Skip to main content

લાઈફ સફારી~૫૧ : દોસ્તીને વળી કેવું જેન્ડર?


અને તમે બાલ્કનીમાં ઉભા-ઉભા નીચે રમતા બાળકોને જોઈ રહ્યા છો. અનાયાસે આંખો ભીની થઇ જાય છે. આંખ બંધ કરીને તમે આ આંસુઓને ખાળવા મથો છો અને ….
અને…. બંધ આંખોની સામે તરવરી ઉઠે છે કેટલીક યાદોની ફ્રેમ્સસાયકલ પર ડબલ સવારીમાં એનીસાથે કરેલી સફર, સ્કુલમાં એનુંહોમવર્ક કરવાના બદલામાં ગણીને લીધેલી ડેરી-મીલ્ક્સ, વરસાદમાં બાલ્કનીમાં એનીસાથે બેસીને પીધેલી કટિંગ ચાય, “એનીમોમને એની ગર્લફ્રેન્ડ્સની ગોસિપ કરીને એનેખવડાવેલો માર,  એક્ઝામ પહેલા એનીઆળસ, રીઝલ્ટ આવતા ટોપ કરવા છતાં પાર્ટી ના આપવાના એનાનખરા, “એનોબ્રાન્ડેડ શર્ટજ પહેરવાનો એટીટયુડ, “એનોએ દર બે દિવસે થઇ જતો સાચો-પ્રેમ અને દર ત્રીજા દિવસનો બ્રેક-અપ, “એનુંછુપાઈને મંદિરે જઈ તમારા રિઝલ્ટના દિવસે પ્રે કરવું, તમારી સગાઈના દિવસે એનુંધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ, તમારા લગ્નનાં દિવસે એનું” – હવે તું બીઝી થઇ જઈશ ની ફરિયાદ કરતા સહેજ ત્રાંસુ જોઈને રડી લેવુંઅને ઘણું બધું!
મોબાઈલ હાથમાં લઇ, વોટસ એપ ઓપન કરીને તમે તરત કોન્ટેક્ટ સર્ચ કર્યું- લડ્ડુ. અને મેસેજ ડ્રાફ્ટ કરતા કરતાસવારે બનેલું કૈક યાદ આવ્યુંથોડા છુટક ડાયલોગ્સ, થોડા ઇન્ડાયરેક્ટ ટોન્ટ, થોડા શોકિંગ શક અને બહુ બધી જાતે જ સમઝીને, સંબંધ અને શાદીને બચાવવા બનાવેલી મર્યાદાઓ!
એક આંસુ સરીને તમારા સ્માર્ટફોન પર પડ્યું, એકદમ એનાવોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરની ઉપરઅને કૈક તમને હસાવી ગયું
***
જાડી, હવે તારા લગ્ન થવાના, આ સ્માર્ટ ફોનની આદત છોડીને ડમ્બ વાઈફ બનતા શીખ! રોજ સવાર પડે મુઆઆહ લડ્ડુ, શું કરે છે?” – ના મેસેજ કરવાના બંધ કરીને કિચનમાં જવાની આદત પાડ.- બ્રેકફાસ્ટમાં ચા સાથે ભાખરી ખાતો સિમ્પલ અને સેન્સીટીવ લડ્ડુ તમને સમઝાવી રહ્યો.
સ્ટોપ કોલિંગ મી જાડી. મને થોડું ઘણું કુકિંગ આવડે છે અને એટલું ઇનફ છે લેકચરબાજી બંધ કર. સવારથી તારો મોબાઈલ કેમ ઓફ છે? આઈ સેન્ટ ૨૦ મેસેજીસ- એક પણ ડીલીવર નથી થયો! આંટી આના નખરા વધી ગયા છે, મારા લગ્નમાં હું આ બ્રાન્ડેડ-રાવણને ઈન્વાઈટ જ નથી કરવાની!”-એકદમ બિન્દાસ્ત તમે એનાહાથમાંથી ભાખરીનો ટુકડો ખેંચતા, “એનેચીઢવતા કહી ગયા.
