"રીયલી , વોટ અ મુવી.. વોટ અ મેસેજ... હેટ્સ ઓફ ! ખરેખર બાળકો ને જે બનવું હોય, જે કરવું હોય એ જ કરવા દેવું જોઈએ! એમની ઈચ્છા , એમના સપના અને એમનું ગોલ જે હોય એ રસ્તે વળવા દેવા જોઈએ! આપડે તો બોસ માની ગયા ૩-ઇડીઅટ્સ ની ટીમ ને! કાશ આ જોઇને પણ માં-બાપ ની આંખ ઉઘડે! "
" યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બડ્ડી ! જો ને અમારી ચિંકી ની મોમ ને તો મેં પહેલે થી જ કહી દીધું છે, ચિંકી ને કોઈ વાત નું પ્રેશર ની જ આપવાનું! એને જે ગમે કરવા દેવાનું. આપણે આટલું ભણ્યા ને આ રેટ રેસ માં આટલું દોડ્યા ને હન્ફ્યા , હવે આપણા બાળકો ને તો નહિ જ આ ગાંડપણ ! અમારી ચિંકી ને મ્યુઝીક નો બહુ શોખ છે! એટલે એને અમે મ્યુઝીક ના એરિયા માં જ પુશ કરીએ છે.. ભણવા માં જેટલું ખેંચે ... જોર નહિ કરવાનું યાર! "
" એકદમ સહી બોસ! "તારે ઝમીન પે" મુવી માં પણ એવો જ મેસેજ છે ને કે બાળકો નાના છોડ જેવા છે , એમને ઉગવા દો, મનગમતી દિશા માં , મનગમતા શેપ માં .. એમના પર તમારા સપનાઓ અને અપેક્ષાઓ નો બોજો નહિ જ લાદો.. યાર ભલે ને આર્ટસ માં ભણે કે સાયંસ , ભેજું અને પેશન હશે તો એની ફિલ્ડ માં કઈ પણ કરી ને સેટ થઇ જ જશે! આ કોમ્પીટીશન , રેસ , રીઝલ્ટ એવું બધું તો મિથ્યા છે! બાળકો ને મન થાય એમ રમવા દેવાના ... આ ઉમર કઈ પાછી થોડી આવશે? "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" તે કોલ બેક ના કર્યો.. હું રાહ જોતો હતો.. હીર નો ટેલેન્ટ શો પત્યો કે નઈ? " - કેયુર ના અવાજ માં એજ બેચેની વર્તાઈ રહી જેને વશ થઇ ને હું છેલ્લા એક કલાક થી હીર ની સ્કુલ ની બહાર તડકા માં તપી રહી હતી..
"ના, હજુ ફીનીશ નથી થયું. હીર ના ફ્રેન્ડસ ની મમ્મીસ સાથે હું એની સ્કુલ ની બહાર બેઠી છું.. થોડી ગભરામણ થાય છે.. આઈ મીન , હીર ને પ્રેક્ટીસ પણ સરસ કરાવી છે અને ઘેર એ પરફોર્મ પણ એકદમ મસ્ત કરતી હતી પણ સ્કુલ માં જઈ ને ... આઈ નો .. " - વારે વારે સ્કુલ ના ગેટ માંથી અંદર સુધી સ્કેન કરતી નજરો પણ હવેતો થાકી હતી..
"ચીલ , હીર હજુ પ્લે ગ્રુપ માં જ છે અને આ એક સિમ્પલ ટેલેન્ટ શો છે. ડોન્ટ ગેટ પેનિક. અને તે આટલી મહેનત કરી છે તો વિશ્વાસ રાખ, હીર સારું પરફોર્મ કરશે જ! કેમ નેગેટીવ વિચારે છે ?" - કેયુર ના એક પ્રશ્ન સાથે દિલ અન દિમાગ જાણે એક પળ માં વર્ષો પાછા વહી ગયા ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ભુમિકા, આ વખતે આપણા ક્લાસ માંથી ફેન્સી ડ્રેસ માં તારું નામ મેં જાતે જ લખ્યું છે. કાલે મને લખાવી દેજે તું શું બનીશ .. " - ક્લાસટીચરે એટેન્ડન્સ લઇ ને એનાઉન્સમેન્ટ કર્યું અને પાછળ બેસી ને ધમાલ કરતી તોફાની બારકસ ચબ્બી , ના રે ગોલુ મોલું એવી હું એકદમ સડક થઇ ગઈ ...
