" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી હે ક્યા ગમ
ક્યાં..." સવાર સવારમાં થોડીક ફુરસદ, હાથ માં ગરમ ચા, નજરો ન્યુઝ પેપર પર
અને કાન માં મેલોડીયસ મ્યુઝીક!
મ્યુઝીક અને પેપરના અલ્ટીમેટ એડીકશનમાં
અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા!
અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર. એકદમ સ્વીટ ,
ક્યુટ અને હેન્ડસમ ! – પ્રિન્સ.
પ્રિન્સના કિંગડમ –શર્માવિલા માં ચાલી
રહેલા “માં કા પ્યાર” ને જોઈ રહી હું લાઈવ.
"પ્રિન્સ, સ્વીટ-હાર્ટ,
શું થયું છે તને? આર યુ હન્ગ્રી? કે પછી ફીલિંગ
કોલ્ડ? ડાર્લિંગ કામ ડાઉન!"- મીસીસ શર્મા પ્રિન્સને શાંત કરવા એના
સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા.
{ હા જી, પ્રિન્સ ના સુંવાળા સફેદ વાળ છે. તમને શું લાગ્યું?
પ્રિન્સ એટલે મીસીસ શર્માનો સ્વીટ
ક્યુટ હેન્ડસમ ડોગી! ના , ડોગી કહીએ તો એમને દુખ થાય. પ્રિન્સ તો એમનો સન છે! }
"ગુડ મોર્નિંગ,
મીસીસ શર્મા, હું
બે-ત્રણ દિવસથી ઓબ્ઝર્વ કરું છુ,
પ્રિન્સને કદાચ ગળામાં આ ચેઈન કળે છે!
જુઓને ઘા પણ પડી ગયો છે!
એ તાજા ઘામાં ચેઈન અડે એટલે દુખતું
હશે! ખોટું નાં લગાડશો પણ , તમે એને ઘરના કમ્પાઉન્ડમાં ચેઈન વગર રાખો તો ચાલે નહિ? પ્રિન્સ તો કદાચ
લાંબા સમયથી તમારા પરિવારમાં છે, તો હવે તો યુ કેન ટ્રસ્ટ, નહિ?" – ફ્રીડમ
જીવમાત્રનો જન્મસિદ્ધ અધિકાર છે, કાયમ પ્રિન્સને બાંધેલો જોઈ થતું દુખ આજે પ્રગટ
થઇ જ ગયું.
"હા, કદાચ એટલે જ રડે છે! એમાં એવું છે ને, એના પાપા એના માટે
બહુ પઝેસીવ છે! યુ નો, બહુ લવ કરે છે પ્રિન્સ ને! આમ તો પ્રિન્સ ૩ વર્ષ થી અમારી સાથે છે, પણ તો પણ.. મેં પણ
એક-બે વાર પ્રિન્સના પાપાને સમઝાવ્યા પણ, એમને બીક છે કે બહુ છૂટ આપીશું તો
પ્રિન્સ વંઠી જશે કે ક્યાંક ચાલ્યો જશે! બહુ લાગણી છે પ્રિન્સ માટે એમને, એટલે! જુઓને હમણાં શિયાળામાં
ઠંડી બહુ છે તો આ ઉનનું કેવું સરસ કોટ સ્પેશીયલ પ્રિન્સ માટે લાવ્યા છે એના પપ્પા!
અને પ્રિન્સનો બેડ પણ તમે જોયો જ છે ને! અમારી જેમ પ્રિન્સ પણ ડનલોપના જ ગાદલા પર
સુવે છે! પ્રિન્સનું જમવાનું પણ અમે બહુ ધ્યાન રાખીએ! મારી બ્યુટી પાર્લરની
એપોઇન્ટમેન્ટ ભુલાઈ જાય પણ પ્રિન્સની બ્યુટી ટ્રીટમેન્ટ માટે હું બહુ કોન્શિયસ!
અમારા માટે તો પ્રિન્સ અમારો સન જ છે! અને રહી વાત આ ચેઈનની તો આતો ટેમ્પરરી
છે! એના પાપા એ એના માટે રેશમની મુલાયમ દોરી બનાવડાવી છે, આજ-કાલમાં આવી જ
જશે! "- મીસીસ શર્મા કદાચ પ્રોબ્લેમ સમઝતા હતા પણ લાચાર હતા - પ્રિન્સના પાપા
સામે, પ્રિન્સ ને ખોઈ દેવાના ડર સામે કે....
