લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર |
***
“સો, નેક્સ્ટ વીક મોમ ડેડ તને મળશે, ફાઈનલી! આઈ એમ
એક્સાઈટેડ અને થોડો વરીડ પણ! “- લાઈબ્રેરીમાં મારી બાજુમાં જ બેસી મારા એસાનમેન્ટસ
માંથી કોપી કરી રહેલ મારા બેસ્ટ ફ્રેન્ડ કમ બોય ફ્રેન્ડ અને સુન ટુ બી લાઈફ
પાર્ટનરને આજે સવારથી જ જપ નથી.
“આઈ નો! સવારથી આ સ્ટેટમેન્ટ દર અડધા કલાકે તું
બ્રેકિંગ ન્યુઝની જેમ રીપીટ કરી રહ્યો છે. સ્ટોપ વરીંગ. એસાઇનમેન્ટ પર કોન્સનટ્રેટ
કર.”- કદાચ મારા માટે નેક્સ્ટ વીકના બ્રેકિંગ ન્યુઝ કરતા નેક્સ્ટ ડેની
એક્ઝામ વધુ બ્રેકિંગ અને સેન્સેશનલ છે, એઝ એની હાઉ મારે ટોપ કરવાનું છે અને મારી
ડ્રીમ જોબ મેળવવાની છે.
“તું તો મને સીરીયસલી જ નથી લેતી. એક્ઝામ તો હજુ
ઘણી આવશે! પણ મોમ-ડેડ જે એક્ઝામ લેશે નેક્સ્ટ વીક, એ ફૂલ એન્ડ ફાઈનલ છે – આપણા
રીલેશન માટે. એટલે રીપીટ ટેલીકાસ્ટ કરું છું! આઈ નો તું એ એક્ઝામમાં ફેઈલ જ થવાની
છે!”- એક્ઝામ પહેલા જ મને રીઝલ્ટ મળી ગયું મારી લાઈફ એકઝામનું! ફેઈલ
વિધાઉટ એટેમપટ્!
“ઓકે! હું ફેઈલ જ થવાની છું તો ચિંતા શાની? ચાલ
આપણે કાલની એક્ઝામ તો એટલીસ્ટ પાસ કરી લઈએ!” - હું
બુકસમાં ફરી ડૂબી ગઈ...
“દસ મીનીટ બ્રેક લઈએ? એક નાનું રિહર્સલ કરીએ. હું
તને સમઝાવું મોમ ડેડ તને કયા પ્રશ્નો પૂછશે અને તારે એનો શું જવાબ આપવાનો છે!”- મારી
બુક્સ બંધ કરી ધરાર મારા બેસ્ટ બડ્ડીએ મારા વાઈવા લેવાના ચાલુ કર્યા..
“ઓકેસ! એટલે તું મને ચીટીંગ શીખવાડે છે! એક્ઝામ
પહેલા જ પ્રશ્નો અને જવાબોનું સેટિંગ! સહી જા રહે હો જહાંપનાહ! “- જ્યાં આજીન્દગી
એક પણ એક્ઝામમાં અડધા માર્કની પણ ચોરી નથી કરી ત્યાં આજે મને મારો લાઈફ પાર્ટનર
લાઈફ-એક્ઝામમાં કાપલી કરાવવા જઈ રહ્યો છે, એ વિચારે જ હું હસી પડી.
“કરપ્શન કે ચીટીંગ પર કોઈ લેક્ચર મારે સાંભળવું
નથી. આન્સર માય ક્વેશ્નસ – તારી હોબીઝ શું છે? તને રસોઈ કરતા આવડેને ? તારી
બનાવેલી કઈ ડીશ તારા ફેમિલીમાં બધાને સૌથી વધુ ભાવે? મીઠાઈ અને ફરસાણમાં તને કઈ કઈ
વેરાઈટી આવડે બનાવતા? સુરતી છે એટલે -અથાણા અને પાપડ તો આવડતા જ હશે તને
બનાવતા?... ”– નોન
સ્ટોપ પૂછાતાં એક એક પ્રશ્ન સાથે મારા દિલની ધડકનો તેઝ થતી ગઈ.
“ક્રેપ! મારે તારી સાથે લાઈફ સ્પેન્ડ કરવાની છે કે
તારા કિચન સાથે? આઈ મીન – તારી સાથે લગ્ન કરવા ઇન્ટરવ્યું આપવાનો છે કે તારા ઘરની કુક
બનવા?- આઈ એમ કન્ફ્યુઝ્ડ!”- મેં
સ્પેક્સ કાઢી મારી બદામી આંખોને શક્ય એટલી મોટી કરીને પૂછ્યું!
