Skip to main content

અવસર~૨૬ જાન્યુઆરી : ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે?

૨૬ જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ - અવસર - પેજ-૩


"ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે? "
૨૬ જાન્યુઆરી ઇઝ સેલીબ્રેટેડ એઝ રીપબ્લિક ડે એવરી યર ઇન ઈન્ડીયા. અવર ગ્રેટ ઇન્ડિયન કોન્સટીટયુશન વોઝ ફર્સ્ટ અપ્લાઇડ ઓન ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ . – એક નેતા ની અદાથી હાથ હલાવી હલાવીને બેબુ છેલ્લા ૧ કલાક થી પ્રેક્ટીસ કરી રહી અને છતાં બે જ લાઈન્સ પર સ્પીચની ગાડી અટકી જતી. બેબુની નર્વસનેસ અને પોપટ જેવી ગોખણપટ્ટી જોઈ અનાયાસે જ હસી પડાયું.
મોમ , સ્ટોપ લાફિંગ. મારે કાલે સ્પિચ આપવાની છે. અને હેલ્પ કરવાની જગ્યાએ તમે તો મારું ફિઅર વધારો છો. કોન – સટી – ટ –યુશન ... મોમ , કેટલો ટ્ફ વર્ડ છે આ.. શું મીનીંગ થાય એનો? અને એવું તો શું થયું હતું ૨૬ જાન્યુઆરીએ કે આખી કન્ટ્રી આ દિવસે હોલીડે મનાવે ? – કન્ફ્યુઝ્ડ બેબુએ ફાયનલી એઝ ઓલ્વેઝ ‘ઓફ લાઈન ગુગલ’ એટલેકે મમ્મીની શરણ લીધી!
ગુડ ક્વેશ્ચન! ઇન્ડિયન કોન્સટીટયુશન એટલે ભારતીય સંવિધાન, સાદા શબ્દો માં કહીએ તો આપણા દેશ નાં કાયદા-કાનુન, જેનો અમલ કરવા દરેક ભારતીય બંધાયેલો છે. વર્ષો પહેલા, ૧૯૪૭મા જ્યારે  અંગ્રેજો આપણો દેશ છોડીને ગયા ત્યારે આપણા દેશમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવી રાખવા, આપણી સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ નવા કાયદા-કાનુનની જરૂર જણાઈ. ડો.બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં આ નવા કાયદા-સંવિધાન ઘડવામાં આવ્યું, જેનો અમલ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી શરુ થયો. અને એટલેજ આપણે ૨૬ જાન્યુઆરીને રીપબ્લિક-ડે એટલેકે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. -શક્ય એટલા સિમ્પલ વર્ડઝમાં સમઝાવાનો મેં પ્રયાસ કર્યો.
પ્રજાસત્તાક ઇઝ કુલ વર્ડ મોમ. પ્રજા –સત્તાક એટલે કે પ્રજા સત્તા પર આવી એ દિવસ.. સો, ૨૬ જાન્યુઆરી એટલે સેલીબ્રેશન ઓફ સંવિધાન આઈ મીન કોન્સટીટયુશન, જેને ફોલો કરીને જ પ્રજા ને સત્તા એટલે કે પાવર મળે, રાઈટ મોમ ???- કૈક નવું જાણવાની ખુશી અને સંતોષ સાથે બેબુ ફરી સ્પીચનુ  રિહર્સલ કરી રહી , અને કોણ જાણે કઈ રીતે પણ હવે કડકડાટ એક પણ મિસ્ટેક વગર બોલી પણ રહી.
