“મોટી,
યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા
સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી
તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા
અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી.
“આઈ
ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા
સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું
ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક
પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા
કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ
નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી
રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા
શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ
પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મેં મારો
પોઈન્ટ-ઓફ વ્યુ રજુ કરીને, કોઈ આર્ગ્યુમેન્ટને એન્ટરટેઈન ના કરવાના ઈરાદે, માત્ર
એક સ્માઈલ આપીને, ગુડ બાય વિશ કરીને, ઘર તરફ પ્રયાણ કર્યું.
દિમાગ
કોમામાં છે, અને દિલમાં એક સાથે ઘણું બધું ઉપસી આવ્યું છે- જૂની થોડી કડવી એવી
યાદો, પ્યારા છતાં હમેશા માટે દુર એવા ચહેરાઓ, સાંધાવાળા થોડા સાચવી રાખેલા
સુકાયેલા સંબંધો, સંઘરેલી મુમેન્ટસ અને બીજું ઘણું બધું...
અને
એક પ્રશ્ન ઘુમરાઈ રહ્યો દિલમાં ઊંડે ઊંડે... સંબંધ- એટલે શું?
ના,
આજે મારે જવાબ નથી આપવાનો, કેમકે હું તો કદાચ આ ફિલ્ડમાં સર્ટિફાઈડ ડફર છું.એટલે હું
સ્માર્ટ ફોન પર મારા જીગરજાન મિત્ર – ગુગલને પૂછું છું કે સંબંધ વિષે તું શું જાણે
છે? આ સાચો સંબંધ એટલે શું?
અને
મને કૈક સાહિત્યિક જવાબ મળે છે...
“ 'સમય' જોઇ 'સંબંધ' રાખે તેના કરતા, 'સંબંધ' જોઇને 'સમય' આપે તે 'સાચો' સંબંધ...”
હું
હસી પડું છું. અને મને માન થાય છે મશીનની સ્માર્ટનેસ પર. ખડખડાટ હસી પડું છું હું
એ વિચારીને કે આજના સમયમાં બદલઈ રહેલા કે બદલાઈ ગયેલા સંબંધોના સમીકરણ સામે માણસો ભલે આંખ આડા કાન કરી અવગણે- ગુગલ સુદ્ધાં
આજના સંબંધોની અસલિયત જાણે છે!
હજુ
દિમાગમાં આ શબ્દ – “સંબંધ” , જાણે કૈક તોફાન મચાવી રહ્યો છે અને એ શાંત કરવા હું
એક નવું તોફાન કરું છું. વોટ્સએપ પર મારા ખાસ મિત્રોના ગ્રુપમાં પોસ્ટ કરું છું-
“ગાયઝ વોટ ડુ યુ થીંક અબાઉટ રીલેશન? તમારી નજરે આજના સમયમાં સંબંધ શું છે? કેટલો
જરૂરી છે કે કેટલો સફળ છે? શું આજના સમયમાં સાચો સંબંધ પોસીબલ છે? સંબંધમાં સફળ
થવા કયા સર્ટિફીકેટ કે ડીગ્રીની જરૂર પડે?– રીપ્લાય એઝ સુન એઝ પોસીબલ. ”
મારા
દિમાગના ફીતુરને મિત્રોની કોર્ટમાં નાખીને હું નિશ્ચિંત થઇ ગઈ. અને પાંચજ મીનીટમાં
મોબાઈલનો મેસેજ ટોન રણકવો શરુ થઇ ગયો.
સતત
વાગી રહેલો મેસેજ ટોન આવનારા ધમાકેદાર જવાબો અને ફ્રેન્ડલી ખીંચાઈની આગાહી આપી
રહ્યો.
એક
શરારતી સ્મિત સાથે મેં વોટ્સએપમાં ગ્રુપ મેસેજ ઓપન કર્યા અને... મને મળ્યો સંબંધનો
નવો આયામ, નવી વ્યાખ્યા અને નવા પ્રશ્નો પણ..
પહેલો
જવાબ હતો મારી ટીવી સિરિયલોની ફેન એવી ફ્રેન્ડનો- “આર્ યુ ઓકે? અચાનક આટલો સીરીયસ
ક્વેશ્ચન? પણ જવાબ ઇઝ સિમ્પલ – રીલેશન એટલે.. લેટ મી ગીવ યુ એકઝામ્પલ – તું પેલી
સીરીયલ જુવે છે– સસુરાલ સીમર કા? કે પછી બાલિકા વધુ? એમાં જેટલા કેરેક્ટરસ છે એ
બધા જ પોતે સંબંધ- રીલેશન! આઈ મીન સંબંધ એટલે... વાતચ ધ સીરીયલ્સ- યુ વિલ ગેટ ઇટ..!”