"આઈ અન્ડરસ્ટેન્ડ મીસીસ શર્મા, હું તો માત્ર પ્રિન્સના પરસ્પેકટીવથી
વિચારતી હતી. ડનલોપનો બેડ, ઉનનો કોટ, બ્યુટી ટ્રીટમેન્ટ, હેલ્ધી ફૂડ~ સાચે પ્રિન્સ લકી છે! પણ ... રેશમ ની ડોરી પણ છેલ્લે તો બંધન જ ને! અને જો તમારો આ પ્રેમ - વિશ્વાસ અને ફ્રીડમ આપવાની જગ્યાએ - શક , અવિશ્વાસ અને બંધન
જ આપે તો શું સાચે પ્રિન્સ લકી છે?" - કદાચ વધુ સંવેદનશીલ હોઉ એક શ્રાપ જ છે! હું અનુભવી શકી પ્રિન્સના
ઘા- જે ગળા પર રાતા હતા એ અને જે એના દિલ પર કાળા ધબ્બ રહી ગયા હશે એ પણ!
***
" આઝાદીયા , આઝાદીયા .. માંગે સે કભી નાં મિલે ...." - મોબાઈલમાંથી શબ્દો સરી જતા હતા જાણે! સાચું ખોટું હરી જાણે!
આઝાદી માંગતા સુરીલા ગીતની સાક્ષીએ
જ મારા આપેલા સો-કોલ્ડ ફ્રીડમ માટેના ભાષણની
વિરુદ્ધ કૈક પાછલા થોડા દિવસોમાં બનેલું, રીવાઈન્ડ થઇ રહ્યું - સબ કોન્શિયસ માઈન્ડમાં!
***
સીન : ટ્રેનનો ખીચોખીચ ભરેલો લેડીઝ કમપાર્ટમેન્ટ, એક સામાન્ય સવાર, થોડા સામાન્ય મુસાફરો.
"મુબારક હો! સો ફાઈનલી તમારું ડીપાર્ટમેન્ટ એક્સ્પાંડ થાય છે! નવી
માસ્ટર્સની બ્રાંચ આવશે! એટલે હેડ તો તમે જ બનવાના! કેટલું બધું શીખવા મળશે- નવી
ચેલેન્જીસ, નવા પ્રોજેક્ટ્સ!"- મારી સામેના જ બર્થ પર કાયમના યાત્રી એવા
સ્નેહાદીદીની બાજુમાં જગ્યા કરતા કરતા શ્વેતા શુભકામના આપી રહી.
સ્નેહાદીદી એક વિખ્યાત ઈજનેરી
કોલેજમાં પ્રોફેસર છે અને નાની ઉમરમાં પી.એચ.ડી. કરીને પોતાને ગમતા વિષયમાં રીસર્ચ
અને નવા પ્રોજેક્ટ્સ કરવામાં કાયમ જ બીઝી રહે છે. આમ છતાં કુટુંબને પૂરી
પ્રાયોરીટી આપે જ છે. ઘણી વાર નવાઈ લાગે તો ઘણી વાર ઈર્ષ્યા પણ થાય એટલી સરસ રીતે
બેલેન્સ કરી જાણે જોબ અને પરિવાર ને!
અને શ્વેતા પણ એક પ્રાયવેટ કંપનીમાં
એચ.આર.માં સારી પોસ્ટ પર છે. પોતાની આવડત અને ડીગ્રી સાથે સાથે લડાયક મિજાજને કારણે
કદાચ પ્રાયવેટ કંપનીના પોલીટીક્સમાં પણ અડગ અને સફળ છે!
ઈયર ફોન્સ કાઢી હું સાંભળી રહી બે
અસાધારણ મહિલાઓનો સંવાદ.
"મેં નાં પાડી દીધી. આટલી મોટી રીસ્પોન્સીબીલીટી લેવા, આઈ એમ નોટ રેડી!
સ્પેશિયલી એઝ આઈ એમ કમ્યુટીંગ. આમ પણ ઘેર બધા મારા અપ-ડાઉન અને જોબને લઈને
સ્ટ્રેસડ રહે છે. બંને દીકરીઓનું સ્ટડીઝ, મોમ ડેડની તબિયત ઢ્ચું-પચુ અને એમાં વળી આ નવી જવાબદારી લઉં તો ડાયવોર્સ જ ના થઇ જાય? મન તો થયું એક વાર પણ.. થાય એ તો! "- એકદમ સહજતાથી
સ્નેહાદીદીએ એમની મજબૂરી સમઝાવી દીધી! રીસ્પોસીબીલીટી પૂરી કરવા એકદમ સક્ષમ
અને દિલ થી તૈયાર પણ... નહિ કરાય..પ્રાયોરીટીઝ!
