લાઈફ સફારી, પેજ-૩, વુમન્સ ગાર્ડિયન , ગુજરાત ગાર્ડિયન |
“મોમ- ડેડ, વ્હાય ડોન્ટ યુ
લિસન ટુ મી? હું નહિ આવું ‘એમના’ ઘેર. એક વીક-એન્ડ માટે તો શું એક કલાક માટે પણ
નહિ. ડોન્ટ ફોર્સ મી પ્લીઝ.”- સંભળાયો તમને એ અણગમા અને ગુસ્સા થી તરડાયેલો ૧૩-૧૪
વર્ષનો ટીનએજ અવાજ? તો કેમ મહેસુસ નાં થયો એમાં છુપાયેલો અકળાટ, ધૂંધવાટ અને
ગૂંગળામણ?
“નો આર્ગ્યુંમેન્ટસ, યુ આર
સ્ટીલ અ કીડ. “ – પાપા ની લાલઘૂમ આંખો,
મમ્મી નો છણકો અને ડીસ્કશન પર ફૂલસ્ટોપ.
“આઈ એમ નોટ અ કીડ એની-મોર-
આસ્ક ‘હિમ’, યોર બ્રધર્સ સ્પર્મ્સ. આઈ હેટ ‘હિમ’.”- સંભળાયો તમને એ નકાર, અને અનુભવાયુ એનું બદલાઈ રહેલું,
બગડી રહેલું વર્તન. બેદરકારીથી તમે અવગણી ગયા એના સિલેક્ટીવ શબ્દો થી એણે
પ્રોજેક્ટ કરેલી ‘હેટ સ્ટોરી” અને જુજ શબ્દોમાં એણે કહી
દીધેલી એ અઢળક વેદના.
“ભાઈ કહેવાય ‘એને’. “- સટાકનાં અવાજ સાથે ગાલ પર જડાઈ ગયેલો એક તમાચો , અંધારું
અને અકળામણ. પોતાના સંસ્કારો આટલી હદ સુધી તરડાઈ ગયાનાં આઘાત માં તમે કેમ નાં
અનુભવી શક્યા એ તરડાવાની મજબુરી અને કારણો?
આજકાલ ની બેજવાબદાર અને બગડી ગયેલી પેઢી ને કોસતા તમે લાઈટ બંધ કરી અને ધબ્બ
કરી દરવાજો બંધ કર્યો. કેમ કરતા તમને નાં સંભળાયા લાઈટ બંધ થતા જ ચાલુ થઇ ગયેલા
એના ડુસકા?
***
“બેબુ, અમે ક્લબ હાઉસ માં
જઈએ છે. રાતે લેટ થશે, તું અને ભાઈ જમી લેજો, અમારી વેઈટ નાં કરશો. “- તમે એક હળવી કિસ દીકરીના ફોરહેડ પર કરતા કહ્યું અને છતાં
એની ભીની આંખોની એ આજીજીઓ કેમ તમને એનું રૂટીન નાટક જ લાગી?
“મોમ-ડેડ , મારે પણ સાથે
આવવું છે. પ્લીઝ..” – તમે ધરાર કાયમ ની જેમ
નાં જ પાડી દેવાના છો છતાં આજીજી કરી રહેલી એની આંખો માં તમને કેમ અજુગતું થવાનો
ભય ક્યારેય નાં દેખાયો?
“યુ આર સ્ટીલ અ કીડ. પાર્ટી
માં આવવા તું હજી નાની છે, બેબુ. ભાઈ સાથે ટીવી જોજે, બુક્સ વાંચજે અને વહેલા ઉંઘી
જજે. “- દરવાજો બંધ થતા ખુલી
ગયેલી બેબસી, અચકાટ અને ...
***
“પ્લીઝ, મને નથી જોવું આવું મુવી, આ ગંદુ છે. મને
નથી ગમતું.”- ધરાર ભીંસી રાખેલી એ આંખો નાં પાડી રહી.
એ સ્પર્શ.. ફરીથી. કેમ?
“પ્લીઝ, નહિ , મને આવું નથી ગમતું.“- એ નકાર છતાં વધી રહેલો સ્પર્શનો વિસ્તાર. કૈક
નાં ગમવાનો, કૈક ખુબ ગંદુ થવાનો અનુભવ અને સાથે એ અજુગતા સ્પર્શની કૈક જુદી ફીલ ની
મુંઝવણ.
એ સ્પર્શની સો-કોલ્ડ રમતનો વિરોધ ના કરી શકવાની અસહાયતા- અણસમઝ.. અને એ વિરોધ
ના કરવાને સહમતી ગણી વધી જતી હિંમત અને હેવાનિયત.. અને એ રમત માં પેસીવ હોવા છતાં
શામેલ હોવા માટે પોતાની જાત માટે આવતી નકારાત્મક અને ગંદી ફીલ.
“ગંદુ” – માત્ર એકજ શબ્દ , એક જ સમઝ?
શું થઇ રહ્યું છે? હવે શું કરવું? કોને કહેવું? કઈ રીતે વિરોધ કરવો? કઈ કઈ
વાતો માં વિરોધ કરવો? - અગણિત સવાલો થી
થીજી ગયેલી ટીનએજી શુષ્ક આંખો..