" નાં મેમ, હું વકતૃત્વ સ્પર્ધામાં રહીશ .. મને ફેન્સી ડ્રેસ ના ફાવે .." - પહેલી વાર મારો માઈક ને પણ શરમાવે એવો અવાજ એકદમ લો પીચ પર નીકળ્યો ..
"નામ ફાઈનલ થઇ ગયા છે .. હવે કોઈ ચેન્જ નઈ જ થાય.. એક વિક છે તારી પાસે. યુ કેન ડુ ઈટ.. આઈ નો! "- ટીચર તો ચાવી ચઢાવી ને જતા રહ્યા અને બાકી ના બધા પીરીયડ તોફાની બારકસ એવી મને એકદમ ડાહી ડમરી થઇ ગએલી જોઇને બધા જ ટીચર્સ ને નવાઈ લાગી..
એક સરેરાશ મિડલ ક્લાસ ફેમીલી માં કોઈ સ્કૂલી કોમ્પીટીશન માટે ના તો કોઈ એક્સ્ટ્રા બજેટ હોય , ના તો મોંઘવારી માં ભીંસાતા મોમ-ડેડ પાસે ટાઈમ હોય ...
અને જાતે શું બનું , ના બનું .. .ના વિચાર માં સંસ્કૃત ના ટીચર ની એડવાઈઝ થી ફાઈનલ થયું મારું ફેન્સી ડ્રેસ નું કેરેક્ટર - "રાધા" ...
સસ્તું, સરળ ને ટકાઉ :)
મસ્ત મઝા ના ચણીયા ચોળી પહેરી ને સ્કુલ માં વટ માર્યો .....,
વકતૃત્વ સ્પર્ધા માં હર-હમેશ જીતવાના કેફ માં , ડાયલોગ એક વાર જોયા ના જોયા ને ફોર્મ માં સ્ટેજ પર પહોંચી..
અને જે સ્પીડથી સ્ટેજ પર પહોંચી એથી વધુ સ્પીડ માં ડાયલોગ સડસડાટ બોલી જવાયા જાણે પાછળ વાઘ પડ્યો હોય..
આવી બેચેની કદાચ વકતૃત્વ સ્પર્ધા માં કયારેય નહોતી થઇ તો આજે આ બીક ને ગભરામણ ?
કદાચ આજે હું સ્ટેજ પર ભુમિકા બની ને નહિ પણ રાધા બની ને આવી હતી , અને એ રાધા ના રોલ માં મને ગોઠવતી નજરો થી બચવા જ કદાચ ...
સ્ટેજ ની નીચે ઉતરી ને એકદમ હળવું મહેસુસ થયું!
ના, બિલકુલ સરળ નથી બીજા ના રોલ ને નિભાવવું.. - પહેલી વાર મારી હોશિયારી ઉતરી ગઈ ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આજે જાણે હીર ની સ્કુલ નો ટાઈમ કેમેય પૂરો જ નાં થાય... અને મારી જેમ બધી જ અધીરી મમ્મી ઓ સ્કુલ ની બહાર આમ તેમ અટવાય ..
જાણે ૧૦ કે ૧૨ ની બોર્ડ ની એક્ઝામ હોય એવું ટેન્શન ...
અને છેલે દરવાજા ખુલ્યા....ને પોત પોતાના બાળકો ને લેવા અને એથી વધુ આતુરતા થી ટેલેન્ટ શો નું રીઝલ્ટ જાણવા અમે બધા એકસાથે અંદર પ્રવેશ્યા...
"રીઝલ્ટ , સોમવારે બચ્ચાઓ ની સ્કુલ બેગ માં મોકલીશું ... " - રીનામેડમ ના એનાઉન્સમેન્ટ થી મમ્માઝ ની ટીમ માં ફરી હલચલ થઇ ગઈ...
