Skip to main content

લાઈફ સફારી~૧૪: પાણો ભરે તો પાણો આવે!સીન - ૧ :: 
એક રીલેટીવના ઘેર સીમંત [ સીમંત સાઉન્ડ્સ એલ.એસ. -બેબી શાવર કેહવાય હવે! ] નો પ્રસંગ.

"હીર, તું અંદર લેડીઝ સેક્શનમાં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છે? આજે તો તારે વટમાં રહેવાનું છે, જેઠાણી બનીને ખોળો ભરવાનો છે દેરાણીનો! તારે તો આજે બધી વિધિ ડીટેલમાં જોવી હતી એમ તું કહેતી હતી અને સવારે તો તું સુપર એક્સાઈટેડ હતી, અત્યારે કેમ બેટરી ડાઉન છે?" - ચાનો કપ મારા હાથમાં પકડાવી હીરના પતિદેવે પૂછ્યું.
હીરને કદાચ આ પ્રશ્નનો જવાબ જ નથી આપવો પણ એની આંખો એના કરતા વધુ બોલકી છે!
"કઈ નહિ, એ તો અંદર બહુ સફોકેશન-ભીડ છે એટલે મેં વિચાર્યું કે બહાર હિંચકે શાંતિથી બેસુ! અને ખોળો મારે નથી ભરવો, આઈ ટોલ્ડ યુ! હું આ બધા રીતી-રિવાજોમાં નથી માનતી. કીપ મી આઉટ ઓફ ઓલ ધીસ! " – હીર જવાબ તો આપી ગઈ પણ નીચી નજરે. સામે જુએ તો આંખો સાચું બોલી જ દેવાની છે! હીરની આંખો બે જ પરિસ્થિતિમાં ઢળી જાય, સંજોગવશાત જુઠ્ઠું બોલવું પડે ત્યારે કે પછી રડું આવે ત્યારે અને એના પતિદેવને સુપેરે ખબર આ ઢળતી આંખોના કોડ્સ અને કન્ડક્ટ!
હીર નજર છુપાવી રહી પોતાના જીવનસાથીથી. કાયમ લડી લેતી અને ખોટું કદાપી નાં જ ચલાવી લેતી હીર આજે એકદમ નિસહાય અને પરાજિત ફીલ કરી રહી.
ને આ આંખોની સંતાકુકડી વચ્ચે બધાજ પ્રશ્નોનાં જવાબ આપી દે એવો વાર્તાલાપ સંભળાયો... 
" હીર ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને, અંદર દેખાતી નથી.  " – એક અનેહી બીજા સ્નેહીને.
"હીરને મેં બહાર બેસાડી છે- હિંચકે, બા અને બીજા વડીલો ના પાડતા હતા. રીતી-રીવાજો અને ધાર્મિક માન્યાતો વર્ષોથી ચાલી આવે છે એ કઈ સાવ પોકળ તો નાં જ હોય! હીરનાં લગ્નને  ૫ વર્ષ થયા તો પણ હજુ ખોળો ખાલી છે! બા કહેતાતા એનો પડછાયો પણ આવા શુભ પ્રસંગમાં નાં લેવાય! મન તો મારું પણ કચવાયુ પણ ... નાં કરે નારાયણ અને કઈ અજુગતું થયું પછી તો! વડીલો કહે એ વાત માનવામાં જ ભલાઈ છે –હું તો કહું!"- બીજા સ્નેહી સમઝાવી રહ્યા આજુબાજુના શ્રોતાગણને. અને સંસ્કાર, મર્યાદા, રીતી-રીવાજો અને સંસ્કૃતિના રખેવાળ એવા બધા સ્વજનો એક સાથે સંમત પણ થયા!
"મેં જોયું હમણાં જ ચારથી પાંચ જણાને મમ્મી અને બા સો-કોલ્ડ સફોકેટેડ એરિયા- ભીડમાં આગ્રહ કરી કરીને લઇ ગયા! અને આ બેકગ્રાઉન્ડ સ્ટોરી સાંભળ્યા પછી તો હું સ્તબ્ધ છું. આઈ ફીલ ધે આર સીક, એન્ડ ધે નીડ ટ્રીટમેન્ટ! હવે વધુ અહી હાજર રહી પોતાની જાતને અપમાનિત કરવાની જરૂર નથી, લેટ્સ મુવ! " - કારણ જાણીને અને જોઈને હીરનો શિક્ષિત અને સમઝદાર જીવનસાથી અકળાયો, પોતાના કુટુંબનાં સંકુચિત માનસ માટે દયા અનુભવી રહ્યો!
અને અત્યાર સુધી હીરની આંખમાં અટવાઈ રહેલા બધા આંસુ એકસાથે બહાર આવી ગયા... 
***
સીન-૨ :: 
ઉપરના પ્રસંગ બાદ ૩ વર્ષ પછી ફરી એક સ્નેહી-સ્વજનનાં ઘેર સીમંતનો પ્રસંગ. હીર પોતાની ૨ વર્ષની જુનીયર હીરને લઈને સ-પરિવાર હાજર.
"કાકી , હું ખોળો નહિ ભરું ... " – હીરે પોતાના કાકીસાસુને રીક્વેસ્ટ કરી, એક ક્ષોભથી .
