***
“અને
ગાડીમાંથી ઉતરતા જ જાણે તમે
દિવસો, મહિનાઓ
અને વર્ષો વટાવી ગયા..
વાતોડિયા છતાં
વિચારીને અને માપી-તોલીને
બોલવાની મર્યાદામાં બંધાયેલા,
લાગણીશીલ છતાં
પ્રેક્ટીકલ વર્તન કરવા ટેવાયેલા,
અઢળક રંગબેરંગી
સપનાઓ જે આંખે જોયા છે એ બદામી
મોટ્ટી આંખોને ટેગ હ્યુવરના
ચશ્માં પાછળ સંતાડી-
સપનાઓને સુદ્ધાં
દિલના એક અજાણ્યા અંધારા ખૂણે
છુપાવી દેનાર- તમે
આજે એજ જૂની પાતોની જાતને ફરી
મળી રહ્યા છો. પતિદેવ
અને પુત્ર ગાડીની ડીકીમાંથી
સામાન કાઢવામાં વ્યસ્ત છે
અને તમે.... પતિદેવ
અને પુત્રને ઉતાવળમાં આગળ
જતા જોઇને પણ તમને સહેજ પણ
જલ્દી નથી વર્તાતી. તમે
અપલક નજરે જોઈ રહો છો ગ્રાઉન્ડમાં
માટીમાં રમતા નાના-ભૂલકાઓને,
અને એમની વચ્ચે
શોધી રહ્યા છો વેલ્વેટનું
લાલ ફ્રોક પહેરીને રમતી એક
ગોલુંમોલું છોકરીને....
મેં-મહિનાની
બળબળતી બપોરે નફીકરાઈથી
માટીમાં રમતા આ ભૂલકાઓને જોઇને
તમને કૈક ઈર્ષ્યા થઇ અને પોતાના
પુત્રને હેલ્થ-હાઇજીન-સો
કોલ્ડ ક્લાસની મર્યાદામાં
બંધાઈને, આ
જાહોજલાલીથી દુર રાખ્યાનો
અફસોસ પણ થયો.. અને
ખબર નહિ કેમ પણ અચાનક તમે તમારી
“ખાદીમ”ની બ્રાન્ડેડ મોંઘી
સેન્ડલ કાઢીને ખુલ્લા પગે
ગ્રાઉન્ડમાં ચાલી રહ્યા,
જાણે ઝાકળભીના
ઘાંસમાં ચાલતા હોય એવું શીતળ
લાગ્યું....
“મોમ,
હેવ યુ ગોટ
સીક? ઇટ્સ
હોટ, સેન્ડલ
પહેર.”-દુરથી
તમને આ ગાંડપણ કરતા જોઇને
તમારો હાઈ-ફાઈ
હેન્ડસમ ટીનએજ દીકરો બુમ પાડી
ઉઠ્યો.
“આઈ
ટોલ્ડ યુ ડેડ, મોમ
અહી આવે એટલે બૌ વીયર્ડ બીહેવ
કરે છે. આઈ
ફિલ શેઇમ. અને
તમે મને મોમ સાથે અહી એક વિક
રહેવા કહો છો. નો,
નેવેર!”-
નાકનું ટેરવું
ચઢાવીને બ્રાન્ડેડ ગોગલ્સ
પહેરી તમારો દીકરો એના બ્રાન્ડેડ
મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં
ખોવાઈ ગયો..
“આઈ
નો સન્ની. બટ
યુ નો યોર મોમ બેટર. મેં
એને કહ્યું જ હતું કે નાનીમાંને
આપણા ઘરે બોલાવી લે...
ત્યાં પણ શી
કેન સ્પેન્ડ ટાઈમ વિથ હર મોમ..
અહી એસી,
ગાડી,
નોકર અને બીજી
નેસેસીટીઝ વગર એ પણ બે દિવસમાં
અકળાઈ જશે.”- તમારા
મની-માઈન્ડેડ
હસબંડ હવે ભૂલી ગયા છે કે વર્ષો
પહેલા આજ ફ્લેટ્સના એમણે
દિવસ-રાત
જોયા વગર દિલથી ચક્કર કાપ્યા
છે. હાય
સોસાયટીમાં રહીને ક્લાબીંગની
લતે ચઢ્યા એ પહેલા એમને આ જ
લોવર મિડલ ક્લાસ મહોલ્લાના
ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવાની
અને એ બહાને તમને એક ઝલક જોવાની
લત હતી.. તમારી
લોવર મિડલક્લાસી સાદગી અને
સહજતાથી જ જે તમારા પ્રેમમાં
પડ્યા હતા એ પતિદેવ હવે પ્રેમમાંથી
ક્યારના ઉભા થઈને પૈસા અને
વ્યહવારમાં પડી ગયા છે,
પણ તમે હજુ એ
જ છો- મિડલ
ક્લાસી બીલો એવરેજ ઇમોશનલ
ફુલ વુમન..