“ડોન્ટ ટેલ મી- તને કુકિંગ નથી આવડતું!”- મારી
સાથે સાથે મારા દોસ્તારની ઝીણી ચાયનીઝ આંખો પણ પહોળી થઇ ગઈ!
“કેમ, એમાં શું નવાઈની વાત છે? તને રસોઈ બનવતા આવડે
છે?”- મેં
અચાનક અણધારો પ્રશ્ન પૂછ્યો!
“નાં, કેમકે આઈ એમ મેઈલ!”- શોર્ટ
એન્ડ સ્ટુપીડ રીપ્લાય.
“યેસ બયોલોજીકલી મેઈલ! આઈ નો! પણ જવાબ આપ – તને
કુકિંગ આવડે છે?” - જવાબ
નાં મળે ત્યાં સુધી પ્રશ્ન પૂછતાં રહેવાની આદત મારી!
“ના, મને
કુકિંગ નથી આવડતું.”- જવાબ
પુરો.
“કેમ નથી આવડતું? ડોન્ટ રીપ્લાય અગેઇન કે આઈ એમ
મેઈલ એટલે...!” – મેં સહેજ ફેરવીને ફરી એજ પ્રશ્ન પૂછ્યો!
“કુકિંગ ક્યાંથી આવડે? યુ નો માય નેચર! મને કૈક ને
કૈક નવું કરતા રહેવા જોઈએ! ક્રીએટીવીટી પણ જોઈએ લાઈફમાં અને બેસ્ટ કેરીયર પણ! એટલે
આઈ હેવ નો ટાઈમ! આઈ હેવ બીગ ડ્રીમ્સ! અને મારા ફેમીલીનાં પણ મારી સાથે બૌ બધા સપના
જોડાયેલા છે! યુ નો- આઈ એમ ધેર પ્રાઈડ – હું મારા કુટુંબનું અભિમાન છુ! એટલે મારી
સફળતા મારા માટે કમ્પલસરી છે! એમાં આ બૈરાઓનાં કામ કરવા કોને ટાઈમ છે? કુકિંગ કરવા
અને કિચન સંભાળવા તું અને મોમ છો જ ને! ” - મારો
“સુન ટુબી બેટર હાફ”- બેટર શબ્દો શોધી રહ્યો મેં પૂછેલા અજબ સવાલનો ગજબ જવાબ આપવા.
“મને પણ સેમ ટુ સેમ રીઝ્ન્સ થી કુકિંગ આવડતું નથી!
સેમ પીંચ!”- મારો
સિમ્પલ અને શોર્ટ રીપ્લાય કદાચ મારા બુદ્ધિશાળી સોલમેટને ના સમઝાયો.
“સેમ પીંચ નાં ચાલે! યુ આર ફીમેઇલ. તને કેમ કુકિંગ
ના આવડે?”- ફરી એક બાયોલોજીકલ સવાલ!
“કેમ? ફીમેલ હોવાના એવા કયા સ્પેશિયલ હોર્મોન્સ છે
જેનાથી કુકિંગ આવડે જ ?
તને મેઈલ હોવાથી શું સ્પેશિયલ આવડે છે?” – જેન્ડરનાં જડ બોક્સ અને એ બોક્સમાં પરાણે સમાવવાની અપેક્ષાથી કાયમ
મને અકળામણ રહી છે.
“આ વળી કેવો સવાલ? સદીયોથી પરંપરા રહી છે- સ્ત્રી ઘરમાં રસોડું અને
કુટુંબ સંભાળે અને પુરુષ ધંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવે! તું સ્ત્રી છું
એટલે તને કુકિંગ અને હું પુરુષ છું એટલે મને ધંધો રોજગાર આવડે એ નિયમ છે!” – વેદ-પુરાણ અને શાસ્ત્રોમાં પારંગત હોય એમ મારો સોલમેટ મને સંસ્કાર અને
સંસ્કૃતિન પાઠ ભણાવી રહ્યો!
“સમઝી ગઈ. તું પુરુષ છે એટલે તને બાળપણથી જ કમાતા આવડે એમ ને? ચાલ
બાળપણ નૈ તો - એટ લીસ્ટ અત્યારે તો તું ઘર ચલાવવા જેટલું કમાઈ જ લેતો હોઈશને? તારી
મન્થલી ઇન્કમ કેટલી છે? ”
– મારા પ્રશ્નોથી
કદાચ મારા બેસ્ટ બડ્ડીનો મેઈલ ઈગો હર્ટ થઇ ગયો! અને મને વિચાર આવ્યો- ફીમેલઈગો કેમ
હર્ટ નૈ થતો હોય આટલી જલ્દી?