મિસ. ચબ્બી, ચરબી તો તારી ઉતરી જવાની છે, લગ્ન થાય એટલે! મોમ, વ્હાય ડોન્ટ યુ એકસપ્લેઇન હર સમથીંગ! કોના વરને ગમે કે એની વાઈફ દર દસ મીનીટે એના ફ્રેન્ડને મેસેજ કરેદરેક નાની ખુશીમાં કે પ્રોબ્લેમમાં પતિની જગ્યાએ ફ્રેન્ડને પહેલા કોલ કરે? શી બીહેવ્સ લાઈક કીડ. જાડી હવે મોટી થઇ જા. અને મેં તને બ્લોક કરી છે એટલે તે મને કરેલા મેસેજીસ ડીલીવર નથી થતા.  આદત પાડ નવી જીન્દગી, નવા વાતાવરણ અને નવા લોકો સાથે હળી-મળી જઈને ખુશ રહેવાની!”- તમારા માથા પર હળવી ટપલી મારી, તમારા હાથમાં ચાનો કપ પકડાવી લડ્ડુએ ભીની આંખે કહ્યું અને..
જાને બળેલા, બધા તારા જેવા પઝેસીવ અને નેરો માઈન્ડેડ ના હોય! મારો હબ્બી તો ફોરવર્ડ છે! હી નોઝ યુ! હી નોઝ યુ આર માય બડ્ડી! સો ચીલ, આવી સેડી વાતો કરીને મારી ચાનો ટેસ્ટ બગાડીશ નહિ! આંટી, આનું મગજ રીપેર કરાવોને, હજી ૧૯૮૦ના વિચારો છે આના! અનબ્લોક મી નાવ!”- ફોર્ક હાથ માં લઈને તલવાર ચાલવતા હોવ એવી અદાથી તમે ધમકી આપી..
હું અનબ્લોક નહિ કરું. જ્યાં સુધી તું તારી આ નાના બચ્ચાઓ જેવી આદતો નહિ સુધારે!”- લડ્ડુએ બારીની બહાર જોતા જોતા કહ્યું
કમ ઓન લડ્ડુ, વોટ ઇફ આઈ હેવ અ પ્રોબ્લેમ? વ્હોટ ઇફ આઈ એમ ઇન ટ્રબલ?”- તમારો અવાજ ઢીલો થયો
ઈટ્સ સિમ્પલ, કોલ હિમ, નોટ મી!”- નીચે જોઈને લડ્ડુએ કહ્યું.
હી ડોન્ટ નો મી ઓર અન્ડરસ્ટેન્ડ મી લાઈક યુ ડુ! “- નીચી નજરે તમારો સવાલ!
હી વિલ! ગીવ હિમ ચાન્સ. આપણે એકબીજાને પચ્ચીસ વર્ષથી ઓળખીએ છે. એને તું માત્ર પચ્ચીસ અઠવાડિયા આપ- હી વિલ!”- લડ્ડુએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
બટ આઈ વોન્ટ માય બડ્ડી ટુ! હબ્બી વર્સીસ બેસ્ટ ફ્રેન્ડની લડાઈ થોડી છે આ, કે કોઈ એકને જ સિલેક્ટ કરવાનો છે!”- એક અજંપા સાથે તમે કહ્યું.
આઈ એમ ધેર, પણ બેકગ્રાઉન્ડમાં! તને હમણાં નહિ સમઝાય, વાત લડાઈની નહિ પ્રાયોરીટીઝની છે! જા હવે ઘરે, તારો વર તને શોધતો અહી આવી જશે નહીતો!”- તમને ચીઢવતા લડ્ડુએ કહ્યું.
અનબ્લોક મી પ્લીઝ, હું તને મેસેજ નહિ કરું. પણ મને જે ફીલ થતું હશે એ પ્રોબ્લેમ કે એ મુડનું સોંગ સ્ટેટ્સમાં મુકીશ, તું સમઝી જજે અને તારો જવાબ તારા સ્ટેટ્સમાં મૂકી દેજે! “- છેલ્લી વાર તમે એનીઆંખોમાં જોયું, એ ભીની મિત્રતા ભરી આંખો..
***
સોહા, કીપ યોર મોબાઈલ અવે! તને કેટલી વાર કીધું કે મોમ-ડેડ ને પસંદ નથી આ બધું! લગ્ન પછી તારી પ્રાયોરીટી માત્ર ફેમીલી હોવી જોઈએ. આટલું કેરિંગ અને લવિંગ ફેમીલી છે તો પણ એવું શું રહી જાય છે ફ્રેન્ડ્સમાં? કે પછી ફ્રેન્ડશીપના બહાને….”- સવારમાં જ સાંભળેલા આ પતિદેવના શબ્દો પહેલીવારના નથી! છ મહિનામાં છસ્સોવાર યાદ કરાવ્યું હશે એમણે!