ડેઈલી સોપ માં જેમ ટી.આર.પી. વધારવા ખતરનાક મ્યુઝીક સાથે ફ્રાઈડે કોઈ ટર્નીંગ પર સ્ટોરી ને સ્ટોપ કરી દે ને સોમવાર સુધી માં - હવે શું થશે ની ઇન્તેઝારી માં દર્શકો ઝોલા ખાયા કરે.. કૈક એવું જ ..
"મેમ , હીર નું પરફોર્મન્સ કેવું હતું?" - રીઝલ્ટ ની રાહ માં વિખેરાઈ ગયેલી હું ધીરેક થી રીનામેમ ની પાસે પહોંચી ..
"હીર વોઝ લુકિંગ વેરી સ્વીટ.. સ્ટેજ પર આવીને ૨-૩ લાઈન્સ બોલી , થોડી લો પીચ માં અને પછી ચુપ થઇ ગઈ .. કદાચ થોડી કોન્શિયસ થઇ ગઈ માઈક અને જજીસ જોઇને .. પણ શી એન્જોય્ડ અ લોટ.. એને બહુ મઝા આવી એના પરફોર્મન્સ માં ....એવું એના ફેસ પર એકદમ દેખાતું હતું.. " - રીના મેમ એકદમ શાંતિ થી સમઝાવી રહ્યા ..
અને મારો હાથ પકડી ને ઘેર જવા ઉતાવળી થયેલી હીર જાણે આ બધા થી અજાણ એના જ લોક માં એકદમ મૌજ કરી રહી!
"મમ્મા , તે તો કીધું હતું હું સ્ટોરી બુક બનીશ તો ટીચર મને ગીફ્ટ આપશે .. ટીચરે મને ગીફ્ટ નાં આપી.. " - ફૂલ સ્પીડ માં જતા એકટીવા ને એકદમ બ્રેક મારી , ટર્ન લીધો ગીફ્ટ શોપ તરફ.. અને એક મસ્ત કાર્ટુન વાળી વોટરબેગ લઈને ગીફ્ટ પેક કરાવી ..
"મમ્મા , આઈ લવ યુ! "- હીર ની આંખો માં ગીફ્ટ જોઇને આવેલો સ્પાર્ક કદાચ કોમ્પીટીશન જીતવા કરતા વધુ આનંદદાયક હતો!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"હે ભુમિકા... કેમ છો? આફ્ટર સો લોંગ!! કેમ છો?" - રૂટીન ઓફીસ ડે માં હીર ની ફ્રેન્ડ ની મોમ નો કોલ આવે અને મારું દિલ જાણે એક ધબકારો ચુકી જાય! કે હવે કયો ડે કે સેલિબ્રેશન હું ભૂલી ગઈ હોઈશ?
{ હીર ની સ્કુલ ના ઇવેન્ટ કેલેન્ડર ના અધધધ ડેયઝ સેલિબ્રેશન માં થી એક ભૂલ માં ચુકી જવાયો હતો જે હજુ ચચરે છે! }
"હાય , આઈ એમ ફાઈન .. તમે ફરમાવો.. બાય ધ વે , આજે કઈ સેલિબ્રેશન તો ના હતું ને , કે જે હું ભૂલી ગઈ હોઉં! "- દિલ અને દિમાગ ફોન પર ને હાથ કી બોર્ડ પર, મલ્ટી પ્રોસેસિંગ વગર તો કેમેય કામ નાં ચાલે!
"ના યાર, આ તો આજે ટેલેન્ટ શો નું રીઝલ્ટ આવ્યું , તે ઘેર કોલ કરી પૂછ્યું? મારી સ્વીટી ને કોન્સોલેશન પ્રાઈઝ મળ્યું છે ... ડ્રેસિંગ માટે.. હીર ને પણ મળ્યું હશે કદાચ.. આપણે કેટલી મહેનત કરી યાર, અને આ ટેણીયા ટાઈમ પર ફસકી પડ્યા! ટીચર કહેતા હતા કે હીર ને સ્વીટી બંને જો સહેજ પણ બોલ્યા હોત તો બંને વિનર્સ જ હોત.. બૌ જ દુખ થાય છે યાર.."- હીર ની ફ્રેન્ડ ની મોમ ના અવાજ માં એક હારવાનું દર્દ અને સ્વીટી આટલું પણ નાં કરી શકી નો અફસોસ મને આટલે દુર સંભળાઈ રહ્યો!