“તું આજે કેમ આમ એલીઅન્સ જેવી વાતો કરે
છે? હજુ તો મારું ભણવાનું ચાલે છે – ઇન્કમ ક્યાંથી હોય? પણ આટલું સારું ભણ્યો છું,
બુદ્ધિ છે એટલે નોકરી- ધંધો પણ આવડ્વાનો જ ને! અને તું પણ તો કમાઈશ- એટલે લાઈફ સેટ
છે! ડોન્ટ વરી!” – શબ્દો સાચવી સાચવીને બોલી રહ્યો મારો
દોસ્તાર!
“એકદમ બરાબર વાત . આપણે બંને સરખું ભણ્યા છીએ, આપણા બંનેના લાઈફ માટે
અને કેરીયર માટે ઊંચા સપના છે એટલે સાથે મળીને કમાઈશું. પણ એક લાસ્ટ ક્વેશ્ચન- જો આપણે સાથે મળીને સપના
જોતા અને એ પુરા કરવા કમાતા સીખી શકીએ છે તો સાથે મળીને એજ સ્પીરીટથી કુકિંગ પણ
નાં સીખી શકીએ? જો હું કમાતા સીખી શકું, કમાઈને આપણા કુટુંબને સપોર્ટ કરી શકું અને
એન્જોય કરી શકું આ જાતે લીધેલી જવાબદારીને દિલથી ... તો શા માટે તું મને સાથ ના
આપી શકે કુકિંગ શીખવામાં અને કિચનમાં પણ? ફાય્નાન્શીય્લી જેમ આપણે એકબીજાને સપોર્ટ
કરવાના છે દિલથી- તેમ કિચન અને કુકિંગમાં પણ કેમ પાર્ટનરશીપ ના કરી શકીએ? સમઝદારી
અને લાગણીઓને જેન્ડરના વાળા નથી હોતા જહાંપનાહ!”- હું શક્ય એટલા સરળ શબ્દોમાં મારા જીવનસાથીને સમઝાવવા મથી રહી એ સત્ય
જે કદાચ હજુ આવતા દસ થી પંદર વર્ષો સુધી આપણી સોસાયટીના ફર્સ્ટ સેક્સ એવા મેઈલ જેન્ડરને
નથી જ સમઝાવાનું!
***
કુકિંગ એટલે કે રસોઈને શાસ્ત્રોમાં એક કળાનો
દરજ્જો આપવામાં આવ્યો છે!
મ્યુઝીક, ચિત્રકળા, નાટ્યકળા વિગેરેની જેમ પાકકળા
એટલેકે કુકિંગ પણ કળા છે- કળાને વળી કેવું જેન્ડરનું બંધન?
જીવનસાથી કહીએ કે સોલમેટ- એ ખરા અર્થમાં સાથી
ત્યારે જ કહેવાય જ્યારે જીવનના સરળ કે જટિલ
રસ્તાઓ પર સાથે-સાથે ચાલે, સરખી જવાબદારીઓ અને સરખા અધિકારો જાળવીને!
બદલાતા સમય સાથે- સપનાઓ અને અપેક્ષાઓ પણ જેન્ડરની
જડ ફ્રેમ તોડીને બદલાયા છે, તો જવાબદારીઓની વહેંચણી પણ બદલવી જ રહી!
આજના સમયમાં દીકરાની જેમ દીકરી પણ ખુબ ભણે છે,
કેરીયર બનાવે છે, કમાય છે, કુટુંબ ને સપોર્ટ કરે છે ત્યારે જરૂર છે – કિચનમાં પણ
જવાબદારીઓને સપ્રેમ અને સ્વેચ્છાએ વહેંચી લેવાની.
જો કમ્પુટર જેવું મશીન પણ લોડ બેલેન્સિંગ કરી એના
પ્રોસેસરનું પરફોર્મન્સ સુધારે છે તો આપણે તો એ કોમ્પ્યુટર બનાવનાર બુદ્ધિજીવીઓ
છીએ. આવો – કરીએ લોડ બેલેન્સિંગ આપણા કિચન અને કુટુંબમાં પણ- અને સુધારીએ
સંબંધોનું સ્વાસ્થ્ય!
આવો આ નવા ફાયનાન્શિયલ યરની શરૂઆતથી જાળવીએ
પ્રામાણિકપણે આપણી “જવાબદારીઓની
બેલેન્સશીટ”!
Comments