બીજો
જવાબ આપ્યો હતો મારી સીરીયસ ગીક ફ્રેન્ડે- “ સ્વીટ્સ, વ્હાય સો સીરીયસ, ચીલ..? સંબંધો
વિશેના તારા બધા પ્રશ્નોના જવાબ તને ગીતામાં મળશે. લાઈફના બધા જ પ્રશ્નોના કરેક્ટ
અને પ્રેક્ટીકલ આન્સર્સ મળશે ગીતામાં! હવેતો ગીતની એપ પણ ગુગલ પ્લેમાં ફ્રી
ડાઉનલોડમાં અવેલેબલ છે. ગેટ ઇટ એન્ડ રીડ એટ પીસ!”
નેક્સ્ટ
જવાબ વાંચીને હું પળવાર માટે પ્રશ્ન પણ ભૂલી ગઈ.. મારી મુવી ફ્રિક ફ્રેન્ડનો
રીપ્લાય હતો કૈક આવો- “ હું ઈઝ ગીતા? ગ્રુપમાં કોઈ નવું એડ થયું? મારો ઇન્ટરો તો
કરાવો ગીતા સાથે! અને માય આન્સર ઈઝ- સંબંધ એટલે રાજશ્રી પ્રોડક્શનનું કે યશરાજ
બેનરનું મુવી.”
લાસ્ટ
આન્સર મારી મ્યુઝીકલ રોકસ્ટાર ફ્રેન્ડનો હતો, એકદમ ફિલોસોફીકલ- “સંબંધ- રિશ્તા-
રીલેશન એટલે... પેજ૩ મૂવીનું ગીત- જે કહે છે...-કિતને અજીબ રિશ્તે હે યહા કે, દો
પલ મિલતે હે સાથ સાથ ચલતે હે, જબ મોડ આયે તો બચ કે નીકલતે હે, કિતને અજીબ રિશ્તે
હે યહા કે... યહા સભી અપની હી ધૂન મેં દીવાને હે,
કરે વહી જો અપના દિલ ઠીક માને, કોન કિસકો પૂછે કોન કિસકો બોલે, સબકે લાંબો
પે અપને તરાને હે... લે જાયે નસીબ કિસ કો
કહા પે ... કિતને અજીબ રિશ્તે હે યહા કે..”
બધા
જવાબો વાંચીને કૈક નવા પ્રશ્નો થયા. જાણીને નવાઈ લાગી કે આજના પ્રેક્ટીકલ અને
ફાસ્ટ સમયમાં સંબંધો કેટલા બદલાઈ ગયા છે, દરેકની એક અલગ સમઝણ છે, અલગ વ્યાખ્યા
છે.. હું હસી પડી એ વિચારીનેકે – જે મનુષ્યએ કમ્પ્યુટર અને સ્માર્ટ ફોન્સ બનાવ્યા
છે એ જ આજે એક ડમ્બ મશીન બની રહ્યો છે – ધીમે ધીમે... લાગણીહીન અને સંબંધોથી
કપાયેલો મનુષ્ય મશીન જ તો કહેવાય ને?
સંબંધ
એટલે શું? – શું સાચે હું નથી જાણતી? - આ સરળ પ્રશ્નના જવાબમાં હું જાણે
વિચાર-યુદ્ધમાં અટવાઈ પડી. અને આ યુદ્ધમાં શ્રીકૃષ્ણને મારા સારથી બનાવવા મેં
હાથમાં ભગવદ ગીતા લીધી.
હું
જાણે મારી જાતને જ સમઝાવી રહી સંબંધોના પરીપેક્ષમાં ગીતાનો અર્ક...