જવાબ કોણ આપશે?
***
“આઈ સેઈડ નો. એન્ડ આઈ એમ નોટ કીડ એનીમોર. મારું લગ્ન છે, હું ડીસાઈડ કરીશ મારું
કન્યાદાન કોણ કરશે.” – દીકરી ના ઉંચા અવાજ થી હર્ટ થઇ ગયેલા તમે કેમ હજુ ઓબ્ઝર્વ નાં કરી શક્યા એ
છુટક છુટક વીક-એન્ડસ ના આફ્ટરશોકસ જેવા બેબુના એગ્રેસીવ, ઈમ્પલ્સીવ અને રુડ
બિહેવિયર પાછળ ના રીઝન?
“એ તારો એકનો એક ભાઈ છે બેટા, પિતરાઈ છતાં સગા જેવો જ..”-તમારા સંબંધો નું ગણિત આજે તમારા બધા લોજીક્સ
ને ધરાશાયી કરી દેવાનું છે કદાચ.
“યોર બ્રધર્સ સ્પર્મ હી ઇઝ! જે ગંદા હાથો મને... એ મારું કન્યાદાન નહિ જ કરે.
ઈટ્સ માય ડીસીઝન.”- તમારી બેબુ નાં સકારણ અડધા બોલાયેલા શબ્દો જોડી રહ્યા બધા ઈશારા જે આજ સુધી
એ કરી રહી, અને તમે ના સમઝી શક્યા!
શું ચુકાઈ ગયું? કઈ રીતે ભૂલ થઇ ગઈ? શું થયું હશે? કેમ કરીને સહ્યું હશે? –
સવાલો અગણિત.પણ જવાબ , હવે વ્યર્થ!
પોસ્ટ પશ્યાતાપ નું પણ પોસ્ટમોર્ટમ જેવું જ છે- નિરર્થક ...
***
વાત માત્ર શી-ચાઈલ્ડની નથી. બાળકો ની મુગ્ધતા અને માસુમિયત ને વળી કેવું
જેન્ડર?
વાત કરવી છે - “ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ” ની .
આપણે સૌ, થોડે ઘણે અંશે, જાણે- અજાણ્યે, પોતાનાં સ્વજન કે સ્નેહીજન દ્વારા
ઇમોશનલી કે બહુધા ફીઝીકલી સેક્સ્યુઅલી મોલેસ્ટ
થયા જ છીએ. છતાં ક્યારેય આપણે આ એબ્યુઝને અટકાવવા, જરૂરી અવેરનેસ લાવવા કૈક ઠોસ
કર્યું છે?
“સેક્સ” શબ્દ ને જ ગંદો કહી નાક ચઢાવનારા સીવીલાઈઝ્ડ
અને એજ્યુકેટેડ આપણે, જે શબ્દ સામાજિક પાયાનો મૂળ ભાગ છે, એને જ ધુત્કારી, નકારી
એની સમજ બાળકો ને આપવાનું ચુકી રહ્યા છીએ.
વાત બહુ ચર્ચિત મુદ્દો – ‘સેક્સ એજ્યુકેશન જરૂરી કે નહિ?’ એ નથી !
વાત માત્ર બાળકો માં પ્રિલીમીનરી સેક્સ અવેરનેસ રોપવાની છે, શારીરિક , હોર્મોન
ડ્રીવન – કે જેથી તેઓ ‘સારા સ્પર્શ’ અને
‘ખરાબ સ્પર્શ’ વચ્ચે ફરક સમઝી શકે.
માતા-પિતા, શિક્ષકો કે વડીલો – કોઈએ તો પહેલ કરવી જ રહી, મિત્ર સહજ માર્ગદર્શન
આપી, યોન-શોષણ અંગે ની સાચી અને સ્પષ્ટ માહિતી વાર્તા કે અનુભવ સ્વરૂપે સમઝાવવાની.
જેથી કરીને જરૂર પડ્યે બાળક સમયસર વિરોધ કરી એબ્યુઝ અટકાવી પણ શકે અને વડીલો સમક્ષ
હીનતા ની ભાવના વગર- સ્પષ્ટ શબ્દો માં પોતાની યાતના કે ફરિયાદ રજુ પણ કરી શકે.
બાળકો પર નિયમો કે પાબંદી લાદવાથી કે એમના પર ચાંપતી નજર રાખવાથી નહિ, બાળકો
સુરક્ષિત અને સ્વસ્થ રહી શકશે એમને અને એમના કહેલા કે નાં કહી શકાયેલા શબ્દોને
/લાગણીઓને પણ સમઝી, વખતસર જરૂરી માર્દર્શન કે ઉકેલ આપવાથી.
યાદ રહે , ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ રોકવા સાવચેતી રાખવાની જરૂર ઘર ની બહાર કરતા
અંદર વધુ છે કેમકે શોષણ કરનાર બહુધા વિશ્વસનીય વર્તુળમાંનાં સ્નેહી- સ્વજન જ હોય
છે!
સમય પર પ્રિલીમીનરી સેક્સ એજ્યુકેશન દરેક બાળકનો અધિકાર છે જે ચાઈલ્ડ સેક્સ
એબ્યુઝ અટકાવી શકે છે.
Comments