૧ જાન્યુઆરી,૨૦૧૩ - ન્યુ યર સ્પેશિયલ - ગુજરાત ગાર્ડિયન |
બીપ..બીપ..બીપ...
લેપટોપની ટપ ટપ દબાતી કીઝ ની સાથે હાર્મની માં દર મિનિટે મોબાઈલ ની બીપ પણ સુર
પુરાવી રહી..
વોલ ક્લોક ટીક ટીક કરી
સ્લીપિંગ માટે સીડયૂસ કરી રહી તો સામે લટકતું કેલેન્ડર પણ પ્રોજેક્ટ ની ડેડ લાઈન
બતાવતું કિલિંગ સ્માઈલ આપી રહ્યું.
બીપ.. બીપ.. બીપ..
“હેપ્પી ન્યુયર” નાં સ્ટીરીઓટાઈપ, ફોર્વર્ડેડ, સંવેદનાહીન સંદેશાઓથી
મોબાઈલનું મેસેજ્બોક્સ અને મારી ધીરજ બંને ઓવરલોડ થઇ ગયા.
કોડીંગ કરતા ગૂંચવાઈ ગયેલું
દિમાગ વિચારી રહ્યું – “દર વર્ષે ૩૧ મી ડિસેમ્બરે
અચૂક બદલાઈ જતા કેલેન્ડર સિવાય લગભગ બાકી બધુજ રાબેતા મુજબ એકજ ઘરેડ માં ચાલ્યા
કરે છે, વર્ષો થી,સદીઓ થી ... તો – એને “ન્યુયર” કેવી રીતે કહેવાય? ”
આ નવા વર્ષ માં નવું શું છે???
મોબાઈલ ને સાયલેન્ટ મોડ પર
મુક્યો ત્યારે છેક દિમાગ ની રીંગ લાઉડ થઇ..
૯૦ ડીગ્રીએ ટટ્ટાર બેસીને
શરુ કરેલું પ્રોજેક્ટ વર્ક પુરુ થતા થતા હું ૨ ઓશિકાના સહારે જેમતેમ ટકીને ૧૮૦ ની ડીગ્રી એ પહોંચી ગઈ.
***
વોલ ક્લોક માંથી કૂકૂ બહાર નીકળી તીણા અવાજે ટહુકી રહી, મારી આંખો પરાણે નાં
ઉઘડી ત્યાં સુધી!
“હે ભગ્ગુ, ૯ વાગી ગયા! હાઉ આઈ કેન બી સો કેરલેસ? ” – મોડા ઉઠવાનો
અપરાધભાવ, ઓફીસ જવાની ઉતાવળ, બાળકોને ટાઈમ પર તૈયાર કેમ કરવા એ ચિંતા અને લંચ પણ
લેટ નાં થઇ જાય એની તકેદારી – એક સાથે કેટકેટલું દિમાગ માં ફરી વળ્યું!
“”મોમ , ઈટ્સ ટી
ટાઈમ! લુક એટ ધીસ, ગરમ ગરમ પરાઠા, જસ્ટ ફોર યુ!” “- ૧૩ વર્ષનો
મારો હેન્ડસમ સન હાથ માં કલરલેસ-શેપલેસ છતાં યમ્મી દેખાતા પરાઠા સાથે ચા લઈને મારી
સેવામાં.
નાં, હજી આ તો સપનું જ હોઈ શકે!
““ઈટ્સ ગલ્ઝ જોબ.. – આ તો છોકરીઓવાળું કામ..” “- એમ કહી ધરાર સોંપેલા કામને નાં પાડી દેનાર, મારી રિયાસત નો
પાટવી કુંવર આજે પોતાનાં જ અસુલો તોડી રહ્યો છે- ““કોડેક મુમેન્ટ ઇટ
ઇઝ!” – મેં વિચાર્યું..