“રીલેશન
એટલે લાગણીઓ, અપેક્ષા કે લેબલ વગરની નિર્દોષ! કૃષ્ણ અને રાધા એટલે સંબંધ નામે
પ્રેમ. કૃષ્ણ અને મીરાં એટલે સમર્પણનો સંબંધ. કૃષ્ણ અને દ્રૌપદી એટલે મિત્રતાથી
વધુ સાખ્ય, કૃષ્ણ અને અર્જુન એટલે સંબંધ નામે મૈત્રી, કૃષ્ણ અને રુકમણી એટલે
સંબંધ-પરિણય. કૃષ્ણ અને યશોદા એટલે સંબંધ નામે મમતા! કૃષ્ણ અને સંસાર જાણે એક
પિતાનો સઘળો પરિવાર- એક વિશ્વ- એક કુટુંબ! એકલા શ્રી કૃષ્ણના વિવિધ પરિમાણો
દુનિયાના બધા સંબંધો સરળતાથી સમઝાવી ગયા. સંબંધ એટલે પ્રમાણિક લાગણીઓ અને બીજું
કશું જ નહિ! કોઈ સામાજિક લેબલ કે કોઈ કાયદાકીય સર્ટિફીકેટની જરૂર વિના- સંબંધ એટલે
નિર્દોષ લાગણીઓ અને સમઝણનો સેતુ, બીજું કઈ જ નહિ!”
અને
હું મારી જાતને જ કહી રહી- આટલું જાણું છું એ જ ઘણું છે- હું ભલે રહી ઈમમેચ્યોર
અને સેન્ટી-મેન્ટલ પણ સંબંધો અને લાગણીઓની સમઝણમાં મારા લાઈફ સફારીના સફરને કારણે
જ હું સિફર નથી! અને એથીજ હું લખતી રહીશ- લાગણીઓ, ઈમોશન્સ અને સ્વ-અનુભવ – મારી
મેસ્ડઅપ સ્ટાઇલમાં.. બસ એજ ઇનટેન્શનથી કે -જે શીખ મેં ભૂલ કરીને મેળવી છે એ કદાચ
કોઈને કામ લાગી જાય..
***
“સંબંધ એટલે?
આજે
જયારે દિમાગને પૂછ્યું ત્યારે,
દિલ
કહી ઉઠ્યું – સંબંધ એટલે રીલેશન...
રીલેશન
એટલે- રી+લેશન,
ફરી
ફરી કરવાનું લેશન....
લાગણીઓને
પાકી કરવાનું વારંવાર કરવાનું હોમવર્ક...
સંબંધ
એટલે?
આજે
જયારે દિલને પૂછ્યું ત્યારે..
દિમાગ
બોલી ઉઠ્યું-
સંબંધ
એટલે સમ-બંધ,
સરખો
પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!
સંબંધ
એટલે યે જવાની હે દીવાની મૂવીની નૈનાની મૂંઝવણ,
સંબંધ
એટલે ડોરેમોન કાર્ટુનમાં સુઝુકાની નિર્દોષતા,
સંબંધ
એટલે સરસ્વતીચંદ્ર સીરીયલમાં કુમુદનું સમર્પણ,
સંબંધ
એટલે જગજીત સિંઘની ગઝલમાંનું દર્દ,
સંબંધ
એટલે ચેતન ભગતની નોવેલ્સમાં આવતા લવ-સેક્સ અને ધોખાના ઉતાર-ચઢાવ,
સંબંધ
એટલે મહિનાના અંતે ખેંચાઈ જતા મિડલ ક્લાસી પરિવારમાં રહેલો સંતોષ,
સંબંધ
એટલે જીગરજાન મિત્રનું વોટ્સ એપ લાસ્ટ સીન ચેક કરીને- ક્યાં મરી ગયો છે?- ની
ચિંતા...
સંબંધ
એટલે તૂટેલા-છુટેલા પ્રેમને ભૂલી ગયાના કેફમાં પણ રોજ એની ફેસબુક પ્રોફાઈલ ચેક
કરી- એના ક્ષેમ કુશળ જાણી થતો સંતોષ,
સંબંધ
એટલે અચાનક મોમ-ડેડ ને કોલ કરી- “ મને તો તમે સાવ ભૂલી જ ગયા” ની કરાતી ફરિયાદ!
સંબંધ
એટલે રાતે ઉઠીને બાળકોને વારે વારે ઓઢાવવું,
સંબંધ
એટલે બેડરૂમની લાઈટ બંધ કરતા પહેલા હમણાં જ નજીવી વાતે ઝગડેલા પતિના કપાળે એક હળવી
કિસ,
સંબંધ
એટલે આપણા સૌમાં સમાયેલા શ્રીકૃષ્ણમાટે દીવાનગી, કૃષ્ણ રૂપે બધા સંબંધો દિલથી જીવી
જવાની એષણા!“
***
સંબંધ
એટલે શું?- હું સમઝી ગઈ છું અને તમે?
Comments