***
“ભેજો
રે કાહે બાબા હમકા પીહર સે..
બિટિયા
સે બન્ની બન્કે કહા પહુંચાયે..
સહા
ભી નાં જાયે, ઓ
કા કરે હાયે..
કહા
ખાતિર ચલે રે કહારીયા...
બહંગી
કહા પહુંચાયે, ભાગન
કી રેખન કી બહંગીયા..
બહંગી
લચકત જાયે...” – ઈસક
મૂવીનું તમારું ઓલ ટાઈમ ફેવરેટ
વેડિંગ-સોંગ
મ્યુઝીક ચેનલ પર આવી રહ્યું
છે.. તમારા
કાનમાં એ ગમતા શબ્દો ભલે પડી
રહ્યા છે, તમારી
આંખો અને દિમાગ ક્યાંક બીજે
જ વ્યસ્ત છે.
ગઈ
કાલથી તમારી દીકરી મીઠ્ઠી
કૈક મૂંઝવણમાં લાગે છે.
હજુ બે દિવસ
પહેલા તો એક લગ્ન પ્રસંગમાં
પુરા પરિવાર સાથે દિલથી મહેકતી
અને ચહેકતી રહેલી મીઠ્ઠી અચાનક
કૈક વિચારોમાં ખોવાયેલી લાગે
છે. સવારની
મીઠ્ઠી કૈક ખાંખા-ખોળા
કરી રહી છે. કોણ
જાણે કઈ ખુરાફાતી યોજના પાર
પડવાની હશે કે જાત-જાતનો
માલ સમાન એના રૂમમાં બંધ બારણે
ભેગો કરી રહી છે. તમારી
ચકોર આંખો મીઠ્ઠીના નાના મોટા
બધા કારસ્તાનો નોટ કરી રહી
છે. થોડી
વાર પહેલા જ સ્ટોર રૂમમાંથી
મીઠ્ઠી એ એના જુના કપડાઓ માંથી
રેશમી દુપટ્ટા અને ઝરી-લેસવાળા
કપડા શોધી શોધીને કાઢ્યા એ
તમે છુપાઈને જોયું.
મીઠ્ઠીની ખજાના
જેવા જ્વેલરી બોક્ષમાં એણે
વર્ષો મહેનત કરીને ભેગા કરેલા
હીરા-મોતી-ટીક્કી(અલબત્ત
ખોટા જ તો!) પણ
ધીમેકથી એના રૂમમાં લઇ ગઈ છે.
હોબીક્લાસની
બેગમાંથી ચુપચાપ ફેવિકોલ
અને રંગબેરંગી દોરો તેમજ
સ્પાર્કલસ બિલ્લી પગે લઇ જતી
મીઠ્ઠીને તમે દરવાજાની આડશે
જોઈ જ લીધી છે. અને
હવે મીઠ્ઠી એના સ્ટડી રૂમમાંથી
એની જૂની નોટબૂકના પુઠા છુટા
કરી રહી છે.
“કુછ
તો ગડબડ હે...”- વિચારતા
તમે હિંમત કરીને ડેવિલડેનના
દરવાજે ટકોરા પાડીને પૂછ્યું-
“મે આઈ કમ ઇન?”
અચાનક
ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો
દરોડો પડે તો લોકો કેવા બોઘલાઈ
જાય એમ ગભરાઈને બધો મહામહેનતે
ભેગો કરેલો સમાન ટેબલની નીચે
ધીમેકથી સરકાવતા મીઠ્ઠી
બોલી-“મોમ,
બહાર ડુ નોટ
ડીસ્ટર્બની સાઈન હોય ત્યારે
મારા રૂમમાં નહિ આવવાનું,
કેટલી વાર આપણે
નક્કી કર્યું છે?”
“સ્વીટહાર્ટ,
આઈ નો.
એન્ડ આઈ એમ
સોરી. આ
તો મમ્માને થયું મીઠ્ઠી સવારથી
બહુ કામ કરે છે તો એને સહેજ
લીંબુનું શરબત પીવડાવી દઈએ,
એનર્જી આવી
જાય!”-તમે
મીઠ્ઠીનું ફેવરીટ લીંબુનું
શરબત ટેબલ પર મુકીને મીઠ્ઠીની
બાજુમાં બેસતા કહ્યું.
“મીઠ્ઠી,
મમ્માનું કામ
આજે જરા વહેલું પતી ગયું છે..