" હા, કદાચ, યુ આર રાઈટ. પણ એક વાત પૂછું? તમારા પતિદેવને પણ હમણાજ એક પ્રમોશન મળ્યું ને? અને એના લીધે જ તો એમને હમણાંની પ્રોફેશનલ ટુર્સ પણ વધારે રહે છે! તો પણ એમણે તો પ્રમોશન લીધું ને? આઈ મીન.."- જરાક જુદા મિજાજ અને સ્વભાવ હોવાથી કે પછી કદાચ ઉમરસહજ મેચ્યોરીટીના અભાવે શ્વેતા નાં પચાવી શકી આ મજબુરીનો મુરબ્બો!
"હા, પણ યુ નો રીયાલીટી. કોઈ એકને તો સમઝવું જ પડે ને! કોમ્પ્લીકેશન
વધે એના કરતા, આપણને આટલી ફ્રીડમ તો મળે છે કે જોબ કરાય છે! એમ વિચારીને થોડું
જતું કરવાનું." - કેટલી સાચી વાત કેટલા સીધા શબ્દોમાં કહી દીધી!
હું અપલક નજરે સ્નેહાદીદીને જોઈ રહી!
મૌન આંખોમાં કૈક તો બોલાઈ રહ્યું હતું! કદાચ મને થોડું થોડું સમઝાઈ રહ્યું હતું!
" તો પણ, આવો ચાન્સ કેમ કરીને જવા દેવાય? યુ આર ડીઝરવિંગ! જો આ જ ઓપર્ચ્યુંનીટી
તમને બરોડામાં મળી હોત તો તમે નાં પાડી હોત?" - પ્રાયવેટ ફર્મમાં
આટલી મોટી તક મળવી કેટલી મુશ્કેલ છે એ સુપેરે જાણતી, શ્વેતા કદાચ ના સમઝી શકી આ "નાં"ની
પાછળ નું લોજીક!
"એમ તો તું પણ ડીઝરવિંગ છે એ વર્કશોપ માટે જેના માટે તને તારી કંપની ખુદ પ્રમોટ કરી રહી છે! તારા નેક્સ્ટ પ્રમોશન માટે આ ટ્રેનીંગ વર્કશોપ કેટલી જરૂરી છે અને આ તક માટે તારા જ લેવલ પરના તારા સહકર્મીઓ કેટલા ડેસ્પરેટ છે એ તે જ મને કહ્યું છે! તો પણ તું નથી જવાની , કેમ? મહારાષ્ટ્રની જગાએ સુરત કે બરોડામાં
વર્કશોપ હોત તો તું મિસ કરતી? તો મહારાષ્ટ્ર કેમ નહિ?"-એક સવાલથી શ્વેતા અને એની બધી દલીલો, લડાયક મિજાજ અને ઇન્ટેલેક્ચ્યુઅલ એબીલીટીસ જાણે એક સાથે સાયલેન્ટ મોડમાં જતા રહ્યા!
ના કોઈ દલીલ, ના પ્રતિ-દલીલ!
કદાચ દલીલ અને સંવાદમાં જે અજંપો અને
સવાલ હતા એ વધુ હુંફાળા હતા.. આ મજબૂરીની શાંતિ કરતા!
એક રેશમી ડોરી મને
દેખાઈ રહી, મારા ગાળામાં, સ્નેહાદીદીના ગળામાં, શ્વેતાના ગાળામાં અને કદાચ આજુ બાજુ ના દરેક
"શી"જેન્ડરના ગળામાં!
***
આપણા સભ્ય, સંસ્કારી અને સુઆયોજિત
સામાજમાં હર હમેશ સ્ત્રી “સેકન્ડ સેક્સ” જ રહી છે!
જીવવા, બોલવા, ભણવા, જોબ કરવા, સપના
જોવા- એને પરમીશન લેવી પડેછે -પોતાનાજ સો-કોલ્ડ સ્વજનો પાસે!
સ્નેહી સ્વજનો આ પરમીશન આપી- બહુ મોટી
ફ્રીડમ આપી દીધી કે બહુ મોટો ઉપકાર કરી દીધો એવો અહેસાસ કરાવી વારે વારે માંગે છે
બલિદાન-ત્યાગ અને સમર્પણ!
બંધન ભલે લાગણીઓ, પ્રેમ, પઝેશન કે
જવાબદારીઓનું હોય, વારે વારે ઘસાય ત્યારે ઊંડો ઘા કરે છે- અદ્રશ્ય અને અસહ્ય!
આવો જીવીએ આપણી જીન્દગી આપણી સ્પેસમાં
અને જીવવા દઈએ આપણા પરિવારની મહિલાઓને પણ બંધન વગર- મુક્ત પણે!
Comments