*** “ યેસ મિસ્ટર શર્મા યોર પોર્ટફોલીઓ ઈઝ રેડી . તમારી ફાઈલ આજે હું તમને મેઈલ કરી દઈશ . એન્ડ નો નીડ ટુ સે થેન્ક્સ ફોર ધ પ્રોફિટ , ઇટ્સ માય જોબ !”- તમારો એકદમ પોલાઈટ અને પ્રોફેશનલ રીપ્લાય સાંભળી સામેવાળાને અણસાર પણ નાં આવી શકે કે ... અવાજ ભલે નોર્મલ અને સ્વીટ છે પણ મિજાજ ગરમ અને આંખો સજલ છે ... તમે એક હાથે કોલ ડિસ્કનેક્ટ કરો છો અને બીજા હાથે ગેસ બંધ કરી ઉતાવળે પતિદેવનું ટીફીન ભરી રહ્યા છો .. ભીની આંખો ઘડિયાળ તરફ મંડાયેલી છે અને હાથ મશીનની જેમ રોજીંદા કામ કરી રહ્યા છે .. “ આજે ફરી મોડું થઇ ગયું , તારા લીધે જ ... ના પાડી છે તને વારે ઘડીએ સેન્ટી થઈને મેન્ટલ થવાની . હાજર વાર સમઝાવ્યું કે જે સલાહ આપવાના તું હજારો કમાય છે એ વગર માંગ્યે ક્યાય આપવી નહિ , જ્યાં એની કિમત કે જરૂરીયાત નથી ત્યાં તો સહેજ પણ નહિ .. પણ સમઝે એ બીજા ..”- દિમાગ દિલને તબિયતથી ખખડાવી રહ્યું . અને દિલ આદત પ્રમાણે સાયલેન્ટ મોડમાં જતું રહ્યું , વાંક છે એટલે બીજું કરે પણ શું ? “ કેટલી વાર હજુ ? આજે તારી સલાહોથી જ પેટ ભરવાનું છે કે લંચબોક્ષ મળશે ?”- પતિદેવનો રુક્ષ અવાજ તમારા ઉખડેલા મિજાજને વધુ ખોતરી ગયો ......
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)