મમ્માની કૈક
હેલ્પ જોઈએ તો...” –તમે
જાણી જોઇને વાક્ય અધૂરું
રાખ્યું અને ધીમેકથી મીઠ્ઠીના
રૂમનો દરવાજો બંધ કરીને ડ્રોઈંગ
રૂમ તરફ ગયા. સામે
પડેલા ટીવીમાં ચેનલ્સ ચેન્જ
કરતા કરતા તમે અંદર ગણતરી
માંડી રહ્યા... પાંચ..
ચાર..ત્રણ..બે
અને..
“મમ્મા...
મમ્મા..”-
મીઠ્ઠીએ સહેજ
અચકાતા બુમ પાડી, તમારી
ગણતરી પ્રમાણે જ તો!
દીકરીને
ઈન્ડીપેન્ડન્ટ અને સ્ટ્રોંગ
બનાવવા તમે પહેલેથી એને એનું
દરેક કામ અને નિર્ણય જાતેજ
કરવા દીધા છે.. અલબત્ત
જરૂરી મદદ અને સલાહ પણ આપી જ
છે- પણ એ
માંગે ત્યારે જ!
“મમ્મા,
આઈ નીડ યોર
હેલ્પ. મને
એક ચેક લીસ્ટ બનાવી આપને કે
દીકરીના લગન હોય તો કયા કયા
કામ કરવા પડે. અને
બીજું લીસ્ટ – કરિયાવર અને
વ્યહવારમાં કઈ કઈ વસ્તુઓ આપવી
પડે..”- અચાનક
મીઠ્ઠીએ પૂછેલો પ્રશ્ન તમારી
કલ્પના બહારનો હતો..
“બેટા,
સ્કૂલમાંથી
સોશિયલ સ્ટડીઝનો કોઈ પ્રોજેક્ટ
આપ્યો છે શું?”-તમે
આશ્ચર્યના આંચકામાંથી ભાર
આવીને પૂછ્યું.
“ના
મમ્મા. આપણે
ડોલીદીદીના લગ્નમાં ગયા હતાને?
ત્યાં દાદીમાં
કહેતા હતા કે દીકરી એટલે સાપનો
ભારો... એને
વેળાસર પરણાવી દેવી જોઈએ.
સારો વર અને
સારું ઘર મળે એટલે બીજી પળ-પૂછ
કર્યા વગર એને એના ઘરે મોક્લી
દેવી.. મને
દાદીમાના ભારે શબ્દોમાં બહુ
સમઝાયું નહિ.. એટલે
મેં એમને મિનીંગ પૂછ્યો તો
એમણે કીધું કે જેમ તારી આ ઢીંગલી
રૂપાળી અને મોટ્ટી છે,
એવી થઇ જાય
એટલે દીકરીઓને પરણાવીને સાસરે
વળાવી દેવું એ માતા-પિતાની
ફરજ છે.” –એકદમ
ધીરગંભીર અને દુખી ચહેરે
મીઠ્ઠી એક એક શબ્દ યાદ કરીને
બોલી રહી..
“હા..
તો શું?”
–તમને હજુ
મીઠ્ઠીની મૂંઝવણનો તાગ નથી
મળી રહ્યો.
“મમ્મા
હું પણ મારી ઢીંગલી-ક્યુટીની
મોમ છું ને? અને
મારે ગુડ મોમ બનવું હોઈ તો એના
પણ લગ્ન કરાવી દેવા પડે ને?
એટલે હું એની
તૈયારી કરું છું. પણ
મમ્મા, હું
એને લગ્ન કરીને સાસરે મોકલવાની
જગ્યાએ એના દુલ્હાને આપણા
ઘરે લઇ આવું તો નહિ ચાલે?”-છેલ્લા
વાક્યને પૂરું કરતા મીઠ્ઠી
ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી
અને તમે પણ...
અને
તમારી સામે એક વર્તમાનનું
અને એક ભૂતકાળનું દ્રશ્ય એક
પછી એક ઉપસી આવ્યું..