““ડોન્ટ સ્ટેર લાઈક
ધીસ. આ પરાઠામા આલુ સાથે મારો પ્રેમ પણ છે! તું સવારે લેઈટ સુધી કામ કરતી હતી તો વી થોટ -યુ નીડ રેસ્ટ. અને મોડા ઉઠીને તું
પેનીક નાં થઇ જાય એટલે અમે લંચ બનાવી દીધું – જોકે શું બનાવ્યું છે એ પૂછવાની મનાઈ
છે! અને હવે આજના મુખ્ય સમાચાર – આપણા મિસ્ટર
હેન્ડસમ-સન્ની અને મિસ રોકસ્ટાર- ગિન્ની, આજથી
રોજ સવારે બ્રેકફાસ્ટ બનાવશે- જેન્ડર બાયસ વગર,એશેન્શીયલ કુકિંગ સ્કીલ્સ શીખવા.
હું પણ સવારે ક્લીનીંગ અને લંચ પ્રીપરેશન માં તને એક-બે હાથ કરાવીશ- એ બહાને તારી
સાથે ટાઈમ સ્પેન્ડ પણ થશે અને બાળકો પણ લોડ શેરિંગ શીખશે! ” – ન્યુઝ પેપર અને
ટ્રેડીંગ માં જ ખોવાયેલા પતિદેવ આખરે મને મળ્યા પાછા ...અનબીલીવેબલ, હું વિચારી
રહી - આજે “”ડુમ્સડે”” તો નથી ને?
એક નવી તાજગી સાથે એક નવી સવાર માં હું સાચે જ કઈ નવી ઉર્જા અનુભવી રહી!
અને કાલે રાતે ડીનર ટેબલ પર જેન્ડર
બાયસ વગર વર્ક ડીસ્ટ્રીબ્યુશન માટે અથવા એટલીસ્ટ સેલ્ફ રીલાયંટ થવા માટે કરેલી ખાટ્ટી
મીઠ્ઠી તકરાર જાણે એકદમ વર્થ બની રહી.
***
રીવાઈન્ડ....રીવાઈન્ડ... રીવાઈન્ડ ..
“ મારો મુદ્દો મારું કામ ઓછું કરવાનો નથી! હું છેલ્લા ૧૫ વર્ષથી હસી ખુશી બધું
મેનેજ કરું જ છું , ખેંચાઈ જાઉં છું તો પણ! વાત છે મેચ્યોર થવા પર પોતાની જવાબદારી
સામેથી લઇ લેવાની અને પોતાનું કામ એટલીસ્ટ જાતે કરતા સીખી જવાની! મેલ કે ફીમેલ
બંને ને કિચન થી લઈને બેન્કિંગ સુધી નું એટલીસ્ટ બેઝીક નોલેજ તો હોવું જ જોઈએ!
સંજોગવશાત એકલા સર્વાઈવ કરવા સક્ષમ બનવા! આ હું વર્કિંગ વુમન છું એટલે જ નથી કહેતી,
હું હાઉસ વાઈફ હોત તો પણ આજ ઇનસીસ્ટ કરત. મુદ્દો “માં” તરીકે મારું કામ ઓછું કરવાનો નહિ, ઉમર થયે ધીમે ધીમે પોતાનો બોજો જાતે ઉઠાવા તમને
સક્ષમ કરવાનો છે! – સો, નો મોર આર્ગ્યુંમેનટ્સ . આ નવા વર્ષ થી - સન્ની અને ગિન્ની
બંને ને કુકિંગ પણ શીખવું પડશે અને બેન્કિંગ ને ટ્રેડીંગ પણ! – નો જેન્ડર બાયસ...
બી હ્યુમંસ – મેલ ને ફીમેલ્સ તો ઢગલો બને છે!” – મારો અભિપ્રાય ડીનર ટેબલ પર રજુ કરતા અંદરથી
હું જાણતી જ હતી કે એક જ રાત માં કઈ “નવું” નથી જ થવાનું! આ વર્ષો અને સદીઓ થી ચાલી આવતી
વિચારધારા આમ જ ચાલતી રહેશે, મારા નવા વિચારોથી સમાજ ની જડ વિચારધારામાં નાવીન્ય
નૈ જ આવે!