“મોમ,
ઇટ્સ ટુ હોટ
હિઅર. ડેડ,
લેટ્સ લીવ.
મોમ, તારું
દિલ આ ગરમી અને ગંદકીથી ભરાઈ
જાય તો કોલ કરી દેજે,
ડ્રાઈવર ગાડી
લઈને આવી જશે. અમે
ફરી અહી આ ગરમી ખાવા નથી આવવાના.”-
ગોગલ્સને ઉપર
ચઢાવી શર્ટની સ્લીવ રોલ કરતા
તમારા દીકરાએ કહ્યું અને...
તમે ઉપર ત્રીજા
માળની બાલ્કનીમાં ઉભી રહીને
ક્યારની તમારા સૌની રાહ જોઈ
રહેલી તમારી “માં”ને જોઈ
રહ્યા.
“મમ્મી
ઉપર બાલ્કનીમાં જ છે,
ક્યારની રાહ
જતી હશે. થોડી
વાર ઉપર આવીને મળીને જતા
તો...”-તમે
પુત્ર અને પતિદેવને વિનવી
રહ્યા.
“શું
ફર્ક પડે છે પાંચ મિનીટ આવીને
બેસીસું તો? સાંજે
સ્કાઇપ પર કોલ કરીશ ત્યારે
શાંતિથી સાસુમા સાથે વાત કરી
લઈશ. હમણાં
વેવ કરીને નીકળી જઈએ છે...”-પતિદેવ
અને સન્ની બંને ઉપર બાલ્કની
તરફ વેવ કરીને ઉતાવળા પગલે
એસી મર્સિડીઝ તરફ જઈ રહ્યા.
તમે વિચારી
રહ્યા-સ્કાઈપના
એ કોલમાં શું સામસામે બેસીને
વાત કરવા જેટલી આત્મીયતા અને
લાગણી મળવાની છે?
અને
ખબર નહિ કેમ પણ એમના જવાથી
તમને દુખ થવાની જગ્યાએ ખુશી
થઇ.. હાશ...
જાણે થોડા
દિવસો માટે તમે પત્ની-માં-શેઠની-વહુ
વગેરે મોંઘા બ્રાન્ડેડ લેબલ્સથી
આઝાદ થઇ ગયા..
***
આજે
તમારી સવાર સાવ તમારી છે-
એક્સ્લુઝીવ!
અલાર્મના
મોહતાજ થયા વગર આજે તમે તમારા
બેડ પાસેની બારીમાંથી આવતા
સુરજના કિરણોની હૂંફથી ઉઠો
છો. આ એજ
બારી છે જેમાંથી તમે બાવીસ
વર્ષોમાં દિવસે ઉજાશ,
હુંફ અને
સ્વતંત્રતાની હવા માણી છે...
તો રાતે તારાઓની
સાથે સાથે સપનાઓ ગણ્યા અને
વીણ્યા છે.
આજે
ચાલીસ વર્ષે વીત્યા તો પણ એ
બારી હજી એટલીજ આત્મીય અને
વ્હાલી લાગે છે.. કદાચ
હજુ તમારી રૂમમાં હવાએ એરકંડીશનરની
ક્લાસી ગુલામી નથી સ્વીકારી
એટલે આ બારીમાંથી ઠંડી હવા
કોયલની જેમ ટહુંકે છે!
અને તમને અકારણ
યાદ આવી જાય છે સેન્ટ્રલી એસી
બંગલામાં તમને અનુભવતો ઉકળાટ!
એસીની મોંઘેરી
હવાની ચોકીદારી કરવામાં તૈનાત
બંધ બારીઓના સાયલેન્ટ ડુસકા.
અને તમને એ
મહેલ જેવા મકાનની એ ડીઝાઈનર
બારીઓ આજે ગરીબડી લાગે છે,
તમારી આ મિડલ
ક્લાસી બારીની આઝાદી અને ટહુકા
જોઇને!
“દિલ
ઢુંઢતા હે ફિર વહી ફુરસત કે
રાત દિન બેઠે રહે તસવ્વુરે
જાના કિયે બગૈર...”-બાજુના
લાકડાના નાના ટેબલ પર પડેલા
રેડીયોમાં વાગતા ગીત સાથે
તમે તમારી ફુરસતની પળો માણી
રહ્યા છો..
“ઓર
આપ સુન રહે હે આકાશવાણી...”-એક
જાણીતો અવાજ જે સાંભળીને તમારી
સેંકડો સવારો ખુશનુમા બનીને
ઉગી છે.. પણ
જે અવાજ એફ.એમ
અને ઓનલાઈન રેડીઓ સ્ટેશનની
ફેશનમાં કદાચ ઔર ઓફ ડેઇટ અને
બોરિંગ છે. હાઈ
કાલસ સોસાયટીમા ગણાતા તમારો
પરિવારની સવાર પણ વિદેશી
યોગા-એરોબીક્સ
ટ્રેનર્સના ડીવીડીમાં કૈદ
ઈમ્પોર્ટેડ અવાજ સાથે થાય
છે! તમે
પથારીમાં બેસીને પાસે પડેલા
રેડિયો પર પ્રેમથી હાથ ફેરવો
છો, જાણે
કોઈ નાના બાળકને વ્હાલ કરી
રહ્યા હોવ.
અને
ઘંટડીનો સુરીલો રણકાર સાંભળીને
તમારી આંખો બંધ થાય છે,
હાથ આપોઆપ
જોડાઈ જાય છે.. અને
કાનમાં જાણે મીકેનીકલી એક
ડાયલોગ ઘૂંટાય છે.. જે
તમે આજસુધી હજારો વાર સાંભળ્યો
અને જીવ્યો છે...
“ભણી
ગણી તો પણ ટુ અભણ જ રહી.
આ મિડલ ક્લાસી
બિહેવિયર તારા જીવ સાથેજ જશે.
કેટલી વાર
કીધું તને કે ડ્રોઈંગ રૂમમાં
પાઠ કરવા નહિ બેસવાનું.
આટલો મોટો
એસીવાળો પૂજાઘર છે ત્યાં
બેસીને પૂજા પાઠ કર.. ગીતા
કે રામાયણ વાંચવા હોય તો
લાયબ્રેરીરૂમ છે, ત્યાં
બેસ...મારા
બીઝનેસ કલીગ્સ કે વિરાટના
ફ્રેન્ડઝ આવે અને તું આમ ડ્રોઈંગ
રૂમમાં હાથ જોડીને ચોપડા
ખોળામાં લઈને પલાંઠીવાળીને
બેઠી હોય તો કેટલી દેસી અને
ગમાર લાગે.. કેટલી
વાર કીધું તને કે એટીકેટસ શીખ,
જરૂર પડે તો
સ્પોકન ઈંગ્લીશના અને સોસાયટી
કલ્ચરના ક્લાસ ભર, પણ
તારે તો સુધરવું જ નથી!”-એક
એક શબ્દ જાણે હમણાજ બોલ્યો
હોય એવો તાજો અને પેઈનફુલ
લાગ્યો.. પોતક્નજ
ઘરમાં ઈચ્છા થાય ત્યાં બેસવાની,
મન થાય એ કરવાની
પણ જાણે આઝાદી નહિ!
જાણે
મિડલ ક્લાસમાંથી તમને અપર
ક્લાસમાં પરાણે ખેંચી તાણીને
લઇ જવાતા, તમારું
શરીર અને દિમાગ ભલે હાઈ સોસાયટી
અને એની એટીકેટમાં જોર-જબરદસ્તીએ
ગોઠવાઈ ગયું છે પણ તમારી આત્મા
હજુ મિડલ ક્લાસી માહોલ માટે
અને મિડલ ક્લાસી સંસ્કારના
સન્માન માટે ઝૂરે છે..
આજે
તમારી આખી સવાર સહેજીને રાખેલા
બાળપણ અને યુવાનીના દસ્તાવેજ
ફેરવી ફેરવીને માણવામાં ગઈ..
એ દિવાળી
કાર્ડ્સ, જે
મિત્રોએ જાતે બનાવ્યા હતા-
એમાં જે પોતાનાપણું
દેખાયું એ હજાર-બે
હજારના મ્યુઝીકલ કે એનીમેટેડ
કાર્ડ્સમાં કઈ રીતે મળે?
એ સ્ક્રેપબુક-જેમાં
મિત્રોના શોખ, સ્વભાવ
અને બેશુમાર આત્મીયતા ભર્યા
શબ્દો અને સ્ટીકર્સ છે...
એ વોટ્સેપ કે
ફેસબુકમાં હજારો ફ્રેન્ડસ
બનાવીને પણ નહિ જ મળે! એ
ફ્રોકના વધેલા કાપડમાંથી
જાતે હેયરબેન્ડ બનાવીને દીવાસો
સુધી મિત્રો સામે રોલા પાડવામાં
આવેલી મઝા- કદાચ
ડીઝાઈનર બુટીક કે ફેશનહાઉસમાંથી
ખરીદેલી હીરાજડેલી હેરએસેસરીઝ
પહેરીને પણ ક્યારેય નથી જ આવી!
અને એ મુલાયમ
કપડામાં લપેટીને, સાચવીને
મુકેલું તમારું છેલ્લુ પેઈનટીંગ!
એ પેઈનટીંગ
જે તમે અનાયાસે બનાવેલું અને
કદાચ નિયતીએ તમે એને બે દાયકા
જીવી પણ ગયા.. એ
પેઈનટીંગ જેમાં એક નાનીસી
બાળકી છે, જેને
પતંગિયા જેવી રંગબેરંગી પાંખો
છે જે આકાશ તરફ જોઇને હસી રહી
છે( કે
હસવાનો ઢોંગ કરી રહી છે)!
જેની એક પાંખ
સહેજ ઉડવા ફરફરતી હોય એમ લાગે
છે, પણ
બીજી પાંખમાં રેશમી પર્સ
લટકાવેલું છે, જેમાંથી
હજાર-હજારની
નોટો બહાર ડોકાઈ રહી છે...
એને ઉડવું છે
પણ એ ઉડી નથી શકતી .... કેમ?
ગાળામાં સોનાનો
હાર, હાથમાં
હીરાજડિત કંગન, માથામાં
મોતીઓના ફુલ અને પગમાં કુન્દનના
ઝાંઝરના વજનથી જ કદાચ...
અને
....
ટીંગ...ટીંગ...ટીંગ...ટીંગ...ટીંગ...ટીંગ...-
એ જાણીતી ઘંટડીનો
અવાજ સાંભળીને તમે મર્યાદા,
રૂતબો,
ઉમર બધુજ ભુલાવી
બાલ્કનીમાં દોડો છો...
નીચે “મેવાડની
પ્રખ્યાત ગુલ્ફી”નું બોર્ડ
લગાવેલી લારી જોઇને બધીજ પીડા
અને સંતાપ સહેજમાં ભૂલી જઈને
બુમ પાડો છો-“કાકા
બે ગુલ્ફી, એક
કેસર બદામ અને બીજી પીસ્તા!”
અને
કાલથી તમને જોઇને અંદર અંદર
મૂંઝાતી તમારી મમ્મીને પણ
હાશ થાય છે, બે
દાયકા પછી આખરે પોતાની દીકરી
પછી મળી ગઈ એ વિચારે...
***
નદી,
સરોવર,
દરિયો,
પહાડ,
ઠંડી હવા,
વાદળો,
વરસાદ,
તારાઓ,
ચાંદો,
સુરજ-
પ્રકૃતિની એક
એક અમુલ્ય દેન અનબ્રાન્ડેડ
અને ફુલટુ દેસી છે!
આદમ-ઈવની
સ્ટોરીમાં આવતું સફરજન કોઈ
ઈમ્પોર્ટેડ બ્રાન્ડનું કે
હાઇજીનીક-ઓર્ગેનિક
ટાઈપનું નાં જ હતું..
લાગણીઓ,સંવેદનાઓ,
સંતોષ અને ખુશી
હજુ બ્રાન્ડટેગ સાથે નથી મળતી.
ખુબ
વખણાયેલ તેલી સોપ - “સારાભાઈ
વર્સીસ સારાભાઇ”-માં
મિડલ ક્લાસી વહુ મોનીશા અને
હાઈ-સોસાયટીની
ક્લાસી સાસુ માયા સારાભાઇ –
આપણી સોસાયટીના બે અલગ છેડા
હોવા છતાં પોતાની સ્પેસમાં
પોતાની રીતે જીવે છે અને બીજાને
ખુશીથી એની રીતે જીવવા પણ દે
છે! અને
આપણે?
Comments