હા, પતિદેવ તમને ખુબ ચાહે છે, એકદમ પ્રેમાળ પરિવાર મળ્યો છે તમને! પરંતુ એ એક ખાલી જગ્યા અને એ એક પ્રિય મિત્ર ખૂટે છે ક્યાંક!
કાશ, સમાજ અને પરિવારને તમે ચીસો પાડી પાડીને સમઝાવી શકત કે દરેક મૈત્રી ની પાછળ માત્ર પ્રેમની લાગણીઓ નથી હોતી! અને પ્રેમશબ્દ પોતેજ મલ્ટી-ડાઈમેનશનલ છે. પ્રેમના વિવિધ સ્વરૂપ અને પરિમાણ હોઈ શકે- નિર્દોષ અને લેબલ વગર પણ!
અને બેફામ ગુસ્સો આવ્યો તમને એ ફેમસ ફિલ્મી લાઈન્સ પર કે – એક લાડકા ઓર એક લાડકી કભી દોસ્ત નહિ હો સકતે...
કાશ તમે સમાજને સમઝાવી શકત કે દોસ્તી, યારી, મિત્રતા ને વળી કેવું જેન્ડર?
કાશ તમે પરિવારની સાથે મિત્રો પણ મેઈનટેઇન કરી શકત, જેમ પતિદેવ કરી શકે છે!
અને આ કાશમાં અટવાઈને તમે વોટ્સ-એપ મેસેજ અપડેટ કરો છો- સબ કુછ વહી હેં, પર કુછ કમી હેં.. તેરી આહ્ટે નહિ હેં!
અને ફરી એક આંસુ સારી પડે છે.. મશીનની માફક તમે કોન્ટેક્ટલીસ્ટ રીફ્રેશ કરો છો અને
અને લડ્ડુનું સ્ટેટ્સ વાંચો છો- “ કર ચલના શુરુ તુંમુડકે નાં દેખ તુંજેસે હેં સહી હેંએક મેં ઓર એક તું..
અને ” – મિત્ર, યાર, ચડ્ડીબડ્ડી-અહી જ છે ની ફીલ સાથે ફરી તમે સ્માઈલ કરો છો.
લવ યુ હબ્બી. કમ હોમ સુન.”- મેસેજ સેન્ડ કરી, મોબાઈલમાં મ્યુઝિક પ્લેયરમાં “એક મેં ઓર એક તું નું એજ સોંગ સર્ચ કરીને પ્લે કરો છો જે તમને ઘણું કહી જાય છે.... અને તમે એક ખાલીપા સાથે નીચે રમતા નાના બાળકોને જોઈ રહો છો!
નઝરીયા દોનોકા,મીલેના મિલે,
કદર દોનોકો હેં દોનો કી
સફર તેય યે કરે, સાથમે ભલે ..
અલગ હેં મંઝીલે, દોનો કી
ટુકડા ટુકડા ધૂપ હો, ચાહે મુઠ્ઠી ભરકે છાવ ભી,
બરાબરી સે બાટે હો ઝરુરત જો જિસ તરહ કી
જીતની ભી હેં જીતની ભી હેં, ઉમ્મીદે લે કે ..
જાયે કહા તક, જાયે કહા તક રાસ્તે દેખે
કર ચલના શુરુ તુંમુડકે નાં દેખ તું
જેસે હેં સહી હેંએક મેં ઓર એક તું.. 


Comments

Unknown said…
Thank you for sharing this information and Very good looking blog.
I am bookmark this blog need some more post.


Flats in Dwarka
Unknown said…
Nice Blog, Thank you for sharing this nice information about nice topic on your blog, it is very informatics info thank for this blog
Big Height


Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...