તો પણ હું લડી... કૈક “નવું” કરવા !
***
અચાનક જાણે હળવું ફૂલ મહેસુસ થયુ.
સન્ની અને ગિન્ની ને સ્કુલે રવાના કર્યા. પતિદેવ નો લંચબોક્સ પેક કરી , હું પણ
ઓફીસ જવા નીકળી.
ઘર થી બસસ્ટેન્ડ સુધીનો રસ્તો આજે ઉત્સાહમાં જાણે ટૂંકો થઇ પડ્યો!
રોજ ની જેમ જ ૨૦૦ નંબર ની બસ દુરથી આવતી દેખાઈ... પણ એ રોજીંદી ઘરેડ માં આજે
કૈક નવું છે ..
સવાર નાં સ્કુલ અને ઓફીસ જવાના પીક અવર્સ માં ,બસ ની ચિક્કાર ગિરદીમાં પણ જાણે
મને તો મારી સ્પેસ મળી જ ગઈ આજે!
“ બેન, બેસો તમે.. હું તો ઉભો રહીશ. આજકાલ ની જનરેશન માં સ્ત્રી દાક્ક્ષન્ય ની
ભાવના જ જાણે નથી! ” – એક મારી જ ઉમરના સજ્જન મને ઉભી જોઈ સંસ્કારવશ તરત પોતાની સીટ પરથી ઉભા થયા.
“આભાર. પણ હું સક્ષમ છું , ઉભા રહેવા. ફીમેઇલ તરીકે મને કોઈ સ્પેશિયલ ફેસીલીટી
નથી જ જોઈતી! ” – કદાચ મારી ખુદ્દારી સજ્જન સાહેબને તુમાખી લાગી પણ કદાચ મારે “નવા વર્ષમાં” નવેસર
થી હ્યુમન- માણસ તરીકે ની ઓળખાણ શરુ કરવી છે, મારી અને મારી આસપાસ બધાનીજ ,,,મેલ-ફીમેલ
નાં ટેગ કાઢી ને!
***
“મેડમ યર એન્ડીંગ છે. ઓડીટ નું પણ કામ છે. સાંજે કદાચ લેઈટ થશે. પણ તમને
લેડીઝને કદાચ નૈ ફાવે . તમે વહેલા નીકળી જજો! અમે બધા સંભાળી લઈશું. ” – મેલ્ઝ અને ફીમેલ્ઝ નાં ડુઝ અને ડોનટ્સ કદાચ ખુબ
ઊંડા છે આપણા સમાજ માં!
“ થેન્ક્યુ સર. પણ મારું કામ હું જાતે જ કરીશ. જો હું સેલેરી જેન્ડર બાયસ વગર પૂરી
લઉં છું તો જવાબદારી અને કામ પણ મારા ભાગનું જાતે જ કરીશ, ગમે તેટલું મોડું થાય. “- કદાચ નવા વર્ષ માં મારે નવી ઉર્જા અને નવી
ઓળખાણ સાથે જ જીવવું છે ..
ઉજવવું છે અને અપનાવવું છે - નવું વર્ષ .. નવા વિચારો અને નવી ઓળખાણ સાથે ....
સ્ત્રી-પુરુષ ની વાડાબંધી ની બહાર...
હ્યુમન (માણસ) તરીકે ની ઓળખાણ સાથે..
અને આ આખી વાત માં - “હું” એટલે... ?- હું, તમે ...અને આપણે બધા જ... – જે
ઇચ્છીએ છે જેન્ડરબાયસ વગરની સ્વસ્થ અને સંતુલિત સામાજિક સંસ્થા!
આ નવા વર્ષ માં અપનાવીએ અને ઉજવીએ નવી ઓળખાણ – માણસ તરીકેની!
તો નવા વર્ષ માં શું નવું?- “હું” !
Comments