અને તમે બાલ્કનીમાં ઉભા-ઉભા નીચે રમતા બાળકોને જોઈ રહ્યા છો. અનાયાસે
આંખો ભીની થઇ જાય છે. આંખ બંધ કરીને તમે આ આંસુઓને ખાળવા મથો છો અને ….
અને…. બંધ આંખોની સામે તરવરી ઉઠે
છે કેટલીક યાદોની ફ્રેમ્સ… સાયકલ
પર ડબલ સવારીમાં “એની” સાથે કરેલી સફર, સ્કુલમાં “એનું” હોમવર્ક કરવાના બદલામાં
ગણીને લીધેલી ડેરી-મીલ્ક્સ, વરસાદમાં
બાલ્કનીમાં “એની” સાથે બેસીને પીધેલી કટિંગ
ચાય, “એની” મોમને
એની ગર્લફ્રેન્ડ્સની ગોસિપ કરીને “એને” ખવડાવેલો માર, એક્ઝામ પહેલા “એની” આળસ, રીઝલ્ટ આવતા ટોપ કરવા છતાં
પાર્ટી ના આપવાના “એના” નખરા, “એનો” બ્રાન્ડેડ શર્ટજ પહેરવાનો
એટીટયુડ, “એનો” એ દર
બે દિવસે થઇ જતો સાચો-પ્રેમ અને દર ત્રીજા દિવસનો બ્રેક-અપ, “એનું” છુપાઈને મંદિરે જઈ તમારા
રિઝલ્ટના દિવસે પ્રે કરવું, તમારી
સગાઈના દિવસે “એનું” ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ, તમારા લગ્નનાં દિવસે “એનું” – હવે તું બીઝી થઇ જઈશ ની
ફરિયાદ કરતા સહેજ ત્રાંસુ જોઈને રડી લેવું… અને ઘણું બધું!
મોબાઈલ હાથમાં લઇ, વોટસ એપ ઓપન કરીને તમે તરત
કોન્ટેક્ટ સર્ચ કર્યું- લડ્ડુ. અને મેસેજ ડ્રાફ્ટ કરતા કરતા… સવારે બનેલું કૈક યાદ આવ્યું… થોડા છુટક ડાયલોગ્સ, થોડા ઇન્ડાયરેક્ટ ટોન્ટ, થોડા શોકિંગ શક અને બહુ બધી
જાતે જ સમઝીને, સંબંધ
અને શાદીને બચાવવા બનાવેલી મર્યાદાઓ!
એક આંસુ સરીને તમારા
સ્માર્ટફોન પર પડ્યું, એકદમ
“એના” વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરની
ઉપર… અને … કૈક તમને હસાવી ગયું…
***
“જાડી, હવે તારા લગ્ન થવાના, આ સ્માર્ટ ફોનની આદત છોડીને
ડમ્બ વાઈફ બનતા શીખ! રોજ સવાર પડે “મુઆઆહ લડ્ડુ, શું કરે છે?” – ના મેસેજ કરવાના બંધ કરીને
કિચનમાં જવાની આદત પાડ.”- બ્રેકફાસ્ટમાં ચા સાથે
ભાખરી ખાતો સિમ્પલ અને સેન્સીટીવ લડ્ડુ તમને સમઝાવી રહ્યો.
“સ્ટોપ કોલિંગ મી જાડી. મને
થોડું ઘણું કુકિંગ આવડે છે અને એટલું ઇનફ છે – લેકચરબાજી બંધ કર. સવારથી
તારો મોબાઈલ કેમ ઓફ છે? આઈ
સેન્ટ ૨૦ મેસેજીસ- એક પણ ડીલીવર નથી થયો! આંટી આના નખરા વધી ગયા છે, મારા લગ્નમાં હું આ
બ્રાન્ડેડ-રાવણને ઈન્વાઈટ જ નથી કરવાની!”-એકદમ બિન્દાસ્ત તમે “એના” હાથમાંથી ભાખરીનો ટુકડો
ખેંચતા, “એને” ચીઢવતા
કહી ગયા.
