*** “ આજે ફરી મીટીંગના લીધે લેઇટ થઇ ગયું .. સંગીત અને સનમને મુવી જોવા લઇ જવાનું પ્રોમિસ કરેલું પણ .. ઇટ્સ રીઅલ્લી ટફ ટુ બી ડેડ ... સોહા સાચું જ કહે છે , મારે સુપરમેન કે ડેડીકુલ બનવાની જરૂર નથી .. અને મારે વળી કઈ બેસ્ટ ફાધરની ટ્રોફી જીતવાની છે ? ટ્રોફી પરથી યાદ આવ્યું આવતી કાલે સંગીતને ટ્રોફી મળવાની છે – “સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર”ની .. કાલે ગ્રાઉન્ડમાં એને રમતા જોયો ત્યારે મજાકમાં એની મમ્મીને પૂછી લેવાયું કે મારે તો રમત - ગમત સાથે બાર ગાઉંનું છેટું છે , બહુ બહુ તો હમણાંનો મોબાઈલમાં કેન્ડી ક્રશ રમી લઉં છું ... સાચું કહેજે તે કોઈ રમતવીર વીકી ડોનરની હેલ્પ નથી લીધી ને આ સંગીત વગાડવામાં ? અને સોહાએ એજ કિલિંગ સ્માઈલ આપી , જેને જોઇને કોલેજ ટાઈમમાં હું વગર બોલે બોલ્ડ થઇ જતો .. જોકે હવે સોહાના માથામાં સફેદ વાળ જોઇને સહેજ બીક પણ લાગે છે , કે સાલી હવે અમારી પણ ઉમર દેખાય છે .. આ વીકમાં જ આખા ફેમિલીનો મેડીક્લેમ કરાવી લેવો પડશે , જોકે બજેટમાં અઘરું પડશે .. પણ .. હું મારા ખર્ચમાં થોડો કાપ મુકીશ તો એડજસ્ટ થઇ જશે ! એમ પણ આ ગાડી હમણાની બહુ પેટ્રોલ ખાય છે અને સનમ પણ કહેતી હતી કે - ડેડ તમે બાઈક...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)