***
“ખાલી
જન્મ આપીને માં-બાપ
નથી બનતું. હું
તો કહું છું, બાળક
જન્મે એ દિવસથી હજારો જવાબદારીઓ
માથે લઈને એને સારી રીતે પૂરી
કરવી પડે. અને
એમાં પણ દીકરીના માં-બાપને
તો એના જન્મથી જ એના કરિયાવર
અને વ્યહવારની ગોઠવણ કરવી
જોઈએ. દીકરીને
પારકે ઘેર માન સાથે મોકલવી
હોય તો સાથે સાસરિયાઓની આંખો
અંજાઈ જાય એટલા રૂપિયા પૈસા
વેરવા પડે..”-તમારા
સાસુમા દરેક લગ્ન પ્રસંગે
અચૂક એમની આ પેટન્ટ સલાહ રીપીટ
કરે જ..
“મમ્મી,
હવે સમય બદલાઈ
ગયો છે. જુઓ
ને આપની ડોલીના સાસરિયાએ એક
પૈસો કરિયાવરમાં માંગ્યો
નથી. છોકરો
આટલો ભણેલો અને ખાનદાન કુટુંબ
છે- તો
સામે આપણી ડોલી પણ તો ભણેલી
અને કમાતી-ધમાતી
છે! દીકરી
સાપનો ભારો ગણાતી એ સમય હવે
ગયો મમ્મી.”-તમે
આજે અનાયાસેજ પહેલીવાર સાસુમાની
સામે બોલી ગયા, જોકે
પૂરી વિનમ્રતાથી..
“બસ
બધ્ધે કામમાંથી છટકતા કોઈ
તારી પાસે સીખે! જવાબદારી
લેવી નહિ અને બીજાની વખાણવી
નહિ! ડોલીના
સાસરિયાઓએ ભલે એક પૈસો કરિયાવર
નથી માંગ્યું, ડોલીના
મમ્મી-પપ્પાએ
પાંચ ઘર વસાવાય એટલો લાંબો-પહોળો
વ્યહવાર કર્યો છે. ત્યાં
ચોરી પાસે આંટો મારે ત્યારે
સહેજ ડાબી બાજુ જોજે,
બધો કન્યાદાન
અને વ્યહવારનો સામાન સજાવીને
મુક્યો છે. તારા
જેવા ભણેલા પણ ગણેલા નહિ એવા
પેરેન્ટ્સને એ જોઇને કેવી
અને કેટલી તૈયારી કરવાની એ
ખબર પડે એટલે આમ જાહેરમાં
કરિયાવર ગોઠવ્યું છે!
પોતાના લગ્નમાં
હાથ હલાવતા ચાલી આવેલા એમને
શું ખબર પડે વ્યહવાર-વિસ્તારમાં!”-સાસુમાના
બધાની સામે બોલાયેલા કડવા
શબ્દોની તમને કોઈ પીડા ના થઇ
પરંતુ એમનું છેલ્લું વાક્ય
અંદર ઊંડે સુધી ઉતરી ગયું..
અને
તમે નિસ્તેજ, ભીની
આંખો સાથે ચોરીની બાજુમાં
પ્રદર્શનમાં મુકેલા લાખો-કરોડોના
કરીયાવારને જોઈ રહ્યા.
જાણે ત્રાજવાની
એક બાજુ ડોલીને બેસાડી છે અને
બીજી બાજુ કરિયાવર.. જાણે
હાઈલી એજ્યુકેટેડ અને મહીને
પાંચ આંકડામાં કમાતી ડોલીનું
વજન આજે સોના-ચાંદી-મોંઘી
સાડીઓ-ઘરવખરી
અને બીજ મોંઘા કરિયાવરના સામાન
સામે એકદમ હલકું પડી ગયું છે.
***
“ડેડ્ડું,
પ્લીઝ,
ડોન્ટ ડુ ધીસ..
તમારી બચેલી
એફડી, પેન્શનની
રકમ અને ઘર-ઘરેણા
સુદ્ધાં પર લોન લઈને તમે મને
પરણવાના છો... તો
હું આજીવન કુંવારી રહેવાનું
પસંદ કરીશ. મારા
સાસરિયાએ દહેજ ક્યાં માંગ્યું
છે કે તમે આટલું લાંબુ વ્યહવારનું
લીસ્ટ બનાવીને ગણવા બેઠા છો?
અને જો આ માંગણીઓ
મારા સાસુમાની હોય, તો
હમણાં હું એમના દીકરાને કોલ
કરીને તતડાવું છું. લવ
મેરેજમાં વળી કેવો વ્યહવાર
અને કેવું કરિયાવર?”-તમે
ગુસ્સેથીને મોબાઈલ હાથમાં
લીધો અને...
