને માસુમ બહેનને, એકલતા અને હોર્મોન્સની અસરે કરેલી એ કિસ અને થોડીક આવેગભરી ભૂરી ક્ષણો... અને એ પછી હમેશ માટે, તમને જોઇને એની ગભરાઈને બીડાઈ જતી આંખો, કાયમ માટે એક ગીલ્ટ અને અફસોસ ભરી ગઈ છે તમારા દિલમાં ઊંડે સુધી..
મારે સંગીત સાથે વાત કરવી જ પડશે. એની ઉમરના આ શારીરિક આવેગો અને માનસિક બદલાવમાં જરૂરી માર્ગદર્શન, મિત્રતા અને પ્રિકોશનસ અંગે એને સમઝણ આપવી જ પડશે...પૈસો, પ્રેમ, વાસના, લાગણીઓ, જવાબદારીઓ, ચિંતા, ફરજ, સંબંધો- અને બીજું ઘણું બધું.. ખરેખર અઘરું છે પિતા બનવું.. પિતા બનવું એ માત્ર પોતાના સ્પર્મ્સ ઈરેકટ કરવાની બાયોલોજીકલ ક્ષણમાત્રની ઘટના નથી જ.. પિતા બનવું એ આજીન્દગીની સફર છે! પોતાના સ્વભાવ- અભાવને જાળવી, હોર્મોન્સ અને લાગણીઓને બેલેન્સ કરીને, પૈસાની પ્રેક્ટીકલ અને સમાજની સો કોલ્ડ આઇડીયલ એક્સ્પેકટેશ્ન્સને પ્રાયોરીટી પ્રમાણે પૂરી કરીને, પરિવાર માટે ફરજીયાત પણે દિલ અને દિમાગ બંનેને સમઝાવીને અને પોતાની જાતને હાંસિયામાં ધકેલીને જીવવાની ઘટના એટલે પિતૃત્વ.. “- અને તમે તમારી પાસવર્ડ પ્રોટેકટેડ ડાયરીને બંધ કરી, હાઈડ કરી લેપટોપ બંધ કરો છો..
અને રોજની જેમ ડાબા પડખે સુવા જતા, નાઈટ લેમ્પની બાજુમાં તમને એક લાલચટ્ટક ગુલાબ દેખાય છે..અને એની નીચે હાથથી બનાવેલા એક ખુબસુરત કાર્ડ પર દેખાય છે સંગીત અને સનમના હેન્ડરાઈટીંગ, થોડા શબ્દો અને ઢગલો લાગણીઓ સાથે –“ હેપ્પી ફાધર્સ ડે ટુ કુલેસ્ટ- મોસ્ટ હેપનિંગ પાપા..વી લવ યુ! યુ આર બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ!”
***
માં તે માં બીજા બધા વગડાના વા”- એ કહેવત જૂની થઇ...


આ ફાધર્સ ડે પર આપણા સૌના પ્રેમાળ પિતાઓ માટે નવી કહેવત- “બાપ એ બાપ, બીજા બધા જંગલના સાપ!”

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...