બેબુને ગુડબાય વિશ કરીને ઓફીસ જવા હું નીકળી જ અને...
મોમ , તમે હેલ્મેટ ભૂલી ગયા! – બેબુ મારી હેલ્મેટ લઈને દોડતી આવી.
ચાલશે બેબુ , આજકાલ કોઈ જોતું નથી, સહેજ પણ ચેકિંગ હોતું જ નથી. શું ફરક પડે છે?- ઉતાવળમાં હેલ્મેટમાંથી ધૂળ ખંખેરતા મેં કહ્યું અને..
મોમ, ફરક પડે છે. ઇન્ડિયન કોન્સટીટયુશન, ભારતીય સંવિધાન ને ફોલો કરવાની આપણી ફરજ છે. ચેકિંગ ભલે ના હોય, કોઈ ભલે નાં જુવે, આપણે તો જાણીએ જ છે કે ઈટ્સ રોંગ! - બેબુ ની સમજશક્તિ થી હેલ્મેટ પરની ધૂળ ની સાથે મારા આચરણ પરની ધૂળ પણ ખરી પડી.
સાચે જ સંવિધાન કે કાયદા-કાનુન સુપેરે જાણવા છતાં આપણે યેન-કેન બહાને એનું આચરણ નાં કરવા અને આપણી સહુલીયત સાચવાવવા છટકબારી શોધી લઈએ છે.
***
વારે-તહેવારે, ટ્રેનનુ ગીચોગીચ ભરેલુ કમપાર્ટમેન્ટ જોઈ મને હમેશા જ એવો વિચાર આવે કે આટલા બધા લોકો ક્યા જતા હશે! આજે પણ હું વિચારી રહી કે આમ વ્યક્તિ દીઠ ડબલ ચિલ્લર(ચિલ્લર બોલે તો બચ્ચા પાર્ટી) અને ચિલ્લર થી ડબલ લગેજ લઈને મુસાફરી કરવી કોઈ જંગ લડવા જેવું જ અઘરું કામ છે!
હોલીડે ટુમોરો! જલસા... સો વોટ્સ અપ? શું પ્લાન છે બધાના ? ફેશન ડીઝાઈનીંગ ભણતી અને ભણવા કરતા નવી નવી ફેશનનો પોતાના પર એક્સ્પેરીમેન્ટ વધુ કરતી ગુનગુને એક્સાઈટમેન્ટમાં પૂછ્યું.
અમારે રજા નથી. ધ્વજ વંદન કરવા સ્કુલ જવાનું છે. છેલ્લા એક વીકથી એની તૈયારીમાં લાગ્યા છીએ. રજા જોઈએ તો પણ રજા ના મળે એટલું કામ છે, ૨૬ જાન્યુઆરી નાં પ્રોગ્રામ અને પરેડનું.-દર વર્ષે ઓરેન્જ અને ગ્રીન બોર્ડરવાળી સફેદ સાળી પહેરી ધ્વજવંદન કરવા અને કરાવવા જતી સિમ્મીટીચરની પરેડ આ વર્ષે પણ ચાલુ જ તો!
અમારે પણ એમ તો કોલેજ માં ફ્લેગ હોઈસ્ટીંગ થવાનું પણ હું કદાચ નૈ જવાની. ફોર્માલીટી ઇટ ઇઝ. જાવ કે નાં જાવ શું ફરક પડે છે? ૨૬ જાન્યુઆરી ઇઝ રીપબ્લિક ડે .. એન્ડ આઈ પ્રાઉડલી ફોલો માય ઈન્ડીયન કોન્સટીટયુશન-એજ મારું રીપબ્લિક ડે સેલીબ્રેશન! - ગુનગુને એનુ મંતવ્ય રજુ કર્યો.