"ઇટ્સ ઓકે યાર, મેં તો હીર ને પ્રાઈઝ ઇવેન્ટ ના દિવસે જ અપાવી દીધું .. મારા માટે તો શી ઈઝ વિનર , કેમકે એને પાર્ટ લીધો અને સ્ટેજ પર, માઈક લઈને ૨ સેન્ટેન્સ પણ બોલ્યા! બૌ છે યાર! "- કૈક સહજતાથી બોલી તો ગઈ ...કદાચ મને યાદ આવી ગઈ સ્ટેજ પર નર્વસ થઇ ગયેલી બેબી ભુમિકા ... અને ગર્વ થયો હીર ના ૨-૩ લાઈન ના પરફોર્મન્સ પર..
અને પ્રશ્ન થયા મન માં ...
કે હું હીર ને નાની ઉમરે કઈ વધુ પ્રેશર તો નથી આપતી ને ?
શું સાચે આવી કોમ્પીટીશન માં બાળકો ને ભાગ લેવ્ડાવવું બિન જરૂરી છે ?
શું બાળકો ને મન થાય એ જ કરવા દેવું - નો વાદ ઈફેક્ટીવ છે ખરો ?
બાળકો તો કુમળા છોડ છે , એમને જોર નહિ આપવાનું , એમની રીતે વિકસવા દેવાના , એવું બધું કદાચ સાચું હશે!
પરંતુ એટલું જ સાચું એ પણ છે જ ને કે .....
કોમ્પીટીશન ખુબ જરૂરી છે , અંદર ઊંડે ઊંડે કૈક પેશન અને જુસ્સો જગાડવા.
કોમ્પીટીશન જરૂરી છે - ક્રીએટીવીટી ની આગ માં ઘી બનવા ..
અને કોમ્પીટીશન જરૂરી છે - ડાર્વિન ના સિધ્ધાંત પ્રમાણે અસ્તિત્વ ટકાવી રાખવા!
અને છેલ્લે હીર ની ટેલેન્ટ શો ના કેટલાક સ્નેપ શોટ્સ..
હીર ટેલેન્ટ શો માં સ્ટોરી બુક બની હતી .. [ મને બુક્સ સિવાય ઝાઝું કઈ સુઝે નહિ એટલે....]
અને નીચેની Poem એણે ગાઈ હતી.. [ Poem written by :) Me ... ]
" I am a story book..
I am a story book...
Look here and Listen to me...
I am a story book..
Tiger , Lion... Monkey and crocodile....
Cinderella and Barbie will also come for a while...
Listen to me..
Play with me....
I AM A STORY BOOK!!! "
હીર ની સ્ટોરી બુક ::
એન્ડ .......... હીર એઝ સ્ટોરી બુક ::
અને ફાઈનલી મારી પ્રિન્સેસ હીર ની કોન્સોલેશન પ્રાઈઝ ::
Comments
lovely article mam...
Thanks a lot for reading dear:)
i thought this can be perfect way of treasuring sweet memories for life time...
હવે તમારા સવાલનો જવાબ-નહિ.બિલકુલ નહિ.પણ હા,એ સ્ટ્રગલ જ્યાં સુધી એ જાતે નહિ કરે ત્યાં સુધી એણે એ હાર જીતનું મહત્વ નહિ સમજાય. ત્યાં સુધી તમારે એને ગાઈડ કરવાની. ;) આફ્ટર ધેટ, એ જાતે શીખશે.પણ કઈ રીતે શીખવું એ તમારે એને સમજાવવું પડે. :)
*
Let kids do what they want to do.
Just make them understand that competition is bad and good but not to be chased, always.
Instead, use that chasing power, energy and time for making yourself better than others..believe me, its quality time.
*
You have style of writing different from many, keep it up.Kudos
વધુ લખીશ તો કોઈક કહેશે
આવી સરસ બ્લોગપોસ્ટ પર
તું તો ચુપ (જ) મર !
Your childhood incident reminded me of one of mine, very similar when I had become speechless on stage, he he..
take care, keep writing,
Nidhi
I still remember my first Fancy Dress Competition... Hu chhapu bani'ti and- as u n I have this long list of common things- I did not speak a word on stage!!!!!!!
Mihir Shah