તમારા
વ્હાલા પપ્પાએ તમારા હાથમાંથી
મોબાઈલ છીનવી લઈને, તમારે
માથે હાથ ફેરવતા કહ્યું-“બેટા
એક દીકરીની માં થઈશને ત્યારે
તને સમઝાશે. મને
ઘડપણમાં પૈસો નહિ પણ તારું
સુખ જોઇશે.”
અને
તમે ચુપચાપ પોતાના લગ્ન માટે
પપ્પાને ખુવાર થતા જોઈ રહ્યા..
આ દેશના હજારો
લાખો પપ્પાઓની જેમ જ તો!
***
“હે
મમ્મા, તું
મને લગનમાં કરિયાવરમાં શું
આપીશ?”- અચાનક
તમારી ટાઈમ ટ્રાવેલ અને
વિચારયુદ્ધ અટકાવતા મીઠ્ઠીએ
પૂછ્યું.
“બેટા,
હું તને અઢળક
શબ્દો એટલેકે પુસ્તકો આપીશ,
જે સારા-ખરાબ
સમયે તારા મિત્ર-વડીલ-સ્વજન-માર્ગદર્શક
બની રહેશે. હું
તારામાં ઢગલો સંવેદનાઓ સીંચી
આપીશ કે જેથી તું કાયમ લાગણીઓ
અને પ્રેમના વ્યહવારમાં પહોંચી
વડે, સામાજિક
વ્યહવાર જાય ખાડામાં!
હું તારું
આયખું ઝળહળી ઉઠે એટલું જ્ઞાન
તને કરિયાવરમાં આપીશ અને
સોના-હીરાના
ઝવેરાતથી તારું દેહ સજાવવાની
જગ્યાએ અમુલ્ય ડીગ્રીઓથી
તારું વ્યક્તિત્વ સજાવીશ..
હું તને ઘરવખરી
કે ગાડી-મોબાઈલ
આપીને એમ નહિ જ કહું કે બેટા
જયારે જરૂર પડે, જે
જરૂર પડે મારી પાસે લઇ જજે..
પણ હું તને એ
સક્ષમતા, આપબળ
અને સ્વતંત્ર વ્યક્તિત્વ
આપીશ કે તારે મારી, તારા
પતિની કે કોઈની સામે હાથ લાંબો
કરવાની જરૂર જ ના પડે..
હું તને કરિયાવર
અને વ્યહવારમાં તારી-નોખી
જાત આપીશ..”-તમે
મીઠ્ઠીના માથે હાથ ફેરવતા
કહ્યું અને...મીઠ્ઠીએ
એની ઢીંગલી માટે ભેગા કરેલા
સામાનમાંથી તમે પુઠ્ઠા કાપીને,
ઢગલો નાની-નાની
સરસ મઝાની બુક્સ બનાવી એના
પર રેશમી ઓઢણીના કવર ચઢાવીને,
ઉપર ટીક્કી
ચોંટાળી અને લેસની બુકમાર્ક
બનાવી..
અને
મીઠ્ઠી એક મસ્ત મોટી સ્માઈલ
અને સંતોષ સાથે એની ઢીંગલીનો
કરિયાવર સમેટી રહી.
***
દીકરીને
કરિયાવર કે વ્યહવારના નામે
ઢગલો રૂપિયા-ઘરવખરી-સોના-હીરાથી
મઢીને એના સાસરિયા અને સમાજની
સામે દેખાડો કરનાર માતા-પિતા,
જાણે-અજાણ્યે
દીકરીને લાગણીઓ અને પ્રેમની
સામે પૈસાની મહત્તા અને પ્રભુત્વ
સમઝાવે છે.
દહેજ
કે કરિયાવર ના માંગવા છતાં,
વ્યહવારનાં
નામે લગ્નોત્સુક છોકરીના
ઘરવાળાને બિનજરૂરી માંગણીઓનું
લીસ્ટ પકડાવી દેતા લગ્નોત્સુક
છોકરાના કુટુંબીઓ પોતાનું
અને દીકરાનું સન્માન ભર બજારે
વેચી આવે છે.
આર્યસમાજ,
કોર્ટમેરેજ
કે સાદગીથી કરતા લગ્નો કદાચ
સાચા અર્થમાં પ્રણય-પરિણય
સંબંધ બની રહે છે.
Comments