"કેમ? આપણે પહેલેથી આ વાત કરી જ છે- આપણા ઘરમાં બધાની હાજરીમાં નક્કી કર્યું છે કે નાની વહુનો ખોળો તું ભરીશ! હવે કોઈ બહાના નથી કરવાના. ચાલ, આગળ ગોઠવાઈ જા, મહારાજ બુમો પાડે છે! "-  કાકીજીએ પ્રેમથી પોતાની લાડકી હીરના માથે હાથ ફેરવીને કીધું! 
ધાર્મિક વાતાવરણ અને મંત્રોચ્ચારભર્યા સાત્વિક વાતાવરણમાં એક અદભુત શાંતિ અને આનંદ ફેલાયેલો હતો- નવા બાળકને આવકારવા અને આશીર્વાદ આપવા!
બ્રાહ્મણના કહેવા પ્રમાણે હીર ખોળો ભરવા પોતાની દેરાણી સાથે ગોઠવાઈ ગઈ. આખા ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું છતાં હીરના મનઃપ્રદેશમાં કૈક અજંપો અને અકળાત વર્તાઈ રહ્યો.
"ખોળો કોણ ભરવાનું છે ? "- એક સ્નેહી બીજા સ્નેહીને પૂછી રહ્યા.
"હીર ખોળો ભરવાની છે! "- જવાબ સાથે એક ઈશારો, અજીબ ભાવ સાથે.
"પણ હીર કેવી રીતે ખોળો ભરી શકે? બાએ કેવી રીતે હા પાડી? એને તો બેબી છે ને? તમારે વડીલ થઈને સમઝણ નાં અપાય? " – બે આંખોના ઈશારા અને બીજી બાવીસ આંખોમાં કૈક અજબ પ્રશ્નો અને આશંકાઓનો સળવળાટ! 
" અરે મેં તો પહેલા જ કીધું, પણ મારું સાંભળે કોણ છે? આ વાળ કઈ એમજ સફેદ થોડા થયા છે? દુનિયા જોઈ છે, ભલે માનો કે નાં માનો- વર્ષોથી ચાલી આવતા રીતી-રીવાજો કઈ સાવ ખોટા નાં જ હોય! હશે જેવી એમની મરજી - પાણો  ભરશે તો પાણો જ આવશે !!! “- પ્રતિષ્ઠિત વડીલનાં જાણી જોઈને મોટેથી બોલાયેલા શબ્દો ચીરી ગયા હીરનું હૈયું.
બે ઘડી હીર જાણે કોમાંમાં સારી પડી. મગજ બંધ થઇ ગયું અને એક જ વાક્ય ઘૂમરાવા લાગ્યું - પાણો ભરશે તો પાણો જ આવશે! ... 
નિશબ્દ, નિસહાય અને સંસ્કારી હીર પ્રસંગની નાજુકતા જોઈ ધીરેકથી બહાર નીકળી ગઈ.
સફોકેશન અને ભીડથી દુર, હિંચકે જઈને બેઠી.
પરિસ્થિતિ અને ખોટી વાત સામે લડી લેવાનો જોમ અને જુસ્સો રાખતી હીર આજે હારી ગઈ, પોતાનાઓની  સામે જ!
મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પોતાના સ્વજનોની સામે લડવાનું વિચારીને જે અનુભવતો હશે એજ મનોદશા હીર પણ અનુભવી રહી.
***
શા માટે આપણે કરી રહ્યા છે હીરની ચિંતા?
હીર એટલે કોણ?- હું, તમે અને આ વાંચનાર કોણ જાણે કેટલી લડ્યા વગર હારી ગયેલી સો-કોલ્ડ સંસ્કારી, સુશીલ અને સભ્ય આત્માઓ!   
"પાણો ભરે તો પાણો જ આવશે! "- તો આ પાણો એટલે કોણ?  
અને તો પછી હું શું છુંતમે શું છો?
માં બન્યા વગર આપણી કોઈ જ ઓળખ જ નથી
અને જો સ્નેહી, સંબંધી અને સમાજ આવા જ હોય- જડ,લાગણી વિહીન અને જર્જરિત માનસિકતાવાળા, તો કદાચ આ સંસ્કૃતિ અને સમાજ ત્યાગી જંગલમાં જઈ એકલું વસવું વધુ સુખદ નાં બની રહે? 
ટેકનોલોજી અને પ્રગતિના લેક્ચર ઝાડતા આપણે- શું સાચે જ જે કહીએ છે એનું અનુકરણ કરી શકીએ છે?
કેમ સંસ્કાર, સભ્યતા, રીતી-રીવાજો અને મર્યાદાનાં નામે પોતાના સ્વ-માન અને પોતાની આગવી વિચારસરણીને એક નાની સરખી રજૂઆત કે લડાઈ વગર જ હારી જઈએ છે- સામે ચાલીને?
સમાજ અને પરિવાર આપણાથી જ બને છે. સહન કરી લઈને અને ખોટી પ્રથાઓને જાળવી રાખીને આપણે નિર્માણ કરી રહ્યા છે એક પંગુ, બીમાર અને રૂઢીચુસ્ત સમાજનું!
આવો, લાવીએ બદલાવ અને શરૂઆત કરીએ પોતાની જાતથી.
જર્જરિત અને અમાનવીય વિચારો અને રીતી-રીવાજો ને સામુહિક તિલાંજલિ આપી અપનાવીએ નવો માનવીય-અભિગમ.

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…