ફરક પડે જ છે! તમે આખા વર્ષ માં બે જ દિવસ પોતાના દેશ માટે કઈ કરી નાં શકો? એક ધ્વજ વંદન કરવા જવામાં પણ બધાને કેટલું જોર પડે. જાહેર રજા હોય એટલે ઘેર આરામ કરવાની જ ભાવના! આખું વર્ષ રજા લઇ લઈને પોતાના બર્થડે, એનીવર્સરી અને એવું બીજું બધું સેલીબ્રેટ થાય છે! તો પણ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી આ બે દિવસ જ સેલીબ્રેટ કરતા કેમ જોર પડે?- પોતાની સ્કુલ નાં વિદ્યાર્થીઓ ને વઢતી હોય એજ ભાવે સિમ્મીની ટીચરગીરી ટ્રેન માં પણ વારે વારે ચાલુ થઇ જ જાય!
સીમ્મીદિ ચીલ, હાઈપર થયા વગર જવાબ આપો. ગયા વીક માં તમારું પર્સ ચોરી થઇ ગયું હતું ટ્રેનમાંથી, તો તમે એની કમ્પ્લેન પોલીસમાં લખાવી? એકાદ મહિના પહેલા તમારો મોબાઈલ પણ ચોરી થઇ ગયેલો , એની કમ્પ્લેન કરી તમે પોલીસમાં? – ગુનગુન આજે જાણે ટીચર ને ટીન્ચર લગાડવાના તોફાની મુડમાં હતી.
ગુનગુન, એનું અત્યારે શું છે! પર્સ માં તો માંડ ૧૦૦-૨૦૦ રૂપિયા હશે, એની શું કમ્પ્લેઇન! અને રહી વાત મોબાઈલની, તો એક વાર ચોરાઈ ગયો એટલે નાહિ નાખવાનું, પોલીસ કમ્પ્લેન કરવાના લફડામાં પડીએ તો કોર્ટ અને પોલીસ સ્ટેશન નાં ધક્કા ખાવા પડે અને પાંચ-પચ્ચીસ પુરા થાય એ ખોટનાં!-સિમ્મી ની વાત કદાચ એકદમ વ્યહવારુ જ છે છતાં...
સી , આ તમારો દેશપ્રેમ! વાત ખોવાયેલા પર્સ કે એમાંના ૧૦૦-૨૦૦ રૂપિયાની નથી! વાત રોજ-બ-રોજ ચોરાતા મોબાઈલની પણ નથી! વાત છે વિરોધ નાં કરવાની અને પોલીસ કમ્પ્લેન નાં જ લખાવાની. પોલીસ કમ્પ્લેન નહિ કરીને આપણે એ ચોરને પ્રોત્સાહન આપીએ છીએ, બીજી મોટી ચોરી કરવા અને સાથે સાથે આપણાજ દેશના સંવિધાન માં આપણો અવિશ્વાસ પ્રગટ કરીએ છે! - ગુનગુન સહજ શબ્દોમાં ખુબજ મોટી વાત કહી ગઈ...
અને હું વિચારી રહી સિમ્મી અને ગુનગુન નાં પરસ્પેક્ટીવ થી.. કેટલા ભિન્ન છતાં કેટલા સહજ અને સાચા!
***
૨૬ જાન્યુઆરી એટલેકે પ્રજાસત્તાક દિવસ, - એવો દિવસ જે સંવિધાન/ કોન્સટીટયુશન ની શક્તિ થી પ્રજાને અપ્રતિમ સત્તા આપે છે!
ધ્વજ વંદન થવું જોઈએ પ્રભુ ભક્તિ જેવી સાત્વિક ભાવનાથી અને ચોક્કસ આ દિવસ ધામધૂમથી જ ઉજવવો જોઈએ..
પણ પરેડ અને ભાષણોની સ્ટીરીઓટાઈપ ઉજવણીની સાથે સાથે, પોતાની જાત સાથે દર વર્ષે એક વાયદો પણ થવો જોઈએ કે - મારા દેશના સંવિધાન માં મને પુરો વિશ્વાસ છે, અને હું પુરા દિલ અને દિમાગ થી એનું પાલન કરીશ.
આવો ઉજવીએ ૨૬,જાન્યુઆરી ખરા અર્થમાં – આપણા સંવિધાન માં પુનઃ વિશ્વાસ રોપી, સંવિધાનનુ દિલોજાન થી પાલન કરીને!    

Comments

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…