“મિસ. ચબ્બી, ચરબી તો તારી ઉતરી જવાની છે, લગ્ન થાય એટલે! મોમ, વ્હાય ડોન્ટ યુ એકસપ્લેઇન
હર સમથીંગ! કોના વરને ગમે કે એની વાઈફ દર દસ મીનીટે એના ફ્રેન્ડને મેસેજ કરે… દરેક નાની ખુશીમાં કે
પ્રોબ્લેમમાં પતિની જગ્યાએ ફ્રેન્ડને પહેલા કોલ કરે? શી બીહેવ્સ લાઈક કીડ. જાડી
હવે મોટી થઇ જા. અને મેં તને બ્લોક કરી છે એટલે તે મને કરેલા મેસેજીસ ડીલીવર નથી
થતા. આદત પાડ નવી જીન્દગી, નવા વાતાવરણ અને નવા લોકો સાથે હળી-મળી જઈને ખુશ રહેવાની!”- તમારા માથા પર હળવી ટપલી
મારી, તમારા
હાથમાં ચાનો કપ પકડાવી લડ્ડુએ ભીની આંખે કહ્યું અને..
“જાને બળેલા, બધા તારા જેવા પઝેસીવ અને
નેરો માઈન્ડેડ ના હોય! મારો હબ્બી તો ફોરવર્ડ છે! હી નોઝ યુ! હી નોઝ યુ આર માય
બડ્ડી! સો ચીલ, આવી
સેડી વાતો કરીને મારી ચાનો ટેસ્ટ બગાડીશ નહિ! આંટી, આનું મગજ રીપેર કરાવોને, હજી ૧૯૮૦ના વિચારો છે આના!
અનબ્લોક મી નાવ!”- ફોર્ક હાથ માં લઈને તલવાર ચાલવતા હોવ એવી અદાથી તમે ધમકી આપી..
“હું અનબ્લોક નહિ કરું.
જ્યાં સુધી તું તારી આ નાના બચ્ચાઓ જેવી આદતો નહિ સુધારે!”- લડ્ડુએ બારીની બહાર જોતા
જોતા કહ્યું…
“કમ ઓન લડ્ડુ, વોટ ઇફ આઈ હેવ અ પ્રોબ્લેમ? વ્હોટ ઇફ આઈ એમ ઇન ટ્રબલ?”- તમારો અવાજ ઢીલો થયો…
“ઈટ્સ સિમ્પલ, કોલ હિમ, નોટ મી!”- નીચે જોઈને લડ્ડુએ કહ્યું.
“હી ડોન્ટ નો મી ઓર
અન્ડરસ્ટેન્ડ મી લાઈક યુ ડુ! “- નીચી નજરે તમારો સવાલ!
“હી વિલ! ગીવ હિમ ચાન્સ.
આપણે એકબીજાને પચ્ચીસ વર્ષથી ઓળખીએ છે. એને તું માત્ર પચ્ચીસ અઠવાડિયા આપ- હી વિલ!”- લડ્ડુએ આત્મવિશ્વાસ સાથે
કહ્યું.
“બટ આઈ વોન્ટ માય બડ્ડી ટુ!
હબ્બી વર્સીસ બેસ્ટ ફ્રેન્ડની લડાઈ થોડી છે આ, કે કોઈ એકને જ સિલેક્ટ
કરવાનો છે!”- એક અજંપા સાથે તમે કહ્યું.
“આઈ એમ ધેર, પણ બેકગ્રાઉન્ડમાં! તને
હમણાં નહિ સમઝાય, વાત
લડાઈની નહિ પ્રાયોરીટીઝની છે! જા હવે ઘરે, તારો વર તને શોધતો અહી આવી
જશે નહીતો!”- તમને ચીઢવતા લડ્ડુએ કહ્યું.
“અનબ્લોક મી પ્લીઝ, હું તને મેસેજ નહિ કરું. પણ
મને જે ફીલ થતું હશે એ પ્રોબ્લેમ કે એ મુડનું સોંગ સ્ટેટ્સમાં મુકીશ, તું સમઝી જજે અને તારો જવાબ
તારા સ્ટેટ્સમાં મૂકી દેજે! “- છેલ્લી વાર તમે “એની” આંખોમાં જોયું, એ ભીની મિત્રતા ભરી આંખો..
***
“સોહા, કીપ યોર મોબાઈલ અવે! તને
કેટલી વાર કીધું કે મોમ-ડેડ ને પસંદ નથી આ બધું! લગ્ન પછી તારી પ્રાયોરીટી માત્ર
ફેમીલી હોવી જોઈએ. આટલું કેરિંગ અને લવિંગ ફેમીલી છે તો પણ એવું શું રહી જાય છે
ફ્રેન્ડ્સમાં? કે
પછી ફ્રેન્ડશીપના બહાને….”- સવારમાં જ સાંભળેલા આ પતિદેવના શબ્દો પહેલીવારના નથી! છ મહિનામાં
છસ્સોવાર યાદ કરાવ્યું હશે એમણે!
હા, પતિદેવ તમને ખુબ ચાહે છે, એકદમ પ્રેમાળ પરિવાર મળ્યો
છે તમને! પરંતુ એ એક ખાલી જગ્યા અને એ એક પ્રિય મિત્ર ખૂટે છે ક્યાંક!
કાશ, સમાજ અને પરિવારને તમે ચીસો
પાડી પાડીને સમઝાવી શકત કે – દરેક મૈત્રી ની પાછળ માત્ર પ્રેમની લાગણીઓ નથી હોતી! અને “પ્રેમ”શબ્દ પોતેજ મલ્ટી-ડાઈમેનશનલ
છે. પ્રેમના વિવિધ સ્વરૂપ અને પરિમાણ હોઈ શકે- નિર્દોષ અને લેબલ વગર પણ!
અને બેફામ ગુસ્સો આવ્યો તમને એ ફેમસ ફિલ્મી લાઈન્સ પર કે – એક
લાડકા ઓર એક લાડકી કભી દોસ્ત નહિ હો સકતે...
કાશ તમે સમાજને સમઝાવી શકત
કે – દોસ્તી, યારી, મિત્રતા ને વળી કેવું
જેન્ડર?
કાશ તમે પરિવારની સાથે
મિત્રો પણ મેઈનટેઇન કરી શકત, જેમ પતિદેવ કરી શકે છે!
અને આ કાશમાં અટવાઈને તમે
વોટ્સ-એપ મેસેજ અપડેટ કરો છો- “સબ કુછ વહી હેં, પર કુછ કમી હેં.. તેરી
આહ્ટે નહિ હેં!”
અને ફરી એક આંસુ સારી પડે
છે.. મશીનની માફક તમે કોન્ટેક્ટલીસ્ટ રીફ્રેશ કરો છો અને …
અને લડ્ડુનું સ્ટેટ્સ વાંચો છો- “ કર ચલના શુરુ તું, મુડકે નાં દેખ તું, જેસે હેં સહી હેં… એક મેં ઓર એક તું.. “
અને “એ” – મિત્ર, યાર, ચડ્ડીબડ્ડી-અહી જ છે ની ફીલ સાથે ફરી તમે
સ્માઈલ કરો છો.
“લવ યુ હબ્બી. કમ હોમ સુન.”- મેસેજ સેન્ડ કરી, મોબાઈલમાં મ્યુઝિક
પ્લેયરમાં “એક મેં ઓર એક તું નું એજ સોંગ સર્ચ કરીને પ્લે કરો છો જે તમને ઘણું કહી
જાય છે.... અને તમે એક ખાલીપા સાથે નીચે રમતા નાના બાળકોને જોઈ રહો છો!
“નઝરીયા દોનોકા,મીલેના મિલે,
કદર દોનોકો હેં દોનો કી…
સફર તેય યે કરે, સાથમે ભલે ..
અલગ હેં મંઝીલે, દોનો કી…
ટુકડા ટુકડા ધૂપ હો, ચાહે મુઠ્ઠી ભરકે છાવ ભી,
બરાબરી સે બાટે હો ઝરુરત જો
જિસ તરહ કી…
જીતની ભી હેં જીતની ભી હેં, ઉમ્મીદે લે કે ..
જાયે કહા તક, જાયે કહા તક
રાસ્તે દેખે…
કર ચલના શુરુ તું, મુડકે નાં દેખ
તું,
જેસે હેં સહી હેં… એક મેં ઓર એક
તું..
“
“
Comments
I am bookmark this blog need some more post.
Flats in